Abhinetri - 53 in Gujarati Crime Stories by Amir Ali Daredia books and stories PDF | અભિનેત્રી - ભાગ 53

Featured Books
Categories
Share

અભિનેત્રી - ભાગ 53

અભિનેત્રી 53*
                         
          મે તો દિવાની હો ગઈ 
          પ્યાર મે તેરે ખો ગઈ 
 નિર્મલ ઝાનો કૉલ હતો.શર્મિલાએ ફૉન કાને માંડ્યો.
 "બોલીયે ઝા જી."
"મેડમ.સુમધુર ડેરી કે મેનેજર કા ફૉન થા.ઉનકે પ્રોડક્ટ્સ કી જો એડ બાકી હે વો ઉસે કરાને ચાહતે હે."
 "ઠીક છે.થોડો મૂડ સારો થવાદે પછી ફાઈનલ ડેટ આપુ છુ."
 "ઓકે મેડમ."
કહીને નિર્મલે ફૉન રાખ્યો.
નિર્મલ સાથે વાત કરી લીધા પછી શર્મિલાએ ઉર્મિલાને કૉલ કર્યો.
"હેલ્લો ઉર્મિ.કેમ છો?"
 "મજામાં અને તુ."
"નો મજામા."
 "લે શુ થયુ?બધુ બરાબર તો છે ને?"
ઉર્મિલાએ ચિંતાતુર સ્વરે પૂછ્યુ.
તો શર્મિલાએ*હો ગયે બરબાદ*ના સેટ પર રંજન સાથે થયેલી ફાઇટના બારામા એને ડીટેલથી બધુ કહી સંભળાવ્યું.
 "તો હવે?"
 "થોડા દિવસ રેસ્ટ લઈશ.પછી જોઈશુ.પણ મે એટલા માટે ફોન કર્યો હતો ઉર્મિ કે સુમધુર ડેરી વાળાનો કૉલ હતો.એમની બાકી રહેલી પ્રોડક્ટ્સની એડ માટે તારીખ જોઈએ છે એ લોકોને."
"થોડો ટાઈમ આપ.સુનીલની આઉટડોરની ટિકિટ બુક થાય પછી કહુ."
 "વાંધો નહિ."
કહીને શર્મિલાએ ફૉન કટ કર્યો.
     રંજન ઘરે પહોંચ્યો ત્યારે જયદેવ ગુસ્સાથી મુઠ્ઠીઓ વાળીને આમથી તેમ ઘરમા આંટા મારી રહ્યો હતો.રંજનને જોતા વેંત એ તાડુક્યો 
"નાલાયક.આખર કરવા શુ ચાહે તુ?મુવીના ટાઈટલ*હો ગયે બરબાદ*ની જેમ મને બરબાદ કરવા નો લાગે છે?"
જયદેવનો ક્રોધ જોઈને રંજને પોતાના બચાવ કરતાં કહ્યુ.
 "મારો કોઈ વાંક નથી ડેડી.ડાંસ કરતા કરતા જરા આંગળી શુ એના બ્રેસ્ટને ટચ થઈ ગઈ. એણે મને લાફો મારી દીધો."
"તે જાણી જોઈને એની છાતીને આંગળી ટચ કરી હશે.હુ તારી હરકતો ને બરાબર જાણુ છુ."
"જુવો ડેડી.જે થવાનુ હતુ એ તો થઈ ગયુ હવે એ બદલી નથી સકવાનુ." 
 "અને રુપિયા દોઢ કરોડ ડૂબશે એની શુ?"
 "એક રુપિયો પણ નહી ડૂબે ડેડી.તમે ચિંતા નહી કરો."
રંજને જયદેવ ને ધાઢસ આપતા કહ્યું.
"તને શુ લાગે છે કમબખ્ત.કે એ છોકરી હવે આગળ શૂટ કરશે?"
 "એ શુ એનો બાપ પણ કરશે.હુ એને મજબુર કરીશ.આ મૂવી પૂરી કરવા માટે."
રંજન વટ દેખાડતા બોલ્યો.તો જયદેવે ઉશ્કેરાટ થી પૂછ્યુ.
 "તુ કરવા શુ ધારે છે?"
"તમે ફ્કત મને થોડો સમય દો.અને પછી થોડી રાહ જુવો.કેવી એને હુ લાઈન પર લાવુ છુ."
"એવુ કોઇ કાર્ય ન કરતો જે વધુ મુસીબત ઉભી કરે."
જયદેવે ચેતવણી આપતા કહ્યુ.
   સોળ ડિસેમ્બરની બેંગલોરથી રિટર્ન આવવા ની ટિકિટ હતી સુનીલની.એટલે સુમધુર ડેરીના પ્રોડક્ટ્સના શૂટ માટે પંદર તારીખની ડેટ ફિક્સ થઈ હતી.પંદર તારીખે સાંજે પાંચ વાગે ઉર્મિલા શર્મિલાને ત્યા ટુ વ્હીલર પર બુરખો પહેરીને આવી.શર્મિલાએ એને પહેલાની જેમ પોતાના કપડા પહેરાવીને.મેકઅપ કરાવીને તૈયાર કરી. અને પોતાના ફ્લેટની ચાવી આપતા કહ્યુ.
"લે આ ચાવી રાખ તારી પાસે.અને તારા ટુ વ્હીલરની ચાવી મને આપ.મારે શોપિંગ માટે મલાડ જવુ છે.તુ વહેલી આવી જા તો મારી રાહ જોજે ઓકે.બેસ્ટ ઑફ લક."
શર્મિલાએ શુભ કામનાઓ દેતા કહ્યુ.
 "ઓકે."
કહીને ઉર્મિલા શર્મિલાની કાર લઈને ઉપડી મિડિયા પ્રોડક્શન હાઉસ.
 રંજનના મોબાઈલ પર કૉલ આવ્યો.
 "રંજન સાહબ.મેડમ કી ગાડી અભી અભી નિકલી હે."
 "ગુડ.પીછા કરો ઉસકા.ઓર સૂમસામ રસ્તા મીલે તો હમલા કર દેના.લેકીન ધ્યાન રખના વો હરામજાદી કો સિર્ફ ડરાના હે.ઉસકી ગાડી કો નુકશાન પોહચાના હે.ઉસકો નહી સમજે."
 "ઠીક હે સાહબ.જેઈસા આપને કહા વેયસા હિ હોગા."
અને એ બે મવાલી બાઈક પર ઉર્મિલાની ગાડીનો પીછો કરવા લાગ્યા. 
ઉર્મિલા આંઠ વાગે મિડિયા પ્રોડક્શન હાઉસ પોંહચી ગઈ.સુમધુર ડેરીના દહીં અને લસ્સીની આજે એણે સફળતા પૂર્વક એડ કરી.અને સાડા દસ વાગ્યે શૂટ પુરુ કરીને એ પાછી પિકનિક પોઇન્ટ શર્મિલાના ઘર તરફ જવા નીકળી.મિડિયા પ્રોડક્શનથી આવતા એણે મોડેલ ટાઉનના રસ્તે વળાંક લીધો.મોડેલ ટાઉન થી સાત બંગલા સુધી આ રોડ પર ટ્રાફિક બીલકુલ ઓછો હોય છે.એનો લાભ આ બન્ને ગુંડાઓએ લીધો.અચાનક એમણે પોતાની બાઈક ઉર્મિલાની ગાડીની સામે લાવીને ઉભી રાખી દીધી.ઉર્મિલાને અર્જન્ટ બ્રેક લગાવવી પડી.બાઈકની પાછલી સીટ ઉપર બેસેલા મવાલીના હાથમા લોખંડનો પાઇપ હતો.એણે એ પાઇપના બે જબ્બર જસ્ત ઘા કર્યાં ઝાયલો ની ફ્રન્ટ સ્ક્રીન પર.અને ઉર્મિલા ભયથી ધૂર્જી ગઈ.

(શુ ઈરાદો હતો એ ગુંડાઓનો?કેટલુંક નુકશાન કરશે એ લોકો ઉર્મિલાનુ)