રચના .મનજી મનરવ
આંખો," કવિતા ,
દેખાતી નાજુક નમણી આંખો,
નજરને હોય નીરખવા પાંખો !
જીવન છે તો અંજવાશ છે,
ભીતરના ભાવો પારખવા આંખો.
તન મનનું એજ તો છે હીર.
ઈશ કૃપાનું ફળ અણમોલ આંખો.
એટલે કહેશું જોઈને નીરખવા,
મુલ મુલવવા જોઇએ આખો .
નભ શોભે ધરા પર ભાનુ.
દિવ્યતા એ રત્ન વત આંખો.
શું હોય અંધકાર વત જીવનમાં?
પ્રકાશનું પરાવર્તન પામે આંખો.
કદી નયનને બંધ કરી જુવો.
જગમાં ન કશું એ વીણ આંખો.
મનરવ જતન કરવું એ જ્યોતિનું,
અંધ અને અંધકાર ભગાવે આંખો.
શેર .
મને ગમે છે એ અણમોલ આંખો.
અ જ્ઞાન અંધકાર ભગાવે આંખો.