Quotes by Gautam Patel in Bitesapp read free

Gautam Patel

Gautam Patel

@gautam0218
(3k)

❄️ણ થી શરૂ થતા શબ્દો

સામાન્ય રીતે બારાક્ષરી ભણતી વખતે તમે સાંભળ્યું હશે કે ગુજરાતી ભાષામાં 'ણ' અક્ષરથી શરુ થતો કોઈ શબ્દ નથી.

ભગવદગોમંડલ કોશમાં 'ણ' થી શરુ થતા વીસ જેટલા શબ્દ આપેલા છે. એમાંથી એક બે- ને બાદ કરતાં બધા જ શબ્દો આજે પણ ઉપયોગમાં લઈ શકાય એવા છે.

મધ્યકાલીન સાહિત્યમાં 'ણ' નો ભરપૂર ઉપયોગ થયો છે. એના વગર મધ્યકાલીન સાહિત્ય અધૂરું છે.

'ણંદિ' શબ્દના તો ભગવદગોમંડલમાં અગિયાર જેટલા અર્થ આપેલ છે. એ પરથી સ્પષ્ટ થાય કે આ બધા જ શબ્દો ખૂબ મોટા પ્રમાણમાં પ્રયોજાતા હશે.

ણ: એક અક્ષર

ણંગર: લંગર; હળ

ણંગૂલ: પૂછડું

ણંદ: સમુદ્ર

ણંદણ: પુત્ર; વૃદ્ધિ; સમૃદ્ધિ

ણંદણવણ: મેરૂ પર્વત ઉપરનું એક વન

ણંદા: પડવો, છઠ અને અગિયારસ એ ત્રણ તિથિના નામ; એક રાણીનું નામ

ણંદાવ્રત: ચાર ઇંન્દ્રિય વાળો એક જાતનો જીવ ; નવ ખૂણા વાળો સાથિયો

ણંદિ: આનંદ; પ્રમોદ; ઇચ્છા; અભિલાષા; ચાહના; ઇચ્છિત અર્થની પ્રાપ્તિ; એ નામનો એક દ્વીપ અને સમુદ્ર; એક ઝાડનું નામ; સમૃદ્ધિ

ણંદીરુક્ખ: પીપળો

ણઈ: નદી

ણઈવઈ: સમુદ્ર

ણઉલ: નકુલ; પાંડવોનો સૌથી નાનો ભાઈ નકુલ

ણકાર: ણ અક્ષર; ણ એવો ઉચ્ચાર

ણકારાંત: છેડે ણકારવાળું

ણક્ક: નાક ; એક જાતનો મચ્છ

ણગ: પર્વત

ણગણ: બે માત્રાનો એક માત્રિક ગણ

ણગર: શહેર

ણગરાય: પર્વતોનો રાજા; મેરુ પર્વત

https://gu.quora.com/

Read More