Bhool chhe ke Nahi ? - 79 in Gujarati Women Focused by Mir books and stories PDF | ભૂલ છે કે નહીં ? - ભાગ 79

The Author
Featured Books
  • Silent Hearts - 5

    साइलेंट हार्ट्स (조용한 마음 – Joyonghan Maeum)लेखक: InkImag...

  • रुह... - भाग 11

                                          ( ११ )सुबह के पांच बज...

  • अधूरा सपना

    --- अधूरा सपना अरुण बचपन से ही चित्रकारी का शौक़ीन था। जब भी...

  • नागमणि - भाग 10

    नागमणि – भाग 10️ विजय शर्मा एरीप्रस्तावनाप्यारे पाठकों, नागम...

  • वो जो मैं नहीं था - 13

    ️ भाग 13 - "सिस्टम का चेहरा" स्थान: दिल्ली - पुराने रेल टनल...

Categories
Share

ભૂલ છે કે નહીં ? - ભાગ 79

પણ, દર વખતની જેમ મમ્મી ન જ માન્યા અને કહ્યું કે ના કાલે જ બોલાવવાનું એટલે આના ભાઈ આવે એની સાથે એક જ વખતમાં રસોઈ થઈ જાય. આપણે ગયા બેનના ઘરે અને જમીને આવતી વખતે એેમને કહેતા આવ્યા કે આવતી કાલે ઘરે જમવા આવજો નવા વર્ષનું. આમ, આખા વર્ષમાં કોઈ દિવસ આવી રીતે કેટલા કાલાવાલા કરીએ આવવા માટે તો પણ ન આવે પણ મારો ભાઈ જ્યારે જમવા આવવાનો હોય ત્યારે અવશ્ય આવે. આ વખતે પણ એવું જ થયું. આ કહેવાનો મતલબ એટલો જ કે આખા વરસમાં મારો ભાઈ એક જ દિવસ આવે પણ એ જ દિવસે બેન બનેવી ભાણિયા સાથે આવે એટલે મારે ફક્ત એમની જ આગતા સ્વાગતા કરવાની. ભાઈ સાથે થોડી વાર બેસાય એવું તો કંઈ થાય જ નહીં. ને તમે પણ બનેવીની આગળ પાછળ ફર્યા કરો. જાણે મારા ભાઈની હાજરીથી તમને કંઈ ફરક પડતો જ ન હોય. ભાઈ ને થોડીવાર બેસવું હોય, આપણા દિકરા સાથે રમવું હોય પણ તમે એને ગણકાર્યા વગર ભાણિયાને અને દિકરાને લઈને ગામમાં નીકળી જાય. એટલે ભાઈ જમીને તરત જ પછી ચાલ્યો જાય. બેન એ દિવસે આવે તો એવું પણ ન થાય કે એ વેકેશન હોય તો રોકાય જાય પણ એમ જ કહે કે પછી આવીશ રહેવા માટે. એ આવું કહી જાય તો મારે મારા ઘરે રહેવા ક્યારે જવું એમ પૂછીએ તો કહે કે તમે અત્યારે જઈ આવો હું પછી આવીશ. ને જો હું મારા પિયર રહેવા ચાલી જાઉં તો તરત જ બીજા દિવસે ફોન આવે કે એ રહેવા આવે છે. એટલે મારે પાછું આવી જવું પડે. મારા ઘરે પણ તો બધા રાહ જોતા હોય કે હું ત્યાં રહેવા આવું, દિકરો ત્યાં રહે અને એ લોકો એને ફરવા લઈ જાય. પણ આવું થતું જ નહીં. મને વેકેશનમાં ઘરે રહેવા જવાનું ક્યારેય મળતું નહીં. છતાં તમને કોઈ દિવસ ફરિયાદ કરી ન હતી. આમ જ દિવસ વીતતાં હતા. દર મહિને હું ટયુશન કરાવતી એ સંખ્યામાં વધારો થતો હતો. અને મને વધારે રૂપિયા મળતા હતા. આપણું ઘરનું આર્થિક તંત્ર જે ડામડોળ હતું એ હવે સ્થિર થયું હતું. એટલે મને અને તમને આપણને બંનેને થોડી રાહત થઈ ગઈ હતી. પણ, હવે ચિંતા એ વાતની હતી કે આ વર્ષ પૂરુ થયા પછી જે શાળામાં હું ટયુશન કરાવું છું એ શાળાના આચાર્ય બીજા વર્ષે પણ મને આ તક આપશે ખરા ? આ વિચાર સતત મારા મગજમાં ચાલતો હતો ત્યાં એક દિવસ આચાર્યએ મને એમની ઓફિસમાં બોલાવી અને કહ્યું કે હજી વાર્ષિક પરીક્ષા થવામાં બે ત્રણ મહિના બાકી છે ત્યાં સુધી તો આપણે ત્યાં તમારે ભણાવવા આવવાનું જ છે ને તમારું ભણાવવાનું ખૂબ સારું છે પણ આવતા વર્ષે કદાચ હું તમને આ રીતે ન બોલાવી શકું કારણ કે ઉપરથી ઘણી તપાસ આવે છે અને મને ખબર છે કે તમને નોકરીની જરૂર પણ છે. મારા એક મિત્રની શાળામાં શિક્ષકની જરૂર છે. જો તમે હા પાડતા હોવ તો એ આજે જ તમને નોકરી આપી દેશે. પણ એમની શાળાનો સમય બપોરનો છે તમને ફાવશે ? મેં ત્યારે એમને કંઈ જવાબ ન આપ્યો અને કહ્યું કે હું આવતી કાલે તમને જણાવું. તો એમણે કહ્યું કે ના મને જણાવવાની જરૂર નથી પણ તમે એકવાર મારા એ મિત્રને એની શાળાએ જઈને મળી આવજો અને જે પણ હોય તે એમની સાથે વાત કરી લેજો. અને, હા એમણે એમ પણ કહ્યું છે કે જો તમને બપોરનો સમય ન ફાવે તો એ એમની શાળાનો સમય સવારનો કરી દેશે. એટલે ના પાડતા પહેલા એકવાર એમને મળી લેજો. હું એમને હા કહીને ત્યાંથી નીકળી ગઈ અને આખા રસ્તે વિચારતી આવી કે હવે આગળ શું કરીશું અને કેવી રીતે કરીશું ?