અભિનેત્રી 30*
"કહે તો શા માટે તુ આજે દુઃખી છો?"
બ્રિજેશે બીજી વાર પૂછ્યુ.ત્યારે ફરીથી શર્મિલા ની આંખ ભરાઈ આવી.બ્રિજેશે એના ગાલ ઉપર દડી આવેલા અશ્રુઓને લૂછતા પ્રેમ પૂર્વક કહ્યુ.
"આમ રડ્યા કરવાથી મને કેમ ખબર પડશે કે તને શું થયું છે?કંઈક વાત તો કર."
થોડીક વાર લાગી શર્મિલાને સ્વસ્થ થતા.અને પછી નેપકિનથી પોતાની આંખોને લૂછતા એણે પોતાની બહેન ઉર્મિલા સાથે ઘટેલી કથનીને ફેરફાર કરીને સંભાળ પૂર્વક બ્રિજેશને કહેવા લાગી.
"મારી એક ટ્વિન્સ બહેન છે ઉર્મિલા.જે અહીં બીમાનગરમા રહે છે.ત્રણ વર્ષ પહેલા એના લગ્ન થયા.ત્યારે એના લગ્નમા સાળીની હેસિયતથી અમારા રિવાજ મુજબ મે જીજુના શુઝ છુપાવ્યા હતા."
"આવો રિવાઝ તો અમારામા પણ છે."
બ્રિજેશે ટાપસી પૂરી.
"છે ને?અને લગભગ બધી જ જ્ઞાતીઓમા આવા રિવાઝો હોય જ છે.મારી ફ્કત એટલી જ મિશ્ટેક થઈ કે મે જીજુ પાસે એમની ઔકાતથી વધારે પૈસાની માગણી કરી.જે જીજુને પસંદ ન આવી પણ એ ઈચ્છત તો બાર્ગરીંગ કરી શકતા હતા.પણ એમની તો એક પણ રુપિયો આપવાની દાનત જ ન હતી. એટલે એમણે મારી સાથે ઝઘડો શરુ કર્યો."
એ થોડુ શ્વાસ ખાવા થંભી.કોફીનો એક ઘૂંટ ભરતા એ આગળ વધી.બ્રિજેશ એને ધ્યાન પૂર્વક સાંભળી રહ્યો હતો.
"તુ ચોરટી છો.લૂંટારી છો પૈસા પડાવવાના આ બધા ધંધા છે.વગેરે વગેરે એ જેમ ફાવે તેમ બોલવા લાગ્યા.તો પછી મારો મગજ પણ ગયો.અને મારાથી ગુસ્સામા એક ગલતી થઈ ગઈ.મે જ્યા એમના શૂઝ છુપાવ્યા હતા.ત્યાંથી લાવીને ગુસ્સામા એમની ઉપર ફેંક્યા.બસ ખલ્લાસ.આ વાતનુ ઉર્મિલાને માઠું લાગ્યુ.એને એના વરે મને શુ શુ કહ્યુ એ ના સંભળાયું પણ મેં એમના પર શૂઝ ફેંક્યા એ બરાબર દેખાયુ. અને એણે પહેલા તો મારા ગાલ પર એક જોરદાર લાફો ઝીંક્યો.અને પછી મારો ઉધડો લેતા બોલી.તારામાં અક્કલ જ નથી કોઈની સાથે કેમ વર્તવું એની તને ગતાગમ નથી.આજ થી તારે અમારી સાથે કોઈ સંબંધ રાખવો નહીં. તુ તારા રસ્તે અને હુ મારા રસ્તે કહીને એ એના માટે મમ્મીએ લીધેલો મરોલના ઘરે ચાલી ગઈ."
આટલુ બોલીને શર્મિલાએ ફરી એક ડૂસકું ભર્યું. "આટલી નાની વાતમા આટલો બધો હંગામો?"
બ્રિજેશ હમદર્દી ભર્યાં સ્વરે બોલ્યો.પછી એણે પ્રશ્ન કર્યો.
"આ વાતને તો ત્રણ વર્ષ થઈ ગયા.તો તુ આજે કેમ દુઃખી છો?"
બ્રિજેશનો પ્રશ્ન જાણે સંભળાયો જ ન હોય તેમ શર્મિલા જાણે પોતાની જ સાથે વાત કરતી હોય એમ બોલી.
"ઉર્મિ અને જીજુની સુહાગરાત માટે અમારા જ ફ્લેટમાં એક રુમ શણગારી રાખ્યો હતો.એ રુમ એમજ પડ્યો રહયો અને એ બન્ને ચાલ્યા ગયા.મમ્મી પપ્પાએ પણ એમને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા પણ વ્યર્થ.હા મેં ક્યારેય એમને મનાવવાની કોશિષ નથી કરી.ગયા વર્ષે મમ્મી અને પપ્પા કલકત્તા જવા નીકળ્યા હતા અને એ ટ્રેન નુ એક્સિડન્ટ થતા એ બન્ને...."
કહેતા શર્મિલાનુ હૈયુ ભરાઈ આવ્યુ અને એ ફરીથી રડવા લાગી.
"ઓહ્!સોરી"
કહીને બ્રિજેશ શર્મિલાની પીઠ પર હાથ પસરાવવા લાગ્યો.અને હાથ પસરાવતા એ બોલ્યો.
"કંચનજંઘા એક્સ્પ્રેસ.એમા તો ઘણા બધા પેસેન્જરો હતાહત થયા હતા."
બ્રિજેશના અવાજમાં ગમગીની હતી.
શર્મિલા એક નિઃસાસો નાખતા આગળ બોલી.
"પહેલા તો મમ્મી પપ્પા સાથે હતા તો સધિયારો હતો.એમના ગયા પછી ઉર્મિલા સીવાય હવે મારુ કોણ છે એમ વિચારીને મેં પરમ દિવસે અમારા બર્થડેના ઊર્મિને ફોન કરીને વિશ કર્યુ.મારી કોઈ ગલતી ન હતી છતા એને સોરી પણ બોલી.અને હા એણે મને માફ પણ કરી દીધી."
શર્મિલાએ આટલી બધી વાત કરી પણ બ્રિજેશને હજી સમજાયુ ન હતુ કે શર્મિલા દુઃખી શા માટે હતી?
"ઉર્મિલાએ તો તને માફ કરી દીધીને તો તુ દુઃખી શા માટે છો?"
"એણે મને કહ્યું હતુ કે હુ એને મળવા એના ઘરે જાઉ.તો આજે એના ઘરે એને મળવા ગઈ જીજુ ઘરે ન હતા.એકાદ કલાક એની પાસે બેઠી.વરસો પછી બહેનને મળ્યાનો આનંદ લઈને હુ એપાર્ટમેન્ટની નીચે ઉતરી અને પાર્કિગમાં જીજુ મળ્યા...."
ફરીથી એની આંખો માથી ગંગા જમના વહેવા માંડી.હવે બ્રિજેશને ખયાલ આવ્યો કે મોંકાણ તો અહીં થઈ લાગે છે એ ઉત્સુકતા થી બોલ્યો.
"શુ થયુ શર્મી?બોલ શુ થયું હતુ પાર્કિગમાં?"
(અહીં શર્મિલા કઈ સ્ટોરી કહે છે બ્રિજેશને? વાંચો નેક્સ્ટ એપિસોડ મા)