🙏🙏જીંદગી ખરેખર તું અમુક સમયે અચરજ કરાવે છે.
જેના માટે જી જાન લગાવી દીધી હોય.
જેના માટે અઢળક પ્રયત્નો કર્યા જ હોય.
છતાં પણ ત્યાંજ તું ના આપીને હાથતાળી આપીને જતી રહે છે.
એક બાજુ કદી કલ્પના પણ ના કરી હોય.
જેના વિશે કદી મનમાં વિચાર્યું પણ ના હોય .
એ જ ના વિચારેલ વાસ્તિવક રીતે પ્રાપ્ત થઈ જાય,
તે પણ એક દમ સરળ, સુલભ અને સહજતાથી થાય.
જીંદગીનું ભવિષ્ય ક્યારેક ખરેખર સુખદ રીતે કે દુઃખદ રીતે વિસ્મય પમાડી જતું હોય છે.
બસ આપણી તમન્ના તો સુખદ્ અચરજ આપે તેવી જ રહે ખુદને પણ અને અન્યને પણ!!!🦚🦚