અભિનેત્રી 37*
સ્ટુડીયોની બાહર નીકળીને એણે ઉર્મિલાને કૉલ કર્યો.
"હાય ઉર્મિ."
ઉર્મિલાએ તરત ફૉન કલેક્ટ કરતા કહ્યુ.
"આવીજા શર્મી.સુનીલ ગયો છ દિવસ માટે ટુર પર."
"ઓકે.પણ હુ વધુ રોકાઈશ નહી."
"પણ તે સાથે ડીનર કરવાની વાત કરી હતી.મે તારી પસંદની જ વાનગીઓ બનાવી રાખી છે."
"હુ યાર થોડી અપસેટ છુ.પણ તને કહ્યુ હતુને કે હુ આવીશ એટલે પ્રોમિસ પાળવા માટે જ આવી રહી છુ."
શર્મિલાની અપસેટ વાળી વાત સાંભળીને ઉર્મિલાને ચિંતા થઈ.
"અપસેટ છો?શુ થયુ?"
"ચલને ઘરે આવીને જ તને આખી સ્ટોરી સંભળાવું છુ."
કહીને ફૉન કટ કર્યો શર્મિલાએ અને એણે કાર મારી મૂકી બિમાનગર તરફ.
ઉર્મિલાને હગ કરીને એ સોફા પર બેઠી.ઉર્મિલાએ ફ્રીઝમાથી 200mlની કોલ્ડ્રિંકની બોટલ કાઢીને શર્મિલાને આપતા પૂછ્યુ
"બોલતો કઈ વાતે અપસેટ થઈ છો?"
"ત્રણ દિવસથી મારી નવી મુવીનું શુટિંગ ચાલતુ હતુ."
"ચાલતુ હતુ એટલે?"
"એટલે આજે મે એ મૂવી છોડી દીધી."
"કેમ શુ થયુ?"
ઉર્મિલાએ ચિંતાતુર સ્વરે પૂછ્યુ.
તો શર્મિલા દાઢમાં બોલી.
"એ મૂવીમાં પ્રોડ્યુસરનો હરામજાદો હીરો છે..."
"હરામજાદો એટલે?"
"પ્રોડ્યુસરનો શાહજાદો.બાપની મૂવી છે એટલે હીરો તો બની ગયો પણ સાલાને એક્ટિંગ નો A સુદ્ધા આવડતો નથી.એક્સપ્રેસન્સના નામ પર તો સાવ મીંડું.પહેલી મૂવી હોય એટલે માણસ થોડો નર્વસ હોય એ સમજી શકાય.પણ શુટિંગ પહેલા થોડુક રિહર્સલ તો કરવુ જોઈએ ને?ભાઈસાબને રિહર્સલ તો કરવુ નથી.ડાયરેક્ટ શોટ આપવા છે.અને શૂટ માં એટલો સમય બરબાદ કરે છે કે શુ કહુ?"
ઉર્મિલા ધ્યાન પૂર્વક શર્મિલાને સાંભળી રહી હતી.બોટલ માથી થોડુક કોલ્ડ્રિંક ગળા નીચે ઉતારીને શર્મિલા આગળ બોલી.
"પહેલા જ દિવસે પંદર મિનિટના સીન માટે એણે આખો દિવસ બરબાદ કર્યો હતો પણ ત્યારે હુ કંઈ ન બોલી.પણ આજે તો હદ કરી નાખી.ફ્કત ચાર લાઈનના ગીતનુ મુખડુ એટલે બે મિનિટનુ શૂટ હતુ.અને એના માટે એ ગધેડાએ છ કલાક બગાડી એટલે મે તો ડાયરેકટર ને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પહેલા આને બરાબર રિહર્સલ કરાવો અને પછી મને શૂટ કરવા બોલાવો.તો એ બાપકર્મી શુ બોલ્યો ખબર છે?"
"શુ?"
ઉર્મિલાએ શર્મિલાને તાકતા પૂછ્યુ.
"એ મિજાજ દેખાડતાં કહે.તમે કંઈ ફ્રી મા કામ નથી કરતા તમને મોં માંગ્યા પૈસા આપ્યા છે..."
"પછી.પછી તે શુ કર્યું શર્મી?"
ઉર્મિલાએ ઉત્સુકતાથી પૂછ્યુ.
"કરે શુ?મે કહ્યુ તારા પૈસા રાખ તારી પાસે.કાલથી બીજી હિરોઈન શોધી લેજો.કહીને છોડી દીધી મે એની મૂવી."
"પણ આમા તો તને નુક્સાન થયુ હશે ને?"
"બીજી મૂવી તૈયાર જ છે.મારી આદત છે કે એક ટાઈમે એક જ મુવીની શુટિંગ કરવી.હવે આને પડતી મુકી એટલે બે દિવસ પછી રમણ કુમારની મૂવી સ્ટાર્ટ કરીશ."
"ચલ તો હવે ડીનર કરી લઈએ."
ઉર્મિલાએ કહ્યુ.અને બન્ને બહેનો ડીનર કરવા બેઠી.ડીનર કરતા કરતા શર્મિલાએ કહ્યુ.
"ઉર્મિ.મને યાદ છે કે એક ઝમાનામાં તને પણ એક્ટિંગનો જબરો ક્રેઝ હતો."
શર્મિલાની વાત સાંભળીને ઉર્મિ જાણે સ્વપ્નમાં સરી પડી.એણે ચાઈલ્ડ એક્ટ્રેસ તરીકે દસેક મૂવીમાં કામ કર્યું હતુ.પણ પછી એણે ભણવા ઉપર ફોકસ કર્યું.એ બારમા ધોરણમાં ભણતી હતી ત્યારે એને લીડ રોલની ઓફર પણ મળી હતી.પણ એની મમ્મીએ કહ્યું કે પહેલા તારુ ગ્રેજુયુએશન પુરુ કરી લે પછી ફિલ્મો કરજે.અને એ પૂનાની હોસ્ટેલમાં ગ્રેજ્યુએશન ની તૈયારી માં લાગી ગઈ.
અહી શર્મિલાએ બારમું પુરુ કર્યુ અને એને હિરોઇન બનવાની તક મળી કે એણે ઘરમા પૂછ્યા વગર જ પહેલા તો ફિલ્મ સાઈન કરી અને પછી ઘરમા વાત કરી કે પોતે ફિલ્મોમા કામ કરશે.ઉત્તમ અને મુનમુને એને પણ ગ્રેજ્યુએશન પૂર્ણ કરવાની સલાહ આપી હતી.પણ કોઈની સલાહ પ્રમાણે ચાલે તો એ શર્મિલા શાની?
શર્મિલાએ એક્ટિંગના ક્રેઝની વાત કરી તો ચેહરા ઉપર એક કડવુ સ્મિત કરતા ઉર્મિલા બોલી.
"હા મને એક્ટિંગનો ક્રેઝ તો હતો.અને મારે પણ તારી જેમ હિરોઇન બનવુ હતુ શર્મી.પણ મારી પહેલા તુ બની ગઈ."
"જો તુ ચાહે તો હજી પણ તારો શોખ પૂરો કરી શકે છો ઉર્મિ."
શર્મિલાએ કહ્યુ.તો ઉર્મિલા નિરાશ વદને બોલી.
"એકજ ઇન્ડસ્ટ્રીમા એકજ ચેહરા વાળી બે હિરોઇન કેવી રીતે હોઈ શકે?"
જવાબમા શર્મિલાએ ઉત્સાહથી કહ્યુ.
"હોય શકે.જો તારી ઈચ્છા હોય તો મારી પાસે એક આઈડીયા છે."
(કયો આઈડિયા હતો શર્મિલા પાસે?શુ એ આઈડિયા પસંદ આવશે ઉર્મિલાને)