મારા એક મિત્ર એ મને પ્રશ્ન કર્યો કે આ બધા ધર્મ ગ્રંથો જૂઠા છે. માત્ર ઉપજાવી કાઢેલી વાતો છે. આવું કોઈ યુદ્ધ થયું જ ન્હોતું. રામ કોઈ ભગવાન હતા જ નહીં તેમ કૃષ્ણ પણ ભગવાન કંઈ રીતે માનવા?
જૂનાં શાસ્ત્રોમાં જે લખાયું છે તે ખોટું એક અક્ષર પણ નથી.આપણે એને સમજવામાં ભૂલ કરીએ છીએ.આપણો સાંસ્કૃતિક વારસો છે,તેનું લખાણ બધું સંસ્કૃત્ત છે.જે જ્ઞાની અને સંસ્કૃત્ત ભણ્યા છે તેને જ આ લખાણનું સાચું તત્વજ્ઞાન સમજાય.મતલબ કે આપણું સાહિત્ય સંસ્કૃત સાહિત્યના નવરસ,છંદ,સમાસ,સાહિત્યના તમામ અલંકાર,રૂપકનો પ્રચૂર માત્રામાં ઉપયોગ થયો છે. "મહાભારત" કાવ્યમાં જે લખ્યું છે કે દશરથ રાજાએ ૧૦૦૦૦ વર્ષ અયોધ્યાનું રાજ કર્યું.એનો મતલબ એ થયો કે અયોધ્યાના રાજા દશરથની ઉંમર કેટલી હશે? સાથે અયોધ્યાનગર કેટલી પુરાણી નગરી હશે? બેશક આ નગરને ૫૫૦૦ વર્ષ ઉપર તો થયાં જ છે તે નિર્વિવાદ માનવું પડે.સીધી રીતે આપણને આ ગપ્પુ લાગે અને બટકી બુદ્ધિવાળાને તો લાગે જ તો વિધર્મીઓ ક્યાંથી આ વાત સમજી શકે? માટે શાસ્ત્રો સમજવાં હશે તો પ્રથમ વ્યાકરણ શીખવું પડશે. આપણા દેશમાં એક મહાન વ્યાકરણી પાણિનિ ઋષિ થઇ ગયા.તેમણે શાસ્ત્રોમાં લખ્યું છે તે બધું સમજવું હોય તો "પાણીનિ"નું વ્યાકરણ શીખવું પડે.માટે ગીતા, પુરાણ, વેદ ઉપનિષદ એ ગપ્પુ નથી. ગૌરવ હોવું જોઈએ કે આપણા દેશનું સંસ્કૃત્ત સાહિત્ય બેજોડ છે. આપણને જ મળ્યું છે. સસજ સુધી એક પણ અક્ષર ખોટો કોઈ પાડી શક્યું નથી આ તેની મહત્તા છે.એટલે કોઈએ કીધું કે તમારાં ધર્મશાસ્ત્રો ખોટાં છે તેવું ખોટાં હોવાનું એની પાસે શું પ્રમાણ છે તે પૂછવું કે તું જે બોલે છે તે ક્યા આધારભુત ગ્રંથ થકી બોલે છે.?
- વાત્ત્સલ્ય