અભિનેત્રી 23*
"ઉર્મિલા સાથે તારે લગ્ન કરવા હોય તો તારે અમારી સાથે ઘર જમાઈ બનીને રહેવુ પડશે.બોલ છે મંજુર?"
મુનમુને સુનીલના ચેહરા ઉપર ત્રાટક કરતા કહ્યુ.જવાબમા સુનીલે શાંત શબ્દોમા ઉત્તર આપ્યો.
"ના હરગીઝ નહિ...."
એ આગળ કંઈ બોલે તે પહેલા મુનમુન ઉંચા સાદે બોલી.
"તો પછી આ લગ્ન નહી થાય.તુ....."
આ ફેરે સુનીલે મુનમુનને હાથ આડો ધરીને બોલતા અધવચ્ચે રોકી.અને એણે ઉત્તમને પ્રશ્ન કર્યો.
"પપ્પા.હુ જાણું છુ કે તમે પણ મમ્મી સાથે પ્રેમલગ્ન કર્યા છે.પણ જો તમારી સાસુએ તમારી આગળ આવી શરત રાખી હોત તો તમે શુ કર્યું હોત?"
ઉત્તમને તાત્કાલિક સમજ મા જ ના આવ્યુ કે એ સુનીલના આ પ્રશ્નનો પોતે શો જવાબ આપે.પણ સુનીલે પપ્પા તરીકે કરેલા સંબોધને એને સુનીલ પ્રત્યે આકર્ષિત તો જરુર કર્યો હતો.એ કંઈ જવાબ આપે એ પહેલા મુનમુન બોલી.
"ઉત્તમ ઘર જમાઈ રહ્યો હોત યા નહી સવાલ એ નથી સવાલ એ છે કે તારે ઘર જમાઈ રહેવુ છે યા નહી?"
"હૂ અનાથ જરૂર છુ.પણ સાથે સાથે હુ ખુદ્દાર પણ છુ અને એટલે ઘર જમાઈ રહેવુ મને મંજૂર નથી."
સુનીલે સ્પષ્ટ શબ્દોમા કહ્યુ.
તો મુનમુને પણ ચોખ્ખે ચોખ્ખુ કહી દીધું.
"તો આ રહ્યા બારણા ઉઘાડા તુ જઈ શકે છે."
"પ્લીઝ મુન બસ કર.હવે તુ હદ કરે છે."
અત્યાર સુધી ખામોશી અખત્યાર કરીને બેસેલા ઉત્તમે પોતાનુ મોં ખોલતા કહ્યુ.
"જો ભાઈ સુનીલ.ધર જમાઈ ન બનવાના તારા નિર્ણયનો હુ સ્વીકાર કરુ છુ.પણ તુ જ કંઈક એવો તારા મનથી માર્ગ કાઢ જેનાથી અમને પણ સંતોષ થાય."
ઉત્તમે સુનીલને ઉદ્દેશીને કહ્યુ.
સુનીલે વિચાર કરવા માટે થોડો સમય લીધો.ઉર્મિલા ઉત્તકંઠા પૂર્વક સુનીલના ચેહરાને તાકી રહી.એના કર્ણ તલસી રહ્યા હતા એ સાંભળવા કે સુનીલ પપ્પાને શો જવાબ આપે છે.
જરા વાર વિચાર કર્યા પછી સુનીલ બોલ્યો.
"પપ્પા.મમ્મી.હૂ સમજી શકુ છુ કે તમને બન્નેને ઉર્મિલાની ચિંતા હોય.તમારા માટે તો હૂ સાવ અજાણ્યો જ છુ એટલે મારામાં વિશ્વાસ મૂકતા તમે ખચકાવ એ સ્વભાવિક છે.માટે હુ આટલુ કરી શકુ કે તમારા થી પાંચ સાત કિલોમીટરના અંતરે ઘર લઈને રહીશ.જેથી તમે ઉર્મિલાને જયારે ઇચ્છો ત્યારે મળી શકો."
"મૂન.સુનીલનો આ પ્રસ્તાવ કંઈ ખોટો નથી.એ પુના છોડીને ઉર્મિની ખાતીર અહિ રહેવા તૈયાર થતો હોય તો હવે આપણે પણ નમતુ મુકવું જોઈએ. બરાબર?"
મુનમુને એક ઉંડો શ્વાસ છાતીમાં ભરતા કહ્યુ.
"ઠીક છે.તુ તારો જે કંઈ સામાન લાવવાનો હોય તે લાવવાની પુના જઈને તૈયારી કર.અને ત્યા સુધીમા અમે તમારા માટે ઘર ગોતી લઈએ."
"ઠીક છે તો હુ નીકળુ?"
સુનીલે રજા માંગી.
"બપોરે જમીને નીકળજે.ત્રણ વાગ્યા સુધીમા અમારી શર્મિલા પણ આવી જશે તો મારી ઈચ્છા છે કે એ પણ તને એક વાર મળી લે."
ઉત્તમે આગ્રહ કરતા કહ્યુ.
ઉત્તમના કહ્યા પ્રમાણે ત્રણ વાગે શર્મિલા આવી.
ઉર્મિલાએ એનો પરિચય સુનીલ સાથે કરાવ્યો.
"આ તારા થનાર જીજજુ ને મળ."
"વાવ.શુ હેંડસમ પર્સનાલિટી છે ઉર્મિ.મસ્ત માલ પટાવ્યો છે હા તે."
સુનીલ શર્મિલાએ કરેલા શબ્દોના આવા બેતુકા પ્રયોગથી ઝંખવાઈ ગયો.પણ ઉર્મિલાએ એને ખખડાવી.
"શુ ગમે તેમ બોલે છે?કંઈક ભાન રાખ બોલવાનુ."
"હુ તો જો ભઈ આવી જ છુ."
ખંભા ઉલાળતા શર્મિલા બોલી.
"અને ઉર્મિ ધ્યાન રાખજે જે ચીજ તને પસંદ આવે છે એ મને પણ અચૂક પસંદ આવે જ છે હો."
શર્મિલા આંખ મિચકારતા બોલી.તો ઉર્મિલાએ પણ શર્મિલાને સણસણતો જવાબ આપ્યો.
"કપડાં લત્તા સુધીની વાત અલગ હતી શર્મી.આ તો મારો પ્રેમ છે.નાની બહેન તરીકે એને મળીશ ત્યા સુધી વાંધો નથી.પણ કોઈ બીજી નજર નાખી છે ને તો જોઈ લેજે."
જવાબમા શર્મિલા ખડખડાટ હસી પડી
"જોયુ.જોયુ.કેવી છંછેડાઈ ગઈ.હુ તો ફ્કત મજાક કરુ છુ."
સુનીલ પુના રવાના થયો અને અહી મુનમુને સુનીલ અને ઉર્મિલા માટે નજદીકમા જ ઘર શોધવા માંડ્યું.અને મરોલમાં જોઈતુ હતુ એવુ ઘર એને મળી ગયુ.ઘર રાખી લીધા પછી એણે ઉર્મિલા અને સુનીલના લગ્નની તારીખ પણ ફિક્સ કરી લીધી.
(શુ સુનીલ અને ઉર્મિલાના લગ્ન નિર્વિઘ્ને પાર પડશે?જાણવા વાચતા રહો અભિનેત્રી.)