Abhinetri - 29 in Gujarati Crime Stories by Amir Ali Daredia books and stories PDF | અભિનેત્રી - ભાગ 29

Featured Books
Categories
Share

અભિનેત્રી - ભાગ 29

અભિનેત્રી 29*
                          
       સુનીલ સાથે થયેલી બોલાચાલી ના કારણે શર્મિલા અપસેટ થઈ ગઈ હતી.એ પોતાની બહેન સાથેના તૂટેલા સંબંધોને અહીં સાંધવા અહીં આવી હતી.પણ એની સાથે સુનીલે કરેલા દૃવ્યવહેવારના કારણે એ દુઃખી હતી.સુનીલે એની સાથે ફ્કત દૃવ્યવહેવાર જ ન હતો કર્યો.પણ સાથે સાથે એને જાનથી મારવાની ધમકી પણ આપી હતી.
     એ ધમકીઓ થી ડરે એવી તો બિલકુલ ન હતી.છતા એનુ અંતઃકરણ જાણે સળગી રહ્યુ હતુ.અત્યારે એને કોઈના પ્રેમની.કોઈના સહારા ની.કોઈના હુંફાળા સાથની જરુર લાગી રહી હતી.કાર ચલાવતા ચલાવતા એની આંખો માથી અનાયાસ આંસુ ટપકવા લાગ્યા.એણે ગાડીને નટરાજ સ્ટુડીયો પાસે સાઈડમાં ઉભી રાખી.અને ટિસ્યુ પેપરથી એણે આંખના ખુણા લૂછ્યા.
    એને અચાનક બ્રિજેશની યાદ આવી ગઈ. પોતાને સધિયારો આપી શકે એવો સંપૂર્ણ પુરુષ એને બ્રિજેશમા દેખાતો હતો.એણે ફોન હાથમા લીધો અને બ્રિજેશને ફોન લગાડતાં પહેલા થોડીક ક્ષણો એણે વિચારવામા વીતાવી કે અત્યારે એ બીઝી હશે તો?પછી થયુ કંઈ નહીં મળવા નહીં આવી શકે તો શુ થયુ?કમથી કમ ફોન પર એની સાથે વાત કરશે તોયે મન તો જરા હળવુ થશેને.આમ વિચારીને એણે બ્રિજેશને ફોન લગાડ્યો.
 શર્મિલાનુ નામ સ્ક્રીન પર દેખાતા જ બ્રિજેશના તો જાણે બત્રીસે કોઠે દીવા પ્રગટ્યા.બે દિવસ પહેલા શર્મિલા સાથે વિતાવેલી એ મધુરી રાતની એને યાદ આવી ગઈ.એની સાથે વિતાવેલી એ ક્ષણે ક્ષણ એની નજર સામે જાણે પ્રગટ થઈ ગઈ.એની નસેનસમા લોહી વેગ પૂર્વક દોડવા લાગ્યું.એના રોમેરોમમાં એક ઝણઝણાટી વ્યાપી ગઈ.એ રોમેન્ટિક અદાથી બોલ્યો 
 "અરે વાહ!ક્યા બાત હૈ મેડમ આપને નાચીઝ કો યાદ કીયા."
 શર્મિલાએ દુઃખી સ્વરે પૂછ્યુ.
 "અત્યારે તમે…તુ.તુ ક્યાં છો બ્રિજેશ?"
 "બીજે ક્યા હોવાનો રાણી?ડ્યુટી પર છુ."
 "મારે અત્યારે મળવુ હતુ તને."
 શર્મિલાના શબ્દોથી દર્દ ટપકતું હતુ.પણ બ્રિજેશને એનુ દર્દ કે એના દુઃખ દેખાતા ન હતા.એને તો એની નજર સમક્ષ શર્મિલાની કમનીય કાયા જ દેખાતી હતી.એ એની મસ્તી માજ મસ્ત હતો.
 "કેમ બહુ યાદ આવે છે મારી?તો આવુ છુને સાડા અગિયાર સુધીમા.ત્યા સુધી ધીરજ રાખ વહાલી."
 શર્મિલાને અત્યારે જરુર હતી એક મજબૂત સાથની.એક પુરુષના પ્રેમ ભર્યાં સધિયારાની. અને એને જ્યારે બ્રિજેશના શબ્દે શબ્દે વાસના ટપકતી દેખાઈ.ત્યારે ગિન્નાઈને દુઃખ ભર્યાં સ્વરે એ બોલી.
 "તમે પુરુષો સ્ત્રીઓની લાગણીઓને ક્યારેય સમજી જ નથી શકતા.અમારા દુઃખ દર્દથી તમારે શુ લેવા દેવા?તમને તો ફ્કત સ્ત્રીઓના શરીરની જ ઝંખના હોય છે.તમને..તમને ફ્કત સ્ત્રીની કાયાથીજ મતલબ હોય છે."
 કહીને શર્મિલાએ ફોન કાપી નાખ્યો.
 શર્મિલાના શબ્દો સાંભળીને બ્રિજેશને લાગ્યુ કે જાણે એના ગાલ પર કોઈએ સણસણતો તમાચો ઝીંક્યો હોય.
હવે બ્રિજેશને સમજાયુ કે શર્મિલાના શબ્દોમા હતાશા અને દર્દ છલકાતું હતુ.અને પોતાને એનુ દુઃખ કેમ ન કળાયું?એને પોતાની આવી ઓછી વર્તુણક પર શરમ ઉપજી. 
એણે બીજી જ ક્ષણે ફરીથી શર્મિલાને કોલબેક કર્યો.
શર્મિલાએ ફોન ક્લેક્ટ તો કર્યો પણ છણકો કરતા ગુસ્સામા બોલી.
 "શુ છે?શા માટે ફોન કર્યો?"
 "આઈ એમ સોરી શર્મિલા.હું.હું તારા દર્દને સમજ્યા વિના જ ફાલતુ બકવાસ કરતો રહ્યો.અત્યારે ક્યા છો તુ?"
 "તારે એથી મતલબ?"
શર્મિલા વળ ખાતા બોલી.
"મેં સોરી કહ્યું ને શર્મિલા?હવે કહે તો ક્યાં છો?"
 "ક્યાંય પણ હોવ.શુ તુ ડ્યુટી છોડીને આવી શકવાનો છો?"
 "ચોક્કસ આવીશ તુ કહે તો ખરી."
 "નટરાજ સ્ટુડીયો પાસે."
 "તુ રાહ જો.હું અડધી કલાકમા આવુ છુ."
 કહીને બ્રિજેશે ફોન કટ કર્યો અને જયસૂર્યાને ઉદ્દેશીને બોલ્યો.
 "જયસૂર્યા ભાઈ એક અર્જન્ટ પર્સનલ કામ આવ્યુ છે મારે જવુ પડશે."
 "કશો વાંધો નહીં સાહેબ.તમતમારે જાવ."
 "કંઈ ખાસ પ્રોબ્લેમ ન હોય તો પ્લીઝ ડિસ્ટર્બ ન કરતા."
"તમે બેફિકર રહેજો સાહેબ."
કહીને જયસૂર્યાએ રજા આપી.
 બ્રિજેશ વીસ જ મિનિટમાં નટરાજ સ્ટુડીયો પહોંચી ગયો.બ્રિજેશને જોતા જ શર્મિલા કાર માંથી બાહર નીકળી અને બ્રિજેશને વળગી પડી.બ્રિજેશે હમદર્દી પૂર્વક એની પીઠ પર હાથ પસરાવ્યો.અને પછી કહ્યુ 
 "ચાલ આપણે રેસ્ટોરામાં જઈને વાત કરીએ."
બન્ને એકબીજાના હાથમાં હાથ નાખીને સ્ટુડીયોની બાજુ માજ આવેલા નટરાજ રેસ્ટોરામાં પ્રવેશ્યા.એક ટેબલ પર બેસીને પહેલા બે કપ કૉફીનો ઓર્ડર આપ્યો.પછી બ્રિજેશે શર્મિલાને પૂછ્યુ.
 "કહે તો તારા દુઃખનું કારણ?શુ થયું છે તારી સાથે?"

 (શુ શર્મિલા બ્રિજેશને એના દુઃખનું સાચે સાચુ કારણ કહી શકશે?વાંચો નેક્સ્ટ એપિસોડ મા)