" કશુંક ઝંખી રહ્યો ખાલી હાથમાં ને મળી મને પાયમાલી હાથમાં." - "Bન્દાસ" રાકેશ વી. સોલંકી

" નજરમાં "
( ગઝલ )

મને તો કશો ફેર પડતો નથી.
નજરમાં અગર ક્યાંય ચડતો નથી.

ખસી હું ગયો છું રસ્તેથી ભલા;
કદી કોઇને ક્યાંય નડતો નથી.

ઘણો પાસમાં આવતો હું ગયો;
છતાં કેમ પડછાયો અડતો નથી.

એ નારાજગીથી ઘણો ચૂપ છે;
મને વાતથી કેમ લડતો નથી?

સમય છોડતો સાથ મારો છતાં;
હું Bન્દાસ ક્યારેય રડતો નથી.

©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા

છંદ : મુતકારીબ = લગાગા×૦૩+લગા

Read More

" ખરેખર "
( ગઝલ )

ધડકન બની ગયા છે એ જ્યારથી ખરેખર.
બેચેન બહુ રહે મન એ ત્યારથી ખરેખર.

છાયા સમાન સાથે કાયમ રહે બરાબર;
ના છૂટવાનો પીછો એ પ્યારથી ખરેખર.

આ જિંદગી ખપાવી છે જ્યારથી પ્રણયમાં;
ના કોઇ મોહ છે આ સંસારથી ખરેખર.

બોજો સહન ન થાતો ચિંતા તણો જુઓ તો;
નમતો ઘણો ગયો છું આ ભારથી ખરેખર.

આપે જરા ઉતર ના સમજણ મને પડી ગઇ;
Bન્દાસ ખુશ ઘણો છે ઇઝહારથી ખરેખર.

©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા

છંદ : ( ગા ગા લ ગા + લ ગા ગા )× ૦૨

Read More

" કોઇ વાતે તમે "
( ગઝલ )

કોઇ વાતે તમે ટોકશો ના ભલા.
મન કદી કોઇનું તોડશો ના ભલા.

સર હિમાલય કરે હોય પગ ના છતાં;
કોઇ ઊંચે ચડે ચોંકશો ના ભલા.

એ હવા થઇ જવાના નજર સામુથી;
કે પકડવા તમે દોડશો ના ભલા.

હોય સાચો પ્રણય તો જવાદો તમે;
હીર રાંઝા બને, રોકશો ના ભલા.

ડર જરા પણ ન Bન્દાસ રાખો તમે;
હાથ ક્યારે તમે જોડશો ના ભલા.

©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા

છંદ : મુતદારિક = ગા લ ગા × ૦૪

Read More

" સમય સાથ ચાલો "
( ગઝલ )

સમય સાથ ચાલો ન પાછળ જુઓ.
નજર સામુ રાખીને આગળ જુઓ.

ભલા ચાંદની આજ ખીલી ઘણી;
કે નર્તન કરે જોઇ વાદળ જુઓ.

કરે રોજ ચુંબન અને એટલે;
કરે પેનથી પ્રેમ કાગળ જુઓ.

હશે ક્યાંક તાળું તમે શોધજો;
રહી ના શકે ક્યાંય સાંકળ જુઓ.

કિરણથી લડાઈ કરીને રહે;
છે ગુસ્સામાં આજે તો ઝાકળ જુઓ.

©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા

છંદ : મુતકારીબ = લગાગા×૦૩+લગા

Read More

" સાથ મળતો રહે "
( ગઝલ )

મને આપનો સાથ મળતો રહે બસ.
સદા આપને પ્રેમ કરતો રહે બસ.

નજર ક્યાંય બીજે જવાની કદી ના;
તમારી ઉપર રોજ મરતો રહે બસ.

સુહાની સરસ એટલે હોય મોસમ;
ગમે ફૂલ એ હાથ ધરતો રહે બસ.

જરા ક્યાંય આઘા ગયા જો ખસી તો;
ઇચ્છામાં સદા રોજ વરતો રહે બસ.

જગા હોય ના જો હૃદયમાં તો બોલો;
તમે જ્યાં કહેશો હું ઠરતો રહે બસ.

©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા

છંદ : મુતકારીબ = લ ગા ગા × ૦૪

Read More

" મહોબત થવાની "
( ગઝલ )

નજરના મિલાવો મહોબત થવાની.
પછી રોજ મળવાની ચાહત થવાની.

સમય ના જશે એકલા થઇ ગયા તો;
મળો કાયમી રોજ આદત થવાની.

તમે રાહ જોજો ઉતાવળ ન કરતાં;
કૃપા એમની કે ઇનાયત થવાની.

*જરા આંખ મારી ને લેશે મજા એ;
ભલા એટલી તો શરારત થવાની.

પછી રોકવાના નથી કોઇ ક્યારે;
મળો રોજ બાગે ઇજાજત થવાની.

©✍️ " Bન્દાસ "*
રાકેશ વી સોલંકી*
મહેસાણા

છંદ : મુતકારીબ = લ ગા ગા × ૦૪

Read More

" જિંદગીમાં "
( ગઝલ )

રહો રોજ હોઠે તમે સ્મિત થઇને.
સરસ જે ગમે છે મને ગીત થઇને.

અને એટલે જિંદગીમાં મજા છે;
હૃદયમાં રહ્યા છો તમે મીત થઇને.

કદી ક્યાંય પણ હારવાનો જરા ના;
મને સાથ આપો સદા જીત થઇને.

મને બીક લાગી ન પડવાની ક્યારે;
ઊભા જો રહ્યા છો તમે ભીંત થઇને.

નથી કોઇ દુશ્મન થયો વાતમાં કે;
બધામાં મળો છો તમે પ્રીત થઇને.

©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા

છંદ : મુતકારીબ = લગાગા×૦૩+લગા

Read More

" પત્થર હજી "
( ગઝલ )

લેતો નથી અવતાર ઈશ્વર હજી.
પૂજાય બોલો આજ પત્થર હજી.

આવી મળે છે બહુ નદીઓ છતાં;
પ્યાસો જુઓ છે આ સમંદર હજી.

ખુદ જાત પર હસતો રહ્યો જિંદગી;
બોલો હસાવે રોજ જૉકર હજી.

પાવન થયા પરિવાર, બે ઘર છતાં;
બેટા ઘણો વ્હાલો નિરંતર હજી.

પાવન ગણે છે જાતને કામથી;
કાંતે સુતરના તાર વણકર હજી.

©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા

છંદ : મુતકારીબ = લ ગા ગા × ૦૪

Read More

" કારણ મળ્યું "
( ગઝલ )

દિલ ધડકવાનું જુઓ કારણ મળ્યું.
યાદ થઇને આવતું કો' જણ મળ્યું.

સાસરે બોલો મળ્યા છે પિયરિયા;
ખીલવું હતું ફૂલને ફાગણ મળ્યું.

બાગની ફોરમ બધીય અહીં વળી;
એમના પગરવકેરું આંગણ મળ્યું.

આયને આજે અચાનક જોયું તો;
કે નજર આગળ મને સાજણ મળ્યું.

યાદ કરતાં રોઇ ઉઠયા શું થયું?
આંખમાં એનું મને તારણ મળ્યું.

©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા

છંદ : રમલ = ગાલગાગા×૦૨+ગાલગા

Read More