Abhinetri - 8 in Gujarati Crime Stories by Amir Ali Daredia books and stories PDF | અભિનેત્રી - ભાગ 8

Featured Books
  • आतिशी शीशा

    उस वर्ष हमारा दीपावली विशेषांक कहानियों पर केंद्रित था। &ldq...

  • बेवफा - 43

    ### एपिसोड 43: नई रोशनी की ओररात का अंधेरा घना हो चला था, ले...

  • Love or Love - 4

    जिमी आखिरकार मिन्न की बात मान जाता है और उसके साथ शौबो के कम...

  • परिमल

                                                               ...

  • नंबर वन कौन? नर्गिस या सुरैया

    फ़िल्मों का शुरुआती दौर पुरुषों या लड़कों के अभिनय का था। फ़...

Categories
Share

અભિનેત્રી - ભાગ 8

અભિનેત્રી ૮*

       સુનીલ આઉટડોરથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં આવી જવાનો હતો.પણ રાતના આંઠ વાગવા આવ્યા હતા.છતા એનો હજુ સુધી કોઈ પત્તો ન હતો.ઉર્મિલા કાગ ડોળે એના આવવાની રાહ જોઈ રહી હતી.
     દર પખવાડિયે સુનીલને ઓફિસના કામસર કયારેક બેંગલોર.તો કયારેક દિલ્હી.કયારેક અમદાવાદ.તો કયારેક કોલકત્તા જવુ પડતુ.ચાર થી છ દિવસના રોકાણ બાદ એનુ કામ પુરુ થતા એ ઑફિસ ન જતા સીધો ઘેર આવતો. કારણકે તે જાણતો હતો કે ઉર્મિલા એના ઇંતેઝાર મા પલકો બિછાવીને બેઠી હશે.જેમ ચાતક પક્ષી વરસાદ પડવાની રાહ જોતુ હોય એમ મારી ઉર્મિ મારી રાહ જોતી હશે.
     અને એટલે એ ઑફિસે ન જતા સીધો પહેલા ઘરે જ આવતો.અને પછી બીજા દિવસે પોતાનાં બોસને રિપોર્ટ આપતો.
   આ વખતે એની બેંગલોરની ટુર હતી.બપોરે બે વાગે એણે બેંગલોર એરપોર્ટ પરથી ઉર્મિલાં ને ફોન કરીને કહ્યું હતુ કે એની અઢી વાગ્યાની ફ્લાઈટ છે.અને અત્યારે એ ફ્લાઈટ મા બેસી ચુક્યો છે.તો એ પાંચ વાગ્યા સુધીમા ઘરે પોહચી જશે.પણ અત્યારે રાતના આંઠ વાગવા આવ્યા હતા છતા હજુ સુધી સુનીલ ઘરે પોહચ્યો ન હતો. 
    ઉર્મિલા છ વાગ્યાથી સુનીલનો નંબર ટ્રાય કરી રહી હતી પણ સતત સુનીલનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો.એટલે હવે એને સુનીલની ચિંતા થવા લાગી હતી.
   એણે સુનીલની ઑફિસમા સુનીલના બૉસને ફોન લગાડ્યો.
  "હેલ્લો સર.હુ ઉર્મિલા.સુનીલની વાઈફ..."
 "હા બોલો શુ કામ પડ્યું?"
 "સુનીલ ત્યા ઓફિસે આવ્યો છે?"
 "અરે મેડમ.હમેશા એ ટૂર પર થી સીધો ઘરે જ આવે છે ને?"
 "હા સર.પણ આજે હજુ સુધી નથી આવ્યો એટલે...."
 "લાસ્ટ ક્યારે વાત થઈ હતી તમારી સાથે?"
ઉર્મિલાની વાત અધવચ્ચે કાપતા બોસે પૂછ્યુ.
 "બપોરે બે વાગે."
 "શુ બોલેલો?"
 "હું ફ્લાઈટ મા બેસી ગયો છુ.અને પાંચ વાગ્યા સુધીમાં ધરે પોહચી જઈશ."
 "હમમ.હવેતો આંઠ વાગી ગયા કેમ?"
 "હા એજતો.એટલે જ ચિંતા થાય છે હવે તો."
 "ચિંતા ના કરો.આવતો જ હશે મેડમ.ફોન ટ્રાય ક્રર્યો?"
બોસે ઢાઢસ બંધાવતા પૂછ્યુ.
"હા સર.પણ એનો ફોન સ્વીચ ઓફ આવે છે."
ઉર્મિલાના સ્વર માં ભારોભાર ચિંતા ટપકતી હતી.અને આ બોસે પણ અનુભવ્યુ.એમણે ઉર્મિલાને હિંમત આપતા કહ્યું.
 "તમે આમ ઢીલા ના પડો મેડમ.ફોન ની બેટરી લૉ થઈ ગઈ હશે.રસ્તા મા ક્યાંક ટ્રાફિક જામ હશે."
"માની લઈએ કે બેટરી લૉ હશે.પણ એરપોર્ટથી ઘર ક્યા દુર છે?ચાલીને આવે તો પણ માંડ અડધી કલાક થાય."
 "તમે.તમે ચિંતા ના કરો.આવતો જ હશે." 
 કહીને બોસે ફોન મુકી દીધો.ફોન કપાઈ જતા ઉર્મિલા વિચારે ચડી ગઈ.
"આવો તે કેવો બૉસ.જેને પોતાના એમ્પ્લોઇની જરા જેટલી પણ ફિકર નથી.એના કામ માટે તો સુનીલ મહિના માં બે બે વાર ઘરબાર મૂકીને ટુર પર જાય છે.તો એમની પણ ફરજ તો હોવી જોઈએ ને કે પોતાના એમ્પ્લોઇ નુ શુ થયુ?"
ઘડિયાળ નો કાંટો ધીરે ધીરે આગળને આગળ સરકતો જતો હતો.
 નવ.
 દસ.
 અગિયાર.
અને ઉર્મિલાનુ કાળજુ જાણે ગળા સુધી આવી ગયુ હતુ.એક અજ્ઞાત ભય થી એનુ હ્રદય ફફડવા લાગ્યુ હતુ.મારા સુનીલને શુ થયુ હશે.
એવા શંકા કુશંકા ના વાદળો એના મસ્તકમાં ઘેરાવા લાગ્યા હતા.અને અચાનક એ વાદળો એની આંખો માથી અશ્રુ સ્વરૂપે વહેવા લાગ્યા.
  સુનીલને દિલોજાનથી એ ચાહતી હતી.એના વગર એ અપૂર્ણ હતી.સુનીલ વગર નું જીવન એ કલ્પી પણ શકતી ન હતી.આંખો થી ધીરે ધીરે વહેતા આંસુ હવે હીબકા નુ રુપ લેવા લાગ્યા હતા.અને પછી એ કોણ જાણે ક્યાય સુધી પોતાના ગોઠણ મા માથુ રાખીને ધ્રુસકે ધ્રુસકે રડતી રહી.
   ઘરમા એ એકલી જ હતી.એને સાત્વન દેનારુ કે ધીરજ આપનારુ ત્યા કોઈજ ન હતું.
  રડી રડી ને એ જ્યારે થાકી.ત્યારે એણે નક્કી કર્યું કે હવે વધુ મોડુ થાય એ પહેલાં મારે કંઈક તો કરવું જ પડશે.મારે કોઈક ની તો મદદ લેવી જ પડશે.મોબાઈલ હાથમા લઇને એ વિચારવા લાગી કે કોને ફોન લગાવું?મોટી બેનને કે બહેરામ ભાઈને? થોડોક વિચાર કર્યા પછી એણે નક્કી કર્યું કે એ બહેરામ ભાઈને ફોન લગાવશે.એણે બહેરામનો નંબર ગોત્યો.અને એને ઓકે કરવા જતી હતી ત્યાં ડોર બેલ રણકી......

(કોણ હશે અત્યારે રાતના બાર વાગે?શુ થયુ હશે સુનીલનુ?જાણવા માટે વાંચતા રહો *અભિનેત્રી*)