Abhinetri - 4 in Gujarati Crime Stories by Amir Ali Daredia books and stories PDF | અભિનેત્રી - ભાગ 4

Featured Books
Categories
Share

અભિનેત્રી - ભાગ 4

અભિનેત્રી ૪*

     બ્રિજેશ અને જયસૂર્યાએ જૂહુ સર્કલથી લેફટમા વર્સોવા તરફ જતા માર્ગમાં પોતાનો બંદોબસ્ત ગોઠવ્યો.અને ઉચક જીવે શર્મિલાના આવવાની રાહ જોતા એ બન્ને ત્યા ઉભા રહ્યા.
 ત્યારે રાતના પોણા બાર વાગવા આવ્યા હતા.
 બીજી વીસેક મિનિટ પસાર થઈ.પણ આ વીસેક મિનિટ પણ વીસ કલાક જેવી લાગી બ્રિજેશને.
   અને આ દરમ્યાન એના મસ્તકમાં એકજ વિચાર વારંવાર આવી રહ્યો હતો કે જે ઇન્ફોર્મેશન એને મળી છે એ ઈશ્વર કરે કે ખોટી હોય.પોતાની મનપસંદ એક્ટ્રેસ ઉપર કોઈ લાંછન લાગે એવુ બ્રિજેશ ઈચ્છતો ન હતો.
અને ત્યા શર્મિલાની ગાડી આવતી દેખાઈ. સહુથી પહેલા જયસૂર્યાની નજર પડી શર્મિલાની xylo ઉપર.એણે તરત બ્રિજેશને ચેતવ્યો.
"સર.આગલી બે રિક્ષાની બરાબર પાછળ છે પીળા રંગની શર્મિલા મેડમની ઝાયલો ગાડી."
"હા.મે પણ જોઈ."
કહીને બ્રિજેશ આગળ વધ્યો.ગાડી શર્મિલા પોતે ચલાવી રહી હતી.હાથ દેખાડીને ગાડી ઉભી રાખવાનો એણે ઈશારો કર્યો.શર્મિલાએ ગાડી સાઈડમા લઈને રુઆબ ભેર પૂછ્યુ.
"શુ છે?કેમ ઉભી રાખવી મારી ગાડીને?"
જીવનમાં પહેલી વાર જે એક્ટ્રેસ એને ગમતી હતી.જેના ગીતો એ હમેશા ગણગણતો હતો. જેની અદાકારી નો એ દિવાનો હતો.
એ એક્ટ્રેસ.એ અદાકારા.એ શર્મિલા.એની નજરની બીલકુલ સમક્ષ ઉભી હતી.બીજો કોઈ સમય હોત તો કદાચ એણે એની પાસે જઈને એનો ઓટોગ્રાફ માંગ્યો હોત.
પણ અત્યારે તો એ એને મળેલી ઇન્ફોર્મેશનના આધારે એની ગાડીની તલાશી લેવા આવ્યો હતો.પોતે એક પ્રસંશક તરીકે નહી પણ એક પોલિસ ઓફિસરની હેસિયતથી ડયુટી બજાવવા આવ્યો હતો.દિલ પર પથ્થર રાખીને એ બોલ્યો.
"એક પાંચ મિનિટ તમે ગાડીની બાહર આવશો મેડમ?"
"શા માટે?"
શર્મિલાએ છણકો કરતા પૂછ્યુ.
 "તમારી કારની તલાશી લેવી છે."
બ્રિજેશે નમ્રતા પૂર્વક કહ્યુ.
જવાબમા શર્મિલા ભવા ચડાવતા તાડુકી.
 "આ શુ માંડ્યું છે ઑફિસર?ખબર છે તમને કે તમે કોની ગાડી આંતરો છો?"
શર્મિલાનો મિજાજ જોતા બ્રિજેશને લાગ્યુ કે અહી નરમાશ કે નમ્રતા કામ નહિ આવે.પોતે અહી એના કોઈ ચાહક તરીકે નહી પણ એક પોલીસ ઓફિસર તરીકે આવ્યો છે.એટલે હવે એ પણ થોડોક કડકાઈથી બોલ્યો.
 "શર્મિલાજી.અગર તમે અહી રોડ પર તમાશો કરવા માંગતા હો તો મને પણ કોઈ વાંધો નથી. સમજ્યા?પણ તમારી કારની તલાશી તો અમારે લેવી જ પડશે."
બ્રિજેશના અવાજમા રહેલી સખ્તાઈ શર્મિલા એ પારખી લીધી અને એક ગભરાટ એના હ્રદયમા વ્યાપી ગઈ.પણ એ ગભરાટને એણે ચેહરા ઉપર કળાવા ન દીધી.આખર હતી તો એક અભિનેત્રીને.પોતાના સ્વરમા નરમાશ લાવતા એણે બ્રિજેશને માસૂમિયતથી પૂછ્યુ.
"હુ શુ તમને કોઈ આતંકવાદી કે સ્મગલર જેવી લાગુ છુ?"
"ના મેડમ.પણ અમને કોઈ ઇન્ફોર્મશન મળે તો અમારે એ વિશે ઈંકવાયરી કરવી પડે.માટે પાંચ મિનિટ જ લઈશ તમારી વધુ નહી.પ્લીઝ"
 ધડકતા હૃદયે શર્મિલા પોતાની કારમાથી નીચે ઉતરતા બોલી.
"તમે ગાડીની તલાશી લ્યો એટલી વાર હુ તમારી ગાડી મા બેસી શકુ?"
 "ઓફ્કૉર્સ."
બ્રિજેશ જાણતો હતો કે આટલી મોટી ફિલ્મ એક્ટ્રેસ જો રોડ ઉપર ઉભી રહે તો ભલે ને રાતના બાર વાગ્યા હોય તો પણ ટ્રાફિક જામ થઈ જવાનો.
 શર્મિલાએ દુપટ્ટા થી પોતાનો ચેહરો છુપાવતા પોલીસ વેનમા જઈને બેઠી.
 બ્રિજેશ અને જયસૂર્યાએ શર્મિલાની કારની તલાશી શરૂ કરી.બ્રિજેશે જયસૂર્યાને ટીપ આપતા કહ્યુ.
 "જયસૂર્યા ભાઈ.મારુ માનવુ છે કે આપણે આખી કાર ચેક કરવાના બદલે.ફકત સીટ ને હટાવીને ચેક કરીએ નવાણું ટકા અગર ડ્રગ્સ હશે તો અહીજ છુપાવેલું હશે."
 "બરાબર છે સાહેબ."
કહીને જયસૂર્યાએ સહુથી પહેલા ડ્રાઇવિંગ સીટને એની જગ્યા એથી જરા ખસેડી તો એ સીટ આસાની થી ત્યાથી સરકી ગઈ.અને એના આશ્ચર્ય વચ્ચે ત્યા એક બ્લેક કલરની પ્લાસ્ટીક ની થેલી એના હાથ લાગી.એ થેલીને ખોલીને એણે સૂંઘી જોઈ.અને એ ઉત્સાહ પૂર્વક બોલ્યો
 "લ્યો સાહેબ.મળેલી બાતમી સો ટકા સાચી પડી."
 "શુ વાત કરો છો?"
બ્રિજેશના માનવામા આવતુ ન હતુ.કે ખરેખર શર્મિલાની કારમાંથી એમને સાચોસાચ ડ્રગ્સ મળી આવ્યુ છે.બીજા કોઇની ગાડી હોત અને આ રીતે પોતાને સફળતા મળી હોત તો એના ઉત્સાહનો પાર ના રહ્યો હોત.પણ અહી તો આ પોતાની ચહેતી અભિનેત્રી હતી.પોતાની ફેવરિટ એક્ટ્રેસ હતી.અને અહી એને સફળતા મળતા આનંદ થવાના બદલે આઘાત વધુ લાગ્યો હતો.

 (બ્રિજેશ પોતાની મનપસંદ હિરોઈનને કઈ રીતે હથકડી પહેરાવશે?શર્મિલાનુ શુ થશે.)