અભિનેત્રી 13*
મેં તો દીવાની હો ગઈ.
પ્યાર મે તેરે ખો ગઈ.
પોતાની જ મૂવી,*ડોલતી નાવ "નુ સુપર હિટ સોંગ શર્મિલાએ પોતાના મોબાઈલ મા રીંગ ટોન તરીકે રાખ્યુ હતુ.જેના વાગવાના કારણે ઘસઘસાટ ઊંઘતી શર્મિલાની નીંદર બગડી.
એણે ફોન ઉપડવાને બદલે કટ કર્યો.અને ફરી ઉંઘવાની કોશિષ કરી.પણ ત્યા ફરીથી રીંગ ટોન વાગી.
મેં તો દીવાની હો ગઈ.
પ્યાર મે તેરે ખો ગઈ.
આ વખતે એણે અણગમા સાથે ફોન હાથમા લીધો સ્ક્રીન પર એના સેક્રેટરી નિર્મલ ઝાનુ નામ દેખાયુ.
એણે નારાજગી ભર્યા સ્વરે પૂછ્યુ.
"ક્યા હુવા?ઈતના સુભા સુભા કયું ફોન કીયા?"
"હેલ્લો મેડમ.હેપ્પી બર્થડે...."
એ હજુ કંઈ આગળ બોલે એ પેહલા શર્મિલાએ એને તતડાવી નાખ્યો.
"આ તો તુ મને પછી પણ કહી શકતો હતો ને?મારી નીંદર બગાડી તે સવાર સવાર મા."
"sorry મેડમ.પણ અત્યારે સવાર નહી. બપોરના બાર વાગવા આવ્યા છે.અને મલ્હોત્રા નો નવ વાગ્યાથી અત્યાર સુધીમાં ત્રણ ફોન આવી ગયા."
મલ્હોત્રા એક પ્રખ્યાત ડાયરેકટર છે.અને એની નવી ફિલ્મ
*હો ગયે બરબાદ* માટે એણે શર્મિલાને સાઈન કરી હતી.
"ક્યુ?શુ થયુ છે એને?"
"મેડમ એને કંઈ થયુ નથી….."
ફરીથી નિર્મલની વાત કાપતા એ ગુસ્સામા તાડુકી.
"તો પછી ફોન શા માટે કર્યો?"
"આજથી લગાતાર ત્રીસ દિવસની આપણે એને ડેટ આપી છે.અને આજે પહેલા દીવસે નવ વાગ્યાની શિફ્ટમા આપણે શૂટિંગ માટે જવાનુ હતુ."
"તુ મલ્હોત્રાને ફોન કરીને કહીદે કે શૂટિંગ આવતી કાલથી સ્ટાર્ટ કરે.આજે હુ મારો બર્થ ડે એન્જોય કરીશ."
"ઓકે મેડમ."
કહીને નિર્મલ ઝાએ ફોન કટ કર્યો અને પછી એણે મલ્હોત્રાને ફોન લગાડયો.
"મલ્હોત્રા સાહેબ.આજે તો મેડમ શૂટ પર નહી આવી શકે.કાલથી આવશે."
"અરે ભઈ.એમ કેમ ચાલશે?સેટનુ દિવસનુ કેટલુ ભાડુ ચડે છે એનો ખ્યાલ છે તમને?મારી મેડમ સાથે વાત કરાવ."
મલ્હોત્રા થોડા ઉંચા અવાજે બોલ્યો.
પણ નિર્મલના અવાજમા નરમાઈ હતી.
"સર.વાતને સમજો.આજે મેડમનો બર્થ ડે છે એટલે તમે કંઈ પણ કરો મેડમ નહી આવે એટલે નહી જ આવે."
"અરે એમ કેમ નહી આવે?કંઈ મજાક છે કે?મારી વાત કરાવ શર્મિલા સાથે.ડેટ જે તમે આપી હતી એ જ મે એકસેપ કરી હતી.હવે તમે મારી શૂટિંગ રખડાવો એ હુ નહી ચલાવી લઉં."
નિર્મલને લાગ્યુ કે મલ્હોત્રા સાથે વધુ વાદ વિવાદ કરવાનો અર્થ નથી.અને એ શર્મિલાને પણ સારી રીતે ઓળખતો હતો.એને ખબર હતી કે એ ફરીથી મેડમને ફોન કરશે તો તો એનુ આવી જ બનશે.એટલે એણે વચલો રસ્તો કાઢયો.એણે શર્મિલાનો નંબર મલ્હોત્રાને ફોરવર્ડ કરીને કહ્યુ.
"મલ્હોત્રા સાહેબ.પ્લીઝ તમે જ મેડમ સાથે વાત કરી લો ને."
"આ પણ ગજબ છે હોં.મેડમની ડેટ સંભળવા નુ કામ તારુ.અને ડેટ આવે ત્યારે મેડમને મનાવવાનું કામ ડાયરેકટરે કરવાનુ?તો તુ સેક્રેટરી છો શો કામનો"
મલ્હોત્રાએ નિર્મલને તતડાવતા કહ્યુ.પણ નિર્મલે એનો શાંતિ પૂર્વક જવાબ આપ્યો.
"સર.મે તમને જયારે ડેટ આપી ત્યારે આજની તારીખે મેડમનો બર્થ ડે આવે છે એ વાત મારી ધ્યાન બહાર રહી ગઈ હતી એ બદલ સોરી.પણ હુ જો ફરીથી મેડમ ને ફોન કરીશ ને તો તો મારુ આવી જ બનશે માટે પ્લીઝ.તમે વાત કરી લ્યો."
"ઠીક છે હુ જ ફોન કરુ છુ."
કહીને મલ્હોત્રાએ ફોન કટ કર્યો.
અને પછી એણે શર્મિલાને ફોન લગાડ્યો.
શર્મિલા માટે તો આ અજાણ્યો નંબર હતો એટલે પહેલી વખતે તો એણે ફોન ઉપાડ્યો નહી.આથી મલ્હોત્રાએ બીજી વાર ટ્રાય કરી.સેમ નંબરથી બીજી વાર રીંગ વાગી.એટલે શર્મિલા એ વિચાર્યું. આજે બર્થ ડે છે એટલે નક્કી કોઈ ફેનનો ફોન હશે એટલે આ વખતે એણે ફોન ઉપડવાને બદલે કટ કર્યો.પણ મલ્હોત્રા કંઈ હિંમત હારે એમ ન હતો.
એણે ત્રીજી વાર ટ્રાય કરી.આ વખતે પણ સેમ નંબરથી ફોન આવેલો જોઈને શર્મિલાનો પિત્તો છટક્યો.એણે ગુસ્સામા ફોન રિસીવ કર્યો.અને લગભગ તાડુકી.
"હેલ્લો.કોણ છે?....."
"હેલ્લો મેડમ.હેપ્પી રિટર્ન ઓફ ધ ડે..."
"થેંકયુ.લેકીન કોન હો આપ?"
એણે ચિડાયેલા સ્વરે પૂછ્યુ.
"હુ મલ્હોત્રા બોલુ છુ મેડમ."
"કોણ મલ્હોત્રા?...."
શર્મિલાથી બોલાય તો ગ્યુ.પણ તરત એને યાદ પણ આવી ગયુ.એટલે એણે પોતાની ભુલ સુધારી લીધી.
"ઓહ્ સોરી.ડાયરેકટર સાહેબ.થેંકયુ.થેંકયુ વેરી મચ."
"મી યોર ડે બી ફિલ્ડ વિથ હેપ્પીનેસ"
"થેંકયુ અગેઇન."
"ઠીક છે શર્મિલાજી આજે એન્જોય કરો પણ પ્લીઝ.આવતી કાલથી નવ વાગે શુટ પર આવી જજો."
મલ્હોત્રાએ વિનંતી ભર્યા અવાજે અને નરમાશ પુર્વક કહ્યુ.જવાબમા શર્મિલાએ કહ્યુ.
"તમે બેફિકર રહો મલ્હોત્રા સાહેબ.કાલથી આપણુ શુટિંગ શરુ થઈ ગયું સમજો."
અને શર્મિલા એ ફોન કટ કર્યો.
થોડીક ક્ષણો એ મનોમન વિચારતી રહી કે પોતાની જુડવા બહેનને એ ફોન કરે યા ના કરે?આજે જેમ શર્મિલાનો જન્મ દિવસ હતો એમજ એની જુડવા બહેનનો પણ હતો.એને પોતાની બહેનને વિશ કરવાની ઈચ્છા હતી.પણ બન્ને બહેનો વચ્ચે બહુ બનતુ ન હતુ.બન્ને જુડવા જરૂર હતી પણ બન્નેના સ્વભાવમાં જમીન આસમાનનો તફાવત હતો.
બન્ને વચ્ચે ભાગ્યે જ વાતચીત થતી.આખરે એણે નક્કી કર્યુ કે એ પોતાની બહેનને આજે વિશ તો જરુર કરશે જ.એણે પોતાની જુડવા બહેનને ફોન લગાડ્યો.
(વાંચક મિત્રો.તમે જાણી જ ગયા હશો કે શર્મિલાની જુડવા બહેન કોણ છે ખરુ ને?હવે શર્મિલાને સામેથી કેવો પ્રતિભાવ મળે છે એ જાણવા વાંચો નેક્સ્ટ એપિસોડ)