અભિનેત્રી ૯*
ફિલ્મ એક્ટ્રેસ શર્મિલા.જાણે સાક્ષાત અપ્સરા.જાણે એને આખેઆખી ઈશ્વરે મીણથી બનાવી હોય એવી મુલાયમ અને આરસથી કંડારેલી હોય એવી લિસ્સી.
અને એની સફેદ રૂની પુણી જેવી કમનીય કાયા.અને રોમેરોમમા વીજળીનો પ્રવાહ વહેતો કરતો એનો સુંવાળો સ્પર્શ.
એ રાતે શર્મિલાથી છૂટા પડીને બ્રિજેશ ઘરે તો આવ્યો.પણ પોતાનુ દિલ અને દિમાગ બન્ને જાણે શર્મિલાને એ સોપતો આવ્યો હતો.
શર્મિલાને મળ્યે આજે ત્રીજો દિવસ હતો. છતા એક સેકંડ માટે પણ શર્મિલાનો ચેહરો બ્રિજેશના માનસ પટ પરથી હટ્યો ન હતો. ડયૂટી પર હોય ત્યારે પણ સતત શર્મિલા એને યાદ આવતી હતી.ઘણીવાર ફોન કરીને શર્મિલા સાથે વાત કરવાની તીવ્ર ઈચ્છા એને થઈ આવતી હતી અને શર્મિલાએ.એ રાતે છૂટા પડતી વખતે એને પોતાનો પર્સનલ નંબર પણ આપ્યો હતો.પણ શર્મિલા સાથે વાત કરવાની એ હિંમત ભેગી ન હતો કરી શક્યો.
આજે ઑગસ્ટ મહિનાની પચ્ચીસ તારીખ હતી.રાતના બાર વાગવા આવ્યા હતા.ડયૂટી પરથી આવીને એ સૂવાની કોશિષ કરી રહ્યો હતો.પણ શર્મિલાની યાદ એને સતાવી રહી હતી.એ શર્મિલાને નજદીકથી જોવા માંગતો હતો.એના વિષે વધુ જાણવા ઈચ્છતો હતો. એના સોંદર્યનુ રસપાન કરવા ચાહતો હતો.
આથી એણે શર્મિલાનુ ફેસ બુક એકાઉન્ટ ઓપન કર્યું.જ્યા શર્મિલાએ પોતાની મુવીઓની નાની નાની કલીપો.અને ઇમેજીસો રાખી હતી. પોતાની પસંદીદા એક્ટ્રેસ વિષે જાણવાનો આ એને આસાન અને સરળ માર્ગ દેખાયો.
શર્મિલા ની હ્યુમન રાઇટ્સની કોમેંટ્સ.
*જેટલો અધિકાર આપણને છે
જીવવાનો.
એટલો જ અધિકાર મૂંગા પશુઓને
પણ છે જીવવાનો.*
વાંચીને એ ઘણો પ્રભાવિત થયો.એની મૂવીની ક્લીપો જોઈને એ શર્મિલા પ્રત્યે વધુ આકર્ષિત થવા લાગ્યો.એના ડાન્સના મૂવમેન્ટની ક્લિપ્સ. એની ડાયલોગ ડિલિવરીની ક્લિપ્સ.જોઈ જોઈને એ રોમાંચિત થવા લાગ્યો.
એમા એક ક્લિપ એની શરુઆતની મૂવી *આવારા આશિક* ની હતી.જેમા સુપર સ્ટાર રાજેશ કુમાર સાથેનો એનો બહુ ચર્ચિત સેક્સી સીન હતો.અને એજ સીન ના કારણે એ રાતોરાત લાખો લોકોની ચહીતી અને માનીતી બની ગઈ હતી.અને કરોડો લોકોએ એને પોતાના હ્રદયની રાણી બનાવી દીધી હતી.
શર્મિલા એક નરમ મુલાયમ મેટ્રેસ ઉપર પોતાની આંખો બંધ કરીને સૂતી છે.અને રાજેશ કુમાર શર્મિલાના પગના અંગૂઠાને પોતાના મુખમાં લઈને ચૂસતો હતો.અને એના કારણે ઉત્તેજિત થયેલી શર્મિલા ઉંહકારા કરતી.પોતાના શરીરને આમ થી તેમ અરોડતી મરોડતી હતી.
રાજેશ કુમાર અંગૂઠાથી આગળ વધે છે.અને શર્મિલાના ગોઠણે પોહચે છે.મૂવી ક્લિપમાં શર્મિલાના સીસકારા અને વાસ્તવિકમા બ્રિજેશના હ્રદયના ધબકારા વધવા લાગ્યાં. અને જેવી રાજેશની જીભ શર્મિલાની નાભીને અડકે છે કે તરત બ્રિજેશ બેબાકળો થઈ જાય છે.
એ એ રીતે હાંફવા લાગે છે જાણે માઈલો સુધી કોઈ ચોરના પછવાડે દોડ્યો નો હોય? એનુ શરીર પરસેવે રેબઝેબ થઈ જાય છે.
એ દ્ર્શ્ય એનાથી જીરવાતુ નથી.થોડી વાર માટે એ પોતાના મોબાઇલને સાઈડ પર મુકી દે છે. અને પોતે પોતાના ઉશ્કેરાટને શાંત પડવાની જાણે રાહ જોતો હોય એમ આંખ બંધ કરીને પાંચેક મિનિટ બેઠો રહે છે.
ઉશ્કેરાટ શાંત થતા.અને શ્વાસો શ્વાસ પાછા નિયંત્રિત થતા.એણે મોબાઈલ ફરી હાથમા લીધો અને ફરી એકવાર એ શર્મિલાની ઈમેજીસ અને મુવી ક્લિપો સ્ક્રોલ અપ કરવા લાગ્યો.એની ખુબસુરત ઈમેજીસોને એ આંખો થી પીવા લાગ્યો.કયારેક કોઈ બોલ્ડ ઈમેજિસ દેખાતી તો થોડીક ક્ષણો સુધી એ એને જોઈ જ રહેતો.
અને આમ સ્ક્રોલ કરતાં કરતા આખરે એ શર્મિલાના ફેસ બુક એકાઉન્ટના એન્ડ મા પહોંચ્યો.અને ત્યા શર્મિલા ની બર્થ ડેટ એને દેખાઈ. 26/8 અને એ સ્તબ્ધ થઈ ને ઘડી વાર એ ડેટ ને તાકી રહ્યો.
"હે પ્રભુ આજે જ તો છે છવ્વીસ પાંચ."
ઉત્સાહ માં આવી ગયો બ્રિજેશ.અને એક ક્ષણ પણ બગાડ્યા વિના એ શર્મિલા ના વોટ્સેપ મા ગયો.અને ધ્રૂજતી આંગળીએ એણે મેસેજ ટાઈપ કર્યો.
"happy birthday. શર્મિલા."
અને એને આશ્ચર્ય ત્યારે થયુ કે જ્યારે એને એના મેસેજનો તુરંત રિપ્લાય મળ્યો.
"થૅન્ક યુ."
"આપ કોણ?"
શર્મિલા માટે આ અજાણ્યા નંબરથી આવેલો મેસેજ હતો.આથી એણે પૂછ્યુ.
"હુ બ્રિજેશ."
બ્રિજેશે પોતાની ઓળખાણ આપતો મેસેજ ટાઈપ કર્યો.અને તરત બ્રિજેશના ફોનની ઘંટડી રણકી.
શર્મિલાનુ નામ સ્ક્રીન પર દેખાતા એનું હૈયુ એની છાતીમાં કૂદાકૂદ કરવા લાગ્યુ.
(શા માટે અને શુ કહેવા શર્મિલાએ અત્યારે રાતના એક વાગે ફોન કર્યો હશે બ્રિજેશને? જાણવા માટે વાંચતા રહો અભિનેત્રી)