વિજ્ઞાનશાખામાં ભણી છું, ગણિત વિષય ભણાવું છું અને માતૃભાષાને ચાહું છું. સાહિત્યની પૂજા કરુંછું. માતૃભાષાને જીવંત રાખવામાં મારું શક્ય યોગદાન આપું છું. મારા લેખ થકી કોઈને પ્રેરણા આપવાનો પ્રયત્ન કરું છું. મારા લેખ થકી સકારાત્મકતા ફેલાવવાનો પ્રયાસ કરું છું.

કેમ કરી ભૂલાય એ જન્મ આપનારીને?
જોઈ શકી આ દુનિયા જેનાં થકી.
તક પણ ન મળી એ દર્દનો આભાર માનવાની,
વેઠ્યું જે એણે મારાં જન્મ સમયે!
આપ્યું જીવન મને આ દુનિયામાં,
મૂકી જોખમમાં પોતાનાં જીવને.
ના જોઈ શકી સફળતા પોતાનાં બાળકોની,
સેવ્યાં હતાં જેને માટે એણે સપનાં...
હતાં કોડ કેટલાં દિકરા વહુ પૌત્ર/પૌત્રી સાથે રહેવાનાં,
અફસોસ! જીવી નહીં દિકરાના લગ્ન સુધી!!!
ક્યારે મળીશ ફરી તને, કોણ આપશે આ જવાબ?
યાદ આવે છે તુ મા ડગલે ને પગલે🙏

-Mrs. Snehal Rajan Jani

Read More

નથી કોઈ રસ મને ઉજવવાને
ફ્રેન્ડશીપ ડે...
શા માટે ઉજવું હું
ફ્રેન્ડશીપ ડે?
મારે તો મારાં મિત્રો/સખીઓ
સાથે રોજ જ હોય
ફ્રેન્ડશીપ ડે...
વ્યકત કરીએ અમે
અમારી લાગણીઓ દરરોજ,
નથી જરુર અમને કોઈ
ખાસ દિવસની...
નથી મળી શકતાં અમે કોઈ,
નથી કરતાં અફસોસ એનો,
મળી લઈએ છીએ સોશિયલ મીડિયામાં,
છતાંય અમારે તો રોજ
ફ્રેન્ડશીપ ડે...

#Friendship

Read More

ચાલને રમીએ છપ્પો,
ચાલને રમીએ આંબલી પીપળી,
ચાલને છુપાઈએ ક્યાંક,
રમીએ સંતાકૂકડી.
રમ્યા હતાં બાળપણમાં જે
ચાલને રમીએ બધી રમતો.
ખબર છે હવે નથી રહી
એ ઉંમર કે એ તાકાત,
પણ ચાલને મિત્ર રમવા જઈએ
જોશ તો હજુ છે બરકરાર!!!
ચાલને મિત્ર બની જઈએ પાછા
હતાં જેવા બાળપણમાં,
રમીએ રમતો વાગોળીએ એ
મીઠી યાદો, કરીએ તાજી યાદો
અને ભૂલીએ થોડી ચિંતાઓ.
ચાલને મિત્ર રમવા જઈએ,
ચાલને મિત્ર ગામમાં ખોવાઈએ!!!
#Friendship

Read More

#Friendship


પોતે તકલીફમાં હોવા છતાં 'તુ મજામાં છે ને?' આવું હસતા મોંએ પૂછે તે મિત્ર. બાળપણનો મિત્ર આપણી તકલીફ અનાયાસે જાણી જાય છે.

મારો તો અનુભવ છે. અમે મિત્રો બધાં મોટા ભાગે માત્ર ચેટિંગ જ કરીએ છીએ કારણ કે દરેકના કામનાં સમય અલગ અલગ છે. પણ હું જ્યારે ઉદાસ હોઉં છું ત્યારે અનાયાસે જ મારા મિત્રોમાંથી ક્યાં તો કોઈનો હતાશા દૂર કરનાર મેસેજ આવી જાય છે અને ક્યાં તો 'આજે તારી બહુ યાદ આવતી હતી' કરીને ફોન આવી જાય છે.

આવું જ મારે પણ બને છે. જ્યારે મને કોઈ મિત્રને ફોન કરવાની તીવ્ર ઈચ્છા થાય ત્યારે ખરેખર એવું બને છે કે એ પણ એવું જ વિચારતો/તી હોય છે અને અનાયાસે જ ફોન પર વાત કરી લઈએ છીએ.

Read More

નથી હક મારો તારા પર,
નથી કોઈ અપેક્ષા તારી પાસે,
છતાં મન ચાહે તને મારી સમીપે!
કેમ કરી પહોંચું તારી સમીપે,
છે બંધનો કેટલીક જવાબદારીઓનાં!
ભલે મળી ન શકું તને, પણ...
કોઈ ન છીનવી શકે હક
તને યાદોમાં મળવાનો...

-Mrs. Snehal Rajan Jani

Read More

એક વાર મુલાકાત લેવા જેવી જગ્યા. જરૂરથી વાંચો.
Mrs. Snehal Rajan Jani લિખિત વાર્તા "હરિશ્ચંદ્રેશ્વર મંદિર" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19930769/harishchandreshwar-temple

Read More

કેટલી નાજુક હતી તુ જ્યારે જોઈ તને પહેલીવાર,
ડરતી હતી લેતાં તને હાથમાં...
જોતી જ્યારે તુ મને
ખોલીને તારી નાની આંખો,
મળી જતું મને મારું આખું વિશ્વ!
પકડતી મારી આંગળી જ્યારે તુ,
તારી નાજુક આંગળીઓથી,
ડર લાગતો તને મારાથી દૂર કરતાં...
થઈ ગઈ તુ આજે આટલી મોટી,
તો પણ મારી નજર તો જુએ
એ જ નાનકડી નાજુક પરીને...
બની ગઈ છે તુ મારું વિશ્વ,
કેમ કરી દૂર કરીશ તને
કન્યાવિદાય ટાણે???

-Mrs. Snehal Rajan Jani

Read More

આભાર વાચકોનો વીસ હજાર ડાઉનલોડ કરવા માટે😊

મળી જો નજર તારી સાથે જરા,
બની ગયાં કેટલાંય કિસ્સાઓ
આપણાં પ્રેમનાં...

ક્યાં મળી હતી નજર આપણી
સરખી રીતે, હજુ તો જોયાં
જ નહોતાં મન ભરીને એકબીજાને...

પહોંચી ઘરે ત્યાં તો સાંભળ્યાં
કિસ્સાઓ બધાંય, જે બન્યાં
આપણી પહેલી નજર મળ્યાં પછી


-Mrs. Snehal Rajan Jani

Read More

પ્રેમ છે પુષ્કળ મને તારી સાથે,
વચન આપ્યાં છે સાથે જીવવા મરવાના,
રહીશું જીવનભર એકબીજાની સાથે,
હંમેશા કહેતાં આવ્યાં છીએ આપણે,
તું છે તો હું છું...
થઈએ ભીનાં લાગણીમાં એકમેકના પ્રેમમાં,
યાદ કરીને એ ક્ષણો વિતાવી જે
પહેલાં વરસાદમાં...

-Mrs. Snehal Rajan Jani

Read More