Abhinetri - 18 in Gujarati Crime Stories by Amir Ali Daredia books and stories PDF | અભિનેત્રી - ભાગ 18

Featured Books
Categories
Share

અભિનેત્રી - ભાગ 18

અભિનેત્રી 18*
                          
      "એય.શુ કરે છે? ચલ આઘો ખસ."
 પોતાના ચેહરા પર ઝુક્તા સુનીલને ધક્કો મારીને દૂર હડસેલતા ઉર્મિલા બોલી.
 "અરે ફ્કત કિસ કરુ છુ.એક કિસ તો કરવા દે."
 "નો.બિલકુલ નહી."
 "પણ કેમ?"
 પરેશાની ભર્યાં સ્વરે સુનીલે પૂછ્યુ.
 "કેમ શુ?લગ્ન પહેલા નો કિસ એન્ડ નો ટચ. ઓકે?"
મોટા મોટા ડોળા દેખાડતા ઉર્મિલા બોલી 
 "શુ બચપનું છે આ?એમા પ્રોબ્લેમ શુ છે?"
સુનીલના સ્વરમા ભારોભાર નારાજગી હતી.
 "તને ભલે બચપનુ લાગે.પણ મને છે પ્રોબ્લેમ."
 "પેલો રમેશ અને મંજુ ને જો.દર વીક એન્ડ મા કોઈને કોઈ રિસોર્ટ મા જતા રહે છે.અને રમેશ બે દિવસ ને એક રાત માટે કમથી કમ દસ કૉન્ડોમ સાથે લઈ જાય છે."
સુનીલે પોતાનો બળાપો ઠાલવ્યો.આથી ઉર્મિલા ને થોડોક ગુસ્સો આવી ગયો.
 "તુ મને મંજુ સાથે કંપેયર કરે છે?મંજુ સાથે?મંજુ ફ્કત રમેશ સાથે જ નહી.અરુણ. વિનોદ અને કાર્તિક સાથે પણ હોટેલો મા જાય છે સમજ્યો?"
આટલી બોલતા બોલતા ઉર્મિલા હાંફી ગઈ હતી.ઉર્મિલા ના લાલ ચોળ ચેહરાને જોઈને સુનીલને અહેસાસ થયો કે કંઈક વધુ પડતુ થઈ ગયુ છે.આથી એણે ઉર્મિલાના ખભે હાથ મુકતા કહ્યુ.
"આય એમ સોરી ઉર્મિ.પ્લીઝ શાંત થા."
ઉર્મિલાએ એક ઉંડો શ્વાસ લીધો.અને પછી રિલેક્સ થતા બોલી.
"ઓકે સુનીલ.પણ તુ થોડો કંટ્રોલમા રહેતો જા."
"હુ તો કંટ્રોલમાં રહુ.પણ શુ કરુ યાર?યે દિલ હે કે માનતા નહી."
સસ્મિત સુનીલે કહ્યુ.
."તો તુ તારા દિલને વશમા રાખતા શીખ.જ્યા સુધી આપણા લગ્ન ન થાય ત્યા સુધી આપણે આમજ લુપ્પા છુપી જ રમવા ની છે ઓકે?"
"ઉર્મિલા.લુપ્પા છુપી બહુ થઈ ગઈ હવે તારા વગર રહેવાતું નથી યાર."
  "બસ થોડો સમય રાહ જો સુનીલ.આ વખતે હુ હોલીડે માં ઘરે જઈશ ત્યારે તારા વિશે ઘરમા મમ્મી પપ્પા સાથે જરૂર વાત કરીશ."
ઉર્મિલાએ સુનીલને ઢાઢસ બંધાવતા કહ્યુ.
 "અને તારા ઘરવાળાઓએ આપણો સંબધ ના સ્વીકાર્યો તો?"
 સુનીલને સામાન્ય રીતે જે ચિંતા પ્રેમીઓને થાય એવી ચિંતા થઈ.પણ ઉર્મિલાએ એનો બહુજ શાંતિ પૂર્વક જવાબ આપ્યો.
 "તો એમ માનજે સુનીલ કે આપણા નસીબમાં આપણો સાથ આટલો જ હતો."
ઉર્મિલાના શબ્દો સાંભળીને સુનીલ ચોંકી ગયો.એ લગભગ ચીખી ઉઠ્યો.
 "ઓ મેડમ.તારો મતલબ શુ છે હેં?"
 સુનીલના પ્રશ્નનો જવાબ ઉર્મિલા ન આપી શકી.એણે પોતાની ગરદન નીચે ઝુકાવી દીધી.
 "આમ ગરદન ઝુકાવી દેવાથી કંઈ નહી વળે ઉર્મિ.તારે સ્પષ્ટ શબ્દોમાં કહેવુ પડશે કે અગર તારા ઘરનાઓએ આપણા સંબધને ના સ્વીકાર્યો તો તુ શુ કરીશ?"
 ઉર્મિલાએ એક ઉંડો શ્વાસ લીધો અને સુનીલની આંખોમા આંખોં પરોવતાં દ્રઢ સ્વરે બોલી.
"હુ મારી રીતે એમને સમજાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.અને છતા એ લોકો ન માન્યા તો હુ એ લોકોની ઉપરવટ તો નહી જ જઈ શકુ સુનીલ.તુ તારા રસ્તે અને હુ મારા રસ્તે."
 "ના.ના.ના ઉર્મિ.પ્લીઝ આવુ ના બોલ."
સુનીલની આંખોમા આંસુ ઘસી આવ્યા.ઉર્મિલા ના ચેહરા ઉપર પણ ઉદાસી પથરાઈ ગઈ હતી.એણે મજબૂતીથી સુનીલનો હાથ પોતાની નાજુક હથેળી માં જકડી લીધો હતો.એની આંખોમાંથી પણ અશ્રુની ધારાઓ વહેવા લાગી હતી અને એના રેલા એના રતુંબડા ગાલો પરથી સરકીને જમીન પર પડવા લાગ્યા હતા.
  પણ પછી અચાનક ઉર્મિલા ખડખડાટ હસવા લાગી.તો સુનીલ બાઘાની જેમ એને હસતા જોઈ રહ્યો.એને પેટમા ફાળ પડી કે અમારી વચ્ચે ભવિષ્યમાં આવનારી જુદાઈ વિશે વિચારીને આ છોકરીની ડાગળી તો નહી ચસકી ગઈ હોય?એણે ઉર્મિલાના બન્ને બાવડા પકડીને ઉર્મિલાને ઝંઝોડી નાખતા ગભરાયેલા સ્વરે કહ્યું.
"શુ થય ગયુ છે તને ઉર્મિ?હોશમાં આવ ઉર્મિ.હોશમાં આવ."
ઉર્મિ એ માંડ માંડ પોતાના હાસ્યને કંટ્રોલ કરતા કહ્યુ.
 "હુ હોંશમાં જ છુ સુનીલ."
 "તો પછી આ ઉદાસી માથી અચાનક આ રીતે ખડખડાટ હસવા નુ કારણ?"
 "હસવાનુ કારણ એટલુ જ સુનીલ કે હજી મારા ઘરે મે આપણા વિશે જણાવ્યું પણ નથી. નથી એ લોકો હા પાડશે કે ના એની પણ આપણને કોઈ ગતાગમ,અને આપણે અત્યારથી નકારાત્મક વિચારો કરીને રોવા ધોવા લાગ્યા આને જ કહેવાય....."
ઉર્મિલા નુ વાક્ય સુનીલે પૂર્ણ કર્યુ.
 "ભેંસ ભાગોળે અને છાશ છાગોળે."

 (શુ અંજામ થશે સુનીલ અને ઉર્મિલાની મુહોબ્બતનો?શુ ઉર્મિલાના મમ્મી પપ્પા આ સંબધને માન્ય રાખશે?)