Abhinetri - 33 in Gujarati Crime Stories by Amir Ali Daredia books and stories PDF | અભિનેત્રી - ભાગ 33

Featured Books
Categories
Share

અભિનેત્રી - ભાગ 33

અભિનેત્રી 33*
                           
      ફિલ્મના પહેલા દૃશ્યનું આજે શુટિંગ થઈ રહ્યુ હતુ.ફિલ્મનો હીરો રંજન દેવ પ્રોડ્યુસર જયદેવનો પુત્ર હતો.આ એની ઇન્ટરડ્યુસિંગ મૂવી હતી.એટલે એ થોડો નર્વસ લાગતો હતો.
    સીન હતો પ્રિયતમ રંજન નારાજ પ્રિયતમા શર્મિલાને મનાવવા માટે જાત જાતના ચેનચાળા કરતો હોય છે.ક્યારેક એની પીઠ પર આંગળી થી ટકોરા મારતો હોય છે.તો ક્યારેક એના પગમા આળોટતો હોય છે.થોડુક મસ્તી ભર્યું રોમેન્ટિક દ્રશ્ય ભજવવાનું હતુ.પણ જેવુ ડાયરેક્ટરને દૃશ્ય જોઈતુ હતુ એવુ દૃશ્ય આવતું ન હતુ.રંજનદેવ ના ચેહરા ઉપર એ મસ્ત્તી ભર્યાં હાવભાવ આવી જ નોહોતા રહ્યા.એ એક્ટિંગ તો કરતો હતો પણ એનો ચેહરો સાવ સીધો અને સપાટ લાગતો હતો.એટલે વારંવાર રિટેક લેવા પડતા હતા.અગિયાર રિટેક પછી પણ જયરે દૃશ્ય ઓકે ના થયુ ત્યારે શર્મિલાનો પિત્તો છટક્યો.
 એ ડાયરેકટરને ઉદ્દેશીને બોલી.
 "અરે યાર યે કૈસે આર્ટિસ્ટ કો પકડ કે લાયે હો?ઈતના આસન સા સીન ભી ઇસસે શૂટ નહી હો રહા હે."
 રંજનદેવ પ્રોડ્યુસરનો દીકરો હતો.એટલે મલ્હોત્રા એને કંઈ કહી શકે એમ ન હતો.અને ફિલ્મમાથી કાઢી શકે એમ પણ ન હતો.એટલે એ શર્મિલાને વિનંતી ભર્યાં સ્વરે બોલ્યો.
 "તમે થાકી ગયા હશો મેડમ.થોડો રેસ્ટ કરી લ્યો.શુ છે રંજનભાઈ નવા સવા છેને એટલે થોડી તકલીફ પડે છે...."
 "થોડી તકલીફ?આ થોડી છે?"
 કહીને એ પોતાના મેકઅપ રુમમાં રેસ્ટ કરવા જતી રહી.અને હજી તો એ ખુરશી ઉપર બેઠી જ હતી ત્યાં એનો ફોન રણક્યો.
                મેતો દીવાની હો ગઈ 
                 પ્યારમે તેરે ખો ગઈ 
સ્ક્રીન પર જયસૂર્યાનુ નામ એણે જોયુ.છતા મોં મચકોડતા એણે ફૉન કલેકટ કર્યો.
 "હેલ્લો."
શર્મિલાના સ્વરનો સ્પર્શ કાન સાથે થતા જ મોઢામાંથી લાળ ટપકી જયસૂર્યાના.
 હોઠ પર જીભ ફેરવતા એ બોલ્યો.
 "કેમ છો મેડમ?"
 "મજામાં છુ.કંઈ કામ હતુ?"
 એણે રુખ્સ સ્વરે પૂછ્યુ.
"તમે કહ્યુ હતુ ને કે ટચમા રહેજો.આવતા રહેજો.મળતા રહેજો.ફૉન કરતા રહેજો."
 "ઓકે!પણ અત્યારે શુટિંગમા બિઝી છુ રાત્રે વાત કરીએ?"
 "મેડમ.એક અગત્યની અને તમારા લાભની વાત કરવી હતી."
 જયસૂર્યાએ સસ્પેન્સ ઉભુ કરતા કહ્યુ.
 "અચ્છા?"
લાભની વાત સાંભળીને શર્મિલાની આંખો થોડીક પોહળી થઈ ગઈ.પણ પોતાની જિજ્ઞાસા ને કંટ્રોલ કરતા એણે કહ્યું.
 "લાભની વાત સાંભળવાની તાલાવેલી તો છે. મીસ્ટર જયસૂર્યા.પણ સોરી.અત્યારે નહી સાંભળી શકુ.હુ શુટિંગ પતાવીને તમને ફૉન કરુ?"
"ભલે.પણ ભૂલતા નહિ.ભૂલશો તો તમારુ જ નુકસાન થશે."
શર્મિલાને ચેતવણી આપીને જયસૂર્યાએ ફૉન કાપી નાખ્યો.
 અને હવે ખરેખર શર્મિલાને મનોમન ચટપટી થવા લાગી હતી.કે એવુ તો શુ હશે જયસૂર્યા પાસે કે જે.ના સાંભળવા થી મારુ નુકસાન થવાનું હશે?હવે તો એના પેટમા અજબ પ્રકારની હલચલ થવા લાગી.એને થયુ કે આ તો જેમ બને તેમ જલ્દી જાણવુ જરૂરી છે.રાત્રી સુધી હવે ધીરજ જાળવી શકાય એમ નથી.એણે તરત કોલબેક કર્યો જયસૂર્યાને.
 "શુ કહેવા માંગો છો?"
 પણ જયસૂર્યાને તો શર્મિલાને આ બહાને રુબરુ મળવુ હતુ એટલે એ આ મોકો જવા દેવા માંગતો ન હતો.એણે વધુ રહસ્ય ક્રિયેટ કરતા કહ્યુ.
 "મેડમ.આવી વાત ફૉન ઉપર કરી શકાય એમ નથી.રુબરુ મળીને તમને સમજાવવું પડશે."
 જયસૂર્યાની વાત સાંભળીને શર્મિલાએ દાંત કચકચાવ્યા.એ મનોમન બબડી.
 "ડોસાની દાનત ખોરા ટોપરા જેવી છે.પણ છતા જાણવુ તો પડશે ને કે વાત છે શુ?"
 "ઓકે તો રાત્રે હુ કોલ કરુ છુ તમને."
 કહીને એણે ફૉન કટ કર્યો.
  "જો ભાઈ એકદમ રિલેક્સ થઈને.જરા પણ ગભરાયા વિના શોટ આપ.આમ આવા નાના નાના સીનમાં આટ આટલા રીટેક લેવા પડે તો આપણી મૂવી ક્યારે પુરી થશે?"
 મલ્હોત્રા રંજનને સમજાવતા બોલ્યા.
 "અને ધ્યાન રાખજે આ મહિલા પ્રધાન ફિલ્મ છે.આખી મુવીનો ભાર શર્મિલાની ઉપર છે.અને એને વારંવાર રિટેક પસંદ નથી.એવુ ના બને કે એ કંટાળીને ફિલ્મ છોડીદે."
 "એમ કેમ એ ફિલ્મ છોડી દે."
રંજન અક્કડ દેખાડતા બોલ્યો.
"એણે કોન્ટેક્ટ સાઈન કર્યો છે.સાઈનીંગ એમાઉન્ટ લીધી છે."
"તુ હજી એને ઓળખતો નથી.આપણી સાઈનીંગ એમાઉંન્ટ એ આપણા મોઢા પર મારે એવી છે.સમજ્યો?" 
મલ્હોત્રાએ શર્મિલાના મિજાજની સમજણ આપતા કહ્યુ.
 તો રંજને પોતે પ્રોડ્યુસરની ઔલાદ છે એ સાબિત કરવા.આળસ મરડતા ઓવર કોન્ફિડન્સ મા એ બોલ્યો.
 "બહુ જલદી એનો મિજાજ.એનો અહમ અને એનુ તસતસતું યૌવન મારી બાહોમાં ઓગળતુ હશે.તમે જોજો મલ્હોત્રા અંકલ.એને હું કેવી રીતે અને કેટલી જલદી વશમા કરુ છુ એ."

(શુ રંજન દેવ શર્મિલાને પોતાની મોહ જાળમા ફસાવવામાં કામયાબ થશે?વાંચો નેકસ્ટ એપિસોડ)