અભિનેત્રી 67*
એ ખૂની હવે હોલમા આવ્યો.અને બેહોશ પડેલી શર્મિલાને પોતાની બાહોમાં લઈને બેસેલા બ્રિજેશ ઉપર એજ લોહી નીતરતી છરી વડે એણે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો.
ખૂનીએ બ્રિજેશની પીઠ પાછળથી બ્રિજેશ ઉપર હુમલો કરવા પોતાનો છરી વાળો હાથ ઉગામ્યો.અને બરાબર એજ વખતે સુનીલે પોતાના ઘરમાં પગ મૂક્યો.એણે દોડીને ખુનીનું કાંડુ પકડી લીધુ.બ્રિજેશે ગભરાઈને પાછળ જોયુ તો કોન્સ્ટેબલ જયસૂર્યાના હાથમા છરી હતી અને સુનીલના હાથમા જયસૂર્યાનુ કાંડુ.
બ્રિજેશ અવાક થઈ ગયો.જયસૂર્યાને આ રુપમાં જોઈને.જેને પોતે પોતાનો મોટો ભાઈ સમજીને માન આપતો હતો.જેનો પોતે ઉપરી હોવા છતાં જેની હંમેશાં સલાહ સૂચનો લેતો હતો.જેનો એ અત્યંત આદર કરતો હતો.
એ જયસૂર્યા અને ખૂની?
શર્મિલાને ફર્શ પર સુવરાવીને એ ચપળતાથી ઉભો થયો.અને સુનીલ સાથે મુકાબલો કરતા જયસૂર્યાના હાથમાંથી એણે છરી પડાવી લીધી.
"જયસૂર્યા ભાઈ તમે અને ખૂની?મને ફૉન પર શર્મિલાએ કહ્યુ હતુ કે એને તમારા ઉપર શક છે.પણ મે તેની વાત માની ન હતી.શા માટે જયસૂર્યા ભાઈ?તમે આવુ પગલુ ભર્યું આખર શા માટે?"
"આ.આ નાગણ મને બ્લેકમેઇલ કરવા માંગતી હતી."
જયસૂર્યાએ ઉશ્કેરાટ પૂર્વક કહ્યુ.
"બ્લેકમેઇલ?તમને?કેવી રીતે?"
એકી સાથે ત્રણ સવાલ પૂછી નાખ્યા બ્રિજેશે.
"તમને યાદ છે સર?પહેલા આણે તમને પોતાની પ્રેમજાળમાં ફાસ્યા અને તમને કહ્યુ હતુ કે મારુ ગેરકાનુની કામ કરશો?અને તમે સ્પષ્ટ ના પાડી ને આનાથી દુર થઈ ગયા હતા."
"હા.આ સાચુ છે.તો?"
"પછી આણે મને પોતાની માયાજાળમા લપેટ્યો.અમારી વાતચીતનુ એણે રેકોર્ડિંગ કર્યું.અમારી પ્રણય ક્રીડાનો આ મેડમે વિડિઓ બનાવ્યો અને પછી મારી સામે એણે એજ પ્રશ્ન મૂક્યો.કે હુ એના માટે ગેરકાનૂની કામ કરું. નહીતો એ વિડિઓ.એ રેકોર્ડિંગ એ મારા ઘરે અને પોલીસ સ્ટેશનમાં મોક્લી દેશે."
"શુ હતુ એ ગેરકાનૂની કામ?"
બ્રિજેશે પૂછ્યુ.
"આપણે પહેલી વાર એની પાસેથી એમડી જપ્ત કર્યું હતુ યાદ છે?"
"હમમ.યાદ છે."
"બસ એ એમડી એને પરત જોઈતુ હતુ.અને મેં એને એ પરત કર્યું પણ..."
"પછી?"
"ચાર જ દિવસ પછી એણે મને ફરી ફરમાઈશ કરી કે મારે તેને દર અઠવાડીએ આટલુ ડ્રગ્સ લાવી આપવાનુ..અને આ મારી ઔકાતની બાહરની વાત હતી.મેં એને હાથ જોડીને કહ્યુ કે મેડમ.હુ આ નહી કરી શકુ.તો આની ધમકી તૈયાર જ હતી.કે વિડિઓ હુ પબ્લિશ કરી દઈશ.એટલે આના પંજા માંથી છૂટવા મે જગ્ગુને બે લાખ રૂપિયાની સુપારી આપી.પણ જગ્ગુએ આના બદલે આની બહેનની હત્યા કરી નાખી.મે જ્યારે ઉર્મિલાનો મોબાઈલ ચેક કર્યો ત્યારે ખબર પડી કે જેનુ મર્ડર થયું એ તો ઉર્મિલા હતી.અને હુ સમજી ગયો કે અહીં જે છે તે શર્મિલા છે એટલે આને ખતમ કરવા માટે હુ અહી આવ્યો."
જયસૂર્યાએ પોતાનુ બયાન પુરુ કર્યું તો બ્રિજેશે નિઃસાસો નાખતા કહ્યુ.
"એક ગેરકાનૂની કામથી બચવા તમે હત્યાઓ કરવા લાગ્યા ભાઈ?તમે મારી સાથે વાત કરી હોત તો આપણે એનુ સારુ સોલ્યુશન કાઢી શક્યા હોત."
બ્રિજેશે કચવાતા મને જયસૂર્યાને હથકડી પહેરાવી.
અને શર્મિલાને એમ્બ્યુલન્સ દ્વારા બ્રહ્મા કુમારી હોસ્પિટલમા પહોંચાડી.
જયસૂર્યાના બયાન સાંભળીને શર્મિલા માટે જે એના મનમા લાગણીઓ હતી એ બધી પસ્ત થઈ ગઈ હતી.છતા બીજા દિવસે એ બ્રહ્મા કુમારી હોસ્પિટલમાં એની ખબર કાઢવા ગયો.
શર્મિલા છાતી ભેર બેડ પર સુતી હતી.ઘણો જ લાંબો ઘા એના શોલ્ડરથી લઈને પીઠ સુધી લાગ્યો હતો અને ત્યા ડોક્ટરે ટાંકા લેવા પડ્યા હતા.શર્મિલા ભાનમાં તો આવી ગઈ હતી.પણ રક્ત ઘણુ વહી જવાના કારણે એનો ચહેરો સફેદ પડી ગયો હતો.
"મેં તને શુ સમજી.અને તુ શુ નિકળી."
બ્રિજેશ નિરાશ સ્વરે બોલ્યો.
જવાબમા શર્મિલાએ ત્રુટક ત્રુટક સ્વરમા કહ્યુ.
"હુ.હુ બહુ જ ખરાબ છુ બ્રિજેશ.મને બની શકે તો માફ કરજે.હુ ખરેખર તારા લાયક તો નથી જ.અને હુ તને એમ પણ નહિ કહુ કે મને તુ અપનાવી લે કારણકે મેં તારી સાથે ઘણો મોટો વિશ્વાસઘાત કર્યો છે.પણ પણ મેં પોતે મારા મનથી નક્કી કર્યું છે કે હુ હવે ઇન્ડસ્ટ્રી છોડી દઈશ.અને એક હાઉસ વાઈફ બનીને રહીશ..."
બ્રિજેશ શર્મિલાની આંખોમાં જોઈ રહ્યો.એને શર્મિલાની આંખોમાંથી અશ્રુની સાથે સાથે સચ્ચાઈ પણ છલકાતી દેખાઈ.
બ્રિજેશે પોતાના નીચલા હોઠ ઉપર પોતાના ઉપલા દાંત દબાવ્યા.અને પછી શર્મિલાની દાઢીને બે આંગળીથી સ્પર્શ કરીને એ બોલ્યો.
"તુ પહેલા સ્વસ્થ થઈ જા.પછી તે એક કોન્સ્ટેબલને બ્લેક મેઈલ કરવાની જે કોશિષ કરી હતી એની કાનૂની કાર્યવાહી માંથી પસાર થઈ ને જે સજા મળે એ ભોગવીને પાછી આવ.હુ તારી રાહ જોઈશ શર્મી."
શર્મિલા વહેતી નજરે બ્રિજેશને જોઈ રહી. શર્મિલાના વહેતા આંસુ બ્રિજેશની આંગળી ઓને ભીંજવવા લાગ્યા.અને આ કોઈ અભિનેત્રીનો અભિનય ન હતો.
એક સ્ત્રીના હૃદયની સચ્ચાઈ હતી.
સમાપ્ત
,(વાંચક મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી જણાવશો.)