(પ્રિય વાંચકો. તમારા માટે આ વખતે એક સસ્પેન્સ થ્રીલર *અભિનેત્રી* નામની વાર્તા લઈને આવ્યો છુ.જે ચોક્કસ તમને ગમશે. વાંચીને તમારો અભિપ્રાય જરૂર આપજો.) *અભિનેત્રી ૧* ઇન્સ્પેક્ટર બ્રિજેશ. ઉંચો.દેખાવડો.સ્ફૂર્તિલો.અને તંદુરસ્ત ઑફિસર હતો.ત્રીસ વર્ષનો થયો હતો પણ છતા હજુ સુધી અનમેરીડ હતો. ચેહરા ઉપર આછી પાતળી દાઢી.અને વાંકડી મૂછોના કારણે એ અત્યંત આકર્ષક લાગતો હતો. પણ હજુ સુધી લગ્ન ન કરવાનુ એનુ એકજ કારણ હતુ કે એ સાધારણ પરિવાર માથી આવતો હતો.પણ અત્યંત મહત્વકાંક્ષી હતો. અને એણે એકજ લક્ષ રાખ્યુ હતુ કે જીવનમા પહેલા કંઇક નામ અને દામ કમાવવા પછી જ ઠરીને ઠામ થવુ. એમ ન હતુ કે એને કોઈ લગ્ન માટે માગા આવતા ન હતા.પણ એણે તો નક્કી કરી રાખ્યુ હતુ કે જ્યા સુધી પોતે કંઈ બની નો જાવ ત્યા સુધી તો લગન બગન નુ નામ પણ નથી લેવાનુ.
અભિનેત્રી - ભાગ 1
અભિનેત્રી 1(પ્રિય વાંચકો. તમારા માટે આ વખતે એક સસ્પેન્સ થ્રીલર *અભિનેત્રી* નામની વાર્તા લઈને આવ્યો છુ.જે ચોક્કસ તમને ગમશે. તમારો અભિપ્રાય જરૂર આપજો.)*અભિનેત્રી ૧*ઇન્સ્પેક્ટર બ્રિજેશ.ઉંચો.દેખાવડો.સ્ફૂર્તિલો.અને તંદુરસ્ત ઑફિસર હતો.ત્રીસ વર્ષનો થયો હતો પણ છતા હજુ સુધી અનમેરીડ હતો.ચેહરા ઉપર આછી પાતળી દાઢી.અને વાંકડી મૂછોના કારણે એ અત્યંત આકર્ષક લાગતો હતો.પણ હજુ સુધી લગ્ન ન કરવાનુ એનુ એકજ કારણ હતુ કે એ સાધારણ પરિવાર માથી આવતો હતો.પણ અત્યંત મહત્વકાંક્ષી હતો. અને એણે એકજ લક્ષ રાખ્યુ હતુ કે જીવનમા પહેલા કંઇક નામ અને દામ કમાવવા પછી જ ઠરીને ઠામ થવુ.એમ ન હતુ કે એને કોઈ લગ્ન માટે માગા આવતા ન હતા.પણ એણે ...Read More
અભિનેત્રી - ભાગ 2
અભિનેત્રી ૨*ઉર્મિલા એ સવારમા ઉઠતા વેંત આખા ઘરને જાણે માથે લીધુ."સુનીલ.પ્લીઝ ઉઠ ઉભો થા યાર.દસ વાગવા આવ્યા.મારે બહેરામ ભાઈને બાંધવા જવુ છે.""તો તુ જાને મને નિરાંતે સુવા દે.ડિસ્ટર્બ ના કર મને."સુનીલે ચાદર માથા સુધી ખેંચતા કહ્યુ."શુ ડિસ્ટર્બ ન કર?થોડી વારમાં મોટા બહેન નહી આવે તને રાખડી બાંધવા?ચલ ઉભો થા હવે."ઉર્મિલા સુનીલને તતડાવતા બોલી.આ વખતે સુનીલને ના છૂટકે ઉર્મિલાના હુકમને તાબે થવુ પડ્યુ.એણે પોતાનાં શરીર પર થી ચાદર હટાવીને દુર ફગાવતા કહ્યુ."ઊર્મિ.હુ શુ કવ છુ....?"સુનીલ કાંઈક અગત્ય lની વાત કહેવા માંગતો હશે એમ ધારીને ઉર્મિલા કમર પર હાથ મૂકીને પલંગ પાસે આવીને ઉભી રહી.કે તરત સુનીલે પોતાનો હાથ લંબાવ્યો અને ...Read More
અભિનેત્રી - ભાગ 3
અભિનેત્રી ૩* ઇન્સ્પેક્ટર બ્રિજેશે અજનબીને એમની ઓળખ આપવા માટે વધુ ફોર્સ કરવાનુ છોડી દીધુ અને કહ્યુ."ઠીક ભાઈ.હવે કઈ ઇન્ફોર્મેશન છે તમારી પાસે જણાવો""મશહુર ફિલ્મ એક્ટ્રેસ મિસ શર્મિલા....."એ અજનબીના મુખેથી પોતાની ફેવરીટ..અને પોતાની ચહિતી એક્ટ્રેસનુ નામ સાંભળતા જ બ્રિજેશ ચોંક્યો અને અધવચ્ચે જ એની વાત કાપતા ચિંતાતુર સ્વરે એ બોલી પડ્યો.". .....શુ.શુ થયુ શર્મિલાને?""શર્મિલાને કંઈ થયુ નથી.""તો.તો ફોન શા માટે કર્યો તમે?."બ્રિજેશ ગુસ્સામા તાડુક્યો.હવે પેલો અજનબી પણ અકળાયો હતો."સાહેબ.મને પહેલા પુરુ બોલવા તો દો.""હા તો ઝટ બોલોને મારે પણ ઘરે જવાનુ મોડુ થાય છે.""એક્ટ્રેસ શર્મિલા પંદર મિનિટ પહેલા હોટેલ બ્લૂમ બૂટિક માથી નીકળી છે….."આટલુ સાંભળતા જ ફરી બ્રિજેશ ...Read More
અભિનેત્રી - ભાગ 4
અભિનેત્રી ૪* બ્રિજેશ અને જયસૂર્યાએ જૂહુ સર્કલથી લેફટમા વર્સોવા તરફ જતા માર્ગમાં પોતાનો બંદોબસ્ત ગોઠવ્યો.અને ઉચક જીવે શર્મિલાના રાહ જોતા એ બન્ને ત્યા ઉભા રહ્યા.ત્યારે રાતના પોણા બાર વાગવા આવ્યા હતા.બીજી વીસેક મિનિટ પસાર થઈ.પણ આ વીસેક મિનિટ પણ વીસ કલાક જેવી લાગી બ્રિજેશને. અને આ દરમ્યાન એના મસ્તકમાં એકજ વિચાર વારંવાર આવી રહ્યો હતો કે જે ઇન્ફોર્મેશન એને મળી છે એ ઈશ્વર કરે કે ખોટી હોય.પોતાની મનપસંદ એક્ટ્રેસ ઉપર કોઈ લાંછન લાગે એવુ બ્રિજેશ ઈચ્છતો ન હતો.અને ત્યા શર્મિલાની ગાડી આવતી દેખાઈ. સહુથી પહેલા જયસૂર્યાની નજર પડી શર્મિલાની xylo ઉપર.એણે તરત બ્રિજેશને ચેતવ્યો."સર.આગલી બે રિક્ષાની બરાબર પાછળ ...Read More
અભિનેત્રી - ભાગ 5
અભિનેત્રી ૫* બહેરામ અને ઉર્મિલા વચ્ચે ભાઈ બહેનના પવિત્ર સંબધની શરુઆત આ રીતે થઈ હતી...... બહેરામ એક હતો.અને એ ડ્રીસ્ટિક કોર્ટ અંધેરીમા પ્રેક્ટીસ કરતો હતો.એ પારસી પંચાયત રોડ પર રહેતો હતો.એની ઑફિસ મરોલ માર્કેટ પાસે હતી.એને આજ મોડુ થઈ ગયુ હતુ પોતાની ઓફિસે પોહચતા. એક ક્લાઈન્ટ એને મળવા આવવાનો હતો.બહેરામે એને સવારના સાડા દસ નો ટાઈમ આપ્યો હતો.પણ ઘરેથી નીકળતા જ એને દસ ને વીસ થઈ ગઈ હતી.અને એની ઑફિસ એના ઘરથી બાય રોડ અડધી કલાકના અંતરે હતી.એ પોતાની સ્કૂટી ઉપર માર માર કરતો ઝડપથી જઈ રહ્યો હતો. આજ સુધી એવુ ક્યારેય બન્યુ ન હતુ ...Read More
અભિનેત્રી - ભાગ 6
અભિનેત્રી ૬* બ્રિજેશે ડ્રગની થેલી હાથમા લીધી અને પોલિસ વેનમા આવીને એ પાછલી સીટ પર બેસેલી શર્મિલાની આવીને બેઠો.અને એ થેલી શર્મિલાને દેખાડતા પૂછ્યુ."આ શુ છે શર્મિલાજી?"શર્મિલા મુદ્દામાલ સાથે રંગે હાથે પકડાઈ ચુકી હતી. પોતાનાથી હવે કોઈ જ બહાનુ કે બચાવ થઈ શકે એમ નથી એવુ એ સમજી ચૂકી હતી.આથીજવાબ આપવાના બદલે શર્મિલાએ પોતાની નજર શરમથી નીચે ઝુકાવી દીધી."તમે માનો યા ના માનો.મેડમ.પણ હુ તમને કેટલો પસંદ કરતો હતો.હુ તો તમને મારો આદર્શ ગણતો હતો."બ્રિજેશ નિરાશા ભર્યા આવજે બોલ્યો."I am sorry.ઑફિસર.મારાથી ખરેખર બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ."ધીમો નંખાય ગયેલો સ્વર શર્મિલાના ગળા માથી નીકળ્યો."પરંતુ.પ્લીઝ.હુ મારુ વ્યસન સુધારવાનો ...Read More
અભિનેત્રી - ભાગ 7
અભિનેત્રી ૭*"જયસૂર્યા ભાઈ.શુ કરીશુ?કોન્સ્ટેબલ જયસૂર્યા ઉંમરમાં પોતાનાથી આઠેક વર્ષ મોટો હોવાથી બ્રિજેશને એની સલાહ લેવામા ડહાપણ લાગ્યું.એણે જયસૂર્યાને સાઈડ લઈ જઈને પૂછ્યુ.જયસૂર્યાએ સાચી સલાહ આપતા કહ્યુ."સર.જેમ શર્મિલા મેડમ તમારા ફેવરિટ છે.એમ એ મારા પણ ફેવરિટ છે.છતા.તમે જ્યારથી ડયુટી જોઈન્ટ કરી છે ત્યારથી અત્યાર સુધીમા તમને એવો એકેય કેસ નથી મળ્યો કે જે તમને નામના અને પ્રમોશન અપાવે.માટે હુ તો એમજ ચાહીશ કે તમે આ તક ઝડપી લ્યો.""પણ એ બિચારીનુ કેરિયર ખતમ થઈ જશે."બ્રિજેશના શબ્દો માથી જાણે અફસોસ ટપકી રહ્યો હતો."એ બરાબર.પણ આવા ખોટા વ્યસનો રાખતા પહેલા એમણે પોતે પણ પોતાના કેરિયર વિશે વિચારવુ જોઈએને?""શુ કરીશુ?"બ્રિજેશ હજુ અવઢવમા હતો."એના કેરિયરનો ...Read More
અભિનેત્રી - ભાગ 8
અભિનેત્રી ૮* સુનીલ આઉટડોરથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં આવી જવાનો હતો.પણ રાતના આંઠ વાગવા આવ્યા હતા.છતા એનો સુધી કોઈ પત્તો ન હતો.ઉર્મિલા કાગ ડોળે એના આવવાની રાહ જોઈ રહી હતી. દર પખવાડિયે સુનીલને ઓફિસના કામસર કયારેક બેંગલોર.તો કયારેક દિલ્હી.કયારેક અમદાવાદ.તો કયારેક કોલકત્તા જવુ પડતુ.ચાર થી છ દિવસના રોકાણ બાદ એનુ કામ પુરુ થતા એ ઑફિસ ન જતા સીધો ઘેર આવતો. કારણકે તે જાણતો હતો કે ઉર્મિલા એના ઇંતેઝાર મા પલકો બિછાવીને બેઠી હશે.જેમ ચાતક પક્ષી વરસાદ પડવાની રાહ જોતુ હોય એમ મારી ઉર્મિ મારી રાહ જોતી હશે. અને એટલે એ ઑફિસે ન જતા સીધો પહેલા ...Read More
અભિનેત્રી - ભાગ 9
અભિનેત્રી ૯* ફિલ્મ એક્ટ્રેસ શર્મિલા.જાણે સાક્ષાત અપ્સરા.જાણે એને આખેઆખી ઈશ્વરે મીણથી બનાવી હોય એવી મુલાયમ અને કંડારેલી હોય એવી લિસ્સી.અને એની સફેદ રૂની પુણી જેવી કમનીય કાયા.અને રોમેરોમમા વીજળીનો પ્રવાહ વહેતો કરતો એનો સુંવાળો સ્પર્શ. એ રાતે શર્મિલાથી છૂટા પડીને બ્રિજેશ ઘરે તો આવ્યો.પણ પોતાનુ દિલ અને દિમાગ બન્ને જાણે શર્મિલાને એ સોપતો આવ્યો હતો. શર્મિલાને મળ્યે આજે ત્રીજો દિવસ હતો. છતા એક સેકંડ માટે પણ શર્મિલાનો ચેહરો બ્રિજેશના માનસ પટ પરથી હટ્યો ન હતો. ડયૂટી પર હોય ત્યારે પણ સતત શર્મિલા એને યાદ આવતી હતી.ઘણીવાર ફોન કરીને શર્મિલા સાથે વાત કરવાની તીવ્ર ઈચ્છા એને ...Read More
અભિનેત્રી - ભાગ 10
અભિનેત્રી 10* ડોર બેલ વાગતા જ ઉર્મિલા હાફળી ફાફળી થઈને દરવાજા તરફ દોડી.એને ગળા સૂધી ખાતરી કે આ મારો સુનીલ જ હશે? પહેલા તો એણે રડી રડી ને લાલ ઘુમ થઈ ગયેલી આંખોને પોતાની હથેળી થી લુછી. બેબાકળા ચેહેરે અને ધ્રુજતા હાથે ઉર્મિલાએ દરવાજો ખોલ્યો.દરવાજો ખોલીને એ સીધી સુનીલને વળગી જવા ઈચ્છતી હતી. "સુની...."કહીને એણે સુનીલને ભેટવા પોતાના બન્ને હાથ ફેલાવ્યા.પણ સામે પોતાના મુહ બોલ્યા ભાઈ બહેરામ અને ભાભી મહેરને જોઈને એ ભોંઠી પડી."બહેરામ ભાઈ.ભાભી.તમે?""હા ઉર્મી બહેન.સુનીલનુ કામ હતુ.ક્યા છે એ? હુ ક્યારનો એને ટ્રાય કરુ છુ પણ એનો ફોન સ્વિચ ઓફ આવે છે."બહેરામની વાત ...Read More
અભિનેત્રી - ભાગ 11
અભિનેત્રી 11* બરાબર દોઢ વાગે પોતાના રોજના ટાઈમે બ્રિજેશ ડ્યુટી ઉપર પોંહચી ગયો.પણ ગઈ કાલના ઉજાગરાને કારણે આંખોં લાલ ઘુમ થઈ ગઈ હતી.ઉંઘ પુરી ન થવાના લીધે નૈનોની પાંપણ એને ભારે ભારે લાગી રહી હતી. જયસૂર્યા બ્રિજેશની શકલ જોઈને જ સમજી ગયો કે આજે સાહેબને ઉજાગરો થયો લાગે છે એણે પૂછી જ લીધુ"શુ વાત છે સર?રાત્રે ઉંઘ થઈ નથી લાગતી?""હા જયસૂર્યા ભાઈ.તમારુ અનુમાન સાચુ છે.""તો તમારા માટે તમારી સ્પેશ્યલ કૉફી લઈ આવુ?""તમે તો અંતરયામી છો.યાર મારા મનની વાત જાણી લીધી તમેતો.""પાંચ મિનિટમા આવ્યો."કહીને જયસૂર્યા કૉફી લેવા રવાના થયો.અને બ્રિજેશ ગઈ રાતે થયેલા સુંવાળા ઉજાગરાને વાગોળવા લાગ્યો ...Read More
અભિનેત્રી - ભાગ 12
અભિનેત્રી 12* બેડરૂમમાથી બહેરામ.મહેર અને લિવિંગ રૂમમા આવ્યા.પણ લિવિંગ રૂમમાં ઘનઘોર અંધારુ હતુ.અને એ અંધારાનો લાભ લઈને કોઈ શખ્સે ઉર્મિલાને પોતાની બાહોપાશમાં કચકચાવીને જકડી લીધી. ઉર્મિલા ગભરાઈ ગઈ.એણે પોતાને એ શખ્સની બાહોમાંથી છોડાવવાનો મરણીયો પ્રયાસ કર્યો.પણ તે પેલાની મજબુત પકડ આગળ કમજોર સાબીત થઈ. પેલા શખ્સની બાહુપાશમાં ઉર્મિલાનો શ્વાસ ઘુંટાવા લાગ્યો હતો.એને લાગ્યુ કે એ હમણા બેહોશ થઈ જશે.ત્યા એણે અનુભવ્યુ કે પેલા શખ્સના હોઠોએ એના કાનોને સ્પર્શ કર્યો.એક ધીમો સ્વર એના કાનો સાથે અથડાયો."હે્પી બર્થ ડે ડાર્લિંગ."ઉર્મિલા એ સ્વરને ઓળખી ગઈ.અને હવે ...Read More
અભિનેત્રી - ભાગ 13
અભિનેત્રી 13* મેં તો હો ગઈ. પ્યાર મે તેરે ખો ગઈ.પોતાની જ મૂવી,*ડોલતી નાવ "નુ સુપર હિટ સોંગ શર્મિલાએ પોતાના મોબાઈલ મા રીંગ ટોન તરીકે રાખ્યુ હતુ.જેના વાગવાના કારણે ઘસઘસાટ ઊંઘતી શર્મિલાની નીંદર બગડી. એણે ફોન ઉપડવાને બદલે કટ કર્યો.અને ફરી ઉંઘવાની કોશિષ કરી.પણ ત્યા ફરીથી રીંગ ટોન વાગી. મેં તો દીવાની હો ગઈ. પ્યાર મે તેરે ખો ગઈ.આ વખતે એણે અણગમા સાથે ફોન હાથમા લીધો સ્ક્રીન પર એના સેક્રેટરી નિર્મલ ઝાનુ નામ દેખાયુ. એણે ...Read More
અભિનેત્રી - ભાગ 14
અભિનેત્રી 14* "બોલ ઉર્મિ.શુ પોગ્રામ છે આજનો?"સુનીલે પૂછ્યુ.જવાબમા સુનીલની ગરદનમા બન્ને હાથોનો ગાળીયો નાખ્યો અને આંખોંમા આંખો પરોવતા બોલી."હુ તો તારી નાવડી છુ મારા રાજ્જા.અને તુ છો મારો ખેવૈયા.તારી જ્યાં મરજી હોય ત્યા લઈજા.""તો આપણે એક કામ કરીએ.ત્રણથી છમા પિકચર જોવા જઈએ."પિક્ચરનું નામ સાંભળતા જ ઉર્મિલા ઝૂમી ઉઠી.બહુ શોખ હતો એને સિનેમા જોવાનો.લગ્ન પહેલા તો એ દર શુક્રવારે નવુ સિનેમા રિલીઝ થતા જ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો માં ઉપડી જતી.મૂવી ગમે તેની હોય અને ગમે તેવી હોય.મૂવી જોવી એટલે જોવી જ.પણ લગ્ન પછી બધુ બદલાઈ ગયુ.એવુ ન હતુ ...Read More
અભિનેત્રી - ભાગ 15
અભિનેત્રી ,15* શર્મિલા એ ફોન કર્યો.અને થોડીવાર પોતાનુ માથુ પોતાની બન્ને હથેળીઓમાં જકડી ને જરાવાર સાવ શૂન્ય અવસ્થામા બેસી રહી. ગુસ્સાથી એની આંખોં લાલ ચટક થઈ ગઈ હતી.પોતાની સહયોદરને મળતા પોતાને કોણ રોકી શકે?એણે મન મક્કમ કર્યું.અને મનોમન નક્કી કર્યું કે એ જશે.જરૂર જશે.એને પોતાની સગી બહેનને મળતા કોઈ તાકાત નહિ જ રોકી શકે. શર્મિલા એ ઘડિયાળમાં નજર નાખી તો બપોરના બે થવા આવ્યા હતા.એને કકડીને ભૂખ પણ લાગી હતી તેથી એણે પહેલા સ્વીગી થી પોતાના માટે પોતાની ફેવરિટ ડીશ મચ્છી કરીનો ઓર્ડર કર્યો.અને ...Read More
અભિનેત્રી - ભાગ 16
અભિનેત્રી 16* "ચાલ ફટાફટ તૈયાર થઈ જોઉ.""ના સુનીલ.મારો હવે ક્યાય જવાનો મૂડ નથી."ઉર્મિલાએ ઠંડા અને ઉદાસ સ્વરે કહ્યું."અરે યાર શુ મૂડ નથી?મને તો કક્કડીને ભુખ લાગી છે.અને મે કેફે સીફારિશ મા ટેબલ પણ બુક કરાવી લીધુ છે.માટે પ્લીઝ આનાકાની કર્યા વગર તૈયાર થઈ જા."સુનીલે પ્રેમ પૂર્વક ઉર્મિલાની ઝુલ્ફોને આંગળીથી રમાડતા કહ્યુ. "આજે કેટલા દિવસે બીચારી શર્મીએ સામેથી ફોન કર્યો.એ સોરી પણ બોલી અને તે.તે કેવી રીતે એની સાથે વાત કરી?""ઓકે.ઓકે.એ માટે સોરી બસ?હવે તૈયાર થાને બાબા."સુનીલ હાથ જોડતા બોલ્યો.પણ ઉર્મિલાનો અફસોસ કે દુઃખ સુનીલની સોરી સાંભળીને ...Read More
અભિનેત્રી - ભાગ 17
અભિનેત્રી 17* "બહુ સરસ.મજા આવી ગઈ સો મચ્.આજે કેટલા દિવસે આપણે આવુ ટેસ્ટી ચિકન મુમતાઝ ખાધુ.તને આ કયાંથી યાદ આવ્યુ હેં?થેંકયુ અગેઈન સુનીલ."ઓડકાર ખાતા ઉર્મિલા બોલી."થેંકયુ તો હુ તને કહીશ ડાર્લિગ.કે તુ આજના દિવસે પૈદા થઈ.જો આજે તુ પૈદા ના થઈ હોત ને ઉર્મિ.તો મને પણ આજના દિવસે ચિકન મુમતાઝ કયાંથી ખાવા મળત?અને તારી પસંદ ના પસંદ નુ ધ્યાન હુ નહી રાખુ તો કોણ રાખશે?"સુનીલે મસ્તી ભર્યાં સ્વરે કહ્યુ."તુ પણ છોને સુનીલ?""શુ તુ પણ?બોલ આગળ બોલ શુ કહેવુ છે તારે?""હર એક વાતમા તને બસ મસ્તી જ ...Read More
અભિનેત્રી - ભાગ 18
અભિનેત્રી 18* "એય.શુ કરે છે? આઘો ખસ."પોતાના ચેહરા પર ઝુક્તા સુનીલને ધક્કો મારીને દૂર હડસેલતા ઉર્મિલા બોલી."અરે ફ્કત કિસ કરુ છુ.એક કિસ તો કરવા દે.""નો.બિલકુલ નહી.""પણ કેમ?"પરેશાની ભર્યાં સ્વરે સુનીલે પૂછ્યુ."કેમ શુ?લગ્ન પહેલા નો કિસ એન્ડ નો ટચ. ઓકે?"મોટા મોટા ડોળા દેખાડતા ઉર્મિલા બોલી"શુ બચપનું છે આ?એમા પ્રોબ્લેમ શુ છે?"સુનીલના સ્વરમા ભારોભાર નારાજગી હતી."તને ભલે બચપનુ લાગે.પણ મને છે પ્રોબ્લેમ.""પેલો રમેશ અને મંજુ ને જો.દર વીક એન્ડ મા કોઈને કોઈ રિસોર્ટ મા જતા રહે છે.અને રમેશ બે દિવસ ને એક રાત માટે કમથી કમ દસ ...Read More
અભિનેત્રી - ભાગ 19
અભિનેત્રી 19* "પપ્પા.મમ્મી મારે તમને બન્નેને એક કરવી છે."પૂનાથી અંધેરી સાકીનાકા પોતાના ઘરે આવેલી ઉર્મિલાએ ડરતા ડરતા મમ્મી પપ્પાને ઉદ્દેશીને કહ્યુ. ઉર્મિલાના સ્વરમા રહેલા ડરને એની મમ્મી બરાબર પારખી ગઈ હતી.એના પેટમા ફાળ પડી કે મારી વહાલસોયી દિકરીને શુ પ્રોબ્લેમ થયો હશે?એણે ફફડતા હૈયે ઉર્મિલાના ખભે હાથ મૂક્યો અને પૂછ્યુ."શુ વાત છે ઉર્મિ?તુ આટલી ગભરાયેલી કેમ છો?"જવાબમા ઉર્મિલાએ ગરદન ઝુકાવી દીધી."બોલ બેટા શુ વાત છે?"આ વખતે એના પપ્પાએ ઉચક જીવે પૂછ્યુ.પહેલા તો એક ઉંડો શ્વાસ પોતાની છાતીમાં ભરીને ઉર્મિલાએ પોતાને સ્વસ્થ કરી.આંખોને બંધ કરીને હ્રદયમા હિંમત એકઠી ...Read More
અભિનેત્રી - ભાગ 20
અભિનેત્રી 20* "મુન.હુ શુ છુ.આપણે એક્વાર એ છોકરાને મળીયે તો?રાત્રે પોતાના બેડરૂમના એકાંતમાં પોતાની પત્ની મુનમુનને સંબોધતા ઉત્તમે પૂછ્યુ. પણ મુનમુને તરત એની વાતને ઉડાડી દેતા કહ્યુ."જે ઠેકાણે આપણે જવુ નથી એ જગ્યાનું સરનામુ આપણે શા માટે પુછવુ જોઈએ?""પણ તે ઉર્મિલાની આંખોમા જોયુ મુનમુન?તે પેલા છોકરાને હ્રદયથી ચાહે છે.""એ એનુ ગાંડપણ છે.હુ એને એક વિધર્મીની સાથે કયારેય નહી પરણવા દવ"મુનમુન પોતાની વાત પર અડગ હતી.પણ ઉત્તમ સંકોચિત સ્વભાવનો ન હતો.એ ઈચ્છતો ન હતો કે ઉર્મિલા પ્રેમની આગમા આજીવન સળગ્યા કરે.અને ઉત્તમ એ પણ સમજતો ...Read More
અભિનેત્રી - ભાગ 21
અભિનેત્રી 21* એક જ આવેલા મુનમુનમાં આટલા મોટા પરિવર્તનના કારણે ઉત્તમ હ્રદય થી અત્યંત ખુશ થયો.એ મનોમન બબડ્યો કે ચાલો આખરે મુનમુનને સમજાયુ તો ખરુ કે પોતાની પુત્રીનુ કલ્યાણ શેમાં છે.ચલો દેર આયે પર દુરસ્ત આયે. ઉર્મિલાએ નાસ્તો કરી રહ્યા પછી સુનીલને ફોન કર્યો."હેલ્લો સુનીલ.ખુશ ખબરી છે.” “તારા મમ્મી પપ્પા માની ગયા?”“પુરેપૂરા તો ન કહી શકાય.પણ તુ જેમ બને તેમ જલદી આવ મમ્મી પપ્પા તને મળીને તને પારખવા માંગે છે.""અચ્છા?તો તે વાત કરી લીધી ઘરે?""હા.મમ્મી રાત સુધી તો ના જ પાડતી હતી. ...Read More
અભિનેત્રી - ભાગ 22
અભિનેત્રી 22* "ઉર્મિ.જો તુ ઘરમા જ હતી તો મે જેને હમણા રિક્ષામાં બેસીને રવાના થતી જોઈ એ કોણ હતી?"સ્કેવર ગાર્ડનની લિફ્ટમા પ્રવેશતા સુનીલે ઉર્મિલાને પૂછ્યુ."એ હતી મારી જુડવા બહેન."જવાબમા ઉર્મિલાએ પોતાના મોબાઈલમાં શર્મિલા સાથે લીધેલી સેલ્ફી સુનીલને દેખાડતા કહ્યુ."આ જો છે ને સેમ ટુ સેમ."આબેહુબ ઉર્મિલા જેવીજ દેખાતી શર્મિલાને જોઈને સુનીલ ચોંકી ગયો.એના માન્યામાં આવતું ન હતુ કે બે અલગ અલગ વ્યક્તિઓમાં આટલુ સામ્ય પણ હોઈ શકે.એને એવી શંકા થઈ કે ઉર્મિલાએ કોઈ એપની મદદથી અથવા અરીસાની સામે ઉભા રહીને આ ડબલરોલ વાળો ફોટો ...Read More
અભિનેત્રી - ભાગ 23
અભિનેત્રી 23* "ઉર્મિલા સાથે લગ્ન કરવા હોય તો તારે અમારી સાથે ઘર જમાઈ બનીને રહેવુ પડશે.બોલ છે મંજુર?"મુનમુને સુનીલના ચેહરા ઉપર ત્રાટક કરતા કહ્યુ.જવાબમા સુનીલે શાંત શબ્દોમા ઉત્તર આપ્યો."ના હરગીઝ નહિ...."એ આગળ કંઈ બોલે તે પહેલા મુનમુન ઉંચા સાદે બોલી."તો પછી આ લગ્ન નહી થાય.તુ....."આ ફેરે સુનીલે મુનમુનને હાથ આડો ધરીને બોલતા અધવચ્ચે રોકી.અને એણે ઉત્તમને પ્રશ્ન કર્યો."પપ્પા.હુ જાણું છુ કે તમે પણ મમ્મી સાથે પ્રેમલગ્ન કર્યા છે.પણ જો તમારી સાસુએ તમારી આગળ આવી શરત રાખી હોત તો તમે શુ કર્યું હોત?"ઉત્તમને તાત્કાલિક સમજ ...Read More
અભિનેત્રી - ભાગ 24
અભિનેત્રી 24* મરોલમા એક સિંગલ ઘર મળી જતા મુનમુને સુનીલને મેસેજ મોકલી દીધો. અને મેસેજ મળતા જ સુનીલ તુરત પૂનાથી મરોલ શિફ્ટ થઈ ગયો. અને એક સારુ મુરહત જોઈને સુનીલ અને ઉર્મિલાના લગ્ન પણ લેવાય ગયા. એમની સુહાગરાત માટે તો સ્કવેર ગાર્ડનમા ઉત્તમના જ ત્રણ બેડરૂમના ફ્લેટમા એક રુમ શણગારવા મા આવ્યો હતો. નાનુ એવુ રિસેપ્શન પત્યુ ત્યારે લગભગ રાતના સાડા બાર વાગવા આવ્યા હતા. રિસેપ્શન પત્યા પછી ઉર્મિલા.જે પાંચ વાગ્યા થી લગાતાર લગ્ન વિધિ ચાલી હતી એનો લાગેલો થાક ઉતારવા સીધી પોતાની મમ્મીનાં ...Read More
અભિનેત્રી - ભાગ 25
અભિનેત્રી 25* સુનીલે ઉર્મિલાના ગાઉનની ખેંચી અને બરાબર ત્યાંજ...... બેડરૂમના બારણા પર ટકોરા પડ્યા"અત્યારે કોણ હશે?"સુનીલને આશ્ચર્ય થયું.એ ટકોરાના જવાબમા હજુ શુ કરવુ શુ ના કરવુની અવઢવમા હતો ત્યા ફરીથી બારણે ટકોરા પડ્યા અને સાથે અવાજ પણ આવ્યો."સુનીલ દરવાજો ખોલ."સુનીલ ફટાક દઈને ઉર્મિલાના શરીર ઉપરથી ઉભો થઇ ગયો.અને ધ્રુજતા સ્વરે પૂછ્યુ."ક.ક.કોણ?""કોણ શુ?હુ ઉર્મિ.બારણું ખોલ."સુનીલે ચોંકીને પલંગ પર સુતેલી ઉર્મિલા તરફ જોયુ.તો ઉર્મિલાએ કહ્યુ."શર્મિ લાગે છે.એને આદત છે મજાક કરવાની.હમણા ચાલી જશે.તુ આપણી મધુરજની પર ધ્યાન દે."ત્યાં ફરીથી બાહરથી અવાજ આવ્યો."શુ કરે છે સુનીલ?સૂઈ ગ્યોતો ...Read More
અભિનેત્રી - ભાગ 26
*અભિનેત્રી 26* "મેં તો દીવાની હો ગઈ પ્યારમે તેરે ખો ગઈ.શર્મિલાનો ફોન રણક્યો.એણે મોબાઈલમા દ્રષ્ટિ કરી તો અજાણ્યો નંબર હતો.છતા એણે મોબાઈલ કાને માંડ્યો."હેલ્લો.હુ આર યુ?""મેડમ.હુ કોસ્ટેબલ જયસૂર્યા."થોડીક સેકેન્ડ લાગી શર્મિલાને યાદ કરતા.અને એને યાદ આવ્યું બ્રિજેશની સાથે વર્સોવા સર્કલ પાસે એક આધેડ ઉંમરનો કોન્સ્ટેબલ પણ હતો.એણે મધુર વાણીમાં કહ્યું."હા યાદ આવ્યુ.જયસૂર્યાજી બોલો.""હેપ્પી બર્થડે મેડમ."જયસૂર્યા એકજ શ્વાસે બોલી ગયો."થેંકયુ.સો મચ જયસૂર્યાજી.""મેડમ.મારે તમને એક ગિફ્ટ પણ આપવી હતી.""ઓહ્!રિયલી?તો આવો હુ ઘરે જ છું.""બસ તો હું ...Read More
અભિનેત્રી - ભાગ 27
અભિનેત્રી 27* દીવાની હો ગઈ પ્યારમે તેરે ખો ગઈસવારના નવ વાગ્યા હતા ત્યાં શર્મિલાનો મોબાઈલ રણકવા લાગ્યો.શર્મિલા મીઠી નીંદર માણી રહી હતી.અને એમા ફોનની રિંગ વાગવાથી ખલેલ પહોંચી.એણે કંટાળાના ભાવ સાથે મોબાઈલમા દ્રષ્ટિ કરી.તો ડાયરેક્ટર મલ્હોત્રાનો નંબર દેખાયો.ફોન કલેક્ટ કરતા એણે કહ્યું."અગિયાર વાગ્યા સુધીમા પોહચું છુ.""અરે મેડમ.આટલુ લેટ?કેમ ચાલશે આ રીતે?""જુવો સર.અગિયાર વાગ્યા પહેલા તો હુ ક્યારેય શૂટ માટે નહીં પહોંચી શકુ.માટે હજુ કંઈ મોડુ નથી થયુ.તમારે બીજી એક્ટ્રેસ લેવી હોય તો લઈ શકો છો.હુ તમારી ...Read More
અભિનેત્રી - ભાગ 28
અભિનેત્રી 28* એક કલાક તો જાણે આંખના પલકારામાં વીતી ગઈ.સાત વાગે આવેલી શર્મિલા આઠ વાગે ઉઠતા બોલી."ચલ ઉર્મિ.જીજુને આવવાનો સમય પણ થઈ ગયો છે.હવે હુ પણ નીકળુ.ફોન ઉપર જ કેટલુ ખીજાતા હતા.અહીં મને સામે જોઈને કોણ જાણે શુએ કરે.તુ મારા વતી મનાવજે એને.""હા શર્મિ.હુ પુરી કોશિષ કરીશ.અને સાચવીને જજે તુ.અને હવે આવતી જતી રહેજે અને ન અવાય ત્યારે તો ફોન કરતી રહેજે.""ભલે.તુ પણ ફોન કરજે અને ક્યારેક ક્યારેક તુ પણ આવજે મારે ત્યા.હુ તને મારુ એડ્રેસ સેંડ કરીશ.ઓકે બાય." કહીને ...Read More
અભિનેત્રી - ભાગ 29
અભિનેત્રી 29* સુનીલ સાથે થયેલી ના કારણે શર્મિલા અપસેટ થઈ ગઈ હતી.એ પોતાની બહેન સાથેના તૂટેલા સંબંધોને અહીં સાંધવા અહીં આવી હતી.પણ એની સાથે સુનીલે કરેલા દૃવ્યવહેવારના કારણે એ દુઃખી હતી.સુનીલે એની સાથે ફ્કત દૃવ્યવહેવાર જ ન હતો કર્યો.પણ સાથે સાથે એને જાનથી મારવાની ધમકી પણ આપી હતી. એ ધમકીઓ થી ડરે એવી તો બિલકુલ ન હતી.છતા એનુ અંતઃકરણ જાણે સળગી રહ્યુ હતુ.અત્યારે એને કોઈના પ્રેમની.કોઈના સહારા ની.કોઈના હુંફાળા સાથની જરુર લાગી રહી હતી.કાર ચલાવતા ચલાવતા એની આંખો માથી અનાયાસ આંસુ ટપકવા લાગ્યા.એણે ગાડીને ...Read More
અભિનેત્રી - ભાગ 30
અભિનેત્રી 30* "કહે તો શા તુ આજે દુઃખી છો?"બ્રિજેશે બીજી વાર પૂછ્યુ.ત્યારે ફરીથી શર્મિલા ની આંખ ભરાઈ આવી.બ્રિજેશે એના ગાલ ઉપર દડી આવેલા અશ્રુઓને લૂછતા પ્રેમ પૂર્વક કહ્યુ."આમ રડ્યા કરવાથી મને કેમ ખબર પડશે કે તને શું થયું છે?કંઈક વાત તો કર."થોડીક વાર લાગી શર્મિલાને સ્વસ્થ થતા.અને પછી નેપકિનથી પોતાની આંખોને લૂછતા એણે પોતાની બહેન ઉર્મિલા સાથે ઘટેલી કથનીને ફેરફાર કરીને સંભાળ પૂર્વક બ્રિજેશને કહેવા લાગી."મારી એક ટ્વિન્સ બહેન છે ઉર્મિલા.જે અહીં બીમાનગરમા રહે છે.ત્રણ વર્ષ પહેલા એના લગ્ન થયા.ત્યારે એના લગ્નમા સાળીની હેસિયતથી અમારા ...Read More
અભિનેત્રી - ભાગ 31
અભિનેત્રી 31* "શું થયુ શર્મિ?બોલ થયું હતુ પાર્કિગમાં?"બ્રિજેશે ઉચાટ ભેર પૂછ્યું.શર્મિલાનો શ્વાસ આ પ્રશ્નથી જોશ પૂર્વક દોડવા લાગ્યો."મને જોતાજ એ મારી ઉપર તાડુક્યા મને કહે તારી હિંમત કેમ થઈ અહીં આવવાની.પણ મેં એમને જોઈને બન્ને કાનની બૂટ પકડીને એમને સોરી કહ્યું.તો એ ઓર જોરથી ચિલ્લાયા.અને એમણે ધમકી ભર્યાં સ્વરે કહ્યું.તારી સોરી રાખ તારી પાસે અને જો બીજી વાર તે અહીં પગ મૂક્યો છે ને તો.તો?શુ કરી લેશો?હવે મેં પણ એમને પડકાર આપ્યો.તો એમણે વધુ ગુસ્સામા કહ્યુ હું તને ખતમ કરી દઈશ..."આટલુ બોલીને શર્મિલા બન્ને હથેળીમાં ...Read More
અભિનેત્રી - ભાગ 32
અભિનેત્રી 32* "તુ ખાતાનો માણસ છો અને માનીલે કે કાલે મારે તારી પાસે થી કોઈ ગેરકાનૂની કામ કરાવવુ હોય તો કરીશ?"શર્મિલાના આ શબ્દોએ બ્રિજેશને આખી રાત સુવા ન દીધો.વારંવાર આ શબ્દો ઘણની જેમ એની છાતીના પાટીયા પર પછડાતા રહ્યા.એના મસ્તકમા વારંવાર પડઘાતા રહ્યા. બપોરે ડ્યુટી પર આવ્યા પછી પણ એ શબ્દો એ એનો પીછો છોડ્યો ન હતો. એને શર્મિલાના એ શબ્દો સાંભળીને સમજ માં આવતુ ન હતું કે શર્મિલા પોતે કરવા શુ માંગતી હતી?યા પોતાની પાસે કરાવવા શુ માંગતી હશે?ગેરકાનૂની કામ એટલે એ ...Read More
અભિનેત્રી - ભાગ 33
અભિનેત્રી 33* ફિલ્મના પહેલા આજે શુટિંગ થઈ રહ્યુ હતુ.ફિલ્મનો હીરો રંજન દેવ પ્રોડ્યુસર જયદેવનો પુત્ર હતો.આ એની ઇન્ટરડ્યુસિંગ મૂવી હતી.એટલે એ થોડો નર્વસ લાગતો હતો. સીન હતો પ્રિયતમ રંજન નારાજ પ્રિયતમા શર્મિલાને મનાવવા માટે જાત જાતના ચેનચાળા કરતો હોય છે.ક્યારેક એની પીઠ પર આંગળી થી ટકોરા મારતો હોય છે.તો ક્યારેક એના પગમા આળોટતો હોય છે.થોડુક મસ્તી ભર્યું રોમેન્ટિક દ્રશ્ય ભજવવાનું હતુ.પણ જેવુ ડાયરેક્ટરને દૃશ્ય જોઈતુ હતુ એવુ દૃશ્ય આવતું ન હતુ.રંજનદેવ ના ચેહરા ઉપર એ મસ્ત્તી ભર્યાં હાવભાવ આવી જ નોહોતા રહ્યા.એ એક્ટિંગ ...Read More
અભિનેત્રી - ભાગ 34
અભિનેત્રી 34* સાત વાગે શર્મિલાની શિફ્ટ થઈ. પ્રિયતમ પ્રિયતમાને મનાવે છે એ વાળો સીન માંડ માંડ પત્યો.આજે આખા દિવસમા એ એકજ સીનની શુટિંગ થઈ હતી.અઢાર રીટેક પછી એ સીન ઓકે થયો હતો.શર્મિલા થાકીને લોથ થઈ ગઈ હતી. સ્ટુડીયો માથી બાહર નીકળીને એ પોતાની કારમાં બેઠી.અને પછી એણે ઉર્મિલાને ફૉન લગાડ્યો."હેલ્લો ઉર્મિ."શર્મિલાનુ નામ ફોન સ્ક્રીન પર દેખાતા જ ઉર્મિલાએ હર્ષ ભેર ફૉન કલેક્ટ કરતા કહ્યુ."તુ માન કે ન માન શર્મી.હુ તારા જ ફૉનની રાહ જોતી હતી.""અરે તો એમા રાહ શાની જોવાની?જ્યારે પણ તને ઈચ્છા થાય તો ...Read More
અભિનેત્રી - ભાગ 35
અભિનેત્રી 35* "મારે પૈસાથી નહી તમારી સાથે નહાવુ છે."જયસૂર્યાની વાત સાંભળીને શર્મિલાને મનોમન કાળ તો ચડ્યો.પણ પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવા સીવાય એની પાસે કોઈ રસ્તો ન હતો.કારણ કે એને એ પણ જાણવુ હતુ કે જયસૂર્યા પાસે એના લાભની કઈ વાત હતી.એણે પહેલા તો ચાલાકી પૂર્વક પોતાના મોબાઇલનું જયસૂર્યાને ખબર ન પડે તેમ રેકોર્ડિંગ ચાલુ કર્યું.અને પછી એ કુત્રિમ ગુસ્સો દેખાડતા શરારતી લહેજા માં બોલી."ધત.નોટીમેન.તમને ખબર છે હુ ઠંડા પાણીથી શાવર લઉં છુ?મારી સાથે નહાશો તો ઠીકરું થઈ જશો."પણ જયસૂર્યા બરાબર નો ખીલી રહ્યો હતો."પાણી ભલેને ...Read More
અભિનેત્રી - ભાગ 36
અભિનેત્રી 36* શર્મિલા જયસૂર્યાની સમીપ આવીને બન્ને કોલર પકડીને સેક્સી સ્વરે બોલી."ચોવીસ વર્ષની મારી ઉંમરમાં મે ફ્કત પ્રેમ કરવાની એક્ટિંગ જ કરી છે.રિયલ માં આજ સુધી કોઈને પણ મે મારા શરીરને સ્પર્શ સુદ્ધા નથી કરવા દીધો.અને યકીન રાખો જયસૂર્યા મારા શરીરને અડકવા વાળા તમે જ પહેલા પુરુષ હશો."શર્મિલાના શબ્દોએ જયસૂર્યાને ઓર વિહવળ બનાવ્યો.એણે શર્મિલાને બાહુપાશમાં જકડવા ની કોશિષ કરી.પણ વીજળીની જેમ શર્મિલા સરકી ગઈ.અને થોડે દુર જઈને ઉભી રહેતા બોલી."પ્લીઝ.મને પ્રીપેર થવા માટે થોડો સમય લાગશે.""તમારી આ ફિલ્મની રંગીન દુનિયા?અને તુ કહે છે કે હજી સૂધી ...Read More
અભિનેત્રી - ભાગ 37
અભિનેત્રી 37* સ્ટુડીયોની બાહર એણે ઉર્મિલાને કૉલ કર્યો."હાય ઉર્મિ."ઉર્મિલાએ તરત ફૉન કલેક્ટ કરતા કહ્યુ."આવીજા શર્મી.સુનીલ ગયો છ દિવસ માટે ટુર પર.""ઓકે.પણ હુ વધુ રોકાઈશ નહી.""પણ તે સાથે ડીનર કરવાની વાત કરી હતી.મે તારી પસંદની જ વાનગીઓ બનાવી રાખી છે.""હુ યાર થોડી અપસેટ છુ.પણ તને કહ્યુ હતુને કે હુ આવીશ એટલે પ્રોમિસ પાળવા માટે જ આવી રહી છુ."શર્મિલાની અપસેટ વાળી વાત સાંભળીને ઉર્મિલાને ચિંતા થઈ."અપસેટ છો?શુ થયુ?""ચલને ઘરે આવીને જ તને આખી સ્ટોરી સંભળાવું છુ."કહીને ફૉન કટ કર્યો શર્મિલાએ અને એણે કાર મારી મૂકી બિમાનગર ...Read More
અભિનેત્રી - ભાગ 38
અભિનેત્રી 38* ડાયરેકટર મલ્હોત્રાએ જયદેવને ફોન લગાડ્યો અને અહીં સ્ટુડીયોમા થયેલી તમામ હકીકતથી વાકેફ કર્યા તો પ્રોડ્યુસર ચિંતામાં પડી ગયો."અબ ક્યા કરેંગે મલ્હોત્રા?""શર્મિલાએ છોડેલી ફિલ્મ જલદી બીજી કોઈ હિરોઈન હાથમા પણ નહી લે"મલ્હોત્રાએ જયદેવને વાસ્તવિકતા દેખાડી."કંઈ રસ્તો કાઢો મલ્હોત્રા.""હુ રંજનને કંઈ કહી શકતો નથી તમે જ એને કંઈક શિખામણ આપો.નહીતો જો બીજી હિરોઈન મળશેને તો એ પણ નહી ટકે.""મને ખબર છે કે એમા હીરો બનવાની લાયકાત નથી પણ એની મોમની જીદ આગળ હુંય લાચાર છુ.તમે શર્મિલાને મનાવો હુ રંજન સાથે વાત કરુ છુ."જયદેવે મલ્હોત્રાનો ...Read More
અભિનેત્રી - ભાગ 39
અભિનેત્રી 39* શર્મિલાએ રંજન વાત કરીને ફોન મુક્યો અને ઉર્મિલાને ઉદ્દેશીને કહ્યુ."જરાક નાક દબાવ્યું તો લાટ સાહેબ જો કેવો લાઈન પર આવી ગયો.""કોણ રંજન દેવ?"ઉર્મિલાએ પૂછ્યુ.તો ચેહરા ઉપર વિજયી સ્મિત ફરકાવતા શર્મિલા બોલી"પ્રોડ્યુસરની ઓલાદ છે એટલે રુવાબ ઝાડતો હતો.મને કહે.તમે કંઈ ફ્રી મા કામ નથી કરતા. મોં માંગ્યા પૈસા આપ્યા છે.હવે સાલ્લો સોરી બોલે છે.""હમમ.થેંક ગોડ.તો બચી ગઈ તારી આ મૂવી?""હા બચી ગઈ.આ મૂવીની સ્ટોરી લાઈન એકદમ ઈન્ટ્રેસ્ટિંગ છે.એટલે મારે પણ છોડવી તો નોહતી જ.પણ કોઈનો રૂવાબ આપણાથી સહન ન થાય આત્મ સન્માનના ભોગે ...Read More
અભિનેત્રી - ભાગ 40
*અભિનેત્રી 40* રંજન જેવો જીદ્દી અને ખડુસ આટલી આસાનીથી શર્મિલાને સોરી કહેશે એવુ તો મલ્હોત્રાએ સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું.પણ રંજને શર્મિલાને સોરી કહીને જે રીતે મામલો સુલજાવ્યો એ જોઈને મલ્હોત્રાને અતિ અને સુખદ આશ્ચર્ય થયુ.અને એણે રંજનને પૂછ્યુય ખરુ."કંઈ સમજાયુ નહી મિસ્ટર રંજન?""શુ સમજાયુ નહી?"રંજને મલ્હોત્રાના સવાલની સામે સવાલ કર્યો."રંજન અને સોરી?એ પણ એક છોકરીને? નોટ પોસીબલ.""ઓહ્ તો એમ પુછો છો?એના બે કારણ છે મલ્હોત્રા સર.""ક્યા?ક્યા?""પહેલુ કારણ મારી જીદ્દને લીધે મૂવીને અને ડેડને નુક્સાન થાય એવુ હુ ચાહતો ન હતો.""અને બીજુ?"મલ્હોત્રાએ ઝીણી આંખ કરીને પૂછ્યુ.તો રંજને ...Read More
અભિનેત્રી - ભાગ 41
અભિનેત્રી 41* શર્મિલા ફિલ્મ*હો ગયે શુટિંગ માટે જવા પોતાની કારમા હજી બેઠી જ હતી ત્યા એનો મોબાઈલ રણક્યો. મે તો દિવાની હો ગઈ પ્યારમે તેરે ખો ગઈ.બ્રિજેશનુ નામ સ્ક્રીન ઉપર દેખાતા.શર્મિલાએ પહેલા તો મોં મચકોડ્યુ.પણ પછી એણે ફૉન કલેકટ કર્યો."કહીએ ઇન્સ્પેક્ટર સાહેબ.કુછ કામ થા ક્યા?""સોરી શર્મી.હજી નારાજ છો?"બ્રિજેશે માફી માંગતા પૂછ્યુ."નો.મે ક્યુ નારાજ હોને લગી?""નારાજ નથી તો આમ કેમ વાત કરે છો?""દેખો ભઈ.હમ લોગ તો ઠહરે ગેરકાનૂની કામ કરને વાલે લોગ.બહેતર હે કે ...Read More
અભિનેત્રી - ભાગ 42
અભિનેત્રી 42* શૂટિંગનુ પેક અપ થઈ પછી નિર્મલ ઝા શર્મિલા પાસે આવ્યો."મેડમ.આપને એડ કે બારેમે બોલા થા ના.""હા.હા.બોલા થા.મીલી કોઈ?"શર્મિલાએ ઉત્સાહિત સ્વરે પૂછ્યુ.તો નિર્મલે કહ્યુ."સુમધુર ડેરી વાળા તમને એમની પ્રોડક્ટના બ્રાંડ એમ્બેસેડર તરીકે લેવા ચાહે છે.""પણ બ્રાંડ એમ્બેસેડર બનીને આપણે બંધાઈ જઈશુ.એ લોકો જ્યા અને જ્યારે બોલાવે ત્યા આપણે જવુ પડશે.એ આપણને નહી પોસાય."શર્મિલાએ પોતાની સમસ્યા નિર્મલને સમજાવી. તો નિર્મલ બોલ્યો."આપણે એમની પ્રોડક્ટ્સના પ્રચાર માટે બીજે ક્યાંય પણ જવાનુ નથી.પણ એમના તમામ પ્રોડક્ટ્સની અહીજ રહીને મોડેલિંગ કરવાની છે."શર્મિલાએ ફરીથી ચકાસણી કરતા પૂછ્યુ."પાકુ?આપણે કયાંય આઉટડોર નહી જવુ ...Read More
અભિનેત્રી - ભાગ 43
અભિનેત્રી 43* ઘરમા પ્રવેશીને ઉર્મિલાને કહ્યુ."જો ઉર્મિ.આ છે આ નાચિઝનુ ગરીબ ખાનું."ઉર્મિલાએ ઘરમા નજર ફેરવી ટુ બેડરૂમનો.પણ આલિશાન ફ્લેટ હતો.અને એમા આકર્ષક રાચ રચીલું સજાવેલું હતુ.છત ઉપર સુંદર ઝુમ્મર લટકી રહ્યુ હતુ."બહુ ફાઈન છે.તુ તો આખો દિવસ શૂટ ઉપર બિઝિ રહેતી હોઈશ.છતા આટલુ સરસ રીતે ઘરનુ મેનેજમેન્ટ કઈ રીતે કરી શકે છે?"ઉર્મિલાના પ્રશ્નના ઉત્તરમાં શર્મિલાએ કહ્યુ."આપણે ક્યા કંઈ કરવાનુ હોય છે.ફ્કત મેડને ડાયરેક્ષન જ આપવાનુ.બસ એ હિસાબે મેડ એનુ કામ કર્યા કરે.બોલ હવે શુ ખાવાની?""ચાઈનીઝ મંગાવી લે."ઉર્મિલાની ફરમાઈશ પ્રમાણે શર્મિલાએ ફાયરબોલમા ઓર્ડર કર્યો.અને પછી ...Read More
અભિનેત્રી - ભાગ 44
અભિનેત્રી 44* બ્રિજેશે કોફીનો ટેબલ પર મૂક્યો અને જયસૂર્યાને કહ્યુ."ચલો ભાઈ.આજની ડ્યુટી પણ પુરી થઈ. આવતી કાલે ફરી મળશુ.""ઓકે સર."કહીંને જયસૂર્યાએ રજા આપી.બ્રિજેશ બાહર નીકળીને મોટર સાયકલ ઉપર હજી બેઠો જ હતો.ત્યાં એના ફોનની રિંગ રણકી.એણે ફોનમાં નજર નાખી તો શર્મિલાની જાસુસી કરવા મુકેલા પાટીલનો ફોન હતો.એણે મોબાઈલ કાને માંડ્યો."બોલ પાટીલ કંઈ નવીન?”"સર.આંઠ વાગે શર્મિલા મેડમ ઘરે આવ્યા ત્યારે એમની સાથે કોઈ બુરખા વાળી સ્ત્રી પણ હતી."બ્રિજેશને આ વાત કંઈ કામની ન લાગી.એટલે એ જરા ગુસ્સામા બોલ્યો"આમા ખાસ શુ છે પાટીલ?એની કોઈ ફ્રેન્ડ હશે?યા ...Read More
અભિનેત્રી - ભાગ 45
અભિનેત્રી 45* . રંજન વરરાજો બનીને ધજીને મંડપ મા બેઠો છે.અને ત્યા લગ્નની વિધી કરાવતા પંડિતે સાદ પાડ્યો."કન્યા પધરાવો સાવધાન"અને શર્મિલા શરમાતી શરમાતી આવીને એની બાજુમા રાખેલા બાજોઠ ઉપર આવીને બેસી ગઈ.પંડિતે પહેલા હસ્તમેળાપ કરાવ્યો.અને પછી રંજન અને શર્મિલાને ચોરીના ચાર ફેરા ફેરવ્યા.શર્મિલાની બિદાઈ થઈ.બિદાઈનુ ગીત વાગ્યુ. ડોલી ચડકે દુલ્હન સસુરાલ ચલી ડોલી ચડકે કૈસી હસરતસે બાબુલકી દેખે ગલી ડોલી ચડકે. હોટેલ સુબા ઇન્ટરનેશનલના સિકસથ ફ્લોરના સિક્સ ઝીરો નાઈન રુમને શર્મિલા અને રંજનના હનીમૂન માટે સજાવવામા આવ્યો હતો.આલિશાન અને વિશાળ બેડ ઉપર ફૂલો પાથરેલા હતા.અને એ ...Read More
અભિનેત્રી - ભાગ 46
*અભિનેત્રી 46* . દીવાની હો ગઈ પ્યાર મે તેરે ખો ગઈશર્મિલાનો મોબાઈલ રણક્યો."હા.બોલ ઉર્મિ."*હો ગયે બરબાદ*ના શૂટ માટે જવા નીકળેલી શર્મિલાએ ફોન કલેક્ટ કરતા કહ્યુ."સુનીલ સત્યાવીસ તારીખે ટૂર પર બેંગલોર જશે અને એક ડિસેમ્બરના ત્યાંથી રિટર્ન આવશે."ઉર્મિલાએ સુનીલના શેડ્યુલની શર્મિલાને માહિતી આપી."અચ્છા.તો ત્રીસ યા એકત્રીસની ડેટ ફિક્સ કરુ છુ શૂટ માટે ચાલશે ને?તુ રેડી છો ને?""હા ભઈ.રેડી.જ છુ એટલે તો તને જાણ કરી. પણ શર્મી કંઈ ગરબડ તો નહિ થાય ને?"ઉર્મિલાને હજૂ ગભરાહટ થતી હતી.બધુ હેમ ખેમ પાર ...Read More
અભિનેત્રી - ભાગ 47
*અભિનેત્રી 47* ઘરે આવતા શર્મિલાએ બે કામ તરત કર્યા.પહેલુ કામ ઉર્મિલાને ફૉન કરવાનુ કર્યું."હેલ્લો ઉર્મિ.ત્રીસ તારીખે રાત્રે આઠ વાગ્યે મિડિયા પ્રોડક્શન મા શૂટ છે.""ક્યા આવ્યુ આ?""અહીંથી સાવ નજદીક જ છે.અને તને યાદ છેને તારે શુ કરવાનુ છે?"શર્મિલાએ પૂછ્યુ."એ તો એ લોકો સમજાવશે ને?"ઉર્મિલાએ ભોળા ભાવે કહ્યુ.તો શર્મિલા બોલી."અરે એ નઈ.તારે શૂટિંગમાં કઈ રીતે જવાનુ છે તે.""હા.હા એ યાદ છે.મારે બુરખો પહેરીને પહેલા તારે ત્યાં આવવાનુ અને ત્યાથી તારા કપડા પહેરી.તારી ગાડી લઇને મારે ઉર્મિમાથી શર્મિ બનીને શૂટ માટે જવાનુ બરાબર ને?"શર્મિલાએ ઉર્મિલાને શાબાશી આપી."ગુડ ...Read More
અભિનેત્રી - ભાગ 48
અભિનેત્રી 48* શર્મિલાએ કરેલુ જોઈને અને સાંભળીને જયસૂર્યાનો કાળો ચેહરો વઘુ કાળો થયો.એ ગુસ્સાથી તાડુકયો."શુ છે આ બધુ?""આ રેશમની ડોરી છે બાબુ."જયસૂર્યાના ક્રોધનો શાંતિથી જવાબ વાળ્યો શર્મિલાએ.પણ આ રીતે જયસૂર્યાને કંઈ સમજ માં ન આવ્યુ."એટલે?"એણે પૂછ્યુ.તો શર્મિલાએ ખંધાઈ પુર્વક મંદ મંદ સ્મિત કરતા કહ્યુ."યાદ છે ને તે એક દિવસ કહ્યુ હતુ.કે તુ મારુ કોઈ પણ ગેરકાનૂની કામ કરવા તૈયાર છો?""હા.કહ્યુ હતુ અને જો તુ મળતી હો તો એ માટે હું આજે પણ રેડી જ છુ."શર્મિલા જયસૂર્યાની નજદીક આવી અને એનો કોલર પકડીને બોલી."પણ કામ ...Read More
અભિનેત્રી - ભાગ 49
અભિનેત્રી 49* આજે સુમધુર પ્રોડૉક્ટની એડ શૂટ કરવા મિડિયા પ્રોડક્શન હાઉસ સ્ટુડિયોમાં ઉર્મિલાએ જવાનુ હતુ.આથી બરાબર સાત વાગે શર્મિલાએ પેક અપ કરાવ્યુ.અને પોતાની કારમા આવીને બેસી.ત્યા નિર્મલ આવ્યો."મેડમ.હુ બાઈક પર આગળ જઈને શૂટની તૈયારી કરાવુ છુ.""ઓકે.હુ અહીંથી પહેલા ઘરે જઈશ.તુ ત્યા જઈને પહેલા ચેક ક્લેકટ કરીને મને ઈન્ફોમ કર એટલે મને આવવાની ખબર પડે.નહીતો ઘણી કંપની વાળા એડતો કરાવી લે છે પરંતુ પછી પૈસાને બદલે તારીખો જ આપ્યા કરે છે."શર્મિલાના સજેશનથી નિર્મલ પણ એગ્રી હતો."બીલકુલ સહી બાત હે.અને ત્યાંથી સ્ટુડીયો ક્યા દુર છે?બહુ બહુ ...Read More
અભિનેત્રી - ભાગ 50
અભિનેત્રી 50* રંજન એના ફ્રેન્ડ સાથે બેલાપંજાબ રેસ્ટોરન્ટમા બેઠા હતો.બિયરની ચૂસકી ભરતા મયુરે પૂછ્યુ."કેટલેક પોહચી તારી મુવી?""સિકસ્ટી પર્સેન્ટ શૂટ પુરુ થવા આવ્યુ છે.મૂવીનુ પોગ્રેસિંગ બહુ ફાસ્ટ છે.નેકશ્ટ બે મહિનામા ક્દાચ રેડી પણ થઈ જાશે.""ગુડ.અને પેલી શર્મિલાનુ શુ થયુ?"મયુરે આંખ મિચકારતા પૂછ્યુ.તો એક નિઃસાસો નાખ્યો રંજને."હજી સુધી તો કંઈ નહીં.બહુ કડક છે યાર. એને આંગળી પણ લગાડવી મુશ્કેલ છે.""તારા જેવા છેલ છબીલા માટે શુ મુશ્કેલ છે?"રંજનને પાનો ચડાવતા મયુરે કહ્યુ.તો રંજન ઉદાસ સ્વરે બોલ્યો."મને તો કંઈ સૂઝતું નથી યાર.તારી પાસે કંઈ રસ્તો હોય તો બતાવ.""અરે તારી ...Read More
અભિનેત્રી - ભાગ 51
અભિનેત્રી 51* ગયે બરબાદ*ના સેટ પર વાગી રહેલા મ્યુઝિકની તાલ પર શર્મિલા અને રંજન ધીરે ધીરે ડાંસના સ્ટેપ કરતા હતા અને શોટ આપતા જતા હતા.રંજન હવે શર્મિલાને હાંસિલ કરવા અધીરો થયો હતો. ગઈ રાત્રીના મયુરે આપેલી સલાહ અનુસાર એ એકવાર શર્મિલાના ઉરોજને આંગળીથી સ્પર્શ કરી ચૂક્યો હતો.અને શર્મિલાએ.એ સ્પર્શનો અણગમો પોતાની આંખોથી વ્યક્ત પણ કર્યો હતો. બીજી વાર એ બન્ને શોટ આપવા તૈયાર થયા.મલ્હોત્રાએ ફરીથી કહ્યુ."કેમેરા.લાઈટ.એક્સન."અને શર્મિલા અને રંજન ફરીથી એ જ મુદ્રામાં આવીને ઉભા રહ્યા હતા.જેવો એમણે મલ્હોત્રા ના મુખેથી ...Read More
અભિનેત્રી - ભાગ 52
*અભિનેત્રી 52* ઉર્મિલાની ખુશી કયાંય સમાતી હતી.એણે ફ્કત ત્રણ કલાકમા ત્રણ લાખ રૂપિયાની કમાણી કરી હતી.હા એ માટે શર્મિલાના નામનો એને સહારો જરૂર લેવો પડ્યો હતો.પણ કામ તો એણે પોતે જ કર્યું હતુ ને?એને વર્ષો બાદ કરેલા પોતાના એક્ટિંગના હુન્નર પર ગર્વ થયો.અને સાથે સાથે પસ્તાવો પણ થયો. પસ્તાવો એટલા માટે કે જો એ પણ શર્મિલા ની જેમ બિન્ધાસ્ત હોત.તો એણે પણ બળવો કર્યો હોત શર્મિલાની જેમ.પોતે બારમા મા હતી ત્યારે પોતાને મળેલી પહેલી જ ફિલ્મની ઑફર ને એણે મમ્મી પપ્પાની ઉપરવટ જઈને સ્વીકારી લીધી હોત.જો ...Read More
અભિનેત્રી - ભાગ 53
અભિનેત્રી 53* મે દિવાની હો ગઈ પ્યાર મે તેરે ખો ગઈનિર્મલ ઝાનો કૉલ હતો.શર્મિલાએ ફૉન કાને માંડ્યો."બોલીયે ઝા જી.""મેડમ.સુમધુર ડેરી કે મેનેજર કા ફૉન થા.ઉનકે પ્રોડક્ટ્સ કી જો એડ બાકી હે વો ઉસે કરાને ચાહતે હે.""ઠીક છે.થોડો મૂડ સારો થવાદે પછી ફાઈનલ ડેટ આપુ છુ.""ઓકે મેડમ."કહીને નિર્મલે ફૉન રાખ્યો.નિર્મલ સાથે વાત કરી લીધા પછી શર્મિલાએ ઉર્મિલાને કૉલ કર્યો."હેલ્લો ઉર્મિ.કેમ છો?""મજામાં અને તુ.""નો મજામા.""લે શુ થયુ?બધુ બરાબર તો છે ને?"ઉર્મિલાએ ચિંતાતુર સ્વરે પૂછ્યુ.તો શર્મિલાએ*હો ગયે બરબાદ*ના સેટ પર રંજન સાથે ...Read More
અભિનેત્રી - ભાગ 54
અભિનેત્રી 54* શર્મિલા ઇન્ફિનિટી મોલમાં બુરખો શોપિંગ કરવામા મશગુલ હતી.એણે એક પંજાબી ડ્રેસ પોતાના માટે પસંદ કર્યો અને એ લઈને એ ટ્રાયલ રૂમમાં એ ડ્રેસ પહેરીને ચેક કરતી હતી ત્યા એનો મોબાઈલ રણક્યો. મેતો દીવાની હો ગઈ પ્યાર મે તેરે ખો ગઈ.નંબર અજાણ્યો હતો એટલે પહેલી વાર એણે એને ઇગનોર કર્યો.પણ તરત બીજી વાર એજ નંબરથી રિંગ વાગી.એટલે આ વખતે એણે ફૉન કલેક્ટ કર્યો."કોણ?"સામે રંજન હતો."કેમ છો મેડમ?લાગ્યુ બાગ્યું તો નથીને?ગાડીને નુકશાન કરવા બદલ સોરી.અત્યારે તો ...Read More
અભિનેત્રી - ભાગ 55
અભિનેત્રી 55* ઉર્મિલાએ દરવાજા તરફ દોટ મૂકી.ઉર્મિલાને દરવાજા તરફ દોટ મુકતા જોઈને પેલી વ્યક્તિ સાવધ થઈ ગઈ.એણે દોડતી બન્ને પગ જંપ મારીને પોતાના બન્ને હાથોમાં ઝકડી લીધા.અને ઉર્મિલા ઉંધા મોઢે ફર્શ પર ફસડાઈ. એના નાકમાંથી લોહિ નીકળવા લાગ્યુ.પછડાટ ના કારણે એના હોઠ પણ ફાટી ગયા.દર્દના કારણે એ ચિત્કારી ઉઠી. કાળા લીબાસવાળી વ્યક્તિએ જમીન પરથી સ્ફૂર્તિથી ઉભા થઈને ઉર્મિલાને ફૂલની જેમ ઉંચકીને સોફા ઉપર પટકી."તારુ કોઈ પણ જોર કે શાણપણ મારી આગળ કામ નહી આવે રાણી.બોલ હવે તુ જાતે તારા કપડા ઉતારે છે કે પછી હુ ફાડવા મંડુ?"જવાબમા ઉર્મિલા પુરી તાકાતથી એ વ્યક્તિના ચહેરા ઉપર થૂંકી.થુકની સાથે એના ફાટેલા ...Read More
અભિનેત્રી - ભાગ 56
અભિનેત્રી 56* શર્મિલાએ એની પાસે પડેલી વસ્તુ તરફ જોયુ.તો એ ઉર્મિલાનુ પર્સ હતુ.એની છાતીમા થડકારો થયો કે એ વ્યક્તિએ શુ કર્યું હશે ઉર્મિલા સાથે.અને એને પાંચ દસ સેકંડ એવુ લાગ્યુ કે પેલી કાળા લિબાસ વાળી વ્યક્તિ હમણા પલટીને આવશે આ પર્સ લેવા. પણ એ વ્યક્તિ સામેની અંધારી ગલીમા ગાયબ થઈ તે થઈ.એ પાછો ન આવ્યો.તો શર્મિલાએ એ પર્સ ઉપાડી લીધુ. એણે પર્સ ખોલીને જોયું તો પર્સની અંદર થોડોક મેકઅપનો સામાન અને એના ઘરની ચાવી હતી.શર્મિલાએ યુ ટર્ન લઇને સ્કુટી મારી મુકી. વર્સોવા લિંક ...Read More
અભિનેત્રી - ભાગ 57
*અભિનેત્રી 57* સંભવ એપાર્ટમેન્ટની આસપાસ ખાસી એવી ભીડ એકઠી થઈ હતી.ફિલ્મ અભિનેત્રી શર્મિલાના કઈંક અજુગતુ બન્યુ છે પણ શુ બન્યુ છે એ વિશે જાણવાની એ ટોળામાં ઉત્સુકતા હતી.ત્યા પોલીસની વેન સાયરન વગાડતા આવી પહોંચી. એકઠી થયેલી ભીડ વચ્ચેથી રસ્તો કરીને બ્રિજેશ પોતાની પોલીસ ટીમ સાથે શર્મિલાના ફલેટ પાસે પહોંચ્યો.ફ્લેટનો દરવાજો બંધ હતો.પોલીસ ટીમમાંથી રાઘવ નામનો એક પહેલવાન જેવો કોન્સ્ટેબલ આગળ આવ્યો અને એણે બ્રિજેશને પૂછ્યુ."સર.લાત મારુંન દ્વાર તોડુંન ટાંકું?"બ્રિજેશે એની સામે જોતા કટાક્ષ કરતા કહ્યુ."C.I.D બહુ જોતા લાગો છો કેમ મીસ્ટર દયા?દરવાજો તોડતા સિરિયલોમા દેખાડતા હોય.કેમકે એમા થર્મોકોલના બારણા હોય. વાસ્તવિકતામા તો ...Read More
અભિનેત્રી - ભાગ 58
અભિનેત્રી 58* ઇન્ફિનિટી મોલમાથી લાવેલો ડ્રેસ પહેરીને સુનીલને દેખાડવો હતો.એટલે શર્મિલાએ પોતાની કુર્તીની ચેન ખોલી.અને એજ વખતે ટકોરા પડ્યા.પહેલા તો એ બન્નેએ પ્રશ્નાર્થ નજરે એકબીજા તરફ જોયું.પછી સુનીલે સાદ પાડીને પૂછ્યુ."કોણ?"તો બાહર ઉભેલા બ્રિજેશે વધુ જોશથી દરવાજો ઠપકાર્યો.અને બરાડ્યો."દરવાજો ખોલ."સુનીલને ક્યા ખબર હતી કે બાહરથી દરવાજો ખખડાવનારો પોલીસ છે.એણે બરાડા પાડવાનો અને ઉપરથી આટલા જોરથી દરવાજો ઠપકારવાનો અવાજ સાંભળ્યો એટલે એ તેશમા આવી ગયો."તારી તો જાતના."કહીને એ ગુસ્સામા બારણા તરફ ઘસ્યો પણ શર્મિલાએ એને વાર્યો."દિમાગને પહેલા શાંત કર સુનીલ.બાહર કોણ હશે એની આપણને જાણ નથી.તુ પહેલા હેલ્પ માટે વોચમેનને ફૉન કર.કોણ જાણે કોણ હશે? આટલી રાત્રે."સુનીલને શર્મિલાની ...Read More
અભિનેત્રી - ભાગ 59
અભિનેત્રી 59* "હોટેલમાં પડ્યા રહેવાને બદલે હુ ઘરે આવી ગયો."સુનીલે પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો.તો બ્રિજેશે કરતા કહ્યુ."અને એની ટાઈમિંગ પણ કેવી જબરી હેને?તુ ફ્લાઈટ માંથી ઉતર્યો અને એની કલાક માંજ શર્મિલાનુ મર્ડર.અને હા મીસ્ટર સુનીલ.આ કપાળે જે થીગડું માર્યું છે એનુ શુ બહાનુ છે તારી પાસે?""બહાનુ?"સુનીલે ચોંકીને પૂછ્યુ.""હા.હા બહાનુ?શુ બહાનુ છે બોલ?"બ્રિજેશે ધમકાવતા કહ્યુ."બેંગ્લોરની હોટેલના વોશરૂમમાં હુ હાથપગ ધોઈ રહ્યો હતો અને સ્લીપ થઈ ગયો એમા બાથરૂમનો નળ મારા કપાળમાં લાગી ગયો.અને આ હકીકત છે કોઈ બહાનુ નહિ ઓકે?"સુનીલ આવેશથી એકી શ્વાસે બોલી ગયો."પત્યું?હવે મારી વાત સાંભળ.શર્મિલા ઉપર તે હુમલો કર્યો.તે એના કપડા ફાડ્યા અને ...Read More
અભિનેત્રી - ભાગ 60
અભિનેત્રી 60* જયદેવે રંજનના બેડરૂમના બારણા જોશભેર ખખડાવ્યા.રંજને દોડીને દરવાજો ખોલ્યો."શુ છે પપ્પા?આ કોઈ રીત છે બોલાવવાની?""શુ તે આ હરામી?"રંજનને જયદેવના ગુસ્સાની કંઇ સમજ ન પડી.એણે પણ સામે તાડુકતા પૂછ્યુ."ગાળો કાં આપો છો?શુ થયુ છે એ કહોને.""શર્મિલા સાથે શુ કર્યું તે?"જયદેવનો શ્વાસ ફૂલી રહ્યો હતો."મેં ફ્કત એને ધમકાવી છે.મારા છોકરાઓએ એની કારનો ફ્રંટ કાચ તોડ્યો છે.અને એ સીધી રીતે આપણુ શૂટિંગ પુરુ નહી કરે તો આગળ શુ કરશુ એવી ધમકી એને આપી છે."રંજને શાંતિ પુર્વક કહ્યુ.કારણકે એને હજી ખબર પડી ન હતી કે શર્મિલાની હત્યા થઈ છે."અરે નાલાયક.તારા એ ગુંડાઓએ એ છોકરીને પતાવી દીધી છે.હવે આપણી મૂવીનું ...Read More
અભિનેત્રી - ભાગ 61
અભિનેત્રી 61* બીજે દિવસે સવારથી દરેક ન્યુઝ ચેનલો ઉપર ફક્ત એકજ ન્યૂઝ છવાયેલી હતી."ફિલ્મ અભિનેત્રી શર્મિલાની માટે બે શકમંદોની ધરપકડ.એક એનોજ બનેવી સુનીલ અને બીજો એની નવી મૂવી*હો ગયે બરબાદ* ના પ્રોડ્યુસર જયદેવનો પુત્ર.અને આ ફિલ્મથી લોંચ થવાનો હતો એ શર્મિલાનો કો એક્ટર રંજન દેવ.બન્નેને પોલીસ કસ્ટડીમા લેવામા આવ્યા છે.અને આગળ તપાસ ચાલુ છે"બહેરામે સવારે ઓફિસ જવા પહેલા ન્યૂઝ લગાડ્યા.અને ન્યુઝ જોઈને એ ચોંકી ગયો."મહેર.મહેર જોની આ ન્યુઝ વાલા શુ બકી રિયા છે?"મહેર દોડતી આવી."શુ થયુ બહેરામ?કેમ ઘાંટો પાડછ?""આજો આપણા બનેવીને પોલીસ પકરી ગઈ છે.""હે ખોદાયજી.શુ કર્યુ વલી એને?""એની જ સાલીના મર્ડરના ઇલ્ઝામમાં એને પકરેલો છે.""પેલી ...Read More
અભિનેત્રી - ભાગ 62
અભિનેત્રી 62* મહેરને ઘરે ઉતારીને બહેરામ પોલીસ સ્ટેશન આવ્યો.ત્યા બ્રિજેશની જગ્યા એ ઇન્સ્પેક્ટર મોહન કુમાર ડ્યુટી પર હતો.બહેરામે વકીલાતનું ઓળખ પત્ર દેખાડી ને પહેલા તો મોહનને પોતાની ઓળખ આપી અને પછી કહ્યું."ઇન્સ્પેક્ટર સાહેબ.મારે સુનીલને મલવુ છે."તો મોહને કહ્યુ."વકીલ સાહેબ સુનીલને મળવાની તમને પરવાનગી હુ નહી આપી શકુ.""કેમ?તમે નહી આપી શકો તો કોન આપશે? મારે એને મલવુ જરુરી છે ભાઈ."બહેરામે ફરી એક વખત રિક્વેસ્ટ કરી."આ કેસ બ્રિજેશ સરના હાથમા છે.અને એ આજે વહેલી સવારે બેંગ્લોર ગયા છે સાંજ સુધીમા આવી જશે.પછી સુનીલને તમારે મળવુ હોય તો એમની પરવાનગી લઈને મળી શકશો"મોહનનો ઉત્તર સાંભળીને બહેરામ થોડાક નિરાશ સ્વરે બોલ્યો."ઠીક છે ...Read More
અભિનેત્રી - ભાગ 63
અભિનેત્રી 63* શર્મિલાએ એના દિમાગ ઉપર વધુ જોર આપવા માંડ્યુ.કે આખર કોણ હોઈ શકે કે જે મને હદે નફરત કરવા લાગ્યો હશે.અને મને ખતમ કરવા તૈયાર થયો હશે?તો એક નામ ઉપર આવીને એની શંકાની સૂઈ થંભી ગઈ. એને પાકી ખાત્રી થઈ કે આ માણસને મેં સહુથી વધારે પરેશાન કર્યો છે.અને આ જ હોય શકે જે મારી હત્યા કરાવી શકે.પણ મારે હવે કરવુ શુ?એ ચિંતામાં ડુબી ગઈ. એ પંગો તો એણેજ ઉભો કર્યો હતો.અને હવે એ એનો મુકાબલો કરી શકે એવી સ્થિતિ માં ન હતી.પહેલા તો એ પોતાના સ્વભાવને કારણે પોતાની તાકાત ઉપર મુસ્તાક રહેતી હતી.એને હંમેશા ...Read More
અભિનેત્રી - ભાગ 64
અભિનેત્રી 64*બહેરામ ફરી એક વખત પોલીસ સ્ટેશને ગયો. ત્યારે બ્રિજેશ બેંગ્લોરથી આવી ચૂક્યો હતો. બહેરામે બ્રિજેશને પોતાનુ આઈડી પ્રૂફ અને કહ્યુ."ઇન્સ્પેક્ટર સાહેબ.મુને સુનીલને મલવુ છે.""કેમ?તમે કંઈ સગા છો એના?"બ્રિજેશને એ જરા પણ ગમ્યુ નહીં કે કોઈ સુનીલને મળવા કે બચાવવા માટે આવે.પોતે જેને દિલથી ચાહવા લાગ્યો હતો.એ શર્મિલાનુ ભલે સુનીલે ખૂન ના કર્યું હોય પણ એણે એને જાનથી મારી નાખવાની ધમકી તો આપી જ હતી.સુનીલે આપેલા બયાનને કન્ફર્મ કરવા એ ઠેઠ બેંગ્લોર જઈ આવ્યો હતો અને સુનીલે કહેલી એકે એક વાત સાચી હતી અને એનાથી સુનીલ નિર્દોષ છે એ પણ સાબિત થતુ હતુ. અને છતા એ સુનીલને બરાબરનો પાઠ ...Read More
અભિનેત્રી - ભાગ 65
અભિનેત્રી 65* હરીશ બહેરામને સુનીલને રાખ્યો હતો એ કસ્ટડીમાં લઈ આવ્યો.કસ્ટડીનો દરવાજો ખોલીને એણે કહ્યુ."પાંચ મિનિટનો સમય છે ઇન્સ્પેક્ટરે તમને જે કંઇ વાતચીત કરવી હોય તે કરી લો." "સુનીલભાઈ આ.આ.આ બધુ શુ થઈ ગયુ?"પોલીસ કસ્ટડીમા દાખલ થઈને.સુનીલને મળતા વેંત બહેરામ ગળગળા સ્વરે સુનીલના હાથોને પોતાના હાથમાં લઈને બોલ્યો."હું નિર્દોષ છું બહેરામ ભાઈ.મેં શર્મિલા નુ ખુન નથી કર્યું."સુનીલે પોતાનો બચાવ કરતા કહ્યુ.પણ સુનીલની વાત સાંભળીને બહેરામ હથેળી માં ચહેરો છુપાવીને પોક મૂકીને રડવા લાગ્યો. બહેરામને આમ અચાનક ધ્રુસ્કે ધ્રુસ્કે રડતા જોઈને સુનીલને આશ્ચર્ય થયુ.એણે ફરીથી કહ્યુ."હું.હું સાચુ કહુ છુ બહેરામ ભાઈ મેં..."ત્યારે સુનીલને અધવચ્ચે અટકાવીને બહેરામ રોતા રોતા ...Read More
અભિનેત્રી - ભાગ 66
અભિનેત્રી 66* શર્મિલાએ પહેલા વિચાર્યું કે પોતે બાથરુમમા જઈને દરવાજો બંધ કરીલે.પણ એ.એ પણ જાણતી કે જેમ આણે મેઈન ડોર ખોલી નાખ્યો.તેમ એ બાથરૂમનો દરવાજો પણ એ ખોલી જ નાખશે અને પછી?પછી તો એનાથી બચવા એણે મરણીયો પ્રયાસ કરવો જ પડશે ને?એનો સામનો ત્યાર પછી પણ તો કરવો જ પડશેને?તો એની તૈયારી હમણાંથી શા માટે ન કરુ?અને એને એક તરકીબ સૂઝી. બાથરૂમમાં જવાને બદલે એ કિચનમાં દોડી. અને એ કિચનમા એક પછી એક ડ્રોવર ફંફોસવા લાગી.આખર એક ડ્રોવરમા એને મરચાનો પાવડર હાથ લાગ્યો.એણે એ મરચાના પાવડરની એક મુઠ્ઠી ભરી અને શ્વાસ રોકીને કિચનના દરવાજાની પાછળ ...Read More
અભિનેત્રી - ( છેલ્લો ભાગ )
અભિનેત્રી 67* એ ખૂની હવે હોલમા આવ્યો.અને બેહોશ પડેલી શર્મિલાને પોતાની બાહોમાં લઈને બેસેલા બ્રિજેશ ઉપર એજ નીતરતી છરી વડે એણે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. ખૂનીએ બ્રિજેશની પીઠ પાછળથી બ્રિજેશ ઉપર હુમલો કરવા પોતાનો છરી વાળો હાથ ઉગામ્યો.અને બરાબર એજ વખતે સુનીલે પોતાના ઘરમાં પગ મૂક્યો.એણે દોડીને ખુનીનું કાંડુ પકડી લીધુ.બ્રિજેશે ગભરાઈને પાછળ જોયુ તો કોન્સ્ટેબલ જયસૂર્યાના હાથમા છરી હતી અને સુનીલના હાથમા જયસૂર્યાનુ કાંડુ. બ્રિજેશ અવાક થઈ ગયો.જયસૂર્યાને આ રુપમાં જોઈને.જેને પોતે પોતાનો મોટો ભાઈ સમજીને માન આપતો હતો.જેનો પોતે ઉપરી હોવા છતાં જેની હંમેશાં સલાહ સૂચનો લેતો હતો.જેનો એ અત્યંત આદર કરતો હતો.એ જયસૂર્યા ...Read More