અભિનેત્રી 16*
"ચાલ ફટાફટ તૈયાર થઈ જા જોઉ."
"ના સુનીલ.મારો હવે ક્યાય જવાનો મૂડ નથી."
ઉર્મિલાએ ઠંડા અને ઉદાસ સ્વરે કહ્યું.
"અરે યાર શુ મૂડ નથી?મને તો કક્કડીને ભુખ લાગી છે.અને મે કેફે સીફારિશ મા ટેબલ પણ બુક કરાવી લીધુ છે.માટે પ્લીઝ આનાકાની કર્યા વગર તૈયાર થઈ જા."
સુનીલે પ્રેમ પૂર્વક ઉર્મિલાની ઝુલ્ફોને આંગળીથી રમાડતા કહ્યુ.
"આજે કેટલા દિવસે બીચારી શર્મીએ સામેથી ફોન કર્યો.એ સોરી પણ બોલી અને તે.તે કેવી રીતે એની સાથે વાત કરી?"
"ઓકે.ઓકે.એ માટે સોરી બસ?હવે તૈયાર થાને બાબા."
સુનીલ હાથ જોડતા બોલ્યો.
પણ ઉર્મિલાનો અફસોસ કે દુઃખ સુનીલની સોરી સાંભળીને જરા જેટલુ પણ ઓછુ થયુ નહી.એણે દુઃખી સ્વરે કહ્યુ.
"તારી વાત એને હાડોહાડ લાગી ગઈ હશે સુનીલ.આજે એનો પણ બર્થ ડે હતો.એને વિશ કરવાની વાત તો બાજુ પર રહી ઉલટાનું તે કેવો બિહેવર કર્યો એની સાથે."
"એ માટે મેં તને સોરી તો કહ્યુ ને?હવે આપણે રેસ્ટોરન્ટ અને મૂવીથી આવ્યા પછી આ વિષય પર વધુ ચર્ચા કરીશુ ઓકે."
સુનીલ આ વખતે થોડા ઉંચા અવાજે બોલ્યો. તો જવાબમા ફરીથી ઉર્મિલા એજ નરમાશ પુર્વક બોલી.
"મારો હવે મૂવી જોવાનો જરા પણ મૂડ નથી. આપણે ફ્કત જમીને જ પાછા આવતા રહીશુ."
"વાહ.ઠીક છે એમ કરીશુ.તુ રેડી તો થા."
ઉર્મિલાએ કપડા ચેન્જ કરવા ક્લોઝેટ ખોલતા સુનીલને ઉદ્દેશીને કહ્યુ.
"શુ ખવરાવવાનો વિચાર કર્યો છે સુનીલ."
સુનીલે સ્માઈલ કરતા કહ્યુ.
"તુજ ગેસ કર રાણી."
"કંઈક હિંટ તો આપ રાજ્જા."
આમ કહીને પોતાની પીઠ સુનીલ તરફ ફેરવીને બોલી.
"લે પહેલા બ્લાઉઝનુ હુક લગાડી દે અને પછી હિંટ આપ."
સુનીલે બ્લાઉઝનુ હુક લગાડ્યુ.અને પછી ઉર્મિલાના બન્ને બાજુઓને પકડીને પોતાની તરફ ફેરવીને એક તસતસતું ચુંબન એના હોઠ પર ચોડ્યુ.અને પછી બોલ્યો.
"તારુ જ ફેવરીટ છે."
"ચિકન મુમતાઝ!"
ખુશી ભર્યો ઉદ્દગાર ઉર્મિલાના કંઠ માથી નિકળ્યો.
"બિલકુલ સહી જવાબ."
કહીને સુનીલે ઉર્મિલાના હોઠ પર બીજુ ચૂંબન ચોડ્યુ.તો આ વખતે ઉર્મિલા ખીજાણી.સુનીલને ધકકો મારતા બોલી.
"હવે છાનો માનો આઘો રે.તૈયાર થવા દેને નિરાંતે."
"આતો છેને ઉર્મી.મને ખબર છે કે તુ હમણા હોઠ પર લિપસ્ટિક લગાડવાની જ છો.તો એવુ છે ને કે હોઠ ભીના હોય ને તો લિપસ્ટિક બરાબર લાગે"
સુનીલે ઠાવકાઈ થી કહ્યુ.તો ઉર્મિલા વડચકુ ભરતા બોલી.
"તને ભારે અનુભવ લાગે છે કેમ?"
આ સાંભળીને સુનીલે ઝંખવાણો પડતા કહ્યુ.
"ના.ના.એવુ નથી આ તો મે ક્યાંક વાંચ્યુ હતુ એ આધારે કહ્યુ."
ઉર્મિલા તૈયાર થઈ રહી.એટલે બન્ને હાથમા હાથ નાખીને મરોલ મા આવેલી કેફે સિફારીશ મા પોહચ્યા.
મેતો દીવાની હો ગઈ
પ્યાર મે તેરે ખો ગઈ
શર્મિલાના ફોનની રીંગ રણકી અને મસ્ત ઉંઘમાં બ્રિજેશના સપના જોતી શર્મિલાની આંખો ખુલી ગઈ.એ જસ્ટ નીંદર મા હોવાને કારણે સ્ક્રીન પર નામ જોયા વગર જ સેલફોન કાને લગાડ્યોઅને એ ઊંઘરેટા અવાજે બોલી.
"હેલ્લો કોણ?"
"ઉફ!નીંદરના કેફમા તારો અવાજ પણ તારા જેવો જ સેક્સી લાગે છે."
સામે છેડેથી નિસાસા ભર્યો ઉદ્દગાર આવ્યો.
"કોણ બ્રિજેશ?એક્તો રાતે બર્થ ડે વિશ કરવાના બહાને તે આખી રાત સુવા નથી દીધી. અને અત્યારે પણ મારી ઉંઘ બગાડી."
શર્મિલા એ મીઠો ઠપકો આપતા કહ્યુ.
"મેડમ.તમે કમપ્લેટ કરો છો?કમપ્લેટ તો મારે કરવાની છે."
"શુ?શેની?"
શર્મિલા નો સવાલ સાંભળીને બ્રિજેશ શરારત ભર્યાં સ્વરે બોલ્યો.
"એકત્રીસ વર્ષથી સાચવીને રાખેલુ મારુ કોમાર્ય તે રાતે ખંડિત કરી નાખ્યુ.મને કોઈને મોં દેખાડવાના લાયક ના રહેવા દીધો."
"જા.જા નૌટંકી બાજ."
બ્રિજેશના શબ્દો સાંભળીને શર્મિલા શરમાઈ જતા બોલી.
"તારે તો ફિલ્મોમાં હોવુ જોઈતુ તુ."
"શુ હુ ખરેખર એટલો હેંડસમ છુ."
બ્રિજેશે પોતાના કોલર ઉપર કરતા પૂછ્યુ.
"ના.પણ મે હમણા કહ્યુંને એમ નૌટંકીબાજ છો."
“આજે રાતે ફરીથી આવુ?”
ધડકતા હૃદયે બ્રિજેશે પૂછ્યુ.તો જવાબમા શર્મિલાએ ચોખ્ખો નનૈયો ભણ્યો.
“નો ઓ.નો વે.બિલકુલ નહી.”
શર્મિલાની સ્પષ્ટ ના સાંભળીને નિરાશ થતા
બ્રિજેશે પૂછ્યુ.
“કેમ?”
“રોજ રોજ શુ છે હેં?”
( શર્મિલા અને બ્રિજેશ ની લવ સ્ટોરી શુ રંગ લાવશે?બન્ને ખરેખર પ્રેમમા પડ્યા કે પછી વહેમમા.)