અભિનેત્રી 60*
જયદેવે રંજનના બેડરૂમના બારણા જોશભેર ખખડાવ્યા.રંજને દોડીને દરવાજો ખોલ્યો.
"શુ છે પપ્પા?આ કોઈ રીત છે બોલાવવાની?"
"શુ કર્યું તે આ હરામી?"
રંજનને જયદેવના ગુસ્સાની કંઇ સમજ ન પડી.એણે પણ સામે તાડુકતા પૂછ્યુ.
"ગાળો કાં આપો છો?શુ થયુ છે એ કહોને."
"શર્મિલા સાથે શુ કર્યું તે?"
જયદેવનો શ્વાસ ફૂલી રહ્યો હતો.
"મેં ફ્કત એને ધમકાવી છે.મારા છોકરાઓએ એની કારનો ફ્રંટ કાચ તોડ્યો છે.અને એ સીધી રીતે આપણુ શૂટિંગ પુરુ નહી કરે તો આગળ શુ કરશુ એવી ધમકી એને આપી છે."
રંજને શાંતિ પુર્વક કહ્યુ.કારણકે એને હજી ખબર પડી ન હતી કે શર્મિલાની હત્યા થઈ છે.
"અરે નાલાયક.તારા એ ગુંડાઓએ એ છોકરીને પતાવી દીધી છે.હવે આપણી મૂવીનું શુ થાશે?"
જયદેવને પોતાની મૂવીની ફિકર હતી.એટલે એ કપાળ ફૂટતા બોલ્યો.
"ઈમ્પોસિબલ.હુમલો થઈ ગયા પછી મેં ખુદ શર્મિલા સાથે વાત કરી હતી.અને એના અવાજ પરથી એ હુમલાથી ડરી ગઈ હોય એવુંય લાગતુ ન હતુ.તમને કોણે કહ્યું કે......"
"ટીવી પર ન્યુઝ ચાલી રહ્યા છે એવુ મલ્હોત્રાએ કહ્યુ."
"ચાલો જોઈએ."
બન્ને બાપ દિકરો લિવિંગ રૂમમાં આવ્યા અને રંજને ટીવી ઓન કર્યું.
"ખૂનીને કોનસે ઇરાદે સે શર્મિલાકા ખૂન કિયા હે યે એક પહેલી હે.ક્યોકે ધરસે કોઈ ચીજ ચોરી નહિ કી ગઈ હે.ખૂનીને ઘરકી કિસીભી ચીઝ કો હાથ તક નહી લગાયા હે.વો સિર્ફ ઓર સિર્ફ હત્યા કે ઈરાદે સે શર્મિલા કે ઘર મે ઘુસા થા."
ન્યુઝ જોઈને હવે રંજનના ગાત્રો પણ શિથિલ થઈ ગયા.
"પપ્પા.કોણ હશે એ?અને શા માટે એણે હત્યા કરી હશે?"
રંજનના પ્રશ્નથી જયદેવ વધુ ખિજાયો.
"હવે મને શુ ખબર?મને તો હજુ તારા પર જ શંકા છે કે આ હત્યા તેજ કરાવી હશે.હુ તારી રગેરગથી વાકેફ છુ.એ છોકરીએ તારી આગળ નમતુ ન જોખ્યુ એટલે તે એને....."
જયદેવ બોલતા બોલતા પોતાની બન્ને હથેળી માં ચહેરો છુપાવીને રડી પડ્યો.
"બોલો મલ્હોત્રા.એ દિવસે શુ થયુ હતુ શૂટ ઉપર?અને યાદ રાખજો જુઠ્ઠું બોલવાનો પ્રયાસ પણ ન કરતા."
મલ્હોત્રા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો કે તરત બ્રિજેશે એને રિમાન્ડ પર લેતાં કહ્યું
"સર.રંજન શર્મિલા મેમને.એટલે એના શરીરને પસંદ કરતો હતો.એ ગમેતેમ કરીને એને હાંસિલ કરવા માંગતો હતો.એ દિવસે મ્યુઝિક પર ડાંસનુ શૂટ હતુ શર્મિલાની પાછળ ઉભા રહીને એના બાજુઓ પકડીને રંજને સ્ટેપ કરવાના હતા.અને એ ડાંસ કરતા કરતા જાણી જોઇને એના બ્રેસ્ટને અડપલા કરતો હતો. એટલે શર્મિલાએ ક્રોધે ભરાઈને એને થપ્પડ મારી હતી.અને રંજને એને જોઈ લેવાની ધમકી આપી હતી."
મલ્હોત્રાએ બ્રિજેશને જે સત્ય હતુ.એ કહી દીધુ.
"એટલે બની શકે કે આ હત્યામાં રંજન હોઈ શકે?ખરુ?"
"એ બહુ જ જક્કી.અને માથા ફરેલ છોકરો છે. બની શકે કે આ કત્લ એણે કરાવ્યુ હોય."
મલ્હોત્રાએ પેટ છૂટી વાત કરી.એને રજા આપતા બ્રિજેશ બોલ્યો.
"અત્યારે તમે જઈ શકો છો મલ્હોત્રા.પણ શહેર છોડીને ક્યાંય નહીં જતા.જ્યારે તમારી જરુર પડશે ત્યારે તમને પાછા બોલાવીશું."
"ઠીક છે સાહેબ."
મલ્હોત્રાને રવાના કરીને બ્રિજેશ રંજનના ઘર તરફ નીકળ્યો.
રંજનને પણ હથકડી પહેરાવીને બ્રિજેશ પોલીસ સ્ટેશન લઈ આવ્યો.અને પોતાની સામે બેસાડીને એણે કરડાકીથી પૂછ્યુ.
"શર્મિલાનુ મર્ડર શા માટે કર્યું?"
રંજને મક્કમતાથી ઇન્કાર કરતા ઘાંટો પાડતા કહ્યુ.
"મેં કહ્યું ને કે મેં નથી કર્યું એનુ મર્ડર."
રંજનનો ઘાંટો બ્રિજેશને જરાય પસંદ ન આવ્યો.એકતો મલ્હોત્રાએ કહ્યુ હતુ કે શર્મિલા સાથે રંજને શૂટિંગ વખતે અડપલા કર્યા હતા. એ સાંભળીને જ એની કમાન છટકેલી હતી. એણે ખેંચીને એક લપડાક એના ચેહરા ઉપર લગાવી.
ગાલ ઉપર તમાચો પડવાથી રંજન સ્તબ્ધ થઈ ગયો.પોતે એક પૈસા પાત્ર પ્રોડ્યુસરનો પુત્ર હતો અને એની ઉપર કોઈ આ રીતે હાથ ઉપાડે એ એના માન્યામાં આવતું ન હતુ.તમાચો મારીને દાંત ભીંસતા બ્રિજેશ બોલ્યો.
"અવાજ નીચો રાખ નીચના...શૂટના બહાને એક સ્ત્રીના અંગો સાથે અડપલા કરવા એ એક અપરાધ છે.એ સ્ત્રીને જોઈ લેવાની ધમકી આપવી એ પણ એક અપરાધ છે."
કહીને બ્રિજેશે બીજી થપ્પડ મારવા હાથ ઉંચો કર્યો.તો રંજને હાથ જોડતા કહ્યુ.
"ઇન્સ્પેક્ટર.પ્લીઝ મારી વાત સાંભળો."
"જલ્દી બોલ."
"મેં.મેં શર્મિલાને ડરાવવા એની કાર પર સાડા દસ વાગ્યે હુમલો કરાવ્યો હતો.એ સાચુ છે પણ.પણ એના મર્ડર સાથે મારે કોઈ લેવા દેવા નથી."
(બ્રિજેશને પાકી ખાત્રી હતી કે શર્મિલાની હત્યા સુનીલ અથવા રંજને કરી છે.તમને શુ લાગે છે વાંચકો?)