અભિનેત્રી 22*
                         
        "ઉર્મિ.જો તુ અહીં ઘરમા જ હતી તો મે જેને હમણા રિક્ષામાં બેસીને રવાના થતી જોઈ એ કોણ હતી?"
સ્કેવર ગાર્ડનની લિફ્ટમા પ્રવેશતા સુનીલે ઉર્મિલાને પૂછ્યુ.
 "એ હતી મારી જુડવા બહેન."
જવાબમા ઉર્મિલાએ પોતાના મોબાઈલમાં શર્મિલા સાથે લીધેલી સેલ્ફી સુનીલને દેખાડતા કહ્યુ.
 "આ જો છે ને સેમ ટુ સેમ."
આબેહુબ ઉર્મિલા જેવીજ દેખાતી શર્મિલાને જોઈને સુનીલ ચોંકી ગયો.એના માન્યામાં આવતું ન હતુ કે બે અલગ અલગ વ્યક્તિઓમાં આટલુ સામ્ય પણ હોઈ શકે.એને એવી શંકા થઈ કે ઉર્મિલાએ કોઈ એપની મદદથી અથવા અરીસાની સામે ઉભા રહીને આ ડબલરોલ વાળો ફોટો બનાવ્યો હોવો જોઈએ.એટલે પોતાની શંકાનું નિવારણ કરવા માટે એણે ઉર્મિલાને પુછી જ લીધુ.
"સરસ ફોટો બનાવ્યો છે ઊર્મિ.હવે કહે જોઈએ કે આ ડબ્બલ રોલ વાળો ફોટો તે કઈ એપથી બનાવ્યો."
 "એય હીરો.આ કોઈ એપથી બનાવેલો યા મિક્સિંગ કરેલો ફોટો નથી.રિયલમાં.ખરેખર આ મારી જુડવા બહેન શર્મિલા છે."
ઉર્મિલાના ખુલાસાથી સુનીલનું મોં અચરજથી પોહળુ થઈ ગયું.
 "શુ વાત કરે છે?મારા તો માનવામાં નથી આવતુ કે આટલુ બધુ સામ્ય બે અલગ વ્યક્તઓમાં હોય શકે.શુ કરે છે એ?"
 "એને હિરોઈન બનવુ છે.પપ્પા ફિલ્મોમા જુનિયર આર્ટિસ્ટ સપ્લાયનુ કામ કરે છે અને એમની ઇન્ડસ્ટ્રીમા થોડી ઘણી લાગવગ પણ છે.એમની લગવગથી એને એક ફિલ્મ પણ મળી ગઈ છે.તો રોજ એ સાડા દસ વાગે શૂટ માટે જાય છે.તો તે એને જ જોઈ હશે રિક્ષામાં જતા."
 અગિયારમાં ફ્લોર પર લિફ્ટ પોંહચી.જ્યા ઉર્મિલા ફ્લેટ નંબર 1103 મા રહેતી હતી.ઉર્મિલા એ ડોરબેલ પર આંગળી મુકી અને સુનીલના હ્રદયના ધબકારા અચાનક વધવા માંડ્યા.એને ડર લાગવા લાગ્યો કે ઉર્મિલાના મમ્મી પપ્પાનો સામનો એ કઈ રીતે કરશે?
ઉર્મિલાના પપ્પા ઉત્તમે દરવાજો ખોલ્યો ઉર્મિલાએ સુનીલને કોણી મારતા એના કાનમાં ગણગણી.
 "પપ્પા છે"
સુનીલે વાંકા વળીને ઉત્તમના ચરણ સ્પર્શ કર્યા.
 "ઈશબર તોમારા મંગલા કરૂકા."
 ઉત્તમના મુખ માથી બંગાલી એટલે એમની માતૃભાષામા આર્ષી વચન નીકળ્યા.ડોરબેલનો આવાજ સાંભળીને મુનમુન પણ કિચન માથી લિવિંગ રૂમમાં આવી.ઉર્મિલાએ સુનીલને ઈશારો કર્યો.
 "મમ્મી."
સુનીલ આગળ વધીને મુનમુનને પગે લાગવા ગયો.પણ મુનમુને એને હાથના ઇશારે થી રોકતા બે ડગલા પાછળ ખસી  અને બોલી.
 "આની હમણા જરુર નથી.પહેલા તુ ફ્રેશ થઈ જા.પછી આપણે થોડાક સવાલ જવાબ કરીશુ."
 "ઠીક છે મમ્મી."
સુનીલ શાંત સ્વરે બોલ્યો.પણ સુનીલના મુખેથી. *મમ્મી* શબ્દ જાણે કઠ્યો હોય એમ મુનમુને કતરાઈ ને સુનીલ તરફ દ્રષ્ટિ ફેંકી.
      સુનીલ ફ્રેશ થઈને પોતાના થનાર સાસુ સસરાના સન્મુખ બેઠો અને એમની તરફથી કેવા પ્રકારના પ્રશ્નો આવશે એનો ઇંતેઝાર કરવા લાગ્યો. 
પહેલો પ્રશ્ન મુનમુન તરફથી આવ્યો.
 "તુ ખરેખર ઉર્મિને પ્રેમ કરે છે?"
 "ના કરતો હોત તો શુ હુ અહીં ઝખ મારવા આવ્યો છુ?"
આ શબ્દો હોઠ સુધી આવી ગયા હતા સુનીલના.પણ એ શબ્દોને એ કડવી દવાની જેમ ગળી ગયો.
 "હા.બીલકુલ કરુ છુ."
 "કેટલો?"
 મુનમુન જાણે સુનીલના ધીરજની કસોટી કરી રહી હતી.
ચેહરા પર પરાણે સ્મિત લેહરાવતા એ બોલ્યો.
 "એનુ કોઈ થર્મોમીટર તમારી પાસે હોય તો તમે જ ચકાસી જુવો."
 આવા જવાબની અપેક્ષા મુનમુને રાખી ન હતી.એણે વેધક દ્રષ્ટિ સુનીલના ચેહરા પર ફેંકી.અને કંઈક કહેવા માટે એણે હોઠ ફફડાવ્યા.પણ એના હોઠ માથી કોઈ શબ્દો બાહર પડે એ પહેલા સુનીલ આગળ બોલ્યો.
 "હુ કંઈ બજરંગ બલી નથી.કે એમની જેમ હ્રદય ચીરીને દેખાડી શકું કે હુ ઉર્મિલાને કેટલો પ્રેમ કરુ છુ.અને મારા હ્રદયમા ઉર્મિલા સીવાય કોઈ કરતા કોઈ નથી."
સુનીલની આ દલીલનો મુનમુન પાસે કોઈ જવાબ ન હતો.એટલે એણે જાણે સુનીલનુ નાક દબાવતી હોય તેમ આ શરત રાખી.
 “ઉર્મિલા સાથે જૉ તારે લગ્ન કરવા હોય તો તારે ઘરજમાઈ બનીને અમારી સાથે રહેવુ પડશે.બોલ છે મંજૂર?”
સુનીલ આ શરતનો શો જવાબ આપશે એ જાણવા ઉર્મિલા ઉત્તમ અને ખુદ મુનમુન સુનીલ તરફ ત્રાટક નજરે અને કાન સરવા કરીને જોઈ રહ્યા.
(શુ સુનીલ મુનમુનની આ શરત સ્વીકારી લેશે? કે પછી સ્વાભિમાની પુરુષની જેમ ઠુકરાવી દેશે?વાંચતા રહો અભિનેત્રી)