હું ધબકુ છું તો તમે ખુશ છો.
હું સ્હેજ પણ ડામાડોળ થાઉં છું તો તમે ગભરાઈ જાઓ છો.
મને સ્હેજ પણ તકલીફ ન પડે એનું તમે ધ્યાન રાખો છો.
પ્રેમ તમે કરો છો અને ઘાયલ હું થાઉં છું.
ચરબીયુક્ત ખોરાક તમે ખાઓ છો, હેરાન હું થાઉં છું.
કસરત તમે નથી કરતાં અને કામ મારું વધી જાય છે.
જ્યાં સુધી હું છું ત્યાં સુધી તમે છો.
તો કેમ નથી સાંભળતા મારું? શાને રહો છો સતત તાણ સાથે અને નુકસાન પહોંચાડો છો મને? એક વાર જો મને નુકસાન થશે તો આખીય જીંદગી તમારી સમાપ્ત થઈ જશે.
ખુશ રહો, ચાલતા રહો, થોડી થોડી કસરત કરતાં રહો, તાણથી દૂર રહો, પોષણયુક્ત ખોરાક ખાઓ અને મને સ્વસ્થ રાખો. આટલી જ વિનંતિ હું તમને કરું છું.
હું એટલે તમારું પોતાનું હ્રદય... મને સાચવો.