Abhinetri - 45 in Gujarati Crime Stories by Amir Ali Daredia books and stories PDF | અભિનેત્રી - ભાગ 45

Featured Books
Categories
Share

અભિનેત્રી - ભાગ 45

અભિનેત્રી 45*
        .                 
      રંજન વરરાજો બનીને સજી ધજીને મંડપ મા બેઠો છે.અને ત્યા લગ્નની વિધી કરાવતા પંડિતે સાદ પાડ્યો.
 "કન્યા પધરાવો સાવધાન"
અને શર્મિલા શરમાતી શરમાતી આવીને એની બાજુમા રાખેલા બાજોઠ ઉપર આવીને બેસી ગઈ.પંડિતે પહેલા હસ્તમેળાપ કરાવ્યો.અને પછી રંજન અને શર્મિલાને ચોરીના ચાર ફેરા ફેરવ્યા.
શર્મિલાની બિદાઈ થઈ. 
બિદાઈનુ ગીત વાગ્યુ.
  ડોલી ચડકે દુલ્હન સસુરાલ ચલી
  ડોલી ચડકે 
  કૈસી હસરતસે બાબુલકી દેખે ગલી
   ડોલી ચડકે.
  હોટેલ સુબા ઇન્ટરનેશનલના સિકસથ ફ્લોરના સિક્સ ઝીરો નાઈન રુમને શર્મિલા અને રંજનના હનીમૂન માટે સજાવવામા આવ્યો હતો.આલિશાન અને વિશાળ બેડ ઉપર ફૂલો પાથરેલા હતા.અને એ બેડ પર શર્મિલા લાલ સાડીમાં લાંબો ઘુઘુંટ તાણીને બેઠી હતી.રંજન હાથમા ફૂલોનો ગુલદસ્તો લઈ એને સુંઘતો સુંધતો મદમાતી ચાલે રુમમાં પ્રવેશ્યો.રંજનના આવવાથી શર્મિલા શરમાઈને થોડી સંકોચાઈ ગઈ.રંજન પલાઠી વાળીને એની બાજુમા બેઠો.એના બાજુમા બેસવાથી શર્મિલાના હ્રદયની ગતિ તેજ થઈ ગઈ.
    રંજન ગુલદસ્તાને તોડીને એના ફૂલોને એક પછી એક શર્મિલા ઉપર ફેંકવા લાગ્યો.અને શર્મિલા જાણે કંપવા લાગી.રંજને ગુલદસ્તાના ફુલો સમાપ્ત થતા.શર્મિલાનો ઘુંઘટ એના ચેહરા પરથી હટાવ્યો.તો શર્મિલા વધુ સંકોચાઈ.રંજન એક ઉંડો શ્વાસ ભરતા બોલ્યો.
 "શર્મિલા.ખરેખર તુ સાક્ષાત રંભા યા મેનકાનો અવતાર છે.તુ એ બન્ને અપ્સરાઓથી પણ વધુ સુંદર છો."
શર્મિલાના ગાલો પર પોતાની આંગળીઓ ફેરવી ને રંજન આગળ બોલ્યો.
"તુ એ બન્ને અપ્સરાઓથી પણ વધુ મુલાયમ અને નાજુક છો."
શર્મિલાએ પહેલી વખત પોતાનો ચેહરો ઉંચો કરીને રંજન તરફ જોયુ.એના લાલ ચણોઠી જેવા હોઠ જોઈને રંજન જાણે મંત્ર મુગ્ધ થયો. એણે પોતાના આછા ગુલાબી હોઠ શર્મિલાના હોઠ ઉપર મૂક્યા.
અને પછી ધીરે ધીરે રંજને શર્મિલાના શરીર પરથી એક પછી એક વસ્ત્રો ઉતારવાનું શરુ કર્યું. 
     શર્મિલાનુ નગ્ન શરીર હવે રંજનની સમક્ષ હતુ.શર્મિલા જાણે ઉપરથી નીચે સુધી આખી મીણની પૂતળી હોય તેવુ રંજનને લાગ્યુ.ફાટી આંખે એ શર્મિલાને જોઈ રહ્યો હતો.શર્મિલાની નગ્ન કાયાને જોઈને જાણે રંજનની આંખોમાંથી અગ્નિની જ્વાળાઓ લબકારા લેવા લાગી.અને એ જ્વાળાઓની ગરમીથી મીણની પૂતળી બનેલી શર્મિલા પીઘળવા લાગી.રંજન સ્તબ્ધ થઈને એને પીઘળતી જોઈ રહ્યો.જોતજોતા માં શર્મિલા સંપુર્ણપણે પીઘળીને રંજનની નજર સામે મીણના પ્રવાહીમા તબદીલ થઈ ગઈ.
  રંજન ફાટી આંખે એ પ્રવાહીને જોઈ રહ્યો. અને અચાનક હવે એ પ્રવાહી એની તરફ વધવા લાગ્યુ.રંજન ગભરાઈને પલંગ પરથી ઉતરવા ગયો.પણ એ મીણના પ્રવાહીએ એના પગને જકડી લીધા. 
અને એ.
"નો.નો.નો."
કરતો છટપટાયો.પણ એ પ્રવાહી જાણે એને ગળવા લાગ્યુ.અને એ જોર જોર થી ચિખવા લાગ્યો.ચિલ્લાવા લાગ્યો.
 "બચાવો.બચાવો.પ્લીઝ કોઈ બચાવો"
એનો મરણીયો સાદ સાંભળીને એના નોકરો. એની મમ્મી માલતી અને ડેડી જયદેવ એના કમરા તરફ દોડી આવ્યા.અને બાહરથી બારણું જોશભેર ખખડાવવા લાગ્યા.
"રંજન.રંજન બેટા.શુ થયુ.બારણુ ખોલ"
મીણના એ પ્રવાહીએ રંજનને ગળવાનું ચાલુ રાખ્યુ હતુ.રંજનનુ સંપુર્ણ શરીર એ પ્રવાહીમા ગરક થઈ ગયુ હતુ.ફ્કત એની ગરદનની ઉપર નો હિસ્સો જ બાકી હતો.અને રંજન હજી ચીખી રહ્યો હતો.
 "બચાવો.બચાવો."
 બારણે ઉભેલા જયદેવે નોકરોને કહ્યુ.
 "દરવાજો તોડી નાખો."
અને જયદેવ સહીત તમામ નોકરો દરવાજો તોડવાની કોશિષ કરવા લાગ્યા 
હવે રંજન પલંગ પરથી નીચે પછડાયો.અને નીચે પછડાતા જ એ બદ હવાસ થઈને દરવાજા તરફ દોડ્યો.ફુલ એસી મા પણ એ પરસેવે રેબઝેબ થઈ ગયો હતો.એણે ઝડપથી દરવાજો ખોલ્યો.માલતી અને જયદેવેને એ વળગી પડ્યો.
 "શુ થયુ બેટા?"
 માલતી એ એના પરસેવાથી નીતરતા માથા પર હાથ ફેરવતા પૂછ્યુ.તો ખૌફ ભરેલી નજર એણે બેડ તરફ નાખી.તો ત્યા બેડ તો હતો.પણ એ મીણનું પ્રવાહી ક્યાંય ન હતુ.અને બેડ પર સજાવેલા પુષ્પો પણ ન હતા.એણે થરથરાતા સ્વરે પૂછ્યુ.
  "હુ.હુ ક્યા છુ?"
 જયદેવે અશ્ચર્યથી સામે પૂછ્યુ.
"ક્યાં છુ એટલે?આપણા ઘરે જ છો.બીજે ક્યા હોવાનો?"
 "હોટેલ ક્યા ગઈ?શર્મિલા ક્યા ગઈ?"
રંજને પહોળી આંખો કરતા પૂછ્યુ.
હવે જયદેવને સમજમાં આવ્યુ.
એણે ગભરાયેલી પોતાની પત્ની માલતીને કહ્યુ 
"આ કમબખ્ત.નાલાયકે સપનુ જોયુ છે.એણે શર્મિલાના ચક્કર મા આપણી રાત બગાડી."

 (શર્મિલાના સપના જોતા રંજનનુ આગળ શુ થશે?જાણવા વાંચતા રહો)