ભૂલ છે કે નહીં ?

(0)
  • 1.4k
  • 0
  • 472

દોસ્તો,આજે બસમાં જવાનું થયું. મારી બાજુમાં એક બહેન બેઠા હતાં. કંઈક ગંભીર વિચારમાં હોય એવું લાગ્યું. એમની આંખો પાણી ભરતી હતી અને એ દુનિયાથી છુપાવતાં હતા. હું હજુ એમને કંઈ પૂછું એ પહેલાં તો એ બસમાંથી ઉતરી ગયા અને એટલી ઝડપથી કે એમની ડાયરી એમના પર્સમાંથી પડી ગઈ તો પણ એમને ખબર ન પડી. ડાયરીમાંથી એમનો કૉન્ટેક્ટ નંબર મળી જાય એમ વિચારી મેં એ ડાયરી ખોલી પણ એમાં તો એમણે એમના મનની વાત લખી હતી. આમ કોઈની ડાયરી ન વંચાય એ ખબર હતી પણ પહેલાં જ પાના પર લખ્યું હતું કે મારી શું ભૂલ છે કોઈ સમજાવો.

1

ભૂલ છે કે નહીં ? - ભાગ 1

દોસ્તો,આજે બસમાં જવાનું થયું. મારી બાજુમાં એક બહેન બેઠા હતાં. કંઈક ગંભીર વિચારમાં હોય એવું લાગ્યું. એમની આંખો પાણી હતી અને એ દુનિયાથી છુપાવતાં હતા. હું હજુ એમને કંઈ પૂછું એ પહેલાં તો એ બસમાંથી ઉતરી ગયા અને એટલી ઝડપથી કે એમની ડાયરી એમના પર્સમાંથી પડી ગઈ તો પણ એમને ખબર ન પડી. ડાયરીમાંથી એમનો કૉન્ટેક્ટ નંબર મળી જાય એમ વિચારી મેં એ ડાયરી ખોલી પણ એમાં તો એમણે એમના મનની વાત લખી હતી. આમ કોઈની ડાયરી ન વંચાય એ ખબર હતી પણ પહેલાં જ પાના પર લખ્યું હતું કે મારી શું ભૂલ ...Read More

2

ભૂલ છે કે નહીં ? - ભાગ 2

આ સમયે મારો ભાઈ છઠા ધોરણમાં હતો. બેન દસમા ધોરણમાં હતી. ભાઈ કોઈવાર શાળાએ જાય કોઈવાર ન જાય. કોઈ કોઈ બહાના કરીને રજા પાડે. પછી ખબર પડી કે એપેન્ડિકસ છે એટલે એનું ઓપરેશન કરાવ્યું. આમ એને શાળાએ ન જવાનું બહાનું મળી ગયું. બેન દસમાં ધોરણમાં હતી. એ સારા ટકાએ પાસ થઈ ગઈ. પપ્પાએ એને સાયન્સ લેવાનું કહ્યું પણ એણે કોમર્સ લીધું. પપ્પાને ન ગમ્યું.આમ જ બે વર્ષ વીતી ગયા. હું દસમા ધોરણમાં આવી. અમારું સંયુક્ત કુટુંબ એટલે વાંચવાની મોકળાશ મળે નહીં. એક દિવસ મામા ઘરે આવ્યા. એમણે કહ્યું તું મારી સાથે ઘરે ચાલ પરીક્ષા સમયે આવી જજે. ક્યારેક ટ્યુશન ...Read More