ભૂલ છે કે નહીં ?

(9)
  • 10.6k
  • 0
  • 5.5k

દોસ્તો,આજે બસમાં જવાનું થયું. મારી બાજુમાં એક બહેન બેઠા હતાં. કંઈક ગંભીર વિચારમાં હોય એવું લાગ્યું. એમની આંખો પાણી ભરતી હતી અને એ દુનિયાથી છુપાવતાં હતા. હું હજુ એમને કંઈ પૂછું એ પહેલાં તો એ બસમાંથી ઉતરી ગયા અને એટલી ઝડપથી કે એમની ડાયરી એમના પર્સમાંથી પડી ગઈ તો પણ એમને ખબર ન પડી. ડાયરીમાંથી એમનો કૉન્ટેક્ટ નંબર મળી જાય એમ વિચારી મેં એ ડાયરી ખોલી પણ એમાં તો એમણે એમના મનની વાત લખી હતી. આમ કોઈની ડાયરી ન વંચાય એ ખબર હતી પણ પહેલાં જ પાના પર લખ્યું હતું કે મારી શું ભૂલ છે કોઈ સમજાવો.

1

ભૂલ છે કે નહીં ? - ભાગ 1

દોસ્તો,આજે બસમાં જવાનું થયું. મારી બાજુમાં એક બહેન બેઠા હતાં. કંઈક ગંભીર વિચારમાં હોય એવું લાગ્યું. એમની આંખો પાણી હતી અને એ દુનિયાથી છુપાવતાં હતા. હું હજુ એમને કંઈ પૂછું એ પહેલાં તો એ બસમાંથી ઉતરી ગયા અને એટલી ઝડપથી કે એમની ડાયરી એમના પર્સમાંથી પડી ગઈ તો પણ એમને ખબર ન પડી. ડાયરીમાંથી એમનો કૉન્ટેક્ટ નંબર મળી જાય એમ વિચારી મેં એ ડાયરી ખોલી પણ એમાં તો એમણે એમના મનની વાત લખી હતી. આમ કોઈની ડાયરી ન વંચાય એ ખબર હતી પણ પહેલાં જ પાના પર લખ્યું હતું કે મારી શું ભૂલ ...Read More

2

ભૂલ છે કે નહીં ? - ભાગ 2

આ સમયે મારો ભાઈ છઠા ધોરણમાં હતો. બેન દસમા ધોરણમાં હતી. ભાઈ કોઈવાર શાળાએ જાય કોઈવાર ન જાય. કોઈ કોઈ બહાના કરીને રજા પાડે. પછી ખબર પડી કે એપેન્ડિકસ છે એટલે એનું ઓપરેશન કરાવ્યું. આમ એને શાળાએ ન જવાનું બહાનું મળી ગયું. બેન દસમાં ધોરણમાં હતી. એ સારા ટકાએ પાસ થઈ ગઈ. પપ્પાએ એને સાયન્સ લેવાનું કહ્યું પણ એણે કોમર્સ લીધું. પપ્પાને ન ગમ્યું.આમ જ બે વર્ષ વીતી ગયા. હું દસમા ધોરણમાં આવી. અમારું સંયુક્ત કુટુંબ એટલે વાંચવાની મોકળાશ મળે નહીં. એક દિવસ મામા ઘરે આવ્યા. એમણે કહ્યું તું મારી સાથે ઘરે ચાલ પરીક્ષા સમયે આવી જજે. ક્યારેક ટ્યુશન ...Read More

3

ભૂલ છે કે નહીં ? - ભાગ 3

નવરાત્રિ આવે છે એમ વિચારી હું મનોમન ખુશ થતી હતી કે પાછા એ મને જોવા મળશે. અને હું મામાને ગઈ. ગરબા શરુ થયા ને હું ફળિયામાં ગઈ. મેં એમને જોયા. એક અલગ જ ખુશી દિલમાં વરતાઈ રહી હતી. ત્યાં ગરબા મોટા પાયા પર થાય એટલે અંદર બહાર ત્રણ ચાર રાઉન્ડ થાય. મેં આ સમયે જોયું કે એ, એના મિત્રો અને મારા મામા બધા સાથે જ રહેતા હતા. મેં પહેલાં પણ મેં જોયું હતું કે મામાના ઘર પાસેથી પસાર થાય ત્યારે મામા જો ઘરે હોય તો મામાને બોલાવીને જ જાય. આ નવરાત્રિમાં મને ખબર પડી કે એ તો મામાના મિત્રે ...Read More

4

ભૂલ છે કે નહીં ? - ભાગ 4

બસ. નવરાત્રિ પૂરી થઈ ને ફરી ઘરે આવી શાળા - ટ્યુશન શરૂ થઈ ગયા. એક દિવસ હું શાળાએથી છૂટી ઘરે આવતી હતી તો મેં અમારી શાળાના દરવાજા પાસે એમને એમના મિત્રો સાથે ઉભેલાં જોયા. મને લાગ્યું કે ના એ ક્યાંથી અહીં આવે પણ મેં વળી વળીને ખાતરી કરી કે ના છે તો એ જ. પણ અહીં ક્યાંથી ? એ સવાલ સતત મારા મનમાં હતો. અને ઘરે આવી તો મામા ઘરે બેઠા હતા. નવરાત્રિ ૫ત્યા પછી મારા કાનમાં મામાના શબ્દો વારંવાર સંભળાતા હતા કે સમીરે કહ્યું ? ને મને યાદ આવ્યું કે આ નામ તો અમારા ઘરમાં વારંવાર મમ્મી દ્વારા ...Read More

5

ભૂલ છે કે નહીં ? - ભાગ 5

પછી તો લગભગ દરેક આંતરે દિવસે હું એમને મારી શાળાના પ્રાંગણમાં જોતી. એ, મામા અને એમના મિત્રો ક્રિકેટના કપડામાં મળતા. મને વિચાર આવ્યો કે અત્યાર સુધી નહીં ને હવે જ કેમ મને એ દેખાય છે ? કદાચ એવું પણ હોય કે હું અહીં ભણું છું એવીખબર પડી હોય અને એેટલે એ અહીં આવતા હોય. હું એમને જોતી, અને ચાલી નીકળતી. એમની સાથે મામા હોય તો હું મામા સાથે પણ વાત ન કરતી બસ ત્યાંથી નીકળી જતી. પણ મનમાં હંમેશા એક ખુશી થતી. એમને જોઈને કંઈક અલગ જ આનંદ મળતો. આમ ને આમ દિવસો વીતતાં હતા. બેન હજી એ છોકરાને ...Read More

6

ભૂલ છે કે નહીં ? - ભાગ 6

એ સમયે મારું બધું જ ધ્યાન ફક્ત ભણવા પ૨ હતું. હું ખૂબ જ મહેનત કરતી હતી. ફોઈના ઘરે ફોઈ નોકરી કરતાં હતા. એમનો દિકરો કોલેજમાં હતો અને દિકરી દસમાં ધોરણમાં. એમની દિકરી ભણવામાં સામાન્ય હતી. પણ હું ત્યાં ગઈ એટલે એ મારી સાથે વાંચવા બેસી જતી. ફોઈ ખુશ હતા કે એમની દિકરી મારી સાથે ભણવા બેસતી અને ન આવડે તો મને પૂછી પણ લેતી. દિવસે વીતતાં નવરાત્રિ નજીક આવી ગઈ. પણ આ વખતે મારાથી મામાને ત્યાં જવાય એવું મને લાગતું ન હતું કારણકે ટ્યુશન, શાળા અને વળી પ્રથમ પરીક્ષા પણ નજીક આવી રહી હતી. પણ મમ્મી પપ્પા એક દિવસ ...Read More

7

ભૂલ છે કે નહીં ? - ભાગ 7

મને ઘણીવાર વિચાર આવતો કે મારા મનમાં જે એમના માટે લાગણી છે એવી લાગણી એમને મારા માટે હશે ? હશે તો જ એ આ રીતે શાળાએ આવતા હતા ને! પણ મને મારા વિચારોનો જવાબ મળતો ન હતો અને હું ફરી પાછી ભણવામાં લાગી જતી. પરીક્ષા પતી ને થોડા સમયમાં દિવાળી આવી. હું ફોઈના ઘરેથી મારા ઘરે આવી. અહી આવીને જોયું કે કંઈ જ બરાબર ન હતું. દરેક વખતની જેમ મમ્મી કામ કર્યા કરતી અને બેન કોઈ ને કોઈ બહાનું કાઢી ઘરની બહાર રહેતી. ભાઈ પણ ભણવામાં ધ્યાન આપતો ન હતો. એ પણ દસમા ધોરણમાં હતો પણ એ પ્રમાણે મહેનત ...Read More

8

ભૂલ છે કે નહીં ? - ભાગ 8

મેં ફરીથી ભણવામાં ધ્યાન લગાવી દીધું. આ વખતે બીજા કોઈ જ વિચારોને મગજમાં આવવા જ ન દીધા. ન એમના ન ઘરના. શાળામાં પ્રિલિમ પરીક્ષાની તારીખ ખાવી ગઈ હતી. હું એમાં વધારે ને વધારે માર્ક્સ લાવવા માગતી હતી. આ પરીક્ષા વખતે મારો કોર્ષ પૂરો કરી દઉં તો પછી મને રિવિઝનનો સમય મળે એમ વિચારતી હતી. પણ થયું કંઈ જુદું જ. મારા પગ પર જે ડાઘા હતા તે ટેન્શનમાં વધશે એમ ડોકટરે કહ્યું હતું અને એમ જ થયું. એ ડાઘા પાણી ભરાયને મોટા ફોડલાં બનવા માંડ્યા હતા અને એમાં ખંજવાળ પણ ખૂબ જ આવતી. ખંજવાળ આવે એટલે એ વધે એમ પણ ...Read More

9

ભૂલ છે કે નહીં ? - ભાગ 9

મારી બોર્ડની પરીક્ષા શરૂ થઈ. સાથે ભાઈની પણ શરૂ થઈ હતી. એની પરીક્ષા સવારે હોય અને મારી બપોરે. પરીક્ષા ઘરે આવું એટલે સાંજ પડી ગઈ હોય. પપ્પા રોજ આવતા મને મળવા. બસ, પરીક્ષા પતાવી ને હું મારા ઘરે પાછી ફરી. ભાઈ તો પરીક્ષા પતાવીને બસ આખો દિવસ રખળ્યા કરતો. આગળ શું ભણવાનો છે એ વિશે કંઈ જ વાત પણ ન કરતો. અને કંઈ પણ જોઈએ એટલે મને આવીને કહેતો કે પપ્પાને કહે કે મને આ અપાવે. હું ત્યારે એની લાગણી ના દુભાય એટલે પપ્પાને કહીને એને એ અપાવી દેતી. મને ત્યારે એમ ન ખબર હતી કે હું એને બગાડી ...Read More

10

ભૂલ છે કે નહીં ? - ભાગ 10

હું ક્રિકેટ રમતી રમતી ઘરમાં ચાલી ગઈ. ખબર ની પણ કેમ હું એમનો સામનો ન કરી શકી ? બસ એમને જોયા કર્યા. એ મામા સાથે થોડીવાર ઊભા રહ્યા અને પછી ગયા. મેં એમને જોયા કર્યા. અમે મામાના ઘરે જ હતા વેકેશનમાં ને એક દિવસ રવિવાર હતો. ફળિયામાં મામા એમના મિત્રો સાથે વોલીબોલ રમતા હતા અને મમ્મીએ કહ્યું જા ફળિયામાંથી ભાઈને બોલાવી લાવ. અને હું ગઈ. પણ ત્યાં જઈને જોયું કે ભાઈ તો એમની સાથે વોલીબોલ રમતો હતો. મેં બસ જોયા કર્યું. જ્યારે રમતમાં બ્રેક પડ્યો ત્યારે ભાઈ એમની બાજુમાં બેઠો હતો. મારે ભાઈને બોલાવવો હતો પણ એનું ધ્યાન મારે ...Read More

11

ભૂલ છે કે નહીં ? - ભાગ 11

પપ્પા બધાને વારાફરતી જોતાં હતા ને તરત જ પૂછ્યું કે બેન ક્યાં છે ? મમ્મીએ ધીરે રહીને આખી વાત થોડીવાર માટે પપ્પા પણ ચૂપ થઈ ગયા. પછી મારા કાકાને કહ્યું પેલાં છોકરાના ઘરે તપાસ કર એ ક્યાં છે ? કાકાએ કહ્યું મેં તપાસ કરી લીધી છે એ ઘરે નથી. એના ઘરના પણ બધા એમ કહે છે કે એમને ખબર નથી. એ દિવસે પણ કોઈએ કંઈ ખાધું નહીં. મને રહી રહીને વિચાર આવતો હતો કે મેં પહેલાં જ ઘરમાં કહી દીધું હોત કે બેન હજી પેલાં છોકરાને મળે છે તો કદાચ પપ્પાએ એને અટકાવી લીધી હોત. પપ્પા, ભાઈ, કાકા, એમનો ...Read More