Quotes by મનોજ નાવડીયા in Bitesapp read free

મનોજ નાવડીયા

મનોજ નાવડીયા Matrubharti Verified

@manojnavadiya7402
(564.4k)

ઝીણું સ્મિત આપી ગયાં,
હૃદયને શાંત કરી ગયાં,

શબ્દો બોલ્યા નહીંને,
આંખોથી હસાવી ગયાં,

મૌન હતું બધુંજ ત્યાં,
વાતો સમજાવી ગયાં,

મીઠી લાગણીઓ સાથે,
મનને આનંદ આપી ગયાં..

મનોજ નાવડીયા

#vishvyatri #heetkari #vishvkhoj #manojnavadiya #child #children #childlife #goodthinking #saravichar #maravichar

Read More

બેઠો છું, કારણ ના પૂછો,
મૌન છું, ભારણ ના પૂછો,

મૌહ નથી, ત્યાગ ના પૂછો,
કાચો છું, તારણ ના પૂછો,

વાક નથી, સત્ય ના પૂછો,
સાદો છું, પ્રમાણ ના પૂછો,

સ્મિત નથી, વાત ના પૂછો,
ઉભો છું, ખબર ના પૂછો,

બોલું છું, અર્થ ના પૂછો,
શબ્દો છું, ઉંડાણ ના પૂછો.

મનોજ નાવડીયા

Read More

હું પણ ખોટો સાબિત થયો છું ઘણી વાર,
ભૂલનો સ્વીકાર કરી સાચો રસ્તો શોધ્યો છે,

અંધકાર ચૌતરફ ફેલાયેલો છે ઘણી વાર,
દીવો પડખે રાખી સાચો ઉજાસ શોધ્યો છે,

અહંકારના ભારથી પડ્યો છું ઘણી વાર,
નમ્રતાના માર્ગે જઈ પોતાને શોધ્યો છે,

શું કહેશે જગ જન એ વિચાર્યું નથી ઘણી વાર,
આત્મસ્વર સાંભળી જીવનનો અર્થ શોધ્યો છે.

મનોજ નાવડીયા

Read More

સાંભળીને પોતે સંભાળી લે એ જ તો માણસ છે,
બીજાનો ભાર હસીને ખમી લે એ જ તો માણસ છે,

ક્રોધની ગતિને પોતે રોકી લે એ જ તો માણસ છે,
અહંકારને મનમાં ઓગાળી દે એ જ તો માણસ છે,

દુઃખમાં મૌન ધારણ કરી લે એ જ તો માણસ છે,
સુખની પળોમાં સંયમ રાખી લે એ જ તો માણસ છે,

વિકટ વેળાએ સાથ આપી દે એ જ તો માણસ છે,
જાતે ચાલીને માર્ગ ચીંધી દે એ જ તો માણસ છે,

શબ્દોની સાથે સારાં કર્મ કરી લે એ જ તો માણસ છે,
જીવનનો અર્થ સમજી લે એ જ તો માણસ છે.

મનોજ નાવડીયા

Read More

કાવ્ય શિર્ષક: કંઈક

શોધ તું કંઈક,
જાણ તું કંઈક,

વિચાર તુ કંઈક,
કર તુ કંઈક,

છોડ તુ કંઈક,
આપ તુ કંઈક,

ઓળખ તું કંઈક,
પરખ તું કંઈક,

મૌન તુ કંઈક,
સમજ તું કંઈક,

જીવન તું કંઈક,
સત્ય તું કંઈક.

મનોજ નાવડીયા

Read More

હું પણ ખોટો સાબિત થયો છું ઘણી વાર,
ભૂલનો સ્વીકાર કરી સાચો રસ્તો શોધ્યો છે.

મનોજ નાવડીયા