અભિનેત્રી 20*
"મુન.હુ શુ કવ છુ.આપણે એક્વાર એ છોકરાને મળીયે તો?
રાત્રે પોતાના બેડરૂમના એકાંતમાં પોતાની પત્ની મુનમુનને સંબોધતા ઉત્તમે પૂછ્યુ.
પણ મુનમુને તરત એની વાતને ઉડાડી દેતા કહ્યુ.
"જે ઠેકાણે આપણે જવુ નથી એ જગ્યાનું સરનામુ આપણે શા માટે પુછવુ જોઈએ?"
"પણ તે ઉર્મિલાની આંખોમા જોયુ મુનમુન?તે પેલા છોકરાને હ્રદયથી ચાહે છે."
"એ એનુ ગાંડપણ છે.હુ એને એક વિધર્મીની સાથે કયારેય નહી પરણવા દવ"
મુનમુન પોતાની વાત પર અડગ હતી.પણ ઉત્તમ સંકોચિત સ્વભાવનો ન હતો.એ ઈચ્છતો ન હતો કે ઉર્મિલા પ્રેમની આગમા આજીવન સળગ્યા કરે.અને ઉત્તમ એ પણ સમજતો હતો કે કોઈ બીજા સાથે પરણીને પોતાની દીકરી ક્યારેય ખુશ નહી રહે.અને જેને એ પરણશે એને પણ ખુશ નહી રાખી શકશે.
એને પોતાની પત્ની મુનમુનના વિચારોથી આશ્ચર્ય થઈ રહ્યુ હતુ.એ બોલ્યો.
"મુન.તારા આવા સંકુચિત વિચારો?"
"કેમ શુ થયુ મારા વિચારોને?મારે મારી દીકરીનું ભલું વિચારવાનું છે.અને હુ જે વિચારું છું એમા ખોટુ શુ છે?હુ ફ્કત એટલુ જ ઈચ્છું છુ કે ઉર્મિ આપણી જ જ્ઞાતિમા પરણે"
"તુ ઉર્મિની ખુશીને ફ્કત જ્ઞાતિના ત્રાજવામાં તોળી રહી છો.ઉર્મિની ખુશી શેમા છે એ કેમ નથી જોતી?આપણી જ્ઞાતિમાં પરણાવીને એને જીવનભર દુઃખી કરવા કરતા એ જેને ચાહે છે એની સાથે પરણાવીને એને સુખી કરવાનો કેમ તને વિચાર નથી આવતો?"
ઉત્તમે દુઃખી સ્વરે કહ્યુ.પણ મુનમુનને પોતાના નિર્ણયમાં કોઈ કચાસ લાગતી ન હતી.એણે મક્કમ નિર્ધાર વ્યકત કરતા કહ્યુ.
"ઉર્મિની ચિંતા તમે મારા ઉપર છોડી દયો.અને શાંતિથી સુઈ જાવ."
આમ કહીને મુનમુને બેડરૂમની લાઈટ ઑફ કરી નાખી.
ઉત્તમ તો લાઈટ ઑફ થયા પછી પંદર થી વીસ મિનીટ મા જ ઉંઘી ગયો.પણ ખરુ જોતા મુનમુન જ ઉર્મિની ચિંતામા મોડી રાત સુધી પડખા ફેરવતી રહી હતી.
શર્મિલા મોડી રાતે શૂટ પરથી આવી તો એણે જોયુ કે ઉર્મિલા પોતાના બન્ને ગોઠણ ઉપર માથુ રાખીને બેઠી હતી.ઉર્મિલાને આ રીતે બેસેલી જોઈને એને આશ્ચર્ય થયુ.એણે ઉર્મિલા ની પીઠ પર હાથ ફેરવતા પૂછ્યુ.
"શુ થયુ ઉર્મિ?"
"ક.ક.કંઈ નહી."
અચાનક શર્મિલાના આવીને આ રીતે પોતાને પ્રશ્ન કરવાથી ઉર્મિલા હેબતાઈ ગઈ.એની ઈચ્છા ન હતી કે શર્મિલા પણ પોતાના દુઃખે દુઃખી થાય.
"જો મારાથી છુપાવ નહી.કંઈક તો થયુ છે જરુર.હવે બોલ શુ થયુ છે તને?"
ઉર્મિલાને ખબર હતી શર્મિલાની આદતની કે હવે એ જાણ્યા વગર કેડો નહી મૂકે.એટલે એનાથી છુટકારો મેળવવા એણે જુઠ્ઠાણાનો સહારો લીધો.
"સાંજ થી માથુ ચડયુ છે.એનાસીન ખાધી પણ કંઈ આરામ ના પડ્યો."
પોતાના માથાને દબાવતા એ બોલી.
"બસ આટલી જ વાત?મારા હાથની અડધો કપ મસ્ત ચા પી લે.તારુ માથુ જ્યા ચડયુ છે ને?ત્યાંથી ઉતરી જશે."
કહીને શર્મિલા કિચનમા ગઈ.અને પાંચ જ મિનિટમાં એક કપમા ચા લઈને આવી.એના હાથમાથી ચાનો કપ લેતા ઉર્મિલા એ પૂછ્યુ.
"તારો કપ ક્યાં?"
"તને ખબર છે ને ઉર્મિ હુ તારી જેમ ચા વાળી નથી પણ કૉફી વાળી છુ.અને હુ શૂટ પરથી નીકળતી વખતે સેટ પરથી જ પીયને આવી છુ.તુ ચા પી લે ત્યા સુધી હુ ચેંજ કરીને આવુ છુ."
શર્મિલા ચેંજ કરવા બાથરૂમમાં ગઈ અને ઉર્મિલા કપ હોઠે માંડીને ધીમે ધીમે ચાની ચુસ્કી લેવા લાગી.શર્મિલા ચેંજ કરીને આવી કે તરત ઉર્મિલા એ પૂછ્યુ.
"કેવુ હતુ તારુ આજનુ શૂટ?"
"અરે આજે તો ફરાહ મેડમે નચાવી નચાવીને પગે ગોટલા ચડાવી દીધા.પણ ગીતના બોલ એવા મસ્ત છે ને કે નાચવાની મજા આવી ગઈ."
"અચ્છા?શુ બોલ છે?"
"મેં તો દીવાની હો ગઈ.
પ્યાર મેં તેરે ખો ગઈ.
આયા ના મિલને તુ મુઝે
તો ખવાબોમે તેરે
મેં તો ખો ગઈ."
બન્ને હાથોની કલાઈઓને નાઝુક્તાથી પોતાના મસ્તકની ઉપર લહેરાવતા શર્મિલાએ કહ્યુ.
અને આમ વાતો કરતા કરતા બન્ને બહેનો ઉંઘી ગઈ.
પણ સવાર પડતા જ નાસ્તાના ટેબલ પર મુનમુને ઉર્મિલાને કહ્યુ.
"ઉર્મિ.શુ નામ કહ્યુ હતુ તે પેલા છોકરા નુ?"
ઉર્મિ બે ઘડી બાઘાની જેમ પોતાની મમ્મીને જોઈ રહી.અને પછી ધીમા અવાજે ગણગણી.
"સુનીલ."
"એને ફોન કરીને બોલાવી લે અહીં.મારે એને પારખવો છે."
(શુ સુનીલ મુંબઈ આવશે?અને આવશે તો શુ મુનમુનની પરીક્ષામાં પાસ થઈ શકશે?)