Mukesh Dhama Gadhavi...Jay Mataji...Keval Anand... Mitro Premi charan...

સાવ સીધા જો રહ્યા ને તો ગયા સમજો
લાગણી માં જો વહ્યા ને તો ગયા સમજો

જૂઠ ના જો કહી શકો તો ચૂપ રહેજો તમે
સત્ય સાથે જો ભળ્યાં ને તો ગયા સમજો

જાત અનુભવથી લખું છું વાત દોસ્તો
ગાલ સામે જો ધર્યા ને તો ગયા સમજો

જયાં ને ત્યાં નમન પણ છે નકામું અહીં
મીણ સા તમે જો ગળ્યા ને તો ગયા સમજો

દિલમાં હો દુઃખ તે છતાં હસતાં રહેજો તમે
ચોક વચ્ચે જો રડ્યા ને તો ગયા સમજો
#ગયા સમજો...

Read More

માણસના સુખની પરીક્ષા અભિમાન દ્વારા લેવાતી હોય છે
અને દુઃખની પરીક્ષા ધીરજ દ્વારા લેવાતી હોય છે....

રૂપાળા દેહમાં આતમનું પણ હોવું જરૂરી છે,
મનોહર ફૂલ છે ફોરમનું પણ હોવું જરૂરી છે....

કહાવો છો દયાળુ ને દયાની છાંટ પણ ક્યાં છે,
આ ખાલી કૂપમાં ઝમઝમનું પણ હોવું જરૂરી છે...

Read More

'ભવ્ય મારો ભૂતકાળ છે, ભલે તમે કહો મને ખંડેર,
અમે તો હજુ અડિખમ છીએ, તમે થયા વેર વિખેર.

આમ જોવા જઈએ તો ઘર, ખોરડુ, મકાન, નિવાસ, આવાસ, બંગલો, હવાલી આ બધુ ગુજરાતી શબ્દકોશ મુજબ સરખું જ ગણાય અથવા નજીકનાં જ સમાનાર્થી શબ્દો છે પરંતુ આજે આપણને 'ઘર' શબ્દ હ્રદયને ખુબ શાતા આપે છે, ટાઢક આપે છે. જુના વખતમાં આવુ એક જ ઘર હોઈ, અંદરનાં ભાગે એક ઓરડી રહેતી અને આગળનો ભાગ પરસાળ કહેવાતો. આટલા નાના ઘરમાં ઘરના સાત-આઠ સભ્ય રહેતા. નાના બાળકોથી લઈને બુઝૂર્ગો રહેતા અને મે'માન આવે તો પણ સંકડાશ ન પડતી. આજે બે ત્રણ માળની હવેલી હોઈ અને અલગ અલગ રૂમો હોઈ પરંતુ રહેનાર સભ્ય ૨ થી ૪ જ હોઈ, જેમા માતા-પિતા અને બે બાળકો.
હવે ઉપરની બે પંક્તિ તરફ જઈએ તો આજે પણ ગામડામાં હજુ જર્જરિત હાલતમાં ખોરડાઓ જોવા મળે છે જેને આપણે ખંડેર કહીએ છે. આપણે જેને ખંડેર કહીએ એ ખોરડું આપણને કહે છે કે.. તમે ભલે મને ખંડેર કહો પરંતુ મારો ભૂતકાળ ભવ્ય છે. આજે કદાચ તમે સદ્ધર થયા એટલે બંગલા/હવેલીમાં રહીને આ બધુ ભૂલી ગયા બાકી તમારા એ દિવસો મે જોયા છે. ભર ચોમાસે બેશુમાર વરસતા વરસાદ અને સાથે પવનનાં સુચવાટા વખતે તમે મારા આધારે જ સુરક્ષીત રહ્યા હતા. બે પાંચ મહેમાન હોઈ અને પુરતા ખાટલા ન હોઈ ત્યારે મારી ઓસરીમાં જ નીચે સુતા હતા. આવો તમારો બધો ભૂતકાળ મારી પાસે અકબંધ પડ્યો છે. અને આ બધુ સંઘરી અમે તુટવાને બદલે અડિખમ ઉભા છીએ જ્યારે તમે આ ખંડેરને છોડ્યું ત્યારથી વેર-વિખેર થઈ ગયા છો. હું ભલે ખોરડું કાચું હતું પણ તમને એક સાથે જોડીને રાખતું હતુ. બસ વધુ કહેવાનો કોઈ ફાયદો નથી. મારી વેદના કે વ્યથાથી કોઈ કશો ફર્ક નહિ પડે એ મને ખબર જ છે પણ હું અહિ આ બધુ ઠાલવીશ એટલે મારા હ્રદયમાં થોડી શાંતિ થશે. મારુ હ્રદય હળવુ થશે અને એ હળવાશનાં શ્વાસને હ્દયમાં ભરીને હું જીવી જાણીશ.

Read More

"બિછડ કે હમને દેખા હે મહોબત કામ નહિ હોતી..."
"કરો સોને કે સો ટુકડે કિંમત કમ નહિ હોતી..."
#કિંમત

🔅ઉનાળાના કાળઝાળ તડકામાં એક બહારવટિયો રાતે *લૂંટવા માટેના ગામની*તપાસમાં નીકળ્યો છે. _
_રસ્તામાં તરસ
લાગી. ગળું સુકાવા માંડ્યું.
🔅એક બાઈને
કૂવાને કાંઠે બેડું ઉપાડતી જોઈ પૂછ્યું,
*'બેટા! દીકરી! મને પાણી પાઈશ ?'*

_બાઈ બોલી, 'અરે *બાપુ,* પાણી શું ઘરે હાલો. મારા હાથનો રોટલો ખવરાવું.'_
_પાણી પાયું. તાણ્ય કરીને ઘરે લઈ ગઈ.
_ફુલીને મોભારે અડે એવા રોટલાને માથે કોપટી ફોડીને માખણનો લોંદો મૂકીને બહારવટિયાને ભાવથી જમાડ્યો.

🔅બહારવટિયો ખૂંખાર ખરો, પરંતુ *'બાપ'*
અને *'દીકરી'* આ બે શબ્દોએ *તેને ઓગાળી નાખ્યો* તેનાથી રે’વાણું નઈ_
_અને બોલાઈ ગયું, *'દીકરી,* આજ રાતે
હું મારા ભેરુને લઈને આ *ગામ લૂંટવા*આવવાનો છું. _
_તેં મને *'બાપ'* કીધો. હવે તો તું *મારી 'દીકરી'*
છો.
_તારા ઘરની બારે
*ગોખલે બે દીવા મૂકજે.* તારું ઘર કોઈ નઈ લૂંટે.

🔅રાતે ગામના ચોકમાં હાકલ પડી.
_બંદૂકના ભડાકા થયા. ભેરુ ગામમાં લૂંટ કરવા ઊપડ્યા.
_પરંતુ જ્યાં જ્યાં જાય
ત્યાં *ઘરે ઘરે બે દીવા* તેમના જોવામાં આવ્યા.
_મુંજાયેલા ભેરુઓએ આવીને બહારવટિયાને વાત કરી.

*બહારવટિયો *દીકરીના ઘરે ગયો* _
_અને,
_કહ્યું, *'દીકરી* મેં તો તને *તારા ઘરની બાર* બે દીવા મૂકવાનું કીધું'તું.
તેં આ શું કર્યું ?'

🔅 *દીકરી બોલી,* *'બાપુ!*, *દીકરીનું સાસરું બાપથી લુટાય ?'*

*'દીકરીનું સાસરું’__* -_આટલું સાંભળતા તો
એ ખૂંખાર બહારવટિયો ભાંગી પડ્યો.
બંદૂક ઢીંચણ માથે પછાડીને ભાંગી
નાખી અને ચોધાર આંસુડે રોવા માંડ્યો.
_એટલું જ તેનાથી બોલાણું,_
_*'દીકરી! તારા જેવી* *ભગવાને મને 🌹એક દીકરી🌹આપી હોત તો આ પાપના પોટલાં મારા હાથે નો બાંધત.*

🙏 #નસીબદાર ને ત્યાં દિકરી હૉય... 🙏

Read More

આંખો તો લુછી નાખી છુપાઇને પણ,
પછી ધડકનો ધ્રુસકે ચડી હતી..!!

આપણી આજુબાજુ સાવ ઓછા લોકો હોય તો ચાલે પણ એવા હોવા જોઈએ જેમના માટે આપણે મહત્વના હોઈએ.

કોઈપણ સંબંધનું વાસ્તવિક મૂલ્ય એકબીજાને અપાતા મહત્વ પર રહેલું હોય છે. જે રીતે કોઇ વસ્તુ આપણા માટે મૂલ્યવાન હોય તો આપણે તેની પૂરતી કાળજી રાખીએ તે જ રીતે જે સંબધ મૂલ્યવાન હશે, તેની કાળજી પણ રાખીશુ.

જિંદગીના શરૂવાતના સમયમાં આપણને એમ લાગે કે આપણે જેટલા વધુ લોકોથી ઘેરાયેલા રહેશુ તેટલા વધુ ખુશ રહીશુ, અને એટલે જ આપણે વધુ ને વધુ લોકો સાથે જોડાવાની કોશીશ કરતા હોઈએ છીએ. પરંતુ, જેમ જેમ આપણે જીવનના વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈએ તેમ તેમ સમજાવવા લાગે કે આપણી આજુબાજુ એવા ખુબ ઓછા લોકો હોય છે જે આપણે જરૂર પડે ત્યારે આપણી પાસે ઉભા રહે, આપણા માટે સ્ટેન્ડ લે અથવા આપણા પર વિશ્વાસ કરે.
અને એટલે જ જીવનમાં આપણી આજુબાજુ કેવા લોકો છે તેની પસંદગી કાળજીપૂર્વક કરવી જોઈએ.
જો તમારી પાસે એવી કોઇ વ્યક્તિ હોય જે તમને સમજે, તમારું મૂલ્ય સમજે, તકલીફના સમયે તમારી સાથે ઉભા રહે તો આજુબાજુ વધુ લોકોની જરૂર નથી.
#સંબંધ ...

Read More

સાચા ખોટા ની બધી જ ખબર હોવા છતાં, જે સંબંધો સાચવે એ જ સંસ્કાર.

दोस्त वो नहीं होता, जो दोस्त के लिए जान भी दे दे! दोस्त वो होता है,जो पानी में गिरे दोस्त के आंसु को भी पहचान ले |


"કામમાં કંટાળો આવવાનું કારણ ઘણીવાર જે કામ કરતા હોઈએ તે ક્ષમતા, સ્કિલ અને ઇન્ટરેસ્ટ કરતાં ઉતરતું હોય. આપણું કામ અને આપણું લક્ષ્ય આપણા કરતાં મોટું હોવું જોઈએ."

"પુરુષને પીડાનો અનુભવ થતાં વાર લાગે છે અને થાય ત્યારે જલ્દી હથિયાર હેઠાં મૂકી દે છે, સ્ત્રીઓ જલ્દી અને વધુ પીડા અનુભવે છે પણ તેની સહિષ્ણુતાનું સ્તર ઊંચું હોય છે. એથી સ્ત્રીઓ પુરુષો કરતાં લાંબું જીવે છે."

"આપણે જ્યારે લોકોને આપણું પ્રભુત્વ બતાવતા હોઇએ ત્યારે આપણે ખુદ પર ઘમંડની એક ખોખલી પરત ચઢાવીએ છીએ..જે આપણને ક્યારેય નજરમાં આવતી નથી."

વસીયત નામું ત્યારે જ લખાય,
જ્યારે
સીઘો વારસદાર ન હોય
અથવા
વારસદાર સીઘો ન હોય.

Read More

સમાજ માં ઘુવડો તો આમ-તેમ જોવા મળે છે
જટાયુ જેવા માણસો જગત માં ક્યાં જડે છે?

હોય જો શાંતિ ની વાતો તો પત્થર પણ મૌન છે
પણ આચરણ કરવા માં ક્યાં કોઈ ભળે છે?

આ લોહીયાળ દુનિયામાં માણસ પ્રપંચોથી યુધ્ધ ખેલાતો રહ્યો
જાણે અશાંતિ અને અજંપા નો પ્રલય એને કેમ ગમે છે?

આ જુઓ શાંતિ રૂપી કબૂતરની કપાઈ ગઈ પાંખો
હવે મુક્ત રીતે ગગન માં ઉડવાનું એને ક્યાં મળે છે?

ખેદ છે, ભીતરની ખળભળાહટ છતાં પણ
માણસ તારો અહમ જ તને ગમે છે.
#અહમ ...

Read More