અભિનેત્રી 65*
હરીશ બહેરામને સુનીલને રાખ્યો હતો એ કસ્ટડીમાં લઈ આવ્યો.કસ્ટડીનો દરવાજો ખોલીને એણે કહ્યુ.
"પાંચ મિનિટનો સમય આપ્યો છે ઇન્સ્પેક્ટરે તમને જે કંઇ વાતચીત કરવી હોય તે કરી લો."
"સુનીલભાઈ આ.આ.આ બધુ શુ થઈ ગયુ?"
પોલીસ કસ્ટડીમા દાખલ થઈને.સુનીલને મળતા વેંત બહેરામ ગળગળા સ્વરે સુનીલના હાથોને પોતાના હાથમાં લઈને બોલ્યો.
"હું નિર્દોષ છું બહેરામ ભાઈ.મેં શર્મિલા નુ ખુન નથી કર્યું."
સુનીલે પોતાનો બચાવ કરતા કહ્યુ.
પણ સુનીલની વાત સાંભળીને બહેરામ હથેળી માં ચહેરો છુપાવીને પોક મૂકીને રડવા લાગ્યો. બહેરામને આમ અચાનક ધ્રુસ્કે ધ્રુસ્કે રડતા જોઈને સુનીલને આશ્ચર્ય થયુ.એણે ફરીથી કહ્યુ.
"હું.હું સાચુ કહુ છુ બહેરામ ભાઈ મેં..."
ત્યારે સુનીલને અધવચ્ચે અટકાવીને બહેરામ રોતા રોતા બોલ્યો.
"હુ જાનુ છુ સુનીલ કે આ મર્ડર તુમે નથી કર્યું…પન..પન તમે એ પન નથી જાનતા કે જેનુ મર્ડર થયુ છે તે શર્મિલા નથી પન…”
એ આગળ બોલી ન શક્યો.એને આમ અટકેલો જોઈને સુનીલે પૂછ્યુ.
“પણ શુ?”
“એ મારી બેન ઉર્મિલા છે.."
બહેરામે ઘટસ્ફોટ કર્યો.
"શુ.ઉ..ઉ."
જબ્બરજસ્ત આઘાત લાગ્યો સુનીલને.આંખો ફાડીને એ બહેરામને જોઈ રહ્યો.
એને ઇન્ફિનિટી મોલ માથી લાવેલો ડ્રેસ દેખાડતી શર્મિલા યાદ આવી ગઈ.પોતાને પૂરેપૂરી ખાત્રી હતી કે ઉર્મિ આવો ડ્રેસ તો ન જ પહેરે અને છતા પણ પોતે કેવો એની વાતમા ભોળવાઈ ગયો હતો.
"કેવી લાગીશ તુ આ ડ્રેસમાં?"
પોતે કરેલા સવાલનો એણે જવાબ આપ્યો હતો.
"કેવી લાગીશ એટલે?હિરોઇન જેવી જ લાગીશ સમજ્યો?"
હુ હુ શા માટે ત્યારે તેને ના ઓળખી શક્યો? એની આંખો માથી પણ અશ્રુની ધારાઓ વહેવા લાગી.
"ઉર્મિની હત્યા શર્મિલાના ઘરમાં થઈ.અને શર્મિલા ઉર્મિલા બનીને આપણે ત્યા આવી. આનો અર્થ કે ઉર્મિના મર્ડરમા શર્મિલાનો હાથ ચોક્ક્સ છે.હું.હુ એ સાલીને નહી છોડુ."
સુનીલ દાંત ભીંસતા બોલ્યો.
"પણ એ પહેલા તમારે અહીંથી નીકળવું પડશે ને સુનીલ."
બહેરામે મૂંઝવણ વ્યક્ત કરી.
"મને પોતાના જ મર્ડરના ઇલ્ઝામમાં ફસાવીને એ મારા જ ઘરમા મજા કરે છે.તમારી સ્કુટી ક્યા છે બહેરામભાઈ?"
"અહી ગેટ પાસે જ ઉભેલી છે."
"લાવો ચાવી આપો તો"
"તમે તમે કરવા શુ ધારો છો?"
બહેરામે ગભરાહટ ભર્યાં સ્વરે ચાવી આપતા પૂછ્યુ.એ જ ક્ષણે કોન્સ્ટેબલ હરીશે કહ્યુ.
"ચલા ભાઉ.પાંચ ના બદલે સાત મિનિટ થઈ ગઈ."
સુનીલે સ્કૂટીની ચાવી મુઠ્ઠીમાં દબાવી અને સ્ફૂર્તિ દેખાડી.બહેરામને ધકકો મારીને એણે એને કસ્ટડીના ખુણામાં ધકેલ્યો.અને એ કસ્ટડીની બાહર કુદયો.કોન્સ્ટેબલ હરીશ કંઇ સમજે.અને કંઈ કરે એ પહેલા એણે હરીશને પણ કસ્ટડીમાં ધકેલ્યો.હરીશ જઈ બહેરામ ઉપર પડ્યો.કસ્ટડીને બાહરથી કડી લગાવીને સુનીલ ગેટ તરફ દોડ્યો.પોલીસ સ્ટેશનમાં ચારે તરફ.
"પકડો.પકડો."
ની બૂમાબૂમ થવા લાગી.સુનીલે બહેરામની સ્કૂટીને સ્ટાર્ટ કરી અને પોતાના ઘર તરફ હંકારી મૂકી.
પોતે જાણતો હતો કે પોલીસના હાથ માથી આ રીતે છટકવુ એના માટે પ્રાણ ઘાતક હતુ. પણ અત્યારે એના મસ્તીક ઉપર ખૂન સવાર હતુ.મારુ જે થવાનુ હોય તે થાય પણ શર્મિલાને તો હુ જીવતી નહિ જ છોડુ.
ઉર્મિલાનુ ખૂન કરાવનાર એ શખ્સે બાહરથી કી હોલમાં ચાવી લગાવીને ફેરવી લોક ખૂલ્યુ જ હતુ અને એ ડોરને ધકકો મારે એ પહેલા શર્મિલાએ દોડીને દરવાજાની ઉપરની સ્ટોપર લગાવી દીધી આથી એ શખ્સ ખિજાયો.અને બરાડ્યો
"ખોલ દરવાજો."
પણ શર્મિલા કંઇ મૂર્ખી થોડી હતી કે એ ખૂની કહે અને પોતે મરવા માટે ખુદ સામે ચાલીને દરવાજો ખોલી દે.એ અંદરથી ગભરાઈ જરુર ગઈ હતી.એ જાણતી હતી કે આ ખૂની ગમે તેમ કરીને અંદર જરુર આવશે જ અને પછી? એ પોતાને ક્યા સૈફ રાખી શકે એવો ખૂણો એ બે બેડરૂમના ફ્લૅટમાં શોધવા લાગી.
એ ખૂની શખ્સને લાગ્યુ કે હવે દરવાજો તોડ્યા સિવાય હવે છૂટકો નથી.એટલે એણે પુરી તાકાતથી દરવાજા ઉપર લાત ફટકારી. લાતના જોરદાર પ્રહારથી દરવાજો જોરદાર રીતે હલબલ્યો.એણે એવી જ રીતે બીજો પ્રહાર કર્યો.ઉપર લગાવેલી સ્ટોપર અડધી નીચે ઉતરી ગઈ.અને એણે ત્રીજો પ્રહાર કર્યો અને સ્ટોપર પૂરેપૂરી નીચે ઉતરી અને દરવાજો ધડામ કરતાક ને ખુલી ગયો.
(ઉર્મિલાનો ફ્લેટ બહુ મોટો ન હતો.બે બેડરૂમ ના એ ફ્લેટમાં શર્મિલા પોતાને ક્યા સુધી સંતાડી શકશે?)