અભિનેત્રી 25*
સુનીલે ઉર્મિલાના ગાઉનની ચેઈન ખેંચી અને બરાબર ત્યાંજ......
બેડરૂમના બારણા પર ટકોરા પડ્યા
"અત્યારે કોણ હશે?"
સુનીલને આશ્ચર્ય થયું.
એ ટકોરાના જવાબમા હજુ શુ કરવુ શુ ના કરવુની અવઢવમા હતો ત્યા ફરીથી બારણે ટકોરા પડ્યા અને સાથે અવાજ પણ આવ્યો.
"સુનીલ દરવાજો ખોલ."
સુનીલ ફટાક દઈને ઉર્મિલાના શરીર ઉપરથી ઉભો થઇ ગયો.અને ધ્રુજતા સ્વરે પૂછ્યુ.
"ક.ક.કોણ?"
"કોણ શુ?હુ ઉર્મિ.બારણું ખોલ."
સુનીલે ચોંકીને પલંગ પર સુતેલી ઉર્મિલા તરફ જોયુ.
તો ઉર્મિલાએ કહ્યુ.
"શર્મિ લાગે છે.એને આદત છે મજાક કરવાની.હમણા ચાલી જશે.તુ આપણી મધુરજની પર ધ્યાન દે."
ત્યાં ફરીથી બાહરથી અવાજ આવ્યો.
"શુ કરે છે સુનીલ?સૂઈ ગ્યોતો કે શુ? જલ્દી ખોલ દરવાજો."
અને હવે સુનીલને લાગ્યુ કે નકકી દાળ માં કંઈક કાળુ છે.એ છલાંગ મારીને પલંગ પરથી કુદયો.એણે ત્વરાથી પેંટ અને શર્ટ પહેર્યા.ઉર્મિલાએ એને ફરી રોકવાનો પ્રયાસ કર્યો.
"શુ કરે છે સુનીલ?એ હમણા ચાલી જશે."
સુનીલે ઉર્મિલાની આંખોમાં જોયુ અને પછી દાંત ભીંસતા બોલ્યો.
"આ શું નાટક છે?એક વાર મને એને ખખડાવી લેવા દે."
સુનીલ દરવાજા તરફ ગયો.ઉર્મિલા પણ એની પાછળ ગઈ.સુનીલે જેવુ બારણું ખોલ્યું.તો એ ગભરાઈને બે કદમ પાછળ હટી ગ્યો.એના મુખમાંથી આશ્ચર્ય ભર્યા ઉદ્દગાર સરી પડ્યા.
"ઓત્તારી!"
લગ્ન અને રિસેપ્શન વખતે જે લિબાસ ઉર્મિલાએ પહેર્યો હતો એજ દુલ્હનના લિબાસમાં તો ઉર્મિલા દરવાજે ઉભી હતી.તો આ કોણ?શર્મિલા?એણે ક્રોધ પૂર્વક શર્મિલા ઉપર દ્રષ્ટિ નાખી.
પણ શર્મિલા તો જાણે કંઈ થયુ જ નથી એમ ત્યાંથી ચૂપચાપ સરકવા ગઈ.પણ સુનીલે ક્રોધથી કંપતા શર્મિલાનો હાથ પકડ્યો અને નાખોરા ફૂલાવતા તાડુક્યો.
"બેશરમ!તને જરાય શરમ જેવુ નથી."
જવાબમા શર્મિલા જાણે કંઈ બન્યુ જ નથી તેમ ખંભા ઉલાળતા બોલી.
"આમા શરમ શેની?હુતો ફ્કત ચેક કરતી હતી કે તમે મારા અને ઉર્મિના તફાવતને ઓળખી શકો છો યા નહી."
શર્મિલાની આવી નફ્ફટાઈ વાળો ઉત્તર સાંભળીને ઉર્મિલા પણ સમજી ગઈ કે પોતાની સુહાગરાતની સજાવેલી સુંવાળી સેજ સુધી શર્મિલા પોંહચી ગઈ હતી.અત્યાર સુધી તો એણે શર્મિલાની તમામ પ્રકારની જોહુકમી બરદાસ્ત કરી હતી.હમેશાં એણે શર્મિલા આગળ નમતુ જોખ્યુ હતુ.પણ આજે એને લાગ્યુ કે શર્મિલાએ હદ વટાવી દીધી છે.
એણે એક જોરદાર લાફો ઝીંક્યો શર્મિલાના ગાલ ઉપર.
"તુઉ.તુઉ.તુ એક કલંક છો બહેનના નામ પર.જા આજથી હુ તમામ સંબંધો તોડું છું તારી સાથેના.આજ પછી ક્યારેય હુ તારી શકલ પણ નહી જોવ. ચાલ સુનીલ."
કહીને એણે સુનીલનો હાથ ખેંચ્યો...........
.........
"ચાલ હવે રિક્ષામાં જ બેસી રહેવુ છે કે ઉતરવું છે નીચે?"
બીમાનગર પોંહચીને સુનીલ રીક્ષામાથી નીચે ઉતર્યો પણ ઉર્મિલા હજુ એના ભૂતકાળમાં ખોવાયેલી હતી.આથી સુનીલે એને ઉદ્દેશી.
"ઓહ્! આઇ એમ સોરી."
કહીને ઉર્મિલા રીક્ષા માથી નીચે ઉતરી.
સુનીલ અને ઉર્મિલા બન્ને ખામોશીથી ઘરમા પ્રવેશ્યા.
શર્મિલા સાથે થયેલી તકરાર પછી એજ રાત્રે સુનીલ અને ઉર્મિલા મરોલ પોતાના માટે લીધેલા નાના એવા રુમ મા જતા રહ્યા હતા.અહીં મુનમુન અને ઉત્તમે પણ શર્મિલાની એ કરતૂત બદલ એને ખુબ ઠપકો આપ્યો પણ શર્મિલા પોતાનો જ કક્કો ખરો છે એમ એકજ વાત કહેતી રહી કે પોતે ફ્કત જીજજૂ ની મજાક કરી રહી હતી.
આ બીના બની એના એક વર્ષ પછી ઉત્તમ અને મુનમુન કોઈ પ્રસંગે કલકત્તા જવા કંચનજંઘા એક્સ્પ્રેસમા નીકળ્યા તો રંગપાની સ્ટેશનની પાસે એમની ટ્રેન એક માલગાડી સાથે ટકરાઈ ગઈ અને એમા એ બન્નેના મૃત્યુ થયા. ત્યારે એમની અંતિમ વિધિ માટે એ બન્ને બહેનો એક બીજીને મળી હતી પણ ચૂપચાપ.અને ત્યાર પછી ઉત્તમ અને મુનમુનની મિલકતના ભાગ માટે એ બન્ને બહેનો મળી હતી.એ મિલકતના ભાગ રુપે આવેલા પૈસામાથી ઉર્મિલાએ બિમાનગરમા બે બેડરૂમનો ફલેટ લીધો અને શર્મિલાએ પિકનિક પોઇન્ટ વર્સોવા ખાતે બે બેડરૂમનો ફલેટ લીધો.પણ એ પછી ક્યારેય બન્ને બહેનો વચ્ચે કયારેય મુલાકાત ન થઈ.ન કયારેય વાતચીત.
આજે ત્રણ વરસે બન્નેના જન્મ દિવસે અબોલા તોડવાની પહેલ શર્મિલાએ કરી હતી.
(શુ બન્ને બહેનો પહેલાની જેમ નોર્મલ થઈને એકબીજાને મળશે?વાંચતા રહો અભિનેત્રી.)