અભિનેત્રી ૨*
ઉર્મિલા એ સવારમા ઉઠતા વેંત આખા ઘરને જાણે માથે લીધુ.
"સુનીલ.પ્લીઝ ઉઠ ઉભો થા યાર.દસ વાગવા આવ્યા.મારે બહેરામ ભાઈને રાખડી બાંધવા જવુ છે."
"તો તુ જાને મને નિરાંતે સુવા દે.ડિસ્ટર્બ ના કર મને."
સુનીલે ચાદર માથા સુધી ખેંચતા કહ્યુ.
"શુ ડિસ્ટર્બ ન કર?થોડી વારમાં મોટા બહેન નહી આવે તને રાખડી બાંધવા?ચલ ઉભો થા હવે."
ઉર્મિલા સુનીલને તતડાવતા બોલી.
આ વખતે સુનીલને ના છૂટકે ઉર્મિલાના હુકમને તાબે થવુ પડ્યુ.એણે પોતાનાં શરીર પર થી ચાદર હટાવીને દુર ફગાવતા કહ્યુ.
"ઊર્મિ.હુ શુ કવ છુ....?"
સુનીલ કાંઈક અગત્ય lની વાત કહેવા માંગતો હશે એમ ધારીને ઉર્મિલા કમર પર હાથ મૂકીને પલંગ પાસે આવીને ઉભી રહી.કે તરત સુનીલે પોતાનો હાથ લંબાવ્યો અને ઉર્મિલાને બિસ્તર ઉપર ખેંચી લીધી.
ઉર્મિલા હડબડાટથી લગભગ ચીખી ઉઠી.
"હાં.હાં.હાં.છોડ હવે શુ.શુ કરે છે?"
પણ સુનીલે એના ચિખવા પર ઘ્યાન આપવા ના બદલે.એના પહોળા થયેલા હોઠો પર ઘ્યાન આપ્યુ.અને એણે પોતાના હોઠોને ઉર્મિલાના હોઠ પર મૂકી દીધા અને મજેથી એ ઉર્મીના હોઠને ચૂસવા લાગ્યો.
ઉર્મિલા સુનીલની બાહોની પકડમા છટપટાતા બોલી.
"આના સીવાય તને બીજા કોઈ કામ ધામ સુજે છે કે નહી?અડધી રાત સુધી મસ્તી કરી છતા પેટ ભરાતુ નથી?"
"અરે.તુ તો છો જ મારી ખાટી મીઠી વાનગી. જેટલી તને ખાવ છુ એટલી મારી ભૂખ વધતી જ જાય છે."
પોતાના આલિંગનની પકડને વધુ મજબૂત કરતા સુનીલ બોલ્યો.
"હા ભઈ.ઠીક છે પણ આજે તહેવારના દિવસે થોડુ ઘ્યાન રાખ.મોટા બેન તને રાખડી બાંધવા આવે એ પહેલા હુ બહેરામ ભાઈને રાખડી બાંધી ને આવી જવ."
"એક બે મિનિટ હજી તારા અધરનો સ્વાદ લેવા દે ડાર્લિંગ."
આમ કહી સુનીલ ફરી એકવાર ઉર્મિલાના હોઠ ઉપર પોતાના હોઠ મૂકવા જતો હતો.ત્યા ડોરબેલે એના રંગ મા ભંગ નાખ્યો.
ટિંગ ટોંગ.
ડોરબેલનો અવાજ સાંભળીને સુનીલનુ મોં જોવા જેવુ થઈ ગયુ.એ મોઢુ બગાડતા બબડ્યો.
"હવે આ કોણ ગુડાણુ અત્યાર મા?"
"જરા બોલવામા ઘ્યાન રાખ."
ઉર્મિલા સુનીલને ઠપકો આપતા બોલી.
"મોટા બેન આવી ગયા લાગે છે.જા તુ બાથરુમ મા જઈને ફ્રેશ થઈ આવ હુ બારણુ ઉઘાડીને જોવ છુ કે કોણ આવ્યુ છે"
સુનીલ કચવાતા મને બાથરુમ તરફ ગયો.
અને ઉર્મિલા દરવાજા તરફ.
ઉર્મીએ બારણુ ખોલ્યુ તો સામે બહેરામ અને એની વાઈફ મહેર ઉભા હતા.
ઉર્મિલાએ બન્નેને જોઈને સરપ્રાઈઝ થતા બોલી.
"વાઉ.શુ વાત છે?હુ તો તમારે ત્યા આવવાની તૈયારી કરતી હતી."
"પન મુને ખબર છે ને કે બનેવીને આજ છુટ્ટી હોવાની.તો એ તો આરામથી જ જાગશે.અને તેવાર છે તો મારી બેન ને બીજા પન પ્લાનિંગ હોઈશે.તો મે વિચાર્યુ કે ચલ મે જ જઈ આવુ બેનને તા."
ઉર્મિલા એ પહેલા બહેરામની આરતી ઉતારી પછી માથે ટીકો લગાડ્યો અને હાથમા રાખડી બાંધીને ભાઈના દુખણા લીધા અને મોઢુ મીઠુ કરાવતા બોલી.
"ઈશ્વર મારા ભાઈની રક્ષા કરે."
"એતો હવે મારી બેને રાખલી બાંધી એટલે કલવી જ પડહે કયા જવાનો."
પછી પોતાની પત્નીને ઉદ્દેશીને બોલ્યો.
"મહેર.લાવતો બેન માટે સારી લાયા તે દેખાડ તો બેન ને."
"અરે ભાઈ એની શુ જરુર હતી રાખડી બાંધી એટલે ગિફ્ટ આપવુ જ પડે એવુ નથી."
ઉર્મિલા એ નારાજગી વ્યક્ત કરતા કહ્યુ
"મારી બેન નારાજ થઈ ગઈ?"
"તો શુ?દર વર્ષે ગિફ્ટ નો હોય.?"
"કંઈ નઈ.નેકસટ યેરે નઈ આપુ બસ?એલી. મેહર.બેનની પસંદની પેલી ચીજ તો આપ બેનને."
"હવે બીજુ શુ લાવ્યા?"
ઉર્મિલાએ પૂછ્યુ.
જવાબ આપવાના બદલે મહેરે એક પડીકુ ઉર્મિલાના હાથમા પકડાવ્યુ.
પડિકુ જોઈને ઉર્મિલા ખુશીથી ઉછળી પડી.
"મારી ફેવરીટ જલેબી.તમને બરાબર યાદ રહે છે ભાઈ?"
"શુ કામને યાદ ન રે?મારી મીઠી બેનની મીઠી મીઠાઈ હુ થોડે ની ભૂલી જવાનો."
એક બીજાને સગા ભાઈ બહેનની જેમ પ્રેમ કરતા પારસી બહેરામ અને બંગાળી ઉર્મિલાની વાત ઘણી દિલચસ્પ છે.
(શુ કહાણી છે બહેરામ અને ઉર્મિલાની વાંચતા રહો )