Abhinetri - 7 in Gujarati Crime Stories by Amir Ali Daredia books and stories PDF | અભિનેત્રી - ભાગ 7

Featured Books
Categories
Share

અભિનેત્રી - ભાગ 7

અભિનેત્રી ૭*

    "જયસૂર્યા ભાઈ.શુ કરીશુ?

કોન્સ્ટેબલ જયસૂર્યા ઉંમરમાં પોતાનાથી આઠેક વર્ષ મોટો હોવાથી બ્રિજેશને એની સલાહ લેવામા ડહાપણ લાગ્યું.એણે જયસૂર્યાને સાઈડ પર લઈ જઈને પૂછ્યુ.

જયસૂર્યાએ સાચી સલાહ આપતા કહ્યુ.

"સર.જેમ શર્મિલા મેડમ તમારા ફેવરિટ છે.એમ એ મારા પણ ફેવરિટ છે.છતા.તમે જ્યારથી ડયુટી જોઈન્ટ કરી છે ત્યારથી અત્યાર સુધીમા તમને એવો એકેય કેસ નથી મળ્યો કે જે તમને નામના અને પ્રમોશન અપાવે.માટે હુ તો એમજ ચાહીશ કે તમે આ તક ઝડપી લ્યો."

 "પણ એ બિચારીનુ કેરિયર ખતમ થઈ જશે."

બ્રિજેશના શબ્દો માથી જાણે અફસોસ ટપકી રહ્યો હતો.

 "એ બરાબર.પણ આવા ખોટા વ્યસનો રાખતા પહેલા એમણે પોતે પણ પોતાના કેરિયર વિશે વિચારવુ જોઈએને?"

 "શુ કરીશુ?"

બ્રિજેશ હજુ અવઢવમા હતો.

"એના કેરિયરનો વિચાર કરવા કરતા તમે તમારા કેરિયરનો વિચાર કરોને સાહેબ.અને આપણે રહ્યા પોલીસમેન.આપણાથી આપણા ઘરનાઓની પણ હમદર્દીના કરાય."

જયસૂર્યાનુ એકોએક વાક્ય સો ટકા સાચુ તો હતુ.પણ શર્મિલા જે રીતે બ્રિજેશને વળગી હતી.અને જે રીતે બન્ને હાથ જોડીને એને આજીજી કરી હતી.એ કારણે બ્રિજેશના મનમા એક કોમળ લાગણી શર્મિલા પ્રત્યે જન્મી ચૂકી હતી.એટલે એને કંઈ નિર્ણય લેતા સંકોચ થતો હતો.બ્રિજેશને ખામોશ થઈને વિચારતા જોઈને જયસૂર્યાએ પૂછ્યુ.

 "શુ વિચારો છો સાહેબ?"

એક ઉંડો શ્વાસ પોતાની છાતી મા ભરતા બ્રિજેશ બોલ્યો.

"મારી ઈચ્છા છે કે શર્મિલાને એક ચાન્સ આપવો જોઈએ."

 "તમારી મરજી સાહેબ.પણ?"

જયસૂર્યા અહી પણ નામનો પ્રશ્નાર્થ ચિન્હ લગાવીને અટક્યો.બ્રિજેશેને એનો આ પણ સમજાયો નહી આથી એણે પૂછ્યુ.

 "પણ શુ.?"

 "મેડમ પાસેથી એક વચન લઈ લેજો."

 "વચન શેનુ વચન?"

 "એજ કે એ ભવિષ્યમાં ક્યારેય ડ્રગનુ સેવન નહી કરે."

 "ઓહ.હા.સાચી વાત છે તમારી.પણ શર્મિલા પાસેથી વચન લેતા પહેલા એક વચન તમારે પણ આપવાનુ છે જયસૂર્યા ભાઈ."

બ્રિજેશ ની વાત સાંભળી ને જયસૂર્યાથી ચોંકી પડાયું.

 "મારે શેનું વચન આપવાનુ છે?"

જવાબમા જયસૂર્યાના બન્ને હાથ પકડીને બ્રિજેશે ભાવુક સ્વરે કહ્યું.

"એજ કે આપણે અહી જે કેસ શર્મિલા વિરુદ્ધ રફા દફા કરવા જઈએ છીએ એ કોઈને પણ તમે કહેશો નહીં."

"અરે.આ કેવી વાત કરો છો સર તમે?શુ તમને મારા પર વિશ્વાસ નથી?"

 "મારો કહેવાનો આશય એ નોતો."

"સાહેબ.તમે એક સ્ત્રીની મદદ કરવા ચાહો છો. અને એમા મને તો કંઈ ખોટુ દેખાતુ નથી.માટે હુ તમારી સાથે છુ.તમે નચિંત રહો."

 જયસૂર્યાએ નચિંત રહેવાની બાહેંધરી આપતા બ્રિજેશે હળવાશ અનુભવી.અને એ પાછો પોલિસ વેનમા શર્મિલાની બાજુમા આવીને બેઠો.

  શર્મિલાએ પોતાની ભીની આંખો બ્રિજેશના ચહેરા પર ટેકવી.એનુ હ્રદય ધડકી રહ્યું હતું કે આ ઇન્સ્પેકટરે કોણ જાણે શું નિર્ણય લીધો હશે?બ્રિજેશ થોડીવાર શર્મિલાના ખુબસુરત મુખડાને ટીકી ટીકીને જોતો રહ્યો.બ્રિજેશની નજરોના બાણ જાણે જીરવાતા ના હોય એમ ધડકતા હૃદયે શર્મિલા એ પૂછ્યુ.

 "શુ..શુ વિચાર કર્યો ઑફિસર?"

જવાબમા બ્રિજેશે શાંતિ ભર્યા સ્વરે કહ્યું.

"શર્મિલાજી.જો તમે એક પ્રોમિસ આપો તો હું તમને એક ચાન્સ આપવા તૈયાર છું."

બ્રિજેશના મુખમાંથી નીકળેલા આ શબ્દો સાંભળતા જ શર્મિલાના શરીરમાં આનંદની એક લહેરખી જાણે દોડી ગઈ.હર્ષથી ઉછળી પડતા એ બ્રિજેશને ફરી એકવાર વળગી ગઈ.

"ઓહ્.થેંક્યું.થેંક્યું.ઑફિસર.તમારો આ અહેસાન હુ કયારેય નહીં ભૂલું."

 અને શર્મિલા ના આમ ફરી એકવાર વળગી જવાના કારણે બ્રિજેશના હ્રદયની ગતી તીવ્ર બનીને દોડવા લાગી.અને આ વખતે તો જયસૂર્યા પણ પોલીસ વેનની બાહર જ ઉભો હોવાથી.એ પોતાના ઉપર કાબૂ ના જાળવી શક્યો.એના પણ બન્ને હાથ આપોઆપ શર્મિલા ના પીઠ ફરતે વીટંળાઈ ગયા.અને એના હોઠ શર્મિલાની ગરદન ઉપર ફરવા લાગ્યા.પોતાની ગરદન પર બ્રિજેશના હોઠોની ભીનાશ શર્મિલા ને મહેસૂસ થતા.એ જાણે બ્રિજેશની બાહોમાં ઓગળવા લાગી.

      પણ તરત એને ભાન થયું કે પોતે અત્યારે કયા અને કઈ સ્થિતિ માં છે.એટલે એણે પોતાના શરીરને બ્રિજેશથી અલગ કર્યુ અને લજામણીના છોડની જેમ સંકોચાતા બોલી.

 "પ્રોમિસ?કેવુ પ્રોમિસ?"

 "એજ કે તમે હવે પછી કયારેય ડ્રગને હાથ નહી લગાડો."

 "ચોક્કસ ઑફિસર.હુ પ્રોમિસ કરું છું કે આજ પછી હું કયારેય ડ્રગની સામે જોઈશ પણ નહી"

 "અને એ તમારા શરીર અને કેરિયર બન્ને માટે સારુ પણ છે."

 "તમારી વાત સાચી છે ઑફિસર."

 "અને મારુ નામ ઑફિસર નહી બ્રિજેશ છે."

 "હુ તમને બ્રિજેશ કહિને જ બોલાવીશ ઓકે ઑફિસર."

(શુ શર્મિલા પ્રોમિસ પાળી શકશે?શુ જયસૂર્યા. શર્મિલા પાસેથી મળેલા આ ડ્રગ વાળી વાતને છુપાવી શકશે,,?વાંચતા રહો*અભિનેત્રી*)