Abhinetri - 48 in Gujarati Crime Stories by Amir Ali Daredia books and stories PDF | અભિનેત્રી - ભાગ 48

Featured Books
Categories
Share

અભિનેત્રી - ભાગ 48

અભિનેત્રી 48*
                         
         શર્મિલાએ કરેલુ રેકોર્ડિંગ જોઈને અને સાંભળીને જયસૂર્યાનો કાળો ચેહરો વઘુ કાળો થયો.એ ગુસ્સાથી તાડુકયો.
 "શુ છે આ બધુ?"
 "આ રેશમની ડોરી છે બાબુ."
જયસૂર્યાના ક્રોધનો શાંતિથી જવાબ વાળ્યો શર્મિલાએ.પણ આ રીતે જયસૂર્યાને કંઈ સમજ માં ન આવ્યુ.
 "એટલે?"
એણે પૂછ્યુ.
તો શર્મિલાએ ખંધાઈ પુર્વક મંદ મંદ સ્મિત કરતા કહ્યુ.
"યાદ છે ને તે એક દિવસ કહ્યુ હતુ.કે તુ મારુ કોઈ પણ ગેરકાનૂની કામ કરવા તૈયાર છો?"
"હા.કહ્યુ હતુ અને જો તુ મળતી હો તો એ માટે હું આજે પણ રેડી જ છુ."
શર્મિલા જયસૂર્યાની નજદીક આવી અને એનો કોલર પકડીને બોલી.
"પણ કામ શુ છે એ જાણ્યા પછી ક્યાંક તુ ફરી ન જા એ માટે આ રેશમની ડોરીની જાળ તારી આસપાસ ગૂંથીને તૈયાર કરી છે ડાર્લિગ."
જયસૂર્યાનુ હર્દય શંકાકુશંકાથી હવે જોરશોર થી ધડકવા લાગ્યું હતુ.આ સ્ત્રી શુ કરાવશે?
 "એવુ તો શુ કામ છે?"
શર્મિલા સ્માઈલ કરતા જયસૂર્યાના શર્ટના બટન ખોલતા શોલેના ઠાકુરની સ્ટાઈલમા બોલી.
 "કામ જો મે ચાહુ.ઓર દામ જો તુમ ચાહો."
જયસૂર્યા ચિડાઈને બરાડ્યો.
 "કામ શુ છે એતો કહે?"
જયસૂર્યાને ચિડાયેલો જોઈને શર્મિલાને જાણે ઓર મજા આવી.એ એજ શાંતિથી બોલી.
"ખીજાવાથી કંઈ નહીં વળે મિસ્ટર.હવે તમે પલાળ્યું છે તો મુંડાવું તો પડશે જ ને?કામ કોઈ પણ હોય હવે તો કરવુ તો પડશે જ?"
 "કોઈ જબરજસ્તી છે?"
 "હા.બિલકુલ છે."
"અને હુ ના પાડુ તો?"
જયસૂર્યાએ શર્મિલાથી દૂર હટવાનો પ્રયાસ કરતા કહ્યુ.એને શર્મિલાનો મનસુબો નેક લાગતો ન હતો.
 "તો આ રેકોર્ડિંગ એક તારા ઘરે અને બીજુ બ્રિજેશને....."
શર્મિલા ટાઢા કલેજે બોલી.
"તુ.તુ મને બ્લેક મેઈલ કરી રહી છો?એક પોલીસવાળાને?આનો અંજામ ખબર છે?"
જયસૂર્યાએ શર્મિલાને ધમકી આપી.
શર્મિલા ખડખડાટ હસવા લાગી.
"પોલીસવાળો.હા.હા.હા.મિસ્ટર પોલીસવાળા કામ તો તારે કરવુ જ પડશે.અને એ કામની પૂરેપૂરી કિંમત હુ તને અત્યારે જ એડવાન્સમા ચૂકવવા તૈયાર છુ."
આમ કહીને શર્મિલાએ પોતાનુ બ્લેક ગાઉન પોતાના શરીર પરથી સરકાવી દીધુ.
 "લે વસુલી લે."
અને જે પોતાની ફેવરીટ હીરોઈનના શરીરને માણવા જયસૂર્યા આટ આટલા દિવસોથી તરસતો હતો તડપતો એ શર્મિલાનુ ખુબસુરત અને મુલાયમ બદન એની નજર સમક્ષ સંપૂર્ણપણે વસ્ત્ર વિહોણું નગ્ન ઉભુ હતુ.આ સ્ત્રી પોતાની પાસે ક્યુ કામ કરાવવા ઈચ્છે છે એની ચિંતા એક બાજુએ રાખીને જયસૂર્યા પોતાના એ અજાણ્યા કામની કિંમત વસૂલવામાં લાગી પડ્યો.
   સવારે શર્મિલા શૂટ ઉપર ગઈ તો એના મનમા એક અજબ પ્રકારની લાગણી ઉદભવી રહી હતી.ગઈ રાત્રે એણે જયસૂર્યાને સંપુર્ણ રીતે પોતાના વશમા કરી લીધો હતો.અને જયસૂર્યાના વશમા આવી જવાથી એને એમ લાગતુ હતુ કે જાણે એના હાથમા અલાઉદ્દીન નો જાદુઈ ચિરાગ આવી ગયો હોય.જયસૂર્યા એના માટે ચિરાગના જીન સમાન હતો.હવે એ ઈચ્છે ત્યારે એની પાસે ધાર્યું કામ કરાવી શકવા ની હતી.
     આજે રંજન દેવ પણ ગઈ કાલ કરતા વધારે સ્વસ્થ લાગતો હતો.અને મલ્હોત્રાએ ગોખાવેલા ડાયલોગ એકાદ બે ટેક મા બરાબર બોલી જતો હતો.અને જેવો સીન ઓકે થતો કે શર્મિલા ખુશ થઈને તાળીઓ પાડીને એને બિરદાવતી હતી.અને શર્મિલાની એ અદાઓ જોઈ જોઈને રંજન મનોમન રોમાંચીત થતો જતો હતો.
અને એકવાર તો એને શાબાશી આપતી વખતે શર્મિલાએ જ્યારે એને હગ કરીને.
 "બહુ સરસ રંજન."
કહ્યુ ત્યારે તો રંજનના હ્રદયના ધબકારા વધી ગયા હતા.શ્વાસોની ગતિ પણ ફુલસ્પીડમા દોડવા લાગી હતી.બે દિવસ પૂર્વે સપનામાં જોયેલી શર્મિલા એને યાદ આવી ગઈ.પોતાની પત્નીના રુપમાં.લગ્નના લાલ લીબાસમાં.
 એ એની સાથે હનીમૂન માણવાની તૈયારીમાં હતો.શર્મિલાના લાલ ચણોઠી જેવા હોઠ પર એણે પોતાના હોઠ મૂક્યા હતા.અને પછી એણે એની દુલ્હન બનેલી શર્મિલાના એક પછી એક વસ્ત્રો ઉતાર્યા હતા.વસ્ત્રો ઉતરતા જ એ મીણ ની પૂતળી બની ગઈ હતી.અને પછી કેવી ઓગળીને પોતાને ગળવા લાગી હતી.અને પોતે ડરીને બેડ ઉપરથી નીચે પછડાયો હતો.નીચે પછડાવાનુ એ દ્રશ્ય યાદ આવતા એ ખડખડાટ હસવા લાગ્યો.અને એને આમ અચાનક હસતા જોઈને શર્મિલાએ પૂછ્યુ.
 "કયો ક્યા હુવા?કીસ બાત પર ઈતની હસી આ રહી હે?"

(શર્મિલાના આ પ્રશ્નનો રંજન શો જવાબ આપશે?જયસૂર્યા પાસે આખર શુ કરાવવા માંગે છે શર્મિલા?)