Abhinetri - 31 in Gujarati Crime Stories by Amir Ali Daredia books and stories PDF | અભિનેત્રી - ભાગ 31

Featured Books
Categories
Share

અભિનેત્રી - ભાગ 31

અભિનેત્રી 31*
                            
    "શું થયુ શર્મિ?બોલ શુ થયું હતુ પાર્કિગમાં?"
બ્રિજેશે ઉચાટ ભેર પૂછ્યું.શર્મિલાનો શ્વાસ આ પ્રશ્નથી જોશ પૂર્વક દોડવા લાગ્યો.
 "મને જોતાજ એ મારી ઉપર તાડુક્યા મને કહે તારી હિંમત કેમ થઈ અહીં આવવાની.પણ મેં એમને જોઈને બન્ને કાનની બૂટ પકડીને એમને સોરી કહ્યું.તો એ ઓર જોરથી ચિલ્લાયા.અને એમણે ધમકી ભર્યાં સ્વરે કહ્યું.તારી સોરી રાખ તારી પાસે અને જો બીજી વાર તે અહીં પગ મૂક્યો છે ને તો.તો?શુ કરી લેશો?હવે મેં પણ એમને પડકાર આપ્યો.તો એમણે વધુ ગુસ્સામા કહ્યુ હું તને ખતમ કરી દઈશ..."
 આટલુ બોલીને શર્મિલા બન્ને હથેળીમાં ચહેરો છુપાવીને ફરીથી રડવા લાગી.
 બ્રિજેશનો ચેહરો ગુસ્સાથી લાલ થઈ ગયો.એના મોઢા માથી એક ગંદી ગાળ નીકળી ગઈ.
"એ નાલાયકે તને જાનથી મારવાની ધમકી આપી?નહી છોડુ એ સાલ્લાને."
એ ખુરશી પરથી ઉઠ્યો અને શર્મિલાનુ બાવડું પકડીને એને ઉભી કરતા બોલ્યો.
 "ચાલ તો મને દેખાડ તો એ હરામઝાદાનુ ઘર."
 "શાંત થા બ્રિજેશ.શાંત થા."
 બ્રિજેશના ક્રોધને શાંત કરવાનો પ્રયાસ કરતા શર્મિલા બોલી.
 "ઉર્મિલા સાથે માંડ ત્રણ વરસે પેચઅપ થયુ છે હવે મારે જીજુના કારણે ઉર્મિ સાથે સંબંધ ફરીથી નથી બગાડવો."
 "પણ કોઈને જાનથી મારવાની ધમકી આપવી એ ગંભીર મેટર છે શર્મિ.એને હળવાશથી ન લેવાય.એની વિરૂધ્ધ એકશન તો લેવી જ પડે.કંઈ નહી તો એફ.આઈ.આર તો લખાવવી જોઈએ."
 "હુ તો એટલુ જાણુ કે જે ગરજે એ વરસે નહિ."
 શર્મિલાએ બેફિકરાઈથી કહ્યુ.
પણ બ્રિજેશ ચિંતાતુર સ્વરે બોલ્યો.
 "અને મારો અનુભવ એમ કહે છે કે ગુસ્સામા આંધળો થયેલો માણસ ન કરવાનુ કરી બેસે છે.આપણે એને હલકામા ન લઈ શકીએ."
 થોડુ વિચાર્યા પછી શર્મિલા બોલી.
"તારી વાત સાચી છે બ્રિજેશ.પણ હુ ધ્યાન રાખીશ."
 "કેવી રીતે તુ ધ્યાન રાખીશ?"
બ્રિજેશે ચિંતા ભર્યાં સ્વરે પૂછ્યુ.
 "હુ એમની સામે જવાનુ ટાળીશ.બને ત્યા સુધી એના ઘરથી દૂર જ રહીશ.મારે જ્યારે ઉર્મિને મળવુ હશે તો એને મારે ત્યા બોલાવી લઈશ સિમ્પલ."
 શર્મિલાનો આ આઇડિયા બ્રિજેશને પણ જચ્યો.
 "આ બરાબર છે.બને ત્યા સુધી તુ એનાથી દૂર જ રહેજે."
 શર્મિલા ખુરશી પરથી ઉઠતા બોલી.
 "ચલ હવે ઉઠીએ.અને બ્રિજેશ થેંકયુ સો મચ.
 "આ થેંકયુ શા માટે?"
બ્રિજેશે ખુરશી પરથી ઉઠતા પૂછ્યુ.
 "જીજુની હરકતથી મારો એટલો બધો જીવ બળતો હતો.પણ તારા સાથ અને સાધિયારાથી.તારી સાથે વાતો કરીને મનને એટલી બધી શાંતી મળી.હવે એવુ લાગે છે કે જાણે કંઈ બન્યુ જ નથી."
બ્રિજેશે શર્મિલાના હાથને પોતાના હાથમા લઈને કહ્યું.
 "તુ ક્યારેય તારી જાતને એકલી ન સમજતી.હુ હમેશા તારી સાથે જ છુ."
 "ઓહ્!બ્રિજેશ થેંક્સ અગેન."
 કહીને શર્મિલાએ પોતાની ઝાયલોનો દરવાજો ખોલ્યો.તો બ્રિજેશ બોલ્યો.
 "હુ તારી પાછળ બાઈક લઈને આવુ છુ તને તારા ઘર સુધી મૂકી દવ."
"ઠીક છે તો આપણે ઘરે જઈને સાથે ડીનર કરીશું.હુ ફાયરબોલ મા ઓર્ડર કરી દવ છુ."
 અને શર્મિલાએ કાર પિકનિક પોઇન્ટ તરફ મારી મૂકી.અને બ્રિજેશ પોતાની બાઈક લઈને એની પાછળ દોરાયો.
    શર્મિલાના ઘરે સંભવ રેસીડેન્સીમા એ લોકો પોહચ્યા ત્યારે રાતના અગિયાર વાગ્યા હતા.ફાયરબોલ માથી ઓર્ડર કરેલા ફ્રાઇડ રાઈશ અને સૂપ આવી ગયા.જેને શર્મિલા અને બ્રિજેશે ધીમે ધીમે ન્યાય આપ્યો.ડીનર કરી લીધા પછી શર્મિલાએ કહ્યુ.
"બ્રિજેશ તે કહ્યું ને કે તુ હંમેશા મારી સાથે જ છો.એનાથી મારામાં ઘણી ઘણી હિંમત નો સંચાર થયો છે.પણ તુ ખરેખર મને જરુર પડે ત્યારે મને સાથ તો આપીશને?"
શર્મિલાના પ્રશ્નથી બ્રિજેશને આશ્ચર્ય થયું.શર્મિલાની આંખો માં આંખો પરોવતા એ બોલ્યો.
 "તને મારા ઉપર ભરોસો નથી શર્મિ?"
 "ભરોસો તો છે.પણ તુ.તુ રહ્યો સરકારી માણસ....."
 "તો?"
 શર્મિલાને અધવચ્ચે રોકતા એણે પ્રશ્ન કર્યો.શર્મિલાએ સ્મિત કરતા બ્રિજેશની ગરદન ફરતે પોતાની નાજુક કલાઈયુઓનો ભરડો લેતા બોલી.
 "તો..ઓ?તુ પોલીસ ખાતાનો માણસ છો અને માનીલે કે કાલે મારે તારી પાસેથી કોઈ ગેરકાનૂની કામ કરાવવુ હોય તો કરીશ?"
 શર્મિલાની વાત સાંભળીને ચોંકી ગયો બ્રિજેશ.એણે એક ઝાટકા સાથે શર્મિલાની કલાઈયોનો ભરડો હટાવતા બોલ્યો.
 "મારાથી કોઈ ગેરકાનૂની કામ નહિ થાય અને તને પણ એવા કોઈ કામમાં સાથ આપીશ એવો કોઈ વહેમ મનમા રાખતી નહીં સમજી?"
 બ્રિજેશનો આ પ્રકારનો વર્તાવ જોઈને શર્મિલા ખડખડાટ હસવા લાગી.
 "શુ તુ પણ બ્રિજેશ?મજાક પણ નથી સમજતો?"
કહીને એ બ્રિજેશના શર્ટના બટન ખોલવા લાગી.પણ બ્રિજેશ ગેરકાનૂની કામનુ નામ સાંભળીને જ મૂડ લેસ થઈ ગયો હતો શર્મિલાને રોકતા એણે કહ્યું.
 "હુ જાવ છુ.ફરી મળીશુ."
કહીને એ ડોર ખોલીને બાહર નીકળી ગયો.

(શુ ખરેખર શર્મિલા કોઈ ગેરકાનૂની કામ કરાવવા માંગતી હતી બ્રિજેશ પાસે?વાંચો નેક્સ્ટ એપિસોડ)