અભિનેત્રી 38*
ડાયરેકટર મલ્હોત્રાએ પ્રોડ્યુસર જયદેવને ફોન લગાડ્યો અને અહીં સ્ટુડીયોમા થયેલી તમામ હકીકતથી વાકેફ કર્યા તો પ્રોડ્યુસર ચિંતામાં પડી ગયો.
"અબ ક્યા કરેંગે મલ્હોત્રા?"
"શર્મિલાએ છોડેલી ફિલ્મ જલદી બીજી કોઈ હિરોઈન હાથમા પણ નહી લે"
મલ્હોત્રાએ જયદેવને વાસ્તવિકતા દેખાડી.
"કંઈ રસ્તો કાઢો મલ્હોત્રા."
"હુ રંજનને કંઈ કહી શકતો નથી તમે જ એને કંઈક શિખામણ આપો.નહીતો જો બીજી હિરોઈન મળશેને તો એ પણ નહી ટકે."
"મને ખબર છે કે એમા હીરો બનવાની લાયકાત નથી પણ એની મોમની જીદ આગળ હુંય લાચાર છુ.તમે શર્મિલાને મનાવો હુ રંજન સાથે વાત કરુ છુ."
જયદેવે મલ્હોત્રાનો ફોન કટ કરીને રંજનને ફોન જોડ્યો.
"હા ડેડી બોલીએ."
"યે મે ક્યા સુન રહા હુ?આવી રીતે તુ કઈ રીતે હીરો બનીશ?સેટ ઉપર શિસ્ત રાખતા શીખ."
"ડેડી.મે કંઈ નથી કર્યું.શર્મિલા જ મિજાજ દેખાડીને જતી રહી."
રંજન પોતાના બચાવમાં બોલ્યો.
"તુ આટ આટલા રિટેક લીધા કરે પછી સામે વાળો કંટાળે કે નહી?શુટની પહેલા બરાબર રિહર્સલ કરી લીધુ હોય તો વધારે ટેક ના લેવા પડેને?"
"સોરી ડેડી.હવે એવુ નહી થાય."
રંજને પોતાની ભુલ કબુલ કરતા કહ્યુ.તો જયદેવે ગુસ્સાથી કહ્યુ.
"સોરી મને નહી શર્મિલાને કહે."
"ઓકે ડેડી.હુ એને પણ કહી દઈશ."
"તો ઠીક છે આપ તો ફોન મલ્હોત્રાને."
રંજને મલ્હોત્રાને ફોન આપ્યો.જયદેવે મલ્હોત્રાને કહ્યુ.
"મેં રંજનને સમજાવી દીધો છે.તમે હવે શર્મિલાને મનાવીને શુટિંગ આગળ વધારો."
"શર્મિલાને મનાવવી મુશ્કેલ છે છતા હુ ટ્રાય કરુ છુ."
શર્મિલાનો સેક્રેટરી નિર્મલ ઝા શર્મિલાની આજ્ઞા પ્રમાણે ત્રણ દિવસની શુટિંગનો ચેક લેવા માટે ઉભો હતો.મલ્હોત્રા નિર્મલ ઝાને સાઈડ પર લઈ જઈને બોલ્યા.
"નિર્મલભાઈ આ ફિલ્મ તો મેડમ પાસે જ કરાવવી છે.હવે તમે જ કંઈ રસ્તો સુઝાડો."
પણ નિર્મલે નનૈયો ભણ્યો.
"કમાન થી છૂટેલું તીર કદાચ પાછુ વળે તો વળે પણ મેડમની ના.હા મા બદલાય એ શક્ય નથી."
"પ્લીઝ કંઈક કરો.આ*હો ગયે બરબાદ*ની સ્ક્રિપ્ટ મેડમ ને જ ધ્યાનમા રાખીને લખાવી છે.જો મેડમ આ ફિલ્મ નહી કરે તો આખો પ્રોજેક્ટ અમારે અભરાઈએ ચડાવી દેવો પડશે."
મલ્હોત્રા ગળગળો થઈ ગયો.મલ્હોત્રાના સ્વરની ભીનાશ જોઈને નિર્મલ વિચાર મા પડી ગયો.
"શુ રંજન મેડમ ની માફી માંગશે?"
"રંજન શુ એનો બાપ પણ માંગશે.તમે ફ્કત મેડમ ને મનાવી લ્યો."
"તો ઠીક છે.હુ ટ્રાય કરુ છુ."
નિર્મલે મલ્હોત્રાને ધરપત આપી.પછી એણે શર્મિલાને ફોન કર્યો.
શર્મિલાએ ફોન ક્લેકટ કરતા કહ્યુ.
"કાલે ઘરે આવીને ચેક આપી દેજે."
શર્મિલાને એમકે નિર્મલને ત્રણ દિવસનો ચેક મળી ગયો હશે એટલે એણે ફોન કર્યો હશે.પણ નિર્મલ બોલ્યો.
"મેડમ.મલ્હોત્રાએ ચેક નથી આપ્યો પણ એ સમાધાન કરીને શુટિંગ આગળ વધારવા માંગે છે."
"વોટ રબીશ?આપણો એની સાથે કોઈ જગડો જ નથી પછી સમાધાન શેનુ?"
"મેડમ.મલ્હોત્રા રડવા લાગ્યો હતો.એ તમારી સાથે જ મૂવી બનાવવા માંગે છે.એ કહેતો હતો કે શર્મિલા મેડમ જો આ મૂવી નહી કરે તો એ આખો પ્રોજેક્ટ અભરાઈ ઉપર ચડાવી દેશે."
શર્મિલાએ થોડીક ક્ષણો વિચારવા મા લીધી અને પછી બોલી.
"પણ આપણો પ્રોબ્લેમ રંજન સાથે છે.એનુ શુ?"
"એ તમને સોરી કહી દેશે."
"સોરીથી થોડી કામ ચાલશે.ફરી વાર એ ટાઈમ વેસ્ટ નહીં કરે એની ખાતરી પણ જોઈએ ને?"
શર્મિલાએ એની ચિંતા વ્યકત કરી.તો નિર્મલે કહ્યુ.
"મલ્હોત્રા અને રંજન એની ખાત્રી આપે તો બસને?"
"હા.આપણે પણ ક્યા મૂવી છોડવી છે.પણ પ્રોડ્યુસરનો દીકરો છે એટલે આપણી ઉપર રુઆબ કરે એતો ના ચલાવી લેવાય ને."
"તો ઠીક છે હુ મલ્હોત્રાને ફોન આપુ?"
નિર્મલે ડરતા ડરતા પૂછ્યુ.
"હા આપ."
શર્મિલાએ રેડ સિગ્નલ દીધુ.એટલે નિર્મલે ફોન મલ્હોત્રાને આપ્યો.મલ્હોત્રા ધીમા અવાજે બોલ્યો.
"મેડમ.પ્લીઝ આવતી કાલથી ફરીથી શૂટ જોઈન્ટ કરો."
"અને રંજન નુ શુ?મને તમારી નહી એની સાથે પ્રોબ્લેમ છે."
"લ્યો.એ તમને કંઈ કહેવા માંગે છે.વાત કરો એની સાથે."
હવે મલ્હોત્રાએ ફોન રંજનને આપ્યો.રંજન ઘણી જ નર્મતા સાથે બોલ્યો.
"શર્મિલા જી.આઇ એમ સોરી.હુ પ્રોમીસ કરુ છુ.કે હવે થી વધારે રિટેક નહી થાય.શૂટ પહેલા હુ બરાબર રિહર્સલ કરી લઈશ."
શર્મિલા એને પ્રોત્સાહિત કરતા બોલી.
"ગુડ બોય.તો આપણે કાલથી ફરીથી શૂટ શરુ કરીએ."
(શુ*હો ગયે બરબાદ*મૂવી હેમખેમ પૂરી થશે ખરી?વાંચતાં રહો અભિનેત્રી)