જો ખરેખરકોઈ વ્યક્તિના પ્રેમમાં છો પ્રેમ કરો છો..?
તો પ્રેમ કરવાનું નાટક ના કરી શકીએ કારણ કે પ્રેમ બોલવાનો વિષય નથી,મહેસુસ કરવાનોને કરાવવાનો વિષય છે..
રાડો પાડીને હુ તને પ્રેમ કરુ છુ ને આંખો કોરી હોય તો આ શબ્દો સામેનું પાત્ર માની લેશે પણ તેનુ હદય કોરુ રહેશે..
એક સ્ત્રી કે પુરુષને આઈ લવ યું બોલી શકાય પણ આઈ લવ યું હદય સુધી પહોચાડવા માટે તપ ને ઊમળકો જોઈએ, મરી મટી જવાની તૈયારી જોઈએ,નમાલાથી પ્રેમ ના થાય સિધો માણસ પ્રેમ કરી જ ના શકે, એના માટે પાગલ બનવું પડે,
પ્રેમપાત્ર મળે તો ભલે ના મળેતો ભગવાનની મરજી ફોન મેસેજ કરે તો ભલે નહીતર નેટવર્ક પ્રોબલેમ હશે..?
કંઈ વાંધો નહી ચાલશે,પ્રેમમાં ના ચાલે ઊભી રે હુ આવુ છુ નો જુસ્સો જોઈએ,
જેને જીવનમાં પ્રેમ કરીને અફસોસ થયો છે કે પ્રેમપાત્ર ગલત પકડાય ગયું તું તેને પ્રેમ કર્યો જ નથી પ્રેમના નામ પર ગલતકાર્ય કર્યુ છે, કારણ કે પ્રેમ પાત્ર સાથેનો વિષય જ નથી,પ્રેમ આત્માનો વિષય છે,
પ્રેમનો વિષય કવિતા ને શાયરી માં ના સમાય એતો આંખો ને હદયથી વંચાય તેની ચાલ મસ્તાની ને દેવદાસ બની જાય છે, તેની આંખો જાણે અફીણનો નસો ચડ્યો હોય ને તેના બદનની ખુશ્બુ જોણે કસ્તૂરી, તેની અદા મંત્રમુગ્ધ કરી નાખે જે પ્રેમમાં છે તે પ્રેમ કરતા ખુદને રોકી ના શકે,તેની પાસે કંટ્રોલ નામનું મશીન હોતું નથી,
પરિવાર સ્નેહજનો ને સમાજ જેને આડો આવે તે પ્રેમ કરી જ ના શકે તે તો પ્રેમના નામ પર વાસનાઓ ભોગવે છે,પ્રેમના નામે મનચ્છાઓ પુરી કરવાની અલગ થિયરી અપનાવે છે, જે પ્રેમ માં છે તેની દુનિયા જ પ્રેમપાત્ર પહેલી પ્રાવસી હોય છે,તેને આખી દુનિયા તેના વગર નકામી લાગે છે,પ્રેમ માટે રાત કે દિવસ એક બરાબર હોય છે, રાત્રે ૩ વાગ્યે જે ગોદડા ઓઢીને વાત કરે મચ્છર પગનું લોહી પીતા હોય તો ય બોલ ને ખાવાનું ટાણુ ચુકાય જાય,whotshop રાતદિવસ લાસ્ટસિન પર ચાલે good morning થી લઈને good night સુધી પણ વાતો પુરી નથી થતી good night કીધા પછી પણ sweet dreams love you વગેરે રીચાર્જ ના પૈસા વસુલ કરતા પ્રેમીઓ જ જીવતા હોય એવું લાગે છે..
પ્રેમ લગ્નમાં પરિવર્તિત થાય
પરમેનેટ રહે
એક જ વાર થાય
ઊંમર ફિક્સ હોય
લગ્ન પછી ના થાય
જ્ઞાતિમા જ થાય
હેસિયત જોઈને થાય
વગેરે માણસની ફીલોસોફી છે,આ બધા દિમાગના પ્રેમ છે,દિમાગ પાસે ગણિત છે,
પ્રેમને ઊંમર કે જ્ઞાતિ સાથે કંઈ લેવાદેવા નથી,
પ્રેમ ટાઈમલેસ છે,પ્રેમ માં મિલન વિરહ સાથે જ છે,
જેની હાજરી હોય જે તેની ગેરહાજરી પણ વર્તાય,
જે સમક્ષ હોય છતા ખોવાના ડર સાથે હદયને કોરી ખાય તે પ્રેમ.
ખુબ તોડીમરોડીને તૈયાર કરે પાત્ર ને તે પાત્ર એટલે પરમાત્માનો પ્રસાદ…