(પ્રિય વાંચકો. તમારા માટે આ વખતે એક સસ્પેન્સ થ્રીલર *અભિનેત્રી* નામની વાર્તા લઈને આવ્યો છુ.જે ચોક્કસ તમને ગમશે. વાંચીને તમારો અભિપ્રાય જરૂર આપજો.) *અભિનેત્રી ૧* ઇન્સ્પેક્ટર બ્રિજેશ. ઉંચો.દેખાવડો.સ્ફૂર્તિલો.અને તંદુરસ્ત ઑફિસર હતો.ત્રીસ વર્ષનો થયો હતો પણ છતા હજુ સુધી અનમેરીડ હતો. ચેહરા ઉપર આછી પાતળી દાઢી.અને વાંકડી મૂછોના કારણે એ અત્યંત આકર્ષક લાગતો હતો. પણ હજુ સુધી લગ્ન ન કરવાનુ એનુ એકજ કારણ હતુ કે એ સાધારણ પરિવાર માથી આવતો હતો.પણ અત્યંત મહત્વકાંક્ષી હતો. અને એણે એકજ લક્ષ રાખ્યુ હતુ કે જીવનમા પહેલા કંઇક નામ અને દામ કમાવવા પછી જ ઠરીને ઠામ થવુ. એમ ન હતુ કે એને કોઈ લગ્ન માટે માગા આવતા ન હતા.પણ એણે તો નક્કી કરી રાખ્યુ હતુ કે જ્યા સુધી પોતે કંઈ બની નો જાવ ત્યા સુધી તો લગન બગન નુ નામ પણ નથી લેવાનુ.
અભિનેત્રી - ભાગ 1
અભિનેત્રી 1(પ્રિય વાંચકો. તમારા માટે આ વખતે એક સસ્પેન્સ થ્રીલર *અભિનેત્રી* નામની વાર્તા લઈને આવ્યો છુ.જે ચોક્કસ તમને ગમશે. તમારો અભિપ્રાય જરૂર આપજો.)*અભિનેત્રી ૧*ઇન્સ્પેક્ટર બ્રિજેશ.ઉંચો.દેખાવડો.સ્ફૂર્તિલો.અને તંદુરસ્ત ઑફિસર હતો.ત્રીસ વર્ષનો થયો હતો પણ છતા હજુ સુધી અનમેરીડ હતો.ચેહરા ઉપર આછી પાતળી દાઢી.અને વાંકડી મૂછોના કારણે એ અત્યંત આકર્ષક લાગતો હતો.પણ હજુ સુધી લગ્ન ન કરવાનુ એનુ એકજ કારણ હતુ કે એ સાધારણ પરિવાર માથી આવતો હતો.પણ અત્યંત મહત્વકાંક્ષી હતો. અને એણે એકજ લક્ષ રાખ્યુ હતુ કે જીવનમા પહેલા કંઇક નામ અને દામ કમાવવા પછી જ ઠરીને ઠામ થવુ.એમ ન હતુ કે એને કોઈ લગ્ન માટે માગા આવતા ન હતા.પણ એણે ...Read More
અભિનેત્રી - ભાગ 2
અભિનેત્રી ૨*ઉર્મિલા એ સવારમા ઉઠતા વેંત આખા ઘરને જાણે માથે લીધુ."સુનીલ.પ્લીઝ ઉઠ ઉભો થા યાર.દસ વાગવા આવ્યા.મારે બહેરામ ભાઈને બાંધવા જવુ છે.""તો તુ જાને મને નિરાંતે સુવા દે.ડિસ્ટર્બ ના કર મને."સુનીલે ચાદર માથા સુધી ખેંચતા કહ્યુ."શુ ડિસ્ટર્બ ન કર?થોડી વારમાં મોટા બહેન નહી આવે તને રાખડી બાંધવા?ચલ ઉભો થા હવે."ઉર્મિલા સુનીલને તતડાવતા બોલી.આ વખતે સુનીલને ના છૂટકે ઉર્મિલાના હુકમને તાબે થવુ પડ્યુ.એણે પોતાનાં શરીર પર થી ચાદર હટાવીને દુર ફગાવતા કહ્યુ."ઊર્મિ.હુ શુ કવ છુ....?"સુનીલ કાંઈક અગત્ય lની વાત કહેવા માંગતો હશે એમ ધારીને ઉર્મિલા કમર પર હાથ મૂકીને પલંગ પાસે આવીને ઉભી રહી.કે તરત સુનીલે પોતાનો હાથ લંબાવ્યો અને ...Read More
અભિનેત્રી - ભાગ 3
અભિનેત્રી ૩* ઇન્સ્પેક્ટર બ્રિજેશે અજનબીને એમની ઓળખ આપવા માટે વધુ ફોર્સ કરવાનુ છોડી દીધુ અને કહ્યુ."ઠીક ભાઈ.હવે કઈ ઇન્ફોર્મેશન છે તમારી પાસે જણાવો""મશહુર ફિલ્મ એક્ટ્રેસ મિસ શર્મિલા....."એ અજનબીના મુખેથી પોતાની ફેવરીટ..અને પોતાની ચહિતી એક્ટ્રેસનુ નામ સાંભળતા જ બ્રિજેશ ચોંક્યો અને અધવચ્ચે જ એની વાત કાપતા ચિંતાતુર સ્વરે એ બોલી પડ્યો.". .....શુ.શુ થયુ શર્મિલાને?""શર્મિલાને કંઈ થયુ નથી.""તો.તો ફોન શા માટે કર્યો તમે?."બ્રિજેશ ગુસ્સામા તાડુક્યો.હવે પેલો અજનબી પણ અકળાયો હતો."સાહેબ.મને પહેલા પુરુ બોલવા તો દો.""હા તો ઝટ બોલોને મારે પણ ઘરે જવાનુ મોડુ થાય છે.""એક્ટ્રેસ શર્મિલા પંદર મિનિટ પહેલા હોટેલ બ્લૂમ બૂટિક માથી નીકળી છે….."આટલુ સાંભળતા જ ફરી બ્રિજેશ ...Read More
અભિનેત્રી - ભાગ 4
અભિનેત્રી ૪* બ્રિજેશ અને જયસૂર્યાએ જૂહુ સર્કલથી લેફટમા વર્સોવા તરફ જતા માર્ગમાં પોતાનો બંદોબસ્ત ગોઠવ્યો.અને ઉચક જીવે શર્મિલાના રાહ જોતા એ બન્ને ત્યા ઉભા રહ્યા.ત્યારે રાતના પોણા બાર વાગવા આવ્યા હતા.બીજી વીસેક મિનિટ પસાર થઈ.પણ આ વીસેક મિનિટ પણ વીસ કલાક જેવી લાગી બ્રિજેશને. અને આ દરમ્યાન એના મસ્તકમાં એકજ વિચાર વારંવાર આવી રહ્યો હતો કે જે ઇન્ફોર્મેશન એને મળી છે એ ઈશ્વર કરે કે ખોટી હોય.પોતાની મનપસંદ એક્ટ્રેસ ઉપર કોઈ લાંછન લાગે એવુ બ્રિજેશ ઈચ્છતો ન હતો.અને ત્યા શર્મિલાની ગાડી આવતી દેખાઈ. સહુથી પહેલા જયસૂર્યાની નજર પડી શર્મિલાની xylo ઉપર.એણે તરત બ્રિજેશને ચેતવ્યો."સર.આગલી બે રિક્ષાની બરાબર પાછળ ...Read More
અભિનેત્રી - ભાગ 5
અભિનેત્રી ૫* બહેરામ અને ઉર્મિલા વચ્ચે ભાઈ બહેનના પવિત્ર સંબધની શરુઆત આ રીતે થઈ હતી...... બહેરામ એક હતો.અને એ ડ્રીસ્ટિક કોર્ટ અંધેરીમા પ્રેક્ટીસ કરતો હતો.એ પારસી પંચાયત રોડ પર રહેતો હતો.એની ઑફિસ મરોલ માર્કેટ પાસે હતી.એને આજ મોડુ થઈ ગયુ હતુ પોતાની ઓફિસે પોહચતા. એક ક્લાઈન્ટ એને મળવા આવવાનો હતો.બહેરામે એને સવારના સાડા દસ નો ટાઈમ આપ્યો હતો.પણ ઘરેથી નીકળતા જ એને દસ ને વીસ થઈ ગઈ હતી.અને એની ઑફિસ એના ઘરથી બાય રોડ અડધી કલાકના અંતરે હતી.એ પોતાની સ્કૂટી ઉપર માર માર કરતો ઝડપથી જઈ રહ્યો હતો. આજ સુધી એવુ ક્યારેય બન્યુ ન હતુ ...Read More
અભિનેત્રી - ભાગ 6
અભિનેત્રી ૬* બ્રિજેશે ડ્રગની થેલી હાથમા લીધી અને પોલિસ વેનમા આવીને એ પાછલી સીટ પર બેસેલી શર્મિલાની આવીને બેઠો.અને એ થેલી શર્મિલાને દેખાડતા પૂછ્યુ."આ શુ છે શર્મિલાજી?"શર્મિલા મુદ્દામાલ સાથે રંગે હાથે પકડાઈ ચુકી હતી. પોતાનાથી હવે કોઈ જ બહાનુ કે બચાવ થઈ શકે એમ નથી એવુ એ સમજી ચૂકી હતી.આથીજવાબ આપવાના બદલે શર્મિલાએ પોતાની નજર શરમથી નીચે ઝુકાવી દીધી."તમે માનો યા ના માનો.મેડમ.પણ હુ તમને કેટલો પસંદ કરતો હતો.હુ તો તમને મારો આદર્શ ગણતો હતો."બ્રિજેશ નિરાશા ભર્યા આવજે બોલ્યો."I am sorry.ઑફિસર.મારાથી ખરેખર બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ."ધીમો નંખાય ગયેલો સ્વર શર્મિલાના ગળા માથી નીકળ્યો."પરંતુ.પ્લીઝ.હુ મારુ વ્યસન સુધારવાનો ...Read More
અભિનેત્રી - ભાગ 7
અભિનેત્રી ૭*"જયસૂર્યા ભાઈ.શુ કરીશુ?કોન્સ્ટેબલ જયસૂર્યા ઉંમરમાં પોતાનાથી આઠેક વર્ષ મોટો હોવાથી બ્રિજેશને એની સલાહ લેવામા ડહાપણ લાગ્યું.એણે જયસૂર્યાને સાઈડ લઈ જઈને પૂછ્યુ.જયસૂર્યાએ સાચી સલાહ આપતા કહ્યુ."સર.જેમ શર્મિલા મેડમ તમારા ફેવરિટ છે.એમ એ મારા પણ ફેવરિટ છે.છતા.તમે જ્યારથી ડયુટી જોઈન્ટ કરી છે ત્યારથી અત્યાર સુધીમા તમને એવો એકેય કેસ નથી મળ્યો કે જે તમને નામના અને પ્રમોશન અપાવે.માટે હુ તો એમજ ચાહીશ કે તમે આ તક ઝડપી લ્યો.""પણ એ બિચારીનુ કેરિયર ખતમ થઈ જશે."બ્રિજેશના શબ્દો માથી જાણે અફસોસ ટપકી રહ્યો હતો."એ બરાબર.પણ આવા ખોટા વ્યસનો રાખતા પહેલા એમણે પોતે પણ પોતાના કેરિયર વિશે વિચારવુ જોઈએને?""શુ કરીશુ?"બ્રિજેશ હજુ અવઢવમા હતો."એના કેરિયરનો ...Read More
અભિનેત્રી - ભાગ 8
અભિનેત્રી ૮* સુનીલ આઉટડોરથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં આવી જવાનો હતો.પણ રાતના આંઠ વાગવા આવ્યા હતા.છતા એનો સુધી કોઈ પત્તો ન હતો.ઉર્મિલા કાગ ડોળે એના આવવાની રાહ જોઈ રહી હતી. દર પખવાડિયે સુનીલને ઓફિસના કામસર કયારેક બેંગલોર.તો કયારેક દિલ્હી.કયારેક અમદાવાદ.તો કયારેક કોલકત્તા જવુ પડતુ.ચાર થી છ દિવસના રોકાણ બાદ એનુ કામ પુરુ થતા એ ઑફિસ ન જતા સીધો ઘેર આવતો. કારણકે તે જાણતો હતો કે ઉર્મિલા એના ઇંતેઝાર મા પલકો બિછાવીને બેઠી હશે.જેમ ચાતક પક્ષી વરસાદ પડવાની રાહ જોતુ હોય એમ મારી ઉર્મિ મારી રાહ જોતી હશે. અને એટલે એ ઑફિસે ન જતા સીધો પહેલા ...Read More
અભિનેત્રી - ભાગ 9
અભિનેત્રી ૯* ફિલ્મ એક્ટ્રેસ શર્મિલા.જાણે સાક્ષાત અપ્સરા.જાણે એને આખેઆખી ઈશ્વરે મીણથી બનાવી હોય એવી મુલાયમ અને કંડારેલી હોય એવી લિસ્સી.અને એની સફેદ રૂની પુણી જેવી કમનીય કાયા.અને રોમેરોમમા વીજળીનો પ્રવાહ વહેતો કરતો એનો સુંવાળો સ્પર્શ. એ રાતે શર્મિલાથી છૂટા પડીને બ્રિજેશ ઘરે તો આવ્યો.પણ પોતાનુ દિલ અને દિમાગ બન્ને જાણે શર્મિલાને એ સોપતો આવ્યો હતો. શર્મિલાને મળ્યે આજે ત્રીજો દિવસ હતો. છતા એક સેકંડ માટે પણ શર્મિલાનો ચેહરો બ્રિજેશના માનસ પટ પરથી હટ્યો ન હતો. ડયૂટી પર હોય ત્યારે પણ સતત શર્મિલા એને યાદ આવતી હતી.ઘણીવાર ફોન કરીને શર્મિલા સાથે વાત કરવાની તીવ્ર ઈચ્છા એને ...Read More