Abhinetri - 3 in Gujarati Crime Stories by Amir Ali Daredia books and stories PDF | અભિનેત્રી - ભાગ 3

Featured Books
Categories
Share

અભિનેત્રી - ભાગ 3

અભિનેત્રી ૩*

      ઇન્સ્પેક્ટર બ્રિજેશે અજનબીને એમની ઓળખ આપવા માટે વધુ ફોર્સ કરવાનુ છોડી દીધુ અને કહ્યુ.
 "ઠીક ભાઈ.હવે કહો કઈ ઇન્ફોર્મેશન છે તમારી પાસે જણાવો"
 "મશહુર ફિલ્મ એક્ટ્રેસ મિસ શર્મિલા....."
એ અજનબીના મુખેથી પોતાની ફેવરીટ..અને પોતાની ચહિતી એક્ટ્રેસનુ નામ સાંભળતા જ બ્રિજેશ ચોંક્યો અને અધવચ્ચે જ એની વાત કાપતા ચિંતાતુર સ્વરે એ બોલી પડ્યો.
 ". .....શુ.શુ થયુ શર્મિલાને?"
 "શર્મિલાને કંઈ થયુ નથી."
 "તો.તો ફોન શા માટે કર્યો તમે?."
બ્રિજેશ ગુસ્સામા તાડુક્યો.
હવે પેલો અજનબી પણ અકળાયો હતો.
 "સાહેબ.મને પહેલા પુરુ બોલવા તો દો."
"હા તો ઝટ બોલોને મારે પણ ઘરે જવાનુ મોડુ થાય છે."
 "એક્ટ્રેસ શર્મિલા પંદર મિનિટ પહેલા હોટેલ બ્લૂમ બૂટિક માથી નીકળી છે….."
આટલુ સાંભળતા જ ફરી બ્રિજેશ ગિન્નાયો. અને પેલાની વાત અધવચ્ચે ફરીથી અધવચ્ચે કાપતા પાછો તાડુક્યો.
"એય મિસ્ટર.મે શુ તમને મિસ શર્મિલાની પાછળ જાસૂસ તરીકે નીમ્યા છે?આ તે વળી કઈ જાતની ઇન્ફર્મેશન આપો છો?"
 "અરે સાહેબ પુરુ સાંભળો તો ખરા.એમની પાસે.એમની ગાડીમા એક કિલ્લોની આસપાસ 'એમડી'નામનુ ડ્રગ્સ છે."
 "હેં.એમડી? ડ્રગ્સ.શુ બકો છો."
ખતરનાક ડ્રગ્સ એમડી નુ નામ સાંભળતા બ્રિજેશ આઘાત મા આવી ગયો.પોતાની સહુથી ફેવરીટ.પોતાની મનપસંદ એક્ટ્રેસ.અને એની પાસે ડ્રગ?એના માન્યા મા આવતુ ન હતુ.
એણે પૂછ્યુ.
 "તમને કેમ ખબર પડી?"
બ્રિજેશે અજનબી ની ઉલટ તપાસ આદરી. પણ બ્રિજેશના સવાલને અવગણીને સામેથી શાંત અવાજે અજનબી બોલ્યો.
"શર્મિલા અત્યારે એમના રહેઠાણ પિકનિક પોઈન્ટ તરફ જઈ રહી છે.મે એક જાગૃત નાગરિક તરીકે નુ મારુ કર્તવ્ય પુરુ કર્યુ.હવે આગળ શુ કરવુ છે એ હવે તમે જાણો."
"ઠીક છે.ઠીક છે હવે આટલી ઇન્ફોર્મેશન આપી છે તો સાથોસાથ શર્મિલાની ગાડીનો નંબર પણ આપી દયો."
ઘણા જ આઘાત ભર્યા અવાજે બ્રિજેશ બોલ્યો.
એના માનવા મા હજૂ આવતુ ન હતુ.કે શર્મિલાને ડ્રગ્સ સાથે કોઈ કનેક્શન પણ હોઈ શકે. 
 "હા લખો ત્યારે 5658.”
શર્મિલાની ગાડીનો નંબર લખાવીને એ અજનબીએ ફોન મૂકી દીધો.
   શર્મિલાને બ્રિજેશ ક્યારેય પ્રત્યક્ષ રુપે મળ્યો ન હતો.પણ એની ફિલ્મો જોઈ જોઈને એ એના પર મુગ્ધ થઈ ગયો હતો.શર્મિલા એની ફેવરીટ હિરોઈન હતી.એની અદાકારી અને એના ડાન્સ ઉપર એ ફિદા હતો.અને એનુ *અનાર કે દાને* 
નામના મૂવીનુ મશહૂર ગીત.
 પ્યાર મે તેરે ગીર ગઈ મેતો
 અંજાને મે.
ખો દી અપની સુધબુધ મેને
 અંજાને મે.
એતો એને મોઢે થઈ ગયુ હતુ.
અત્યારે એ ગીત એની નજર સમક્ષ તરવરવા લાગ્યુ.એની આંખોની સામે શર્મિલાનુ નૃત્ય એને દેખાવા લાગ્યુ. 
થોડીક ક્ષણો તો જાણે એ સાવ બીજી જ દુનિયા મા ખોવાય ગયો.ત્યારે જયસૂર્યાએ એને ઢંઢોળવો પડયો.
 "સાહેબ.સાહેબ."
જયસૂર્યાના અવાજથી એ જાણે ભાનમા આવ્યો.
 "હં.હં.હં"
એનાથી આટલુ જ બોલાયુ.જયસૂર્યાએ પૂછ્યુ.
"કોનો ફોન હતો?શુ ઇન્ફોર્મેશન આપી એણે? તમે ઠીક તો છો ને સાહેબ?"
"હા.હુ ઠીક છુ.જલ્દી ગાડી કાઢો જયસૂર્યા ભાઈ."
બ્રિજેશ ઉતાવળથી બોલ્યો.
તો જયસૂર્યા એ પ્રશ્નાર્થ ભરી નજર બ્રિજેશ ઉપર નાખી.
"આપણે જૂહુ સર્કલ જવાનુ છે હમણા જ."
પોલિસ વેનમા ગોઠવાતા જયસૂર્યાએ પૂછ્યુ
 "શુ વાત છે સાહેબ?શેની બાતમી મળી છે?"
 "શર્મિલાની"
ઠંડા આવજે બ્રિજેશ બોલ્યો.
 "કોણ શર્મિલા?"
 "એક્ટ્રેસ."
 "ઓહ.નો.શુ..શુ.થયુ છે?"
એક ધ્રાસકો પડ્યો જયસૂર્યા ને.કારણકે
શર્મિલા એની પણ ફેવરિટ હતી.
 "થોડીક ધીરજ રાખો.હમણા આપણે એને રુબરુ મળવાનુ છે."
 "શુ કહો છો?આપણે શર્મિલાને મળવાના? વાહ ભાઈ એતો તમારી ફેવરિટ હિરોઈન છે નહિ?"
 "હા છે તો ખરી."
 એકદમ ઠંડા સ્વરે એ બોલ્યો.
 "તો પછી ઉત્સાહ કેમ નથી દેખાતો.એના મળવા માટે."
જ્યસૂર્યના પ્રશ્નના ઉત્તરમાં એ ફકત એટલુ જ બોલ્યો.
"એને મળશુ એટલે તમને બધુ સમજાઈ જશે."
જયસૂર્યા ચકળ વકળ ડોળે બ્રિજેશના ચેહરાને જોઈ રહ્યો.
  વર્સોવા લિંક રોડ પર પોહચીને એ લોકો એક કોર્નર પર ઉભા રહીને એમની ફેવરેટ હિરોઈન ની રાહ જોતા ઉભા રહ્યા.
બ્રિજેશે શર્મિલાની ગાડીનો નંબર જયસૂર્યાને પણ કહ્યો.અને બન્ને જણ એક પછી એક પસાર થતી ગાડીઓને જોઈ રહ્યા હતા.

(શુ ખરેખર ફિલ્મ એક્ટ્રેસ શર્મિલા પાસે ડ્રગ હશે?અને હશે તો ઇન્સ્પેક્ટર બ્રિજેશ શુ કરશે?)