અભિનેત્રી 21*
એક જ રાતમાં આવેલા મુનમુનમાં આટલા મોટા પરિવર્તનના કારણે ઉત્તમ હ્રદય થી અત્યંત ખુશ થયો.એ મનોમન બબડ્યો કે ચાલો આખરે મુનમુનને સમજાયુ તો ખરુ કે પોતાની પુત્રીનુ કલ્યાણ શેમાં છે.
ચલો દેર આયે પર દુરસ્ત આયે.
ઉર્મિલાએ નાસ્તો કરી રહ્યા પછી સુનીલને ફોન કર્યો.
"હેલ્લો સુનીલ.ખુશ ખબરી છે.”
“તારા મમ્મી પપ્પા માની ગયા?”
“પુરેપૂરા તો ન કહી શકાય.પણ તુ જેમ બને તેમ જલદી આવ મમ્મી પપ્પા તને મળીને તને પારખવા માંગે છે."
"અચ્છા?તો તે વાત કરી લીધી ઘરે?"
"હા.મમ્મી રાત સુધી તો ના જ પાડતી હતી. પણ સવારે ઉઠીને કહે.ઉર્મિ પેલા છોકરાને ફોન કરીને બોલાવી લે મારે પારખવો છે એને."
"એટલે શુ મમ્મી મારી પરીક્ષા લેશે?"
સુનીલના સ્વરમા થોડીક ગભરાટ આવી ગઈ હતી જેને ઉર્મિલાએ પણ પારખી લીધી. સુનીલના ભયને ઓછો કરવા એ બોલી.
"એમા આટલા બધા ભયભીત થવાની જરુર નથી સુનીલ.બધુ ઓકે થઈ જશે મને તારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે તારામાં ગમે તેવી પરસ્થિતિ માથી પાર ઉતરવાની ક્ષમતા છે જ."
"અરે!પણ આ તો તારા મમ્મી પપ્પાને મળવાનુ છે યાર.થોડો ડર તો લાગેને?પણ તને પામવા માટે હુ કંઈ પણ કરી છૂટીશ."
"ઓ માય લવ."
ઉર્મિલા ના મુખેથી આવો ઉદ્દગાર નિકળ્યો.
"ઠીક છે તારુ એડ્રેસ સેન્ડ કર.કાલ સવારે હુ પોંહચી જઈશ."
ઉર્મિલા સાથે ફોન ઉપર વાત કરીને સુનીલને ખુશી તો ઘણી થઈ પણ એની સાથોસાથ એ થોડો નર્વસ પણ થયો.કે કોણ જાણે કેવી રીતે ઉર્મિના મમ્મી પપ્પા એને પારખશે?કોણ જાણે કેવીક એની પરીક્ષા લેશે?અને પોતે એમની પરીક્ષામાથી પાર ઉતરી શકશે ખરો?જો ન ઉતરી શક્યો તો?પણ પોતાના પ્રેમને અગર પામવો હોય તો એને મુંબઈ પણ જવુ પડશે. અને ઉર્મિલાના મમ્મી ડેડીની પરીક્ષામાં પાસ પણ થવુ પડશે.
સુનીલ વહેલી સવારે છ વાગ્યાની બોરીવલી જતી શિવનેરી બસમા સ્વારગેટથી બેઠો અને દસ વાગે એ ચકાલાના સિગ્નલ આગળ ઉતર્યો. ત્યાંથી રિક્ષા કરીને એ ઉર્મિલાના સેન્ડ કરેલા સરનામે સ્ક્વેર ગાર્ડન નામની બિલ્ડિંગ પાસે ઉતર્યો.એની પાસે ફ્લોર અને ફ્લેટનો નંબર ન હતો.
આથી રિક્ષામાંથી ઉતરીને એણે ચારે તરફ નજર દોડાવી.એને હતુ કે ઉર્મિલા એની રાહ જોતી રસ્તા ઉપર જ ઉભી હશે.પણ એને ક્યાંય ઉર્મિલા દેખાઈ નહી.એટલે એણે ઉર્મિલા ને ફોન કરવા ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢીને હાથમા લીધો.ત્યા એની નજર સામે બિલ્ડિંગ ના ગેટ માંથી આવતી શર્મિલા ઉપર પડી.
શર્મિલા પોતાની મુવીની શુટિંગ માટે જવા નીકળી હતી અને તે અને ઉર્મિલા જુડવા હોવાના કારણે તે પણ આબેહૂબ ઉર્મિલા જેવી જ દેખાતી હતી.
સુનીલે એને ઉર્મિલા છે એમ માનીને સાદ પણ પાડ્યો.
"ઉર્મિલા."
અને શર્મિલાએ પણ એનો અવાજ સાંભળીને એની તરફ દ્રષ્ટિ કરી.પણ એને સ્પષ્ટ રીતે શુ સાદ પડ્યો એ એને સમજાયુ ન હતું.સુનીલે હવા મા પોતાનો હાથ પણ લહેરાવ્યો.પણ શર્મિલા તો એને ઓળખતી ન હતી.અને એને આમ પણ શૂટ માટે મોડુ થઈ ગયું હતું.એટલે સુનીલને નજર અંદાઝ કરીને શર્મિલા ત્યા ઉભેલી રિક્ષામાં બેસીને રવાના થઈ ગઈ.
સુનીલને આથી આશ્ચર્ય સાથે આઘાત પણ લાગ્યો કે આ શુ?ઉર્મિલાએ મને જોઈને પણ જાણે ન જોયો હોય એવુ કેમ કર્યું હશે?કે ખરેખર એણે મને ઓળખ્યો નહી હોય?એટલે એણે ઉર્મિલાને ફોન લગાડ્યો.ફોનની રીંગ વાગતા જ કાગ ડોળે રાહ જોતી ઉર્મિલાએ તરત ફોન ઉપાડ્યો અને એણે હર્ષ ઘેલા સ્વરે પૂછ્યુ.
"ક્યા પોહચ્યો સુનીલ?હુ ક્યારની તારી રાહ જોઈ રહી છુ."
"તારા સેંડ કરેલા સરનામે સ્કેવર ગાર્ડન પાસે હુ આવી ગયો છુ.પણ તુ રિક્ષામાં બેસીને ક્યા જા છો?"
સુનીલને તો હજી એમજ લાગતુ હતુ કે ઉર્મિલા રિક્ષા મા ક્યાંક ગઈ છે.
"હુ ક્યાય નથી ગઈ ઘરે જ છુ.બે મિનિટ ઉભો રહે હુ આ પોહંચી."
અને સુનીલના આશ્ચર્ય વચ્ચે ઉર્મિલા સ્ક્વેર ગાર્ડન ના ગેટ માથી બાહર નીકળી.
(સુનીલને કઈ રીતે પારખશે ઉર્મિલાના મમ્મી ડેડી.સુનીલ કઈ રીતે રીજવસે પોતાના થનાર સાસુ સસરાને?વાંચતાં રહો અભિનેત્રી)