Quotes by shah in Bitesapp read free

shah

shah

@shreeshah


ચમત્કાર જોવાની ઇચ્છા થાય તો રોજ સવારે ઉઠી અરીસા માં જોઈ લેવુ .. રોજ સવારે જીવતાં ઉઠીએ છીએ ઍજ સૌથી મોટો ચમત્કાર છે

🙏🏻

Read More

*ખિસ્સા નું વજન વધારવા માં જો દિલ પર વજન વધી જાય ને તો સમજી લેવું કે વેપાર ખોટ નો કર્યો છે.........*

*શુભ સવાર ના જય જિનેન્દ્ર*

Read More

*પેટ પાસે રહેલી પાચન શક્તિ શરીરને સ્વસ્થ રાખે છે,*
*અને મન પાસે રહેલી સમાધાન શક્તિ સંબંધને મસ્ત રાખે છે.*

*🌹🙏Good morning🙏🌹*

Read More

*પાણી તો દરેકને એક જ*
*અપાય છે છતાં પણ ‘શેરડી મીઠી’'દ્રાક્ષ ખાટી’ ‘કારેલું કડવું’ અને ‘મરચું તીખું’ ઉગે છે, એનું કારણ પાણી નહીં પણ બીજ છે આપણે આપણા મનમાં જેવા "વિચારોનું વાવેતર" કરીશું એવું જ ઉગશે.*

*. 🙏*પાણી તો દરેકને એક જ*
*અપાય છે છતાં પણ ‘શેરડી મીઠી’'દ્રાક્ષ ખાટી’ ‘કારેલું કડવું’ અને ‘મરચું તીખું’ ઉગે છે, એનું કારણ પાણી નહીં પણ બીજ છે આપણે આપણા મનમાં જેવા "વિચારોનું વાવેતર" કરીશું એવું જ ઉગશે.*

*. 🙏🙏

Read More

*સિનિયર* *સિટીઝન માટે ખાસ છે.*
*આનો લાભ લેજો અને લેવડાવજો*......

epost thumb

*ભાઈ ની ઓળખ ભાગલા માં.. મિત્રોની ઓળખ મુસીબતમાં.. પત્ની ની ઓળખ ગરીબાઈ માં.. સંતાન ની ઓળખ ઘડપણ માં થાય છે*.

*🌹🙏Good Morning🙏🌹*

Read More

*ડૉક્ટર (તબીબ)-કવિ-મિત્રોને સપ્રેમ અર્પણ…!!*
(1 જુલાઈ રાષ્ટ્રીય ડોકટર દિવસ)

જૂઠા ના પડે ક્યાંક તબીબો નાં ટેરવાં, પ્રેમની નાડ છે કોઈ મામૂલી નાડ નથી.
- શૂન્ય પાલનપુરી

હું ય પાસે રહીમ રાખું છું, દોસ્ત મારો હકીમ રાખું છું.
-ગૌરાંગ ઠાકર

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને.
-બેફામ

દર્દ દેખી જો હૃદય ગદગદ નથી,વૈદ! તારી ભાવના ભગવદ નથી.
-અગમ કોસંબવી

તું તબીબો જેમ માપે છે હૃદયનાં ઘાવને,તું ગમે તે કર હવે આ દર્દ પકડાશે નહીં.
-અશરફ ડબાવાલા

અય હકીમો જાવ, દુનિયામાં દવા મારી નથી,હું ઈશ્કનો બિમાર છું, બીજી કંઈ બિમારી નથી.
-અહમદ આકુજી સુરતી ‘સીરતી’

પોતે તબીબ છું પણ મારો ઈલાજ ક્યાંથી ?વર્ષોથી સંઘરેલા રોગો મને ગમે છે.*
-રઈશ મનીઆર

તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ,મુજને પડી દરદની, તને સારવારની
– શૂન્ય પાલનપુરી

તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો, તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.
-વિવેક ટેલર

એ મટે ના તો તબીબનો દોષ શો,છે ઘણા દર્દો પીએ દવા તું એકલો.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

એ દર્દ કે જેને મેં પાળ્યું છે જતનથી,મુજને તબીબ માફ કર એની ન દવા યાદ.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

તું તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના વેદના જુની થઈ ગઇ એટલે ભારી નથી.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

અંતે શૂન્ય પાલનપુરીનાં બે મુક્તકો…

*પીડા શમી ગયાનું કદી છળ નહીં કરે,*
*સેવાના કોઈ યત્નને નિષ્ફળ નહીં કરે,*
*સુંદર તબીબ હોય તો એક વાતનો છે ડર,*
*સાજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે.*
-શૂન્ય પાલનપુરી

*તબીબોને કહી દો કે માથું ન મારે,*
*દરદ સાથે સીધો પરિચય છે મારો,*
*હકીકતમાં હું એવો રોગી છું જેને,*
*બહુ સારી પેઠે દવા ઓળખે છે.*
– શૂન્ય પાલનપુરી

Read More

*વ્યક્તિ જેટલો નમ્ર ભગવાન ની* *પ્રતિમા સામે હોય છે*
*એટલો જ નમ્ર બનીને જો*
*દુનિયા મા પણ રહે તો*
*અહીં જ સ્વર્ગ નું નિર્માણ થઈ જાય*....

*🌹🙏શુભ સવાર🙏🌹*

Read More

*🌹🙏🏻जय श्रीराधाकृष्ण🙏🏻 सुप्रभातम् 🌹*

*સંબંધ બાંધવા એ લોન લેવા જેટલા સહેલા હોય છે,*

*પણ તેને નિભાવવા એ હપ્તા ભરવા જેટલા અઘરા હોય છે !!*

Read More

*રુઆબ અને પ્રભાવમાં બહુ જ પાતળી ભેદરેખા છે,*
*રુઆબ હોદ્દાનો પડી શકે પણ પ્રભાવ તો હંમેશા સારા વ્યક્તિત્વનો જ પડે

Read More