અભિનેત્રી 17*
"બહુ સરસ.મજા આવી ગઈ સુનીલ.થેક્યું સો મચ્.આજે કેટલા દિવસે આપણે આવુ ટેસ્ટી ચિકન મુમતાઝ ખાધુ.તને આ કયાંથી યાદ આવ્યુ હેં?થેંકયુ અગેઈન સુનીલ."
ઓડકાર ખાતા ઉર્મિલા બોલી.
"થેંકયુ તો હુ તને કહીશ ડાર્લિગ.કે તુ આજના દિવસે પૈદા થઈ.જો આજે તુ પૈદા ના થઈ હોત ને ઉર્મિ.તો મને પણ આજના દિવસે ચિકન મુમતાઝ કયાંથી ખાવા મળત?અને તારી પસંદ ના પસંદ નુ ધ્યાન હુ નહી રાખુ તો કોણ રાખશે?"
સુનીલે મસ્તી ભર્યાં સ્વરે કહ્યુ.
"તુ પણ છોને સુનીલ?"
"શુ તુ પણ?બોલ આગળ બોલ શુ કહેવુ છે તારે?"
"હર એક વાતમા તને બસ મસ્તી જ સુઝતી હોય છે."
ઉર્મિલાના સ્વરમા શિકાયત હતી.પણ સુનીલને ઉર્મિલાની શિકાયતથી કોઈ ફર્ક પડતો ન હતો.એ તો એની મસ્તી મા મસ્ત હતો.
"ઉર્મી.જીવનમા રાખ્યુ છે શુ?ક્યારે ટેં થઈ જશું કોને ખબર?તો શા માટે હસી ખુશી સાથે ના જીવીએ બોલ?"
બન્ને વાતો કરતા કરતા રોડ પર ચાલી રહ્યા હતા.
"હવે આમ ચલાવીને જ ઘરે લઈ જવાનો તારો વિચાર છે કે પછી રિક્ષા કરવાનો છો?"
ઉર્મિલા એ પૂછ્યુ.
"સંગમ ટૉકીઝ નજીક મા જ છે.પિક્ચર પણ જોઈ જ લઈએ ને ઉર્મિ."
"ના પ્લીઝ સુનીલ મે ઘરે જ ના કહી હતી ને કે મૂવી જોવાનો મારો મૂડ નથી."
"અરે તો મૂડ બનાવને જાનું.જે કંઈ સવારે થયુ એ ભુલી જા.અમિતાભની શહેનશાહ મૂવી લાગી છે."
"અમિતાભની શહેનશાહ હોય કે આમીરની ગુલામ.મે કહ્યુ ને કે મારે નથી જોવુ એટલે નથી જ જોવુ."
ઉર્મિલા થોડા ઉંચા અવાજે બોલી.અને એના ઉંચો અવાજ સાંભળીને સુનીલ ખરેખર ડઘાઈ ગયો.એણે તરત હાથ દેખાડીને એક રિક્ષા ઉભી રાખી.અને બોલ્યો.
"બીમાનગર લેલો."
એ બન્ને રિક્ષામાં ગોઠવાયા.
"તારો વિચાર શુ રોડ ઉપર જ તમાશો કરવાનો હતો?"
સુનીલના હોઠો પર કડવાશ આવી ગઈ હતી.
ઉર્મિલા અને સુનીલના લગ્નને ત્રણ વર્ષ થવા આવ્યા હતા.જેમા આજે પહેલી વાર એ બન્ને ની વચ્ચે આવો મનમુટાવ થયો હતો.આવી રીતે ગરમાગરમી થઈ હતી.ઉર્મિલાએ સુનીલની સામે જોયા વગર જ જવાબ આપ્યો.
"આપણે ઘરેથી નીકળ્યા હતા ત્યારે જ આપણી વચ્ચે સ્પષ્ટ રીતે વાત થઈ ગઈ હતી કે આપણે ફ્કત જમીને ધરે પાછા આવતા રહીશુ.વાત થઈ હતીને?"
"હા થઈ હતી.પણ સવારે તો આપણુ મૂવી જોવાનુ ફિક્સ જ હતુ ને ઉર્મી."
સુનીલે ઠંડા સ્વરે પૂછ્યુ.
"હા પણ તે એની પર પાણી ફેરવી નાખ્યુ હતુ."
ઉર્મિલા એ ધારદાર સ્વરે કહ્યુ.
"તને મારો જ વાંક દેખાય છે પણ તારી બહેને આપણી સાથે શુ કર્યુ હતુ એ તુ ભુલી ગઈ?"
"એણે જે કર્યુ હતુ એ હુ પણ માનુ છુ કે એ સરાસર ગલત હતુ.અને એના માટે જ છેલ્લા ત્રણ વર્ષથી આપણી એની સાથે વાત ચીત સદંતર બંધ જ હતી ને?આજે એણે સામે ચાલીને ફોન કર્યો.અને પોતે કરેલી ભુલ બદલ માફી પણ માંગી લીધી.તો હવે આપણે પણ એને માફ કરી દેવી જોઈએ"
"માફી માંગવાથી એણે કરેલો ગુનાહ માફ નથી થઈ જઈ જતો ઉર્મિ.મારા હ્રદયમા એના માટે નફરત છે ફ્કત નફરત.અને હુ કદી પણ એને માફ નહી કરી શકુ"
સુનીલે પોતાની વાત સ્પષ્ટ શબ્દોમાં ઉર્મિલાને કહી નાખી.
"તારે એની સાથે નફરત રાખવી હોય તો ભલે. તારે એને ન માફ કરવી હોય તો પણ ભલે.પણ મને તુ એની સાથે સંબધ રાખતા ના રોકી શકે સુનીલ.આખરે એ મારુ લોહી છે.મારી એ બહેન છે."
"પણ તારા એ લોહીએ.તારી એ બહેને તારી જ પીઠ પર ખંજર મારવાની કોશિષ કરી હતી એ તુ કઈ રીતે ભુલી શકે?"
સુનીલે ઉશ્કેરાટ ભર્યાં સ્વરે કહ્યુ.
અને સુનીલની આ વાત સાંભળીને ઉર્મિલાના ઉપલા દાંત આપોઆપ એના નીચલા હોઠ પર ભિંસાઈગયા.એની નજર સામે એ ત્રણ વર્ષ પહેલાંનુ મંજર ચલ ચિત્રની જેમ દેખાવા લાગ્યુ.
(શુ થયુ હતુ એ બન્ને બહેનો વચ્ચે કે જેના કારણે ત્રણ ત્રણ વરસોથી બન્ને બહેનો વચ્ચે અબોલા હતા?વાંચો નેક્સ્ટ એપિસોડ મા.)