Quotes by वात्सल्य in Bitesapp read free

वात्सल्य

वात्सल्य Matrubharti Verified

@savdanjimakwana3600
(892)

રાતે મને થયું કે એ આવશે વિચારમાં ક્યારે ઊંઘી ગયો ખબર ન પડી !
સવારે આંખો ખુલી ત્યાં સાચું કહું! હું પથારીમાં નહીં,કોણે મારી પથારી ફેરવી?
શમણાં હતાં સોહમણાં ત્યાં માત્ર શમણાં જ હતાં બીજું કંઈ નહીં એ ખબર પડી,
શમણાંમાંજ જીવવું ઊંઘવું,જાગવું આ જિંદગીમાં આદતની અસર પડી ગઈ.
. - વાત્સલ્ય

Read More

શ્રીપાળીયા દેવ-કમાલપુર(સા.)તા.રાધનપુર જી.પાટણ

મારા નિવાસ સામે અંદાજે ૭૦૦ વરસ જૂની જગ્યા છે જે પાળિયાદેવ નામથી ઓળખાય છે.
જુના વખતમાં કોઈ બેન દીકરીની લાજ લૂંટાતી બચાવવા કે ગાયોને વારે ચડેલા વીરની વીરગતિ યાદની અંદાજે ૧૫ ખાંભી છે.જે વરસો પહેલાં અમારા ગામની સીમમાં જ્યાં ત્યાં ઉભેલી અવાવરું જગ્યાએથી (પાળિયા)ખાંભીઓને આ જગ્યાએ એકત્ર કરી પ્રસ્થાપિત કરી છે.
ઇતિહાસની સચોટ માહિતી પ્રાપ્ય નથી.તેમજ આ સ્થળ "પાળિયા દેવ"નામથી જાણીતી છે.આ સ્થાનકે વાર તહેવારે રાધનપુરના સથવારા પરિવાર નૈવેઘ ધરાવે છે,અને કમાલપુર ગામનાં બે ત્રણ ચૌધરી પરિવાર દરરોજ દીવો પુરવા આવે છે.સાથે મારા મોટાભાઈ સાંજ સવારે દીવા કરે છે.આ જગ્યા પર મોરની(ઢેલ)ઈંડા સેવે છે.તમામ પક્ષી અને મોર નિર્ભય બની ચણ ચરે છે.ઘરની આજુબાજુ હવે વૃક્ષની ઘટામાં અસંખ્ય પંખીઓ નિવાસ કરે છે.હું ખુદ જુવાર ચણ નાખું છું.અને પાણીની પરબ પણ મૂકી છે.
ખાસ કરી આ શીલાની નીચે દેવનાગરી લિપિમાં કઈંક લખ્યું છે.જે આજના કોઈ વ્યક્તિ ઉકેલી શકતા નથી.(કોઈ મિત્ર આ લિપિ જાણતા હોય તો મારો પૂરો સપોર્ટ)બીજી ખાસિયત એ છે કે શિલાલેખ જે થોડા બચેલા છે,તેના પ્રોટેક્શન માટે કોઈ વ્યવસ્થા નથી.આ જમીનમાં દટાયેલા આ પાળીયાઓ ઉપર લોકો ધારિયા,ચપ્પુ,તલવાર ઘસતા જે હવે એ કૃત્ય નથી થતું.ગામે આ માટે ખાસ જગ્યા ફાળવી છ.તે મારા નિવાસની બિલકુલ સામે છે.મને પોતાને પણ રસ છે.કોઈ આ અંગે આધારભુત વિગતો જાણતા હોય તો મારો ઇનબૉક્સ પર સંપર્ક કરવા વિનંતી છે.
. - વાત્સલ્ય

Read More

શિયાળાની હેલી......
🌹🌹
આ વરસાદ જેવો વરસાદ
ચોમાસેય નહીં વરસ્યો...!!
વરસતો'તો 'હું',
ત્યાં ઉછીનો લઇ 'એ'
વરસવા લાગ્યો !!
બાકી પહેલી વખત જોઈ
"હેલી"
આ શિયાળાની !
- વાત્ત્સલ્ય

Read More

ભગવાન મારે કશુંય માગવું નથી!
એક એનો ભેટો કરાવી આપ!
😄
- वात्सल्य

આ દરિયાને હેડકી ચડી અને એ હલેસે ચડ્ય!
કોઈએ એને બહુ યાદ કર્યો ઊંચા હલેસે ચડ્યો!!
જે પડે તે ખેંચતો જાય હલેસે એ ખૂબ વિફર્યો!
એ આવી હતી જોવા દરિયો ત્યાં લપેટતો ગયો!!
- વાત્સલ્ય

Read More

એક તું જ એવી છે કે મને તડપાવે
બીજાં ક્યાં મારાં મારી પાસે આવે?
લાખ કોશિશ કરું છતાં ના તું માને!
અઘરુંં તારું વર્તન સમજમાં ના આવે ll
- વાત્સલ્ય
- वात्सल्य

Read More

મને તમેં મળો ! ના ના રૂબરૂ મળો! ના ના ભેટી ભેટી ને મળો!
જીવનની આ છે મજા,આ છે મજા,આ છે,મજા ! એક પળ પણ મળો.
- વાત્સલ્ય
- वात्सल्य

Read More

તમારા વોટ્સપ પર કે ફેસબુક અથવા કોઈ epp પર કોઈના મેસેજ,likes કે comments ના આવે તો એ મોબાઈલને તમેં જુઓ ખરા?
તમને પછી android મોબાઈલ રાખવાનું પણ મન નહીં થાય.
મારી વાતમાં કેટલા સંમત છો તમેં?
😄😄😄😄😄😄😄😄

Read More

મિત્ર...... 🌺
#મિત્ર ....
. ♥️🌹♥️
"મિત્ર" શબ્દ સાંભળતાજ અનેક પ્રકારની હ્રદયમાં ઊર્મિઓની સરવાણીઓ ફૂટે છે.એ પછી સ્ત્રીને પુરુષ મિત્ર હોય કે પુરુષ ને સ્ત્રી મિત્ર હોય યા પુરુષ પુરુષ ને મિત્ર હોય કે પછી સ્ત્રી સ્ત્રીનો મિત્ર હોય!આપણે સ્ત્રી યા પુરુષ કોઈ ને કોઈ નો મિત્ર હોય જ છે.મિત્ર વગર તમને ઘડીકેય નહીં ગમે.મિત્ર શબ્દમાં એટલી તાકાત છે કે આ જગતમાં હું એકલો નથી.મિત્ર એટલે friend (ફ્રિ + એન્ડ = જયાં મુક્ત મનનો એન્ડ એટલે મિત્ર)"સત્ય" મિત્ર હોય ત્યાં પરસ્પર ઉદારતા,સૌહાર્દપણું,એકાત્મતાનો એહસાસ,સુખ દુઃખનો ભગીદાર,મુશ્કેલીઓને સહજતાથી ઉઠાવનાર,અડગ અને મજબૂત મનોબળ ધરાવનાર ગમતો જીવતો જાગતો સતત પડખે ઉભો રહેનાર સહોદર કરતાં વધુ વહાલ કરનાર મિત્ર.જરુર પડે મિત્રની મુશ્કેલી મુખ પરથી કળી જાય તેવો અંતર્યામી.મિત્ર એટલે એક એવું પાત્ર કે જે રાતે ભલે અલગ થાય પણ સવાર પડતાં મળ્યા વગર ચેન ના પડે.સવારે #Good #morning ના રણકારથી માંડી #Good #Night સાથેના નાદ ધ્વનિનો કર્ણપ્રિય સુગમ સંગીત જેવો મીઠો ટહુકો.કદાચ મોડે ઊંઘ્યા પછી વહેલા ઊઠી ના શકાય તે દરમ્યાન એક બીજાના ટેવ મુજબ #Miss કરવાના શબ્દો પાંચ મિનિટ પછી ના સંભળાય તો મન વિહવળ થઇ ઉઠે તેવો એહસાસ કરાવે તે મિત્ર.
અનેક પ્રસંગમાં પ્રવાસ કે પ્રસંગે જતાં આવતાં એકબીજા વગર ના ચાલે તે મિત્ર.મિત્ર શબ્દનો અર્થ જ સૂચવે છે કે (મિત્ત + ઇત્ર= મિત્ર) અન્ય પાસે થી હાસ્ય પ્રાપ્ત થાય,સુખ મળે,શુકન મળે તે મિત્ર.મિત્રની સલાહ એટલે ગુરુમંત્ર.મિત્ર એટલે વિશ્વાસનો સમંદર,હેતની હેલી,હરખનો હૈયે ધબકતો ઉછળતો હાર એટલે મિત્ર.
ઘરનાં કોઈને કામ પડ્યું હોય અને તમારી હાજરી ના હોય ત્યારે અને તમારી તપાસ પહેલાં મીત્ર ના ઘેર થશે.પછી અન્યત્ર થશે.મિત્ર એટલે તમામ બાબતમાં અંગત વાતો શૅર કરવાનું સ્થળ એટલે મિત્ર.મિત્ર માટે કોઈ સમય,જાતી,ધર્મ, ઉંમર,અભ્યાસ,દેખાવ,હોદ્દા સાથે સુસંગત નથી.માત્ર આંતરિક લાગણીઓની અનોખી અનુભૂતિ થકી ઉદભવતો ઉમળતો જલધિ એટલે મિત્ર.બાળ કૃષ્ણના મિત્રોમાં ખાસ કરી ને સુદામો અને સુખરામ હતા.જે કૃષ્ણ રાજવંશના હોવા છતાં ગરીબ સુદામા તેનો ખાસ મિત્ર હતો.જેવી રીતે "મહાભારત" યુદ્ધમાં કૃષ્ણના પરમમિત્ર અર્જુન સાથે કૃષ્ણએ મિત્રની લાગણીઓ થકી અર્જુનના સારથી બન્યા હતા.આટલી મોટી વિશ્વનું સંચાલન કરનાર વિશ્વ વિભૂતિ કૃષ્ણ એ એક લડાયક યોદ્ધા અર્જુનના રથ સારથી (રથ ચલાવનાર ડ્રાઈવર ) બને છે.કૃષ્ણ એ આ નાનામાં નાના અને સત્ય સાથે પડખે રહેવામાં માનનારા પરમ સખા હતા.શ્રી રામ નિકટવર્તી મિત્ર અને પરમ ભક્ત હનુમાનજી ભક્ત પહેલાં અત્યંત વિશ્વાસુ મિત્ર હતા.
જીવનમાં ક્યારેક આપણે ખૂબ નિરાશ હોઈએ ત્યારે મિત્ર આપણને સધિયારો આપતો હોય છે. "ચિંતા ના કર દોસ્ત!હું તારી સાથે છું " આટલું કહેતાં મિત્ર તેની ચિંતામાંથી મુક્ત બને છે.પ્રવાસ વખતે કોઈનો સાથ ઈચ્છી છીએ ત્યારે પહેલો સંગાથ મિત્ર નો માંગીયે છીએ.તેમાં આપણી પત્ની પણ એક સાચો મિત્ર છે.તેમ સ્ત્રીને પોતાનો પતિ એક સાચા મિત્રની ગરજ સારે છે.જયાં મિત્રપણું હોય ત્યાં નિર્ભયપણે મુક્ત બની આ જગતમાં વિહરીએ છીએ.મિત્ર જેને નથી તેની જિંદગી દુઃખોનો સામનો કરવા માટે સક્ષમ નથી. જે એકલો છે,જેને કોઈ મિત્ર નથી તેની પાસે બીજા બેસે તો તે પણ દુઃખી અને એકલો થઇ જશે.મિત્રનો મજબૂત પાયો પ્રથમ તેનો વિશ્વાસ છે.બીજો પાયો તેનો સ્વચ્છ વ્યવહાર છે.ત્રીજો પાયો તેનું સ્વચ્છ વર્તન છે.ચોથો પાયો તેની સારી વૃતિઓ છે.પાંચમી બાબત તેની બુદ્ધિમાં સારાસાર તારવવાની ત્રેવડ હોય તો મિત્ર એ મિત્ર પ્રત્યેની જીવનની લાંબી મજલ બની રહે છે.પરસ્પર ક્યારેક વાદવિવાદ થાય.મતભેદ હોય પરંતુ મનભેદ ના હોય.પોતાની પત્ની કે પોતાના પતિ પાસે જે વાતો શૅર ના થઇ શકે તે વાતો શૅર કરવાનું વિના સંકોચનું સ્થળ એટલે "મિત્ર"
માટે એકલાં ક્યારેય ના રહો.સારા અને સાચા મિત્ર ના હોય તો બનાવો જ અને સાચવો.જેમ પત્ની વગર તમારું માન ના વધે તેમ મિત્ર વગર તમારું સન્માન ના થાય.મિત્ર નું મન અને માન જાળવો.મિત્રને ક્યારેય એકલો ના પડવા દો. નિયમિત મળો અને મળવા જાઓ.
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય

Read More

પ્રિય કવિ-સાહિત્ય રસિક મિત્રો.....
ખાસ જણાવવાનું કે દિવાળી આવે એટલે ઘરની સાફ સફાઈમાં ઘણી વખત અગત્યની વસ્તુ કે પસ્તી લેનારને નજીવી કિંમતે આપી દઈએ છીએ.
હું સૂરત જિલ્લામાં વિસ્તરણ અધિકારીની ફરજ પર હતો ત્યારે એક ફેરી કરનાર ભાઈ પસ્તીની લારી લઈ મારા સરકારી આવાસ પાસે આવ્યો. તેની લારીમાં ઘણું સાહિત્ય લોકોએ પસ્તીમાં આપેલું જોયું.તેને બદલે આ પસ્તીવાળા ભાઈ ચણા સીંંગ આપતા હતા.
મારી નજર અચાનક એક જૂનું અને ફાટી ગયેલું પુસ્તક પર પડી.
લારીવાળા ભાઈને કીધું કે આવાં જે કોઈ પુસ્તકો આવે તો તે મને આપજે હ એનેું બદલે તમેં ચુકવેલા રૂપિયા કરતાં સવાયા આપીશ.
ખરેખર એ મેં જે પુસ્તક લીધું તે પુસ્તક *શ્રીમદ ભાગવત* હતું.જે પુસ્તક લીધા પછી આખું વાચન કર્યું.રંગીન ચિત્રો થકી આખું ભાગવત સમજાય એવી સરળ શૈલી અને ઘણાં બધાં અવતરણો સાથે આ પુસ્તક મેં પાછળના મુખ્ય પેજ પર જોયું તો ૧૦૫ વર્ષ જૂનું પુસ્તક અને તે વખતે એકજ *ગુજરાતી પ્રેસ* મુંબઈ હતો.ત્યાં છપાયું હતું.જેને આજે સોનાનાં ઘરેણાં જેમ સાચવીને મારી લાયબ્રેરીમાં રાખ્યું છે.
હું જ્યાં જ્યાં પુસ્તક ભાળું ત્યાં ગમતાં પુસ્તક ખરીદી આગળના મુખ્ય પેજ બાદ ના પેજ પર પુસ્તક ખરીદયાં તારીખ અને એ સ્થળ ખાસ લખું છું.
આ રીતે મારી અંગત લાયબ્રેરીમાં અંદાજે ૩૦૦૦ થી વધુ પુસ્તકો છે.
❤️હું સોનું ચાંદી ઓછું ખરીદું છું,પરંતુ પુસ્તક વધુ ખરીદું છું.❤️
કવિ/વાચક મિત્રોને મારું આ લખાણ બૉર લાગ્યું હોય તો ક્ષમાયાચના.
આભાર....
- વાત્સલ્ય
પાટણ :૧૦ નવેમ્બર

Read More