Abhinetri - 15 in Gujarati Crime Stories by Amir Ali Daredia books and stories PDF | અભિનેત્રી - ભાગ 15

Featured Books
Categories
Share

અભિનેત્રી - ભાગ 15

અભિનેત્રી ,15*
                        
        શર્મિલા એ ફોન કટ કર્યો.અને થોડીવાર પોતાનુ માથુ પોતાની બન્ને હથેળીઓમાં જકડી ને જરાવાર સાવ શૂન્ય અવસ્થામા બેસી રહી.
   ગુસ્સાથી એની આંખોં લાલ ચટક થઈ ગઈ હતી.પોતાની સહયોદરને મળતા પોતાને કોણ રોકી શકે?એણે મન મક્કમ કર્યું.અને મનોમન નક્કી કર્યું કે એ જશે.જરૂર જશે.એને પોતાની સગી બહેનને મળતા કોઈ તાકાત નહિ જ રોકી શકે.
     શર્મિલા એ ઘડિયાળમાં નજર નાખી તો બપોરના બે થવા આવ્યા હતા.એને કકડીને ભૂખ પણ લાગી હતી તેથી એણે પહેલા સ્વીગી થી પોતાના માટે પોતાની ફેવરિટ ડીશ મચ્છી કરીનો ઓર્ડર કર્યો.અને મચ્છી કરી આવે ત્યાં સુધીમાં પોતે સ્નાન કરીને ફ્રેશ પણ થઈ જશે. એમ વિચારીને એ બાથરૂમમાં ગઈ.અને એક પછી એક પોતાના આંતરવસ્ત્રો ઉતારીને એણે શાવર ચાલુ કર્યો.
અને શાવર લેતા લેતા એ ભૂતકાળની ભૂતાવળ મા એ સરી પડી.......
......."શર્મી.આલે તારા બર્થડે માટે આ તારી ગિફ્ટ."
 એની મમ્મી મુનમુને પિંક કલરનુ એક સુંદર ફ્રોક એના હાથમાં મુક્યુ.ફ્રોકનો પિંક કલર અને ફ્રોકની સુંદર ડિઝાઇન જોઈને અગિયાર વર્ષની શર્મિલા ખુશ મ ખુશ થઈ ગઈ.અને. 
 "થેન્ક્યુ.મમ્મી."
 કહીને મમ્મીના ગાલ ઉપર એક ચુંબન કરીને એ ફ્રોક લઈને પોતાના રૂમમાં દોડી ગઈ.તો ત્યાં ઉર્મિ પોતાને બર્થ ડે પર મળેલુ બ્લુ રંગનું ફ્રોક પહેરીને પોતાનું માથું અરીસા સામે ઊભી ઉભી ઓળી રહી હતી.જેવી શર્મિલા બેડરૂમમાં આવી અને એની નજર ઉર્મિલાના બ્લુ રંગના ફ્રોક ઉપર પડી.તો એને ઉર્મિલાનું ફ્રોક પોતાના પિંક કલરના ફ્રોક કરતા વધુ સુંદર લાગ્યું. 
બન્ને હતી તો જુડવા બહેનો પણ બન્ને બહેનોમાં જમીન આસમાનનો તફાવત હતો.ઉર્મિલા જેટલી શાંત અને સરળ સ્વભાવની હતી. શર્મિલા એટલી જ માથા ભારે અને ઉલટા સ્વભાવની હતી.એને હમેંશા પોતાને મળેલી વસ્તુ કરતા ઉર્મિલાને મળેલી વસ્તુ જ વધુ પસંદ આવતી.અને એ.એ વસ્તુ એન કેન પ્રકારેણ હાંસિલ કરી જ લેતી.
  ઉર્મિલાના બ્લ્યુ ફ્રોકને જોતા વેંત જ એ ફ્રોક એની નજરમાં વસી ગયુ.પછી એ કંઈ મૂકે?
   શર્મિલા પોતાના બંને હાથ પોતાની કમર ઉપર રાખીને ઉર્મિલાની સમક્ષ ઉભી રહી.અને નૈણા નચાવતા બોલી.
   "ઓહો.હો.એય મહારાની.કેમ મારું ફરાક પેર્યું તે હૈ?ચલ કાઢ એને.અને આલે તારુ આ ફરાક પહેર."
આમ કહીને એણે પોતાને મળેલું પિન્ક ફ્રોકનો ઉર્મિલા તરફ ઘા કર્યો.
 "મને.મને આ મમ્મીએ આપ્યું છે શર્મી." ઉર્મિલા ખચકાતા ખચકાતા બોલી.
 "હા તો ભલે આપ્યુ.પણ મને એ ગમે છે એટલે હું જ એ પહેરીશ.સમજી?ચાલ હવે ફટાફટ કાઢ એને."
 અને ત્યા જાણે ચકલીનો ગણગણાટ થતો હોય તેમ 
  "ચિં.ચિં.ચિં.ચિં."
 ના શોર વાળી ડોર બેલ વાગી.અને એની ભૂતકાળની તંદ્રા તૂટી.એણે ઝાડપથી શાવર બંધ કર્યું.અને ભીના શરીરની ઉપર જ ગાઉન પહેરીને એણે દ્વાર ખોલ્યુ તો સ્વિગી વાળો એનું પાર્સલ લઈને ઉભો હતો.એણે સ્માઈલ આપીને.
 "થેંકયુ"
 કહ્યુ.અને પાર્સલ ડિલિવરી બોયના હાથમાથી લઈને દરવાજો પાછો બંધ કર્યો.પછી ટોવેલથી પહેલા પોતાના સુંવાળા શરીરને એણે લૂછયું. અને ફરીથી એણે ગાઉન પહેર્યું.અને મચ્છી કરીને ઈન્સાફ આપવા બેઠી.ફ્રીઝમાંથી નાની સ્પ્રાઇટની બોટલ પણ એ સાથે લઈને બેઠી હતી.કારણકે એ મચ્છી કરી હમેશા સ્પાઇસી જ મંગાવતી.પછી એ ખાતી જાય સ્પ્રાઈટ પીતી જાય અને સીસકારા કરતી જાય.
  જમી લીધા બાદ એની આંખો ઘેરાવા લાગી. રાત્રે બ્રિજેશ સાથે પલંગ પર રમાયેલા પ્રેમરાસ નો થકવાડો હવે ખાધા પછી એની આંખોમા વર્તાવા લાગ્યો હતો.પાંપણો ભારે ભારે લાગવા માંડી હતી.આથી એણે પલંગ ઉપર પોતાના શરીરને પડતુ મુક્યુ.અને પલંગ પર પડતા જ એની આંખ લાગી ગઈ….. 
 "શર્મી.એય શર્મી."
"શુ.શુ છે?"
 "આટલી દુર કાં ઉભી છો?થોડીક નજદીક આવને."
 "ઉંહુ.હુ તારાથી દુર જ સારી."
 "કેમ આમ બોલે છો રાણી?"
 "મને.મને તારાથી ડર લાગે છે બિરજુ."
 "અરે!હુ કંઇ વાઘ બાઘ નથી.કે તને ખાઈ જઈશ."
 "તુ મને ખાઈ જઈશ એનો મને જરાય વાંધો પણ નથી."
 "તો પછી શેનો ડર લાગે છે?"
"તારી વર્દીનો.ગમે તેમ પણ તુ પોલીસ ખરો ને...........”
   મેતો દીવાની હો ગઈ.
    પ્યારમે તેરે ખો ગઈ.
 શર્મિલાના ફોનની રીંગ વાગતા જ શર્મિલાની ઉંઘ ઉડી ગઈ.અને બ્રિજેશ એના સપનામાંથી ફુર થઈ ગયો.

 (શા માટે હતો શર્મિલાને વર્દીનો ખૌફ?શુ એ ઉર્મીલાને મળી શકશે?વાંચતા રહો અભિનેત્રી)