અભિનેત્રી 12*
બેડરૂમમાથી બહેરામ.મહેર અને ઉર્મિલા લિવિંગ રૂમમા આવ્યા.પણ લિવિંગ રૂમમાં ઘનઘોર અંધારુ હતુ.
અને એ અંધારાનો લાભ લઈને કોઈ શખ્સે ઉર્મિલાને પોતાની બાહોપાશમાં કચકચાવીને જકડી લીધી.
ઉર્મિલા ગભરાઈ ગઈ.એણે પોતાને એ શખ્સની બાહોમાંથી છોડાવવાનો મરણીયો પ્રયાસ કર્યો.પણ તે પેલાની મજબુત પકડ આગળ કમજોર સાબીત થઈ.
પેલા શખ્સની બાહુપાશમાં ઉર્મિલાનો શ્વાસ ઘુંટાવા લાગ્યો હતો.એને લાગ્યુ કે એ હમણા બેહોશ થઈ જશે.ત્યા એણે અનુભવ્યુ કે પેલા શખ્સના હોઠોએ એના કાનોને સ્પર્શ કર્યો.
એક ધીમો સ્વર એના કાનો સાથે અથડાયો.
"હે્પી બર્થ ડે ડાર્લિંગ."
ઉર્મિલા એ સ્વરને ઓળખી ગઈ.અને હવે એણે પુરી તાકાતથી.પુરી શક્તિથી એ વ્યક્તિને ધક્કો માર્યો.
"છોડ મને આ શુ તમાશો માંડ્યો છે?"
એ આવેશમા ચિલ્લાઈ.અને એના ચીખવાની સાથેજ લિવિંગ રૂમની ઓફ લાઈટો એકી સાથે ઓન થતા લિવિંગ રૂમ ઝગમગી ઉઠ્યું.
અને તાળીઓના તાલની સાથે સાથે આ ગીત પણ ગુંજી ઉઠ્યું.
"હેપ્પી બર્થડે ટુ યુ.
હેપ્પી બર્થડે ટુ યુ.
હેપ્પી બર્થડે ટુ ઉર્મિલા.
હેપ્પી બર્થડે ટુ યુ.
ઉર્મિલાએ હોલમાં નજર ફેરવી તો મોટી નણંદ ભાવના પણ એમના પરિવાર સાથે એ લિવિંગ રૂમમાં મોજૂદ હતાં.અને બહેરામ અને મહેરની સાથે તાળીઓ વગાડતા એ પણ હેપ્પી બર્થડે સોંગ ગાઈ રહ્યા હતા.હમણા એ જેની બાહુપાશ માથી મહા પરાણે પુરી શક્તિથી છૂટી પડી હતી એ એનો પતિ સુનીલ એની લગોલગ ઉભો હતો.
ઉર્મિલા પોતાના બન્ને કાન પર હાથ મૂકીને જોર થી બરાડી.
"સ્ટોપ ઇટ.સ્ટોપ ઇટ.બંધ કરો આ બધુ."
અને પછી સુનીલની છાતી પર બે ચાર મુક્કી ઓ મારતા બોલી.
"શુ છે આ સુનીલ?"
"સર પ્રાઇઝ.માય લવ...."
"સર પ્રાઇઝ?માય ફૂટ..સાંજે પાંચ વાગ્યાથી અત્યાર સુધીમાં તારી રાહ જોઈજોઈને હુ અડધી થઈ ગઈ.અને તુ આને સર પ્રાઇઝનુ નામ આપે છે?"
ઉર્મિલાનો ગુસ્સો સાતમા આસમાને હતો. સુનીલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં આવવાનુ કહ્યુ હતુ.અને અત્યારે રાત્રીના સાડા બાર વાગ્યા હતા.એટલે એનો એ ગુસ્સો વ્યાજબી પણ હતો.પણ સુનીલ એક પાવરધો ખિલાડી હતો.એ ત્વરિત પોતાની બન્ને કાનની બૂટ પકડી ને ઉર્મિલા સમક્ષ ઘુઠણીયે બેસી ગયો.
"સોરી.ઉર્મિ.પ્લીઝ.માફ કરીદે"
સુનીલના કાન પકડીને ઘુઠણીયે બેસવાની અદા જોઈને ઉર્મિલાનો ગુસ્સો હવામા બાસ્પીભવન થઈને ફુરર થઈ ગયો.
એણે એક નજર લિવિંગ રૂમમાં ફેરવી લિવિંગ રુમનું ડેકોરેશન જોઈને એ સમજી ગઈ.કે બહેરામ ભાઈ અને મહેર ભાભીએ મને અડધો કલાક બેડરૂમમાં બેસાડી રાખીને જે ટાઈમ પાસ કર્યો હતો.તો એ આના માટે જ.
એને એ દ્રશ્ય પણ યાદ આવ્યું.એણે બહેરામને જયારે પોલીસ સ્ટેશન જઈને સુનીલ ના ગુમ થવાની F.I.R લખાવવા જવાનુ કહ્યુ તો કેવો એના મસ્તક પર પરસેવો બાઝી ગયો હતો.
બહેરામભાઈ.ફ્રીજમાથી પાણીની બોટલ લઈને આવ્યા ત્યારે બેડરૂમમા આવતા આવતા પગથી બેડરૂમનો દરવાજો બંધ કરી નાખ્યો હતો.અને બસ ત્યારે જ સુનીલ અને મોટા બહેને મળીને આ ડેકોરેશન કરી નાખ્યુ હશે?
એણે બહેરામ સામે કતરાતી નજરે જોતા કહ્યુ.
"તો આ ષડ્યંત્ર મા તમે પણ સામીલ હતા ભાઈ?"
"અરે મારી બેન.તુ આને ક્યાં ષડ્યંત્રનુ નામ આપે છે?આતો બનેવીના તારા પ્રત્યેના પ્રેમની પરાકાષ્ઠા કહેવાય.અને અમોએ એમા એને સહકાર આપ્યો બસ."
બહેરામે પોતાનો બચાવ કરતાં કહ્યું.અને ઉર્મિલા હવે પોતાના રોષને ખંખેરી નાખતા બોલી.
"ઓકે.ઓકે.તમે બધા મારો બર્થડે સેલિબ્રેટ કરવા.અડધી રાતે સુનીલને સાથ આપ્યો.અને અહીં પધાર્યા એ બદલ થેંક્યું."
ઉર્મિલાએ બધાનો આભાર વ્યક્ત કર્યો.પછી સુનીલને ઉદ્દેશીને બોલી.
"મહેમાનો માટે શુ બંદોબસ્ત રાખ્યો છે સુનીલ?"
"બિરયાની અને કોલ્ડ્રિંકસ હુ લઈ આવ્યો છુ."
સુનીલે કહ્યુ.
રાત્રે બે વાગ્યા સુધી એ લોકોના ખાવા પીવાનો કાર્યક્રમ ચાલ્યો.અને પછી બધા પોતપોતાના ધરે રવાના થયા.
હવે ઉર્મિલા અને સુનીલ એકલા પડ્યા.
"પાંચ વાગ્યાથી બાર વાગ્યા સુધી શુ કર્યુ તે?"
"મોટી બેનને ત્યાંજ બેઠો હતો.અને ત્યાંથી ફોન ઉપર બહેરામ ભાઈ સાથે વાત કરીને આ પ્લાન બનાવ્યો."
"પ્લાન ઘડવામા તો તારો કોઈ જવાબ નથી હો."
નૈના નચાવતા ઉર્મિલા બોલી.
"અને હાથ ચલાવવામા તારો કોઈ જવાબ નથી.હજી મારી છાતીમાં દુઃખે છે"
સુનીલે ઉર્મિલાંને નજદીક ખેંચતા કહ્યુ.અને ચુંબક તરફ જેમ લોખંડ ખેંચાય એમ ઉર્મિલા સુનીલની તરફ ખેંચાઈ ગઈ.અને ધ્રુજતા સ્વરે બોલી.
"બર્થ ડે તો તને બરાબર યાદ રહ્યો.પણ મારી ગિફ્ટ ક્યા?"
"આ રહી તારી ગિફ્ટ."
કહીને સુનીલ ઉર્મિલાના ચેહરા ઉપર ઝૂક્યો.
(ઉર્મિલા અને શર્મિલા બન્નેનો જન્મ દિવસ એકજ દિવસે આવે છે.આ સંયોગ શુ છે વાંચો નેકસ્ટ એપિસોડમા)