#Mahalaxmi
હે મહાલક્ષ્મી રહે તારો મારી માથે હાથ
હે માં સદા તમે કરો કલ્યાણ
ચંચલ દેવી તું, સમૃદ્ધિ દેનાર લક્ષ્મી તું
દુઃખ હરનારી તું,સુખ દેનારી તું
પદ્મા નામે પણ પૂજાતી તું
મારા હરી ની હરિપ્રિયા તું
તારા ચરણકમળમાં હું નિત્ય નમું રાખી એક આશ
મારા ઘરમાં સદા તારો રહે વાસ
નિત્ય વરસે તારા આશીર્વાદ
યોગી