કોણે મોકલ્યું આ માવઠું અને કોણે મોકલ્યો આ તીવ્ર પવન!!!
ઉપવનથી અધિક આખું વરસ મહેનત કરી સજાવ્યું હતું ખેતર,
લીલીછમ મગફળી,કપાસ,ડાંગર,શેરડી,જાર, બાજરી લહેરાતો ગવાર !!
વીજળી મોંઘી,મજૂર મોંઘાં,ડીઝલ,બી,ટ્રેકટરની ખેડ અને ખાતર.
વિચારતો'તો ખેડૂત કે આ વરસે છોકરાની ફી અને દીકરીની થશે સગાઇ!
આ સોના,ચાંદી,ખાદ્ય તેલ માથે કમોસમી વરસાદ,કોની લાગી હાય!!
. - વાત્સલ્ય