Abhinetri - 28 in Gujarati Crime Stories by Amir Ali Daredia books and stories PDF | અભિનેત્રી - ભાગ 28

Featured Books
Categories
Share

અભિનેત્રી - ભાગ 28

અભિનેત્રી 28*
                           
            એક કલાક તો જાણે આંખના પલકારામાં વીતી ગઈ.સાત વાગે આવેલી શર્મિલા આઠ વાગે ઉઠતા બોલી.
 "ચલ ઉર્મિ.જીજુને આવવાનો સમય પણ થઈ ગયો છે.હવે હુ પણ નીકળુ.ફોન ઉપર જ કેટલુ ખીજાતા હતા.અહીં મને સામે જોઈને કોણ જાણે શુએ કરે.તુ મારા વતી મનાવજે એને."
"હા શર્મિ.હુ પુરી કોશિષ કરીશ.અને સાચવીને જજે તુ.અને હવે આવતી જતી રહેજે અને ન અવાય ત્યારે તો ફોન કરતી રહેજે."
 "ભલે.તુ પણ ફોન કરજે અને ક્યારેક ક્યારેક તુ પણ આવજે મારે ત્યા.હુ તને મારુ એડ્રેસ સેંડ કરીશ.ઓકે બાય."
      કહીને શર્મિલા ઉર્મિલાને હગ કરીને એના ગાલ ઉપર હળવુ ચુંબન આપીને એ દરવાજાની બાહર નિકળી.
      એપાર્ટમેન્ટની બાહર નિકળતા જ પાર્કિગમાં એનો ભેટો સુનીલ સાથે થયો.શર્મિલાને જોતાંજ એના ડ્રેસ અને મેકઅપ પરથી એણે એને ઓળખી લીધી કે આ ઉર્મિ નહિ પણ શર્મિલા છે.એને અહી જોઈને સુનીલ સળગી ઉઠ્યો.
   "તુઉઉ."
 પણ શર્મિલાએ એના ગુસ્સાને ઈગ્નોર કરતા ચેહરા પર સ્માઈલ ફરકાવતા.અને બન્ને હાથે કાનની બૂટ પકડતા એ બોલી.
 "ગુડ ઇવનિંગ જીજજુ.એન્ડ આઈ એમ સોરી."
સુનીલ પર એની કોઈ અસર ન થઈ.
એ ગુસ્સામા બરાડ્યો.
 "તારી સોરી અને ઇવનિંગની એવી ને તેવી.તારી હિંમત કેમ થઈ અહીં આવવા ની."
 સુનીલના ગુસ્સાના જવાબમા શર્મિલાએ શાંતિથી જવાબ વાળ્યો.
 "મને મારી ભૂલ સમજાઈ ગઈ છે.માટે મે ઉર્મિની માફી માંગીને એની સાથે સુલેહ કરી લીધી છે.હવે તમે પણ પ્લીઝ ગઈ ગુજરી ભુલી જાઓ અને મને ક્ષમા કરો."
 "હરગીઝ નહિ.તે જે કર્યું હતુ એ ભૂલ નહિ પણ અપરાધ હતો અને એ માટે મારી પાસે માફીની કોઈ જગ્યા નથી સમજી?"
 સુનીલ નાખોરા ફૂલાવતા તાડુક્યો.
 સુનીલના ઘાંટાથી તમાશાને તેડુ ન હોય તેમ એપાર્ટમેન્ટના લોકો તમાશો જોવા ભેગા થઈ ગયા.સુનીલના કડક શબ્દોના જવાબમા શર્મિલા ઠંડે કલેજે ખંભા ઉલાળતા બોલી.
"તો જેવી તમારી મરજી.પણ તમે મને મારી બહેનને મળતા ના રોકી શકો."
 "યાદ રાખજે.બીજી વાર અગર મે તને મારા ઘરે તો શુ આ એપાર્ટમેન્ટની આજુબાજુમાં પણ જોઈ છેને તો..."
આજ સુધી કોઈથી પણ ના ડરનારી શર્મિલા.હમેશા પોતાની મરજી પ્રમાણે જીવનારી શર્મિલા.સુનીલની ધમકી સાંભળીને ગિન્નાઈ.એણે સુનીલની ધમકીની સામે પડકાર ફેંકતા બોલી.
 "તો?તો શુ કરી લેશો તમે?"
 "જાનથી મારી નાખીશ તને."
 સુનીલે દાંત ભીંસતા પોતાની ધમકીનું પુનરાવર્તન કર્યું.
 "જા.જા બોવ જોયા તારા જેવા જાનથી મારવા વાળા."
 શર્મિલા પણ હવે ક્રોધમાં ભાન ભૂલતા તુંકારે આવી ગઈ.અને આ શબ્દો બોલાઈ ગયા પછી એને લાગ્યુ કે વાત સુધરવાને બદલે વધુ વણસી રહી છે.અને પોતે અહીં જેટલી વાર વધુ ઉભી રહેશે ત્યા સુધી આ તું તું મેં મેં ચાલતુ જ રહેવાનુ.એટલે એણે પોતાની ઝાયલો ગાડીનો દરવાજો ખોલ્યો અને એમા બેસી ગઈ.પણ સુનીલ હજૂ ક્રોધથી કંપતો હતો.
 "જાતા પહેલા કાન ખોલીને સાંભળતી જા બીજી વાર જો મેં તને અહીં જોઈ છેને તો ખરેખર ખતમ કરી નાખીશ હુ તને યાદ રાખજે."
       પણ સુનીલની ધમકી સાંભળવા શર્મિલા ત્યા ઉભી ન હતી એ રવાના થઈ ગઈ હતી.અને ધુવાફુવા થતો સુનીલ હાથની મુઠ્ઠીઓ વાળીને પોતાના ફ્લેટ તરફ વળ્યો.તમાશો પૂરો થતા ત્યા ઝઘડો જોવા જમા થયેલુ ટોળુ પણ વિખરાયુ.
     ફ્લેટમા પ્રવેશતા જ સુનીલે પોતાનો ઉભરો ઉર્મિલા ઉપર ઠાલવ્યો.
 "મેં તને કાલે જ કહ્યું હતુને ઉર્મિ.કે હુ એ કાળમુખી સાથે કોઈ સંબંધ નથી રાખવા માંગતો."
સુનીલનો ઉશ્કેરાટ જોઈને ઉર્મિલા પામી ગઈ કે આનો શર્મિલા સાથે નીચે ભેટો થઈ ગયો લાગે છે.એણે સુનીલને ઉત્તર આપવાના બદલે શાંત રહેવાનુ મુનાસીબ સમજયું.ઉર્મિલાને નિરુત્તર જોઈને સુનીલે પોતાના પ્રશ્નને ફરી દોહરાવ્યો.
  "મેં તને કંઈક પૂછ્યું છે ઉર્મિ?"
 હવે ઉર્મિલાએ પોતાની ચુપ્પી તોડી.
 "મેં પણ તને કાલે જ કહી દીધું હતું કે તારે શર્મિલા સાથે સંબંધ ન રાખવો હોય તો તુ નહિ રાખતો.પણ એ તો મારુ ખૂન છે સુનીલ."
 "અને તારા એ ખૂને તારી જ પીઠ પર વાર કર્યો તો એ બધુ તુ ભુલી ગઈ?"
 ગઈ કાલે બોલેલુ વાક્ય સુનીલ આજે પાછુ બોલ્યો.તો ઉર્મિલાએ પણ કાલે આપેલા જવાબનો જ ફરીથી આશરો લીધો.
"એ વાતને ત્રણ વર્ષ થઈ ગયા.અને એણે પોતાની ભુલની માફી પણ માંગી લીધી.એટલે હવે એ બધુ પતી ગયુ ઓકે.તુ મને એને મળતા પ્લીઝ રોકતો નહી."
 સુનીલનો આક્રોશ થમવાનુ નામ લેતો ન હતો.એણે સ્પષ્ટ શબ્દોમા ઉર્મિલાને કહ્યુ.
 "જો તારે એને મળવુ જ હોય તો એને બાહર જઈને માળિયાવજે પણ આ ઘરમા બીજી વાર એ મને દેખાવવી ના જોઈએ."

 (શુ સુનીલ ક્યારેય શર્મિલાને માફ નહિ કરે?આ નફરત ભર્યાં સંબંધોનુ પરિણામ શુ આવશે?)