#Azadi
રોમે રોમ પરતંત્રતાની આગમાં સળગી રહયું છે
ત્યારે આઝાદી ક્યાંથી મેળવું?કઈ રીતે મેળવું?
અનંત એષણાઓનો સાપ વીંટળાયેલો છે મને
પ્રેમનાં પિંજરમાં પુરાયેલી છું હું
લાગણીની લપ છોડતી નથી મને
રાતે ભીંસતા બે હાથની પકડ દિન-પ્રતિદિન મજબૂત બની રહી છે
કર્તવ્યની કેડી પરનાં કાંટાઓથી લોહીલુહાણ છું
પણ
સંસ્કારનું વજન મને ભાગવા નથી દેતું
મારે સારા થવું છે
સફળ થવું છે
મહાન થવું છે
મારા સૌંદર્યને શણગારવું છે
હું ને પંપાળવો છે
મને દઝાડનારને દઝાડવા છે
પીડા આપનારને લોહીનાં આંસુએ રડાવવા છે
કેટકેટલાનાં હિસાબ ચૂકતે કરવાનાં છે
અને પાગલ બનીને હસવું છે
નાચવું છે,ઉડવું છે,આઝાદીનાં ગીત ગાવા છે
પરંતું
રોજ રોજ નિત નવાં સ્વરુપે પ્રગટતાં રહે છે મારાં દુશ્મનો
એમનાં નિયમો, એમની જોહુકમી,એમની જાળમાં
તરફડું છું હું
મૃત્યુંની બાણશૈય્યા જ મને આઝાદી અપાવી શકે
પણ
મરવાની આઝાદી ય મારી પાસે છે ખરી?
મ